સંપાદનો
Gujarati

ઘર શોધતા ગ્રાહકોની વિવિધ સમસ્યાઓનું સમાધાન કરતી પ્રોપર્ટી વેબસાઇટમાં વિશિષ્ટ સેવા આપતી Homesfy

14th Dec 2015
Add to
Shares
13
Comments
Share This
Add to
Shares
13
Comments
Share

અત્યારે બજારમાં અનેક કંપનીઓ કાર્યરત છે, જે લોકોને નવું ઘર શોધવામાં મદદ કરે છે. 99એકર, મેજિકબ્રિક્સ, હાઉસિંગ અને કોમનફ્લોર જેવા પ્રોપર્ટી ડિસ્કવરી પ્લેટફોર્મ્સે આપણું જીવન સરળ બનાવી દીધું છે.

રિયલ એસ્ટેટ અબજો ડોલરનું બજાર છે, જેમાં ડેવલપર્સ અને બ્રોકર્સ જ માર્કેટિંગ માટે 1 અબજ ડોલર ખર્ચે છે. આ કારણે કોમનફ્લોર અને હાઉસિંગને 100 મિલિયન ડોલરથી વધારેનું ભંડોળ મળ્યું છે. ગ્રેબહાઉસ, રિયલ્ટીકમ્પાસ અને ઘરફાઇન્ડર જેવા રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ્સ ઘરના સંભવિત ગ્રાહકોની વિવિધ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે. પણ રિયલ એસ્ટેટ બજારની સમસ્યા યથાવત્ રહી છે.

ગ્રાહકની સમસ્યાઓ

ગ્રાહક માટે એક નહીં, અનેક સમસ્યાઓ છે. તેમણે તેમના સ્વપ્નનું ઘર શોધવા દલાલનો સંપર્ક કરવો પડે છે, દસ્તાવેજીકરણ માટે કાયદેસર અવરોધોમાંથી પસાર થવું પડે છે, પ્રસ્તુત વિકલ્પોનો વિચાર કરવો પડે છે, ઘર બદલવા માટે સામાન લેવા મૂકવા માટે શોધ કરવી પડે છે. આ રીતે તેમણે સંવેદનાત્મક, શારીરિક સમસ્યાનો અને નાણાકીય ખર્ચનો સામનો કરવો પડે છે. આ તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે તમે તેમાં મોટું રોકાણ સંકળાયેલું છે.

હોમસ્ફીની ટીમ

હોમસ્ફીની ટીમ


બ્રોકર્સ અને ડેવલપર્સની સમસ્યાઓ – તેઓ પ્રોપર્ટી લિસ્ટ કરાવવા પુષ્કળ નાણાં ખર્ચે છે અને તેમાં પણ કોઈ ખાતરી હોતી નથી. તેઓ સેંકડો ફોન પર વાત કરવામાં, સંભવિત ગ્રાહકોને મળવામાં અને તેમને સેવાઓ આપે તેવી પ્રતિભાઓને રોકાવામાં સમય અને નાણાં બંનેનો વ્યય કરે છે. તેમ છતાં તેઓ ગ્રાહકોને સંપૂર્ણ નિરાકરણ આપી શકતા નથી.

અંતિમ ગ્રાહક તરીકે આપણે જીવનમાં લગભગ એકથી વધારે વખત પ્રોપર્ટીના વ્યવહારમાં સંકળાયેલા હોતા નથી. એટલે આપણે આપણા બજેટમાં ફિટ ઘર ઓછા સમયમાં મળી જાય તેવું ઇચ્છીએ છીએ. પણ અત્યારે પ્રોપર્ટીઝ અને આપણા સ્વપ્નના ઘરની જરૂરિયાત વચ્ચે ઘણો ફરક છે.

હોમસ્ફીનો ઉદ્દેશ પ્રોપર્ટી સર્વિસીસ પ્લેટફોર્મ સ્વરૂપે આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે: પ્રોપર્ટી અને તમામ સંબંધિત સેવાઓ માટે બજાર બનવું, જે તાત્કાલિક દરેક પ્રોપર્ટી સંબંધિત સમસ્યાને યોગ્ય રીતે હલ કરે. હોમસ્ફી રિયલ એસ્ટેટ ગ્રાહકો અને સેવા પ્રદાતા વચ્ચે ટેક અને સેવા સ્તર છે.

હોમસ્ફી ગ્રાહકોને ઘર બદલવા, પેકિંગ અને શિફ્ટિંગ, ઘરમાં સુધારાવધારા, કાયદાકીય અને દસ્તાવેજીકરણ કામ, વિસ્તારની ટ્રિપ અને અન્ય ઘર ખરીદવા સેવાઓ માટે વિક્રેતા શોધવામાં મદદ કરે છે. કંપની બ્રોકર્સને મદદ ઉપયોગી લીડ પ્રદાન કરીને મદદ કરવાનો દાવો કરે છે, જેથી તેઓ ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરવા સંપૂર્ણ સહકાર આપી શકે. 

હોમસ્ફીના સ્થાપક આશિષ કુકરિયાનું કહેવું છે,

"મારા સહિત ઘણા લોકો મુંબઈમાં ઘર શોધવાની સમસ્યામાંથી પસાર થયા હતા. અમારો અને અમારા ગ્રાહકોના અનુભવે અમને દિશા આપી હતી. અમારી ટીમે પ્રત્યક્ષ આદાનપ્રદાન હાથ ધર્યું હતું, વ્યક્તિગત અભ્યાસ, બ્રોકરનો સર્વે અને સમસ્યાની યાદીનું સંશોધન કર્યું છે."

આશિષે પ્રોપર્ટીની શોધની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેમણે નવી બિઝનેસ પહેલ કરી હતી અને વ્યવસાય અને ઉત્પાદનને વિકસાવવા વ્યૂહરચના ઘડી હતી. તેઓ કોટક અને યુનિકોન જેવા નામો સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે, જેમાં તેઓ ઇક્વિટી બ્રોકિંગ અને પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટમાં 10 ગણો બિઝનેસ વધારવા માટે જવાબદાર હતા. આશિષે આઇબીએસ – હૈદરાબાદમાંથી એમબીએ કર્યું છે.

મુકેશ મિશ્રા સહસ્થાપક છે, જેઓ તેમના ડોમેઇન નોલેજની મદદ સાથે વેચાણ અને પાર્ટનર સંબંધોનું સંચાલન કરે છે. તેઓ ભારતમાં તમામ મોટા શહેરી કેન્દ્રોમાં સંગઠિત પ્રોપર્ટી સર્ચ બજારમાં અગ્રણી બનવા કામ કરી રહ્યાં છે. સ્થાપક ટીમના સભ્ય તરીકે તેઓ ગ્રાહકને ઓછા ખર્ચ સાથે વ્યવસાયમાં વધારો થાય તેવા કેટલાંક સોલ્યુશન આપે છે. મુકેશ સર્ટિફાઇડ એસ્ટેટ સલાહકાર છે. તેમને પ્રવાસ પસંદ છે, જે તેમને વિવિધ સ્થળોમાં પ્રોપર્ટીને સમજવામાં મદદ કરે છે.

આ બંનેને જોયું હતું કે બજારમાં જરૂરિયાતો ક્યારેય પૂર્ણ થતી નથી, એટલે તેમણે અન્ય લિસ્ટિંગ પોર્ટલની કામગીરી બંધ થાય છે ત્યાંથી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો. તેમને અહેસાસ થયો હતો કે પ્રોપર્ટી સર્ચ પ્લેટફોર્મને પ્રોબ્લેમ-સોલ્વિંગ અને સંપૂર્ણપણે બજેટ-ફ્રેન્ડલી પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે, જ્યાં તેઓ ગ્રાહકને વધારે સેવા આપી શકશે. મુકેશ કહે છે,

"પ્રથમ છ મહિના અમે અમારા ગ્રાહકોને પ્રોપર્ટી શોધવા માટે ફ્રી સર્વિસ ઓફર કરી હતી. હું કેટલીક ટ્રિપ્સમાં ડ્રાઇવર તરીકે ગયો હતો. સાતમા મહિનાથી 13 મહિના સુધી અમે અભૂતપૂર્વ વેચાણ જોયું હતું અને 110 સોદા પાર પાડ્યા હતા! અમારો ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાની નીતિએ અમને એક વયોવૃદ્ધ દંપતિ માટે સોદો પાર પાડવા દુબઈ પહોંચાડ્યાં હતાં."

કંપનીએ રૂ. 15 લાખના નાના સોદા સાથે શરૂઆત કરી હતી અને અત્યારે રૂ. 15 કરોડના મોટા સોદા કરે છે. કંપની તેની શરૂઆતથી જીએમવીમાં 75 મિલિયન ડોલરના સોદા કર્યા છે અને એન્જલ રોકાણકાર – મેરિસિસ એડવાઇઝર્સ અને એલુર પાસેથી બે હપ્તામાં રૂ. એક કરોડનું ભંડોળ મળ્યું છે. તેમાં મેરિસિસ કંપની બુટિંગ ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની છે અને એલુર ડાયમન્ડ ટ્રેડિંગ બિઝનેસમાં કાર્યરત છે.

તેઓ અત્યારે મુંબઈ અને બેંગ્લોરમાં જ સેવા પ્રદાન કરે છે અને આગામી એકથી બે વર્ષમાં પૂણે, હૈદરાબાદ અને ચેન્નાઈમાં વિસ્તરણ કરવા વિચારે છે. આ વિસ્તરણ સાથે કંપની 500 સક્રિય ભાગીદારો સાથે 1,000થી વધારે એપાર્ટમેન્ટના સોદામાં 100 મિલિયન જીએમવીનો આંકડો પાર કરશે.

હોમસ્ફીનો ઉદ્દેશ 100 ચેક પોઇન્ટ આપીને સૌથી આદર્શ પ્રોપર્ટીની પસંદગી કરીને ઓછામાં ઓછો સર્ચ ટાઇમ ધરાવતી પ્રોપર્ટી સર્ચ વેબસાઇટ બનવાનો છે.

લેખક- સંપૂર્ણા ચૌધરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

Add to
Shares
13
Comments
Share This
Add to
Shares
13
Comments
Share
Report an issue
Authors

Related Tags