સંપાદનો
Gujarati

વિદેશમાં પ્રોજેક્ટ મેનેજરની નોકરી છોડી અમદાવાદના અભિષેકે શરૂ કર્યું પાણી બચાવવાનું સ્ટાર્ટઅપ

અમદાવાદનું એક સ્ટાર્ટઅપ પાણીની સાથે કરી રહ્યું છે પૈસા અને સમયની બચત 

26th Jul 2017
Add to
Shares
72
Comments
Share This
Add to
Shares
72
Comments
Share

પૈસા અને પાણીની બચત કરવા અમદાવાદના એક સ્ટાર્ટઅપે નવી ટેક્નિકનો આવિષ્કાર કર્યો છે જેમાં લગભગ 80% પાણીની બચત થાય છે. આ ગ્રીન વેંચર અભિષેક માંડલિયા દ્વારા 2016માં સ્થાપિત કરવામાં આવ્યું. તરાઈ (ભવન નિર્માણ)ના કામોમાં પરંપરાગત ટેક્નિક દ્વારા લગભગ 1000 લીટર પાણીનો વપરાશ થાય છે જ્યાં અભિષેકની આ નવી ટેક્નિકમાં માત્ર એક ડોલ જેટલા પાણીમાં જ તેટલી નરમાશ મેળવી શકાય છે! 

image


અમદાવાદના અભિષેક માંડલિયાએ એક એવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેની મદદથી પાણી અને શ્રમની સાથે સાથે પૈસાની પણ બચત કરી શકાય છે!

સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલાં અભિષેક વિદેશમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યાં હતાં. તેમણે ઘણાં લાંબા સમય સુધી નોટીસ કર્યું કે બાંધકામ વખતે ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે અને આવું માત્ર ભારતમાં જ નથી થતું, પણ મિડલ ઇસ્ટ અને આફ્રિકાના ઘણાં દેશોમાં આ પ્રક્રિયા પ્રમાણે જ કામ કરવામાં આવે છે જ્યારે કે તે દેશોમાં તો પાણીની ઘણી તંગી છે.

સામાન્ય રીતે ભારતમાં મકાન કે કોઈ પણ ઈમારતના બાંધકામ માટે આધુનિક ટેક્નિકના બદલે પરંપરાગત રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના કારણે પાણી, શ્રમ અને પૈસાનો ઘણો વ્યય થાય છે. આપણા દેશમાં છત કે ઉંચી ઈમારત બનાવવા સૌથી પ્રચલિત ટેક્નિક- સિમેન્ટ કપચીની RCC પટ્ટીઓના ઢાળનો ઉપયોગ કરવામાં આવે છે જેને એકદમ મજબૂત બનાવવા થોડા સમય સુધી નરમાશની જરૂરીયાત રહે છે. જેટલી નરમાશ RCCને આપવામાં આવે તેટલું જ મજબૂત તે બને છે. સામાન્ય રીતે કોઈ પાઈપના સહારે પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે.

આ સમસ્યાનું નિવારણ લાવવા અને પાણીની બચત કરવા અમદાવાદના એક સ્ટાર્ટઅપે નવી ટેક્નિકની શોધ કરી છે જેનાથી લગભગ 80% પાણીની બચત થાય છે. આ ગ્રીન વેંચરની સ્થાપના વર્ષ 2016માં અભિષેક માંડલિયાએ કરી હતી. અભિષેકે શોધેલી આ રીતમાં પાણી, ધીરે ધીરે, એક એક ટીપા સ્વરૂપે, RCCની પટ્ટીઓ પર ટપકાવવામાં આવે છે. સતતપણે આ પાણી ટપક્યા કરે છે. અભિષેક કે જેઓ સિવિલ એન્જિનિયર છે તેઓ કહે છે, 

"ડ્રીપ ઈરીગેશન ટેક્નિક પરથી મને પ્રેરણા મળી જેનો ઉપયોગ સામાન્ય રીતે ખેતરોમાં કરવામાં આવે છે. તેમાં પાણીનો વપરાશ નિયંત્રણમાં રહે છે અને માત્ર જરૂરીયાત પૂરતું જ પાણી ઉપયોગમાં આવે છે. જેનાથી પાણી અને પૈસા બંનેની બચત થઇ શકે છે."

1000 લીટરની ટેંકને પાણીથી ભરવામાં લગભગ અડધા કલાક જેટલો સમય લાગે છે અને છતાં પણ લાંબા સમય સુધી કોંક્રીટ પર પાણી પડતું રહે છે. આ પ્રક્રિયા દિવસમાં કેટલીયે વાર કરવામાં આવે છે. જેનાથી રોજના હજારો લીટર પાણીનો બગાડ થતો અટકાવી શકાય છે.

આ પહેલા અભિષેક વિદેશમાં પ્રોજેકટ મેનેજર તરીકે કામ કરતા હતાં. માત્ર ભારતમાં જ નહીં પરંતુ મિડલ ઇસ્ટ અને આફ્રિકાના કેટલાંયે દેશોમાં આ પરંપરાગત પદ્ધતિથી જ કામ કરવામાં આવે છે. અભિષેકે આ સંદર્ભે લાંબા સમય સુધી રીસર્ચ કર્યું અને એક વર્ષની મહેનત બાદ પોતાના એક મિત્ર જીતેન્દ્ર કેડિયાની મદદથી આ ટેક્નિક પર કામ કરવાનું શરૂ કર્યું.

આ ટેક્નિકમાં એક મલ્ટી લેયર શીટ દ્વારા પાણી નાખવામાં આવે છે. આ શીટ્સમાં વોટર પોકેટ્સ લાગેલા હોય છે, જેમાં ધીરે ધીરે કરીને પાણી જમા થવા લાગે છે અને જેનાથી નરમાશ મળતી રહે છે. આ પટ્ટીઓનું તાપમાન પણ નિયંત્રિત રહે છે. જ્યાં પરંપરાગત ટેક્નિકમાં લગભગ 1000 લીટર પાણીનો વપરાશ થાય છે ત્યાં આ ટેક્નિકમાં માત્ર એક ડોલ પાણીના ઉપયોગ થી એટલી જ નરમાશ પ્રાપ્ત કરી લેવાય છે. આ શીટ્સને ઘણી સરળતાથી વાયર કે બેલ્ટ દ્વારા બાંધી શકાય છે. જ્યારે શીટ્સ પાણીથી ભરાઈ જાય છે ત્યારે જાતે જ RCC બ્લોકસને નરમાશ મળવા લાગે છે. આટલું જ નહીં, તેની સાથે વીજળીની બચત થાય છે કારણ કે પાણીનો છંટકાવ કરવા માટે પણ મોટર પણ ચલાવવી પડે છે. 

અભિષેકની ટીમ ભારતની સાથે સાથે મિડલ ઇસ્ટના દેશોમાં આ ટેક્નિકનો ઉપયોગ કરવા લોકોનો સંપર્ક કરી રહી છે. અભિષેક કહે છે,

"મને આશા છે કે આવનારા સમયમાં ભારતમાં આ ટેક્નિકના કારણે પાણીની ઘણી બચત થશે અને મારા આ વિચાર, ટેક્નિકને સન્માન પણ મળશે."


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
72
Comments
Share This
Add to
Shares
72
Comments
Share
Report an issue
Authors

Related Tags