સંપાદનો
Gujarati

ચાઇનીઝ ગ્રીન ટીથી પ્રેરાઈને 2 મિત્રોએ સ્થાપ્યું HealthyWorld

30th Nov 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

મેડ ઈન ચાઈના. આ એક એવું લેબલ છે, જે વાંચીને આપણને તરત જ સસ્તી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ યાદ આવી જાય. પણ શ્રીજીથ મૂલાયિલ અને પુરુ ગુપ્તા માટે, આ તેમના HealthyWorld સ્ટાર્ટઅપની શરૂઆત કરવાનું પ્રેરણાસ્ત્રોત હતું. અને હેલ્થીવર્લ્ડનાં હેલ્થફૂડ બ્રાન્ડ ‘ટ્રૂ એલિમેન્ટ્સ’ માટે ગ્રીન ટી કરતાં વધુ પ્રેરણાદાયી શું હોઈ શકે.

'ટ્રૂ એલિમેન્ટ્સ' પાસે 30થી પણ વધુ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો છે, જેમાં બ્રેકફાસ્ટનાં ધાન્ય, ચા, સ્નૅક્સ અને હેલ્થ સપ્લિમેન્ટ્સનો સમાવેશ થાય છે. HealthyWorld પાસે 3000 પ્રોડક્ટ્સ છે, જે માત્ર પૌષ્ટિક ખોરાકને પ્રમોટ જ નથી કરતાં, ગ્રાહકોને પણ તેઓ શું ખાય છે તેની તુલના કરવા તથા તેની માન્યતાને ચકાસવા માટે શિક્ષિત કરે છે.

HealthyWorld  ની ટીમ

HealthyWorld ની ટીમ


માત્ર ચાઈનાની ચા જ નહીં!

શ્રીજીથ અને પુરુએ જોયું કે, વેલનૅસ પ્રોડક્ટ્સની વધતી માંગ, ‘ઈચ્છા’ પર નિર્ભર હતી, ‘જરૂરીયાત’ પર નહીં.

હેલ્થ સોલ્યુશન્સ માટેની જરૂરીયાત સાથે શરૂ થયેલા આ ટ્રેન્ડે પૌષ્ટિક ફૂડ પ્રોડક્ટ્સની માગમાં વધારો કરી દીધો હતો. વિવિધ મિશ્રણ અને વિભિન્નતાને જોયા બાદ, બન્નેએ હેલ્થી ફૂડ્સ ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કર્યું.

પુરુ જણાવે છે, "ઘણી બિમારીયોને શરૂઆતનાં સ્ટેજ પર જ રોકી શકાય છે- અને તેનાં પ્રભાવને ઘટાડી શકાય છો, અથવા યોગ્ય ખોરાક અને પોષણ દ્વારા તેની સાઈડ ઈફેક્ટ્સને ઓછી કરી શકાય છો."

તેના ગુણ સાથે દર્શાવેલાં હેલ્થ સોલ્યુશન્સ માટેની જરૂરીયાત સાથે શરૂ થયેલા આ ટ્રેન્ડે, પોષણયુક્ત ફૂડ પ્રોડક્ટ્સની માગમાં વધારો કરી દીધો હતો. તેઓએ દિલ્હીમાં તેમનું સ્ટાર્ટઅપ લૉન્ચ કર્યું અને તેમની હેલ્થ પ્રોડક્ટ્સની સપ્લાયની શ્રૃંખલાના માલિક બનવાનાં ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરી.

જોકે, બન્નેને જલ્દી જ એ વાત સમજાઈ ગઈ કે, તેમની તાકાત ગ્રાહકો સાથેના સંબંધ વિકસાવવામાં હતી. માટે, તેમણે એક ઈ-કૉમર્સ પ્લેટફોર્મ શરૂ કરવાનું નક્કી કર્યું. ગ્રાહક સાથે સંબંધ બનાવવાની તેમની તાકાતથી સજ્જ, તેમણે એપ્રિલ 2015 માં તેમનાં ઈ-કૉમર્સ પ્લેટફોર્મ HealthyWorldને લૉન્ચ કર્યું.

આ પ્લેટફોર્મ, ગ્રાહકોને ફંક્શનલ ફૂડ્સ (એવો ખોરાક, જેની સાથે સ્વાસ્થ્યને લગતા ફાયદા સંકળાયેલા છે અને જેઓ બિમારીઓના જોખમને ઘટાડે છે)ને ઓળખવામાં અને તેની માન્યતાને ચકાસવામાં મદદ કરે છે, અને એક જ પ્લેટફોર્મ પરથી તેમને ખરીદી કરવામાં મદદ કરે છે. પુરુ કહે છે, “ઘણી બિમારીઓ હજી પણ રોકી શકાય છે અને યોગ્ય ખોરાક અને પોષણ દ્વારા તેની સાઈડ ઈફેક્ટ્સને ઓછા કરી શકાય છે."

વ્યવસાયનો વિસ્તાર

પુરુ જણાવે છે, “એપ્રિલ 2015 માં લૉન્ચ બાદ, અમે Amazon પર ટૉપ ફૂડ સપ્લાયર્સમાંના એક બની ગયાં છે તથા ઑનલાઈન કરિયાણું સપ્લાય કરતાં અન્ય કેટલાક ખેલાડીઓ સાથે મેદાનમાં છીએ." તેમની ઑફલાઈન પહોંચ હાલમાં મુંબઈ અને પૂણે સુધી જ સીમિત છે, જ્યાં તેઓ કેટલાક કેટેગરી સ્ટોર્સ સુધી પહોંચવા પર જ ધ્યાન આપી રહ્યાં છે.

ડિસેમ્બર 2014માં, HealthyWorldએ રોકાણકારોનાં ગ્રૂપ દ્વારા, $150,000 ઊભાં કરી લીધાં હતાં. તે સમયે, ઈ-કૉમર્સ દ્વારા તેઓ દર મહીને 3-4 લાખ રૂપિયાનો વ્યવસાય કરી લેતાં હતાં. પુરુ કહે છે, "હવે અમે માર્ચ 2016 સુધીમાં, 15 મહીનાથી પણ ઓછા સમયમાં, 30 ગણી વૃદ્ધિ કરીને, એક કરોડ રૂપિયાની ટૉપલાઈન પર પહોંચવાનાં માર્ગ પર છીએ. આવનારા કેટલાક મહીનાઓમાં, અમે Series A પણ ઊભી કરવાની પ્રક્રિયામાં છીએ."

એક જ બાઈટમાં ક્રન્ચ અને હેલ્થ પણ!

જો તમે આંકડા જોશો તો હેલ્થફૂડનું માર્કેટ ખાસ કરીને સીરિયલ/ ગ્રનોલા બાર્સ અને એનર્જી/ ન્યુટ્રિશન બાર્સનું માર્કેટ, USમાં વર્ષ 2016 સુધીમાં લગભગ $8.4 બિલિયનનું થઈ જવાનો અંદાજ છે.

RiteBite અને Nature’s Value જેવી અન્ય બ્રાન્ડ્સ પણ હવે લોકપ્રિય થવા લાગી છે. આ બ્રાન્ડ્સની શરૂઆત વર્ષ 2005-2006 માં કરવામાં આવી હતી, જ્યારે ભારતમાં આ આઈડિયા વિશે કોઈ ખાસ જાણકારી નહોતી. આજે ફિટનેસ પ્રોડક્ટ્સનું માર્કેટ ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે, જેમાં 40 ટકા ભારતીયો હેલ્થ અને ફિટનેસ સંબંધિત પ્રોડક્ટ્સ શોધી રહ્યાં છે.

Website

લેખક: સિંધુ કશ્યપ

અનુવાદક: નિશિતા ચૌધરી

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો