સંપાદનો
Gujarati

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ કરશે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અભિયાનનો આરંભ

5th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ નવીદિલ્હી ખાતે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા' અભિયાનની શરૂઆત કરશે. ભારત સરકારના આ અભિયાન સાથે જોડાવવા બદલ 'યૉરસ્ટોરી' ગર્વ અનુભવે છે.

આ અિભયાનનો હેતુ દેશના પ્રતિભાશાળી યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડવાનો તેમજ તેમના જુસ્સાને બિરદાવવાનો છે. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા'ના લૉન્ચિંગ કાર્યક્રમમાં ટોચની કંપનીઓના CEOs તથા દેશભરના 1500 કરતા પણ વધુ સફળ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો ભાગ લેશે. કાયર્ક્રમના સમાપન વખતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને સાથે જ તેઓ આ અભતપૂર્વ પહેલનો પ્રારંભ કરાવશે. તો આ સમયે જ તેઓ સ્ટાર્ટઅપ એક્શન પ્લાન પણ જાહેર કરશે.

કેન્દ્રીય નાણાંપ્રધાન શ્રી અરુણ જેટલી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 16 જાન્યુઆરીના રોજ સવારે 9.30 કલાકે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. તેમની સાથે રાજ્ય કક્ષાના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન નિર્મલા સિતારામન પણ ઉપસ્થિત રહેશે.

image


કાર્યક્રમ દરમિયાન દિવસભર ‘ગ્લોબલ વર્કશૉપ ઑન સ્ટાર્ટઅપ આન્ત્રપ્રિન્યોરશિપ’ (સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકતા વિશેની વૈશ્વિક કાર્યશાળા) યોજાશે. આ વર્કશોપમાં આ મુજબના વિષયો પર પરિસંવાદો યોજાશે.

- ઉદ્યોગસાહસિકતા અને નવા આવિષ્કારો: ભારતીય સ્ટાર્ટઅપને વિકસાવવા અને સમૃદ્ધ કરવા માટે શું કરશો?

- સ્ત્રીશક્તિને જયકાર: અવનવા વિચારો થકી સફળતા મેળવનાર મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની સફર

- ડિજિટાઇઝેશન કેવી રીતે ભારતનું ભવિષ્ય બદલશે?

- ભારત કેવી રીતે બનશે આરોગ્યસેવાઓનું હબ?

- મૂડી અને ભંડોળનું એકત્રીકરણ હવે મુશ્કેલ નથી!

કાર્યક્રમમાં ‘શૉ મી મની: હાઉ ટૂ કેપિટલાઈઝ આન્ત્રપ્રિન્યોરશિપ?’ વિષય પર આધારિત પરિસંવાદમાં રાજ્ય કક્ષાના નાણાંપ્રધાન શ્રી જયંત સિંહા પણ ભાગ લેશે. આ સાથે ‘ફેસ ટૂ ફેસ વિથ પોલિસી મેકર’ નામનું રસપ્રદ પ્રશ્નોત્તર સત્ર પણ યોજાશે જેમાં સ્ટાર્ટઅપ માટે સાનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં સરકાર કેવી રીતે મદદરુપ બની શકે છે એ વિશે વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સવાલોના જવાબ આપશે.

આ સમગ્ર અભિયાન અને કાર્યક્રમનો હેતુ સ્ટાર્ટઅપ્સના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો અને આ માટેની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો છે. પરિસંવાદમાં રેવન્યુ, માનવ સંસાધન અને વિકાસ, કોર્પોરેટ બાબતોનું મંત્રાલય, નાણાંકીય સેવાઓનો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક અફેર્સ, ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેકનલોજી, ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી,ડિપાર્ટમેન્ટ ઑફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ અને ડિપાર્ટમેન્ટ ઑફ સ્કીલ ડેવલપમેન્ટના સચિવો-ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. આ સાથે પેનલમાં સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી) અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઑફ ઇન્ડિયા (એસઆઇડીબીઆઇ)ના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.

image


કાર્યક્રમમાં વૈશ્વિક નેતાઓ તથા 'સોફ્ટબેંક'ના સ્થાપક અને સીઇઓ માસાયોશી સૉન, 'ઉબેર'ના સ્થાપક ટ્રેવીસ કેલેનીક, 'વીવર્ક'ના સ્થાપક એડમ ન્યુમેન જેવા વેન્ચર કેપિટાલિસ્ટસ પણ ચર્ચામાં ભાગ લેશે. કાર્યક્રમમાં સિલિકોન વેલીના ‘એન્જેલ ઇન્વેસ્ટર્સ’, વેન્ચર કેપિટાલિસ્ટસ, વિવિધ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો તથા ટોચની 40 કંપનીઓના CEOs પ્રશ્નોત્તર સત્રમાં ભાગ લેશે.

ગૂગલ ‘લૉન્ચપેડ એક્સલેટર’ નામનું રસપ્રદ સત્ર યોજશે જેમાં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સને સંભવિત રોકાણના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવશે. આ સાથે સ્ટાર્ટઅપ્સ માટેનું ભંડોળ એકત્ર કરવાના વિષય પર સોફ્ટબેંકના ચીફ ઑપરેટીંગ ઓફિસર અને પ્રેસિડેન્ટ નિકેશ અરોરા મૂલ્યવાન સૂચનો આપશે.ભારતમાં વિવિધ સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવેલા અનોખા અને અદ્વિતિય કાર્યો વિશે એક 'વર્ચ્યુઅલ એક્ઝિબિશન' પણ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ના છેલ્લા અંકમાં 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અભિયાન લૉન્ચ કરાશે એવો સંકેત આપ્યો હતો. ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેનું સાનુકૂળ વાતાવરણ સર્જવા માટે ભારત સરકારે લીધેલા પગલાંઓ અને યોજનાઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમ વધુને વધુ યુવાનો-ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયી બને એ માટે વિવિધ આઇઆઇટી (IITs), આઇઆઇએમ (IIMs), એનઆઇટી (NITs), આઇઆઇઆઇટી (IIITs), કેન્દ્રીય યુનિવર્સિટીઝ તથા દેશભરના 350 જિલ્લાઓમાં યુવાનોના જૂથમાં તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ભારત સરકારનો ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન (ઇન્ડસ્ટ્રિઅલ પોલિસી એન્ડ પ્રમોશન) (DIPP)વિભાગ આ કાર્યક્રમ યોજી રહ્યો છે. આયોજનમાં 'ઇન્વેસ્ટ ઇન્ડિયા' તથા આઇસ્પીર્ટ (iSpirt), યૉરસ્ટોરી (YourStory), નાસ્કોમ (NASSCOM), શીધપીપલ ડૉટ ટીવી (SheThePeople.tv), કૈરોસ સોસાયટી (Kairos Society), FICCI તેમજ CIIની યુવા પાંખ પણ તેમાં સહભાગી બન્યા છે.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags