સંપાદનો
Gujarati

એક પછી એક પર્વત સર કરીને, ભારતીય ટ્રેકિંગનાં ક્ષેત્રમાં બદલાવ લાવતી, દિલશાદ માસ્ટર કુમાર

15th Feb 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

જ્યારે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, તે સમયે તેમણે પોતાના માટે કંઈક ઊભું કરવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ પોતાની દિકરી માટે કંઈક છોડી જઈ શકે!

49 વર્ષની દિલશાદ માસ્ટર કુમાર, કેન્સરથી પીડિત હતાં, જ્યારે તેમને અહેસાસ થયો કે હવે બહું થયું. તેઓ પોતાની શક્તિ અને તાકાતને ભેગી કરીને, પોતાના માટે કંઈક એવું કરવા માંગતાં હતાં, જેથી તેઓ તેમની ચાર વર્ષની પુત્રી માટે પાછળ કંઈક મૂકી જઈ શકે.

image


દિલશાદ એક સ્ટાર્ટઅપ પર્સન છે. તેમણે તેમના જીવનનાં 22 વર્ષ ટી.વી ઉદ્યોગમાં કામ કરીને વિતાવ્યાં છે. તેમણે ઝી સિનેમા લૉન્ચ કર્યું હતું, જે સ્ટાર મુવીઝની સાથે પાર્ટનરશિપમાં હતું. ત્યારબાદ, તેઓ સ્ટાર સાથે જોડાયા અને NGCનું હિન્દી વર્ઝન તથા History ચેનલ પણ લોન્ચ કરી. દિલશાદને ટીમ્સ બનાવવી તથા તેનું સંચાલન કરવાનું કાર્ય ઘણું ગમે છે. તેઓ આ અંગે કહે છે, 

"મેં ટીવી માટે ઘણું કામ કરી લીધું, તેથી હું રૉની સ્ક્રૂવાલા સાથે જોડાઈ, અને તેમની સાથે 18 મહિના કામ કર્યું."

સ્વયંને લૉન્ચ પર્સન તરીકે જાહેર કરનારી દિલશાદે, UTV માટે 2 ચેનલ્સ લૉન્ચ કરી હતી. તેઓ કહે છે, 

"મેં ઘણાં લાંબા સમય બાદ કંઈક નવું શીખ્યું હતું. કોઈ એવી વ્યક્તિ સાથે કામ કરવું જે કંપનીનો માલિક છે, એ બાબત, કોઈ એવી વ્યક્તિ સાથે કામ કરવાથી ઘણી અલગ છે, જે કોઈ કંપનીનો CEO હોય. એ રીતે, રૉનીએ મને ઉદ્યોગસાહસિક બનવા વિશે ઘણું ખરું શીખવ્યું છે."

મેં શીખ્યું:

• તમારા અહમને, તમારાથી તથા તમારા વ્યવહારથી દૂર રાખો. વાટાઘાટ કરતી વખતે, તમારા અહમને રૂમની બહાર મૂકી દો.

• તમે જેના માટે કાર્ય કરી રહ્યાં હોવ, એવી કોઈ પણ સંસ્થા સાથે ભાવનાત્મક રીતે જોડાશો નહીં.

• ફાઈનાન્સનાં વ્યક્તિ કરતા તમારા મેમ્બર્સને સારી રીતે ઓળખો.

image


આ ફિલસૂફીએ દિલશાદને આગળ વધીને પોતાનું વેન્ચર શરૂ કરવાની પ્રેરણા આપી. તેમણે 2008માં, 'ઈક્રિતિ ન્યૂ મીડિયા' લૉન્ચ કર્યું, જે એક સોશિયલ મીડિયા કંપની છે. 

"મને સોશિયલ મીડિયા અને ટીવીનાં માર્કેટ પ્લેસની વચ્ચે, ખાલી જગ્યા દેખાઈ. તે સમયે ટીવી ચેનલ્સને ડિજીટલ મીડિયા વિશે જ્ઞાન નહોતું, માટે મેં NGC, ચેનલ V, અને સ્ટાર માટે તેમનાં ડિજીટલ મીડિયા કેમ્પેઈન્સમાં કામ કર્યું. અને તે મીડિયમનાં અંત સુધી, મેં તેમાં કામ કરવાનો આનંદ માણ્યો."

તેએ વધુમાં જણાવે છે, "બધાં લોકો વાયરલ કેમ્પેઈન ઈચ્છતાં હતાં, એ સમજ્યાં વગર, કે માર્કેટ ડાયનામિક્સનાં લીધે કેમ્પેઈન વાયરલ થાય છે."

તે સમય દરમિયાન, મેં મારા મિત્રો સૌમ પૌલ અને સચિન બંસલ સાથે મળીને, ઍડ્વૅન્ચર ટ્રાવેલ ઑપરેટર્સ માટે એક માર્કેટપ્લેસ શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે, તે એક અત્યંત અવ્યવસ્થિત ક્ષેત્ર છે, અને લગભગ 7 વર્ષ પહેલાં, લગભગ 10,000 થી વધુ ટ્રાવેલ ઑપરેટર્સ તેમની વૅબસાઈટ્સ, મલ્ટિપલ આઈટનરીસ, ટ્રિપ્સ હોવા છતાં, એવું ઈચ્છતાં હતાં કે અમે અમારી વૅબસાઈટ પર તેમની તમામ વિગતો મૂકીએ, જે લગભગ અશક્ય હતું. અમે કેટલાક લોકોને કામે રાખીને, આ ઑપરેટર્સ પાસેથી તેમની વિગતો મેળવીને, તેને અપલોડ કરવા માટેનું કાર્ય સોંપવાનો વિચાર કર્યો, પણ આ ઉદ્યોગ તથા તેની પ્રવૃત્તિઓ ઘણી અસ્થિર છે. કોઈક જગ્યાએ વાદળ ફાટવાથી, તો કોઈ જગ્યાએ પૂર આવી જવાથી, રાતોરાત આઈટનરરીને નુકસાન પહોંચી શકે છે. માટે, કોઈ ઍડ્વૅન્ચર ટ્રાવેલ એગ્રીગેટરને સ્થાપિત કરવાનો નિર્ણય, યોગ્ય નહોતો. અમે ફંડ આપનારાઓ સાથે ઘણી મીટિંગ્સ કરી અને દર વખતે એક જ પ્રશ્ન અમારી સામે આવતો કે, “તમે આને કેવી રીતે ઉપર લઈ જશો”? લોકોને કામે રાખીને માહિતીઓ અમારી વૅબસાઈટ પર અપલોડ કરતા રહેવું, તે એક આર્થિક રીતે મોંઘું પડે એવી સ્થિતિ હતી. અમને અમારા અપરિપક્વ બિઝનેસ નિર્ણયનો અહેસાસ થયો, અને તે સમયે અમારી પાસે વધુ જવાબો ન હોવાના લીધે, અમે અમારા પ્રોજેક્ટને બંધ કરીને તેને www.farinto.com તરીકે તેને એક ક્રાઉડસોર્સ્ડ ટ્રાવેલ મેગઝીન તરીકે બદલી દેવાનો નિર્ણય કર્યો.

image


તેમના પતિ અક્ષય, મર્ક્યૂરી હિમાલયન એક્સ્પેડિશન (MHE) ચલાવી રહ્યાં હતાં, અને તેઓ કોઈ એવી વ્યક્તિની શોધમાં હતાં, જે તેમનાં સંચાલનને પાર પાડવામાં મદદ કરે. અને દિલશાદને સંચાલનનો સારો અનુભવ હોવાથી, તેમને મદદ મળી ગઈ. જ્યારે તેમની કેન્સરની સારવાર ચાલી રહી હતી, તે સમયે તેમણે પોતાના માટે કંઈક ઊભું કરવાનો નિર્ણય કર્યો, જેથી તેઓ પોતાની દિકરી માટે કંઈક છોડી જઈ શકે. તેઓ તેમના પરિવાર સાથે પણ વધુ સમય વિતાવવા માગતા હતાં. આ વાતને ધ્યાનમાં રાખીને, દિલશાદ ઍડ્વૅન્ચર ટ્રાવેલ બિઝનેસનાં ઊંડાણમાં ગયાં અને MHE માટે એવા વર્ટિકલ્સ બનાવ્યાં જે અન્યો કરતાં ચડિયાતાં હોય. ટ્રાવેલ બિઝનેસને સમજતી વખતે, મને ટ્રાવેલ ઉદ્યોગનાં ટ્રેડ આંકડાઓ અનુસાર, અહેસાસ થયો કે, 2013માં તેમાં 1,000 મિલિયનથી વધુ ડૉમેસ્ટિક ટ્રાવેલર્સ હતાં, અને આ આંકડાઓ વધી રહ્યાં હતાં. અગર હું માત્ર 5% સાથે પણ કામ કરું, તો પણ તે જબરદસ્ત હશે. આ વિચારે, તેમને લાજવાબ પ્રવૃત્તિઓ બનાવવા પર ફોકસ કરવામાં મદદ કરી, જેથી MHE ને અન્ય ડોમેઇન કરતાં અલગ તારવી શકાય.

મારા માટે સૌથી ખાસ પ્રોગ્રામ એ છે, જે તેના અમલીકરણના છેલ્લા પડાવ પર છે, જેમાં સિયાચીન ગ્લેશિયર પર ભારતનો ધ્વજ ફરકાવવાને 35 વર્ષ પુરા થઈ રહ્યાં હોવાનાં લીધે અમે તેને ઑર્ગેનાઈઝ કરી રહ્યાં છીએ. આ ટ્રીપ, કર્નલ નરેન્દ્ર ‘બુલ’ કુમાર સાથે છે, જેઓ સિયાચીન ગ્લેશિયર પર ધ્વજ ફરકાવનારા પ્રથમ વ્યક્તિ હતાં, અને એક માઉન્ટેનિયરિંગ લૅજેન્ડ છે. આ ટ્રેક, ભારતીય રક્ષા મંત્રાલયની ખાસ પરવાનગી તથા કર્નલ નરેન્દ્રનાં સાથ દ્વારા જ શક્ય બન્યો છે. આ કાર્ય માટે, દિલશાદે ઘણી મહેનત કરી છે, અને તેઓ વિશ્વાસ ધરાવે છે કે, આ ટ્રેક અનોખો હશે, અને અન્ય કોઈ દ્વારા ઑફર કરવામાં ન આવે એવો છે.

ઘણાં વર્ષોની ટ્રિપ્સનાં અનુભવનાં કારણે, MHE પાસે એવી કેટલીક જગ્યાઓનાં ફોટો અને વિડીયોનું સારું કલેક્શન છે, જે જગ્યાઓ લોકો દ્વારા એક્સપ્લોર કરવામાં નથી આવી, અને દિલશાદ પોતાનાં ફાયદા માટે આના પર કામ કરવા માંગે છે. અત્યાર સુધી તેઓ હિમાલયની ભારતીય બાજુઓ પર શૂટિંગ ઑર્ગેનાઈઝ કરીને, ઍડ્હોક બેસિસ પર ડૉક્યૂમેન્ટ્રીઝ બનાવતાં હતાં. ગયાં વર્ષે, MHE એ માઉન્ટેનિયર અને એક્સ્પ્લોરર રેઈનહોલ્ડ મેસ્સનર અને તેમની સ્વિસ યૂનિટ માટે, હિમાલયમાં શૂટિંગને હોસ્ટ કરી હતી. હવે તેઓ બિઝનેસનો આ ભાગ ઔપચારિક કરી દેવા માગે છે, અને તેને શૂટિંગ એક્સ્પેડિશન તથા ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ મેકર્સ માટે ઍક્ટિવ પ્રપોઝિશન બનાવવા માંગે છે. તેઓ 60 દિવસનું એક શૂટ ઑર્ગેનાઈઝ કરી રહ્યાં છે, જેમાં 8 મહિલા એક્સ્પ્લોરર્સ, ઉત્તરાખંડનાં ગૌમુખથી ગંગા નદીને, કોલકાતાનાં ગંગાસાગર સુધી પસાર કરશે.

image


દિલશાદ પોતે પણ એક પૅશનેટ ટ્રેકર છે, અને તેમણે ઍવરેસ્ટનાં બેસ કેમ્પ સુધી ટ્રેકિંગ કર્યું છે, તથા ભારતનાં અન્ય ઘણાં ટ્રેકિંગ રૂટ્સ પર ટ્રેકિંગ કર્યું છે. તેઓ કહે છે કે, જોકે લોકોને એવું લાગે છે કે, ઍવરેસ્ટ બેસ કેમ્પ ટ્રેકિંગનું મૂર્તસ્વરૂપ માનવામાં આવે છે, પણ મારો પોતાનો અનુભવ પ્રમાણે, ટ્રેકિંગનું ખરું ઍડ્વેન્ચર તો અહિં ભારતમાં જ છે. તેમને લાગે છે કે, ઍવરેસ્ટ બેસ કેમ્પ અત્યંત સ્વચ્છ છે, અને વ્યવસ્થિત ટ્રેકિંગ રૂટ્સ પણ છે, માર્કર્સ છે અને કચરાપેટી વગેરે પણ છે, જે ભારતનાં ટ્રેકિંગ રૂટમાં જોવા નથી મળતું. દાખલા તરીકે, ઉત્તરાખંડનાં ગઢવાલ ક્ષેત્રનાં કુઆરી પાસ ટ્રેક, જે બહું ઊંચે નહી, માત્ર 12,500 ફૂટ ઊંચે આવેલો છે, તે ઘણું પડકારરૂપ છે.

તેનું ક્ષેત્ર વારંવાર બદલાયા કરે છે, જ્યાં પુલ હોવો જોઈતો હતો, ત્યાં ઊંડી ખીણ છે, કેમ કે આખો પહાડ ધોવાઈ ગયો છે. માટે, જે અંતર માત્ર 5 મિનિટમાં કાપી શકાય એમ છે, પણ અવ્યવસ્થાનાં કારણે, અમને તેને પાર કરવામાં 2.5 કલાકનો સમય લાગ્યો કારણ કે, અમારા ગાઈડ્સે અમારી મંઝીલ સુધી પહોંચવા માટે, નવો તથા અજાણ્યો રસ્તો લેવો પડ્યો. ટ્રેકિંગની અનિશ્ચિતતાની આ બાબતો, દિલશાદને ઍડ્વેન્ચરસ લોકો માટે તેમના ટ્રેકિંગ રૂટ શોધવા માટે, હંમેશા ખડે રાખે છે. જોકે, તેઓ એ વાતથી નારાજ છે કે, આપણે આપણા ટ્રેકિંગ રૂટ્સને સારી રીતે દર્શાવી નથી શક્યાં, જેથી આપણા સુંદર પહાડો ઉપેક્ષિત રહી ગયાં છે. માટે, દિલશાદે, આ પરિસ્થિતિમાં જાતે બદલાવ લાવવાનો નિશ્ચય કરી લીધો છે, અને તેઓ એક પછી એક પહાડ પર ચઢીને, ભારતીય ટ્રેકિંગનાં ક્ષેત્રમાં બદલાવ લાવવા ઈચ્છે છે.


લેખક- ઈન્દ્રોજીત ડી. ચૌધુરી

અનુવાદક- નિશિતા ચૌધરી

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags