સંપાદનો
Gujarati

27 વર્ષની ડેન્ટલ સર્જન કેવી રીતે બની ફેશન એન્ટરપ્રેન્યોર?

3rd May 2016
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

સામાન્ય રીતે લોકોનું એમ માનવું હોય છે કે, સાયન્સના વિદ્યાર્થીઓ અને તેમનું વિશ્વ જ અલગ હોય છે. એવા સ્વપ્નાઓનું શું જે ડેન્ટલ ચેરમાં પણ સમાઈ શકતા નથી, કે જે એટલા નાજુક હોય છે જે માઈક્રોસ્કોપમાં પણ દેખાતા નથી. આંચલ માખિજા એક એવી ડેન્ટિસ્ટ છે જેણે સાયન્સ અંગેની માન્યતાઓને તોડીને પોતાની જાતને સફળ ઉદ્યોગસાહસિક સાબિત કરી.

image


ડૉક્ટર કોણ?

27 વર્ષીય આંચલ જણાવે છે, 

"મેં ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કર્યો હતો પણ મને એમ લાગતું હતું કે મારા જીવનમાં કંઈક ખૂટે છે. મારા માતાપિતા જણાવતા હતા કે મારે ડેન્ટિસ્ટ ફેકલ્ટીમાં જ આગળ વધવું જોઈએ, કારણ કે તેમણે મારા અભ્યાસ પાછળ ઘણું રોકાણ કર્યું છે અને મેં પોતે પણ તેમાં પાંચ વર્ષ પસાર કર્યા હતા. મેં તેમ કર્યું પણ ખરું છતાં એક તબક્કે મને એમ લાગ્યું કે સર્જરીમાં મારું મન નથી માનતું. તે મારું પેશન નહોતું."

આંચલે ત્યારે પરિવારની નારાજગી છતાં એનએમઆઈએમએસ ખાતેથી એમબીએ કર્યું જેથી પારિવારિક વ્યવસાયમાં જોડાઈ શકાય.

તેણે એટલા માટે એમબીએ કર્યું જેથી તે પોતાના પારિવારિક વ્યવસાય સાથે જોડાય અને એનથિક વેરના ટ્રેડીશનલ ઓફલાઈન સેટઅપમાં આવે. તે જણાવે છે, 

"એક છોકરી તરીકે પારિવારિક વ્યવસાયમાં આવવું સરળ નથી. અમારા વ્યવસાયમાં આધુનિકતા લાવવી જરૂરી હતી અને હું તેના માટે કંઈપણ કરવા તૈયાર હતી."

એમબીએ પૂરું કર્યા પછી આંચલે તેના પારિવારિક વ્યવસાયને સમજી તેમાં આગળ વધવાનું હતું. આ કામમાં તેને જૂના લોકો દ્વારા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

કંઈ ગુમાવ્યું નહોતું!

2014નું વર્ષ હતું અને તે સમયે ઈ-કોમર્સ બિઝનેસ અને આપણા મગજમાં હજી સ્થાન મેળવતું હતું. આંચલ આ તક ગુમાવવા નહોતી માગતી અને તેથી જ તેણે સ્વતંત્ર રીતે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. તે જણાવે છે, 

"માર્કેટમાં ક્યાંય સીધું જ ઈ-કોમર્સ પ્લેટફોર્મ નહોતું. તેના કારણે જ મેં ‘ધ પહેનાવા’ શરૂ કરવાનું નક્કી કર્યું જેથી જે લોકો મનિષ મલ્હોત્રા અને રોહિત બાલની ડિઝાઈન ખરીદી શકે તેમ ન હોય તેઓને વિકલ્પ મળી રહે. અમે લોકો એવા જ ડિઝાઈનર વેર બનાવતા અને આપતા જે મનિષ મલ્હોત્રા જેવા જ લાગે. અમારી પાસે એવા ડિઝાઈનર્સ પણ હતાં જે ભવિષ્યમાં મનિષ મલ્હોત્રા થવાની ક્ષમતા ધરાવતા હતા."

માર્કેટ અંગે ટૂંકો અભ્યાસ કર્યા બાદ તેને ખ્યાલ આવી ગયો કે ખરીદીની તેમાંય એથનિક કપડાની વાત આવે ત્યારે ભારતીયો કેટલી ઝીણવટ દાખવતા હોય છે, કારણ કે તેમના માટે આ કપડાં મહત્વના પ્રસંગો માટેના હોય છે. તે જણાવે છે કે, લોકો જ્યારે ડિઝાઈન પસંદ કરતા હોય છે ત્યારે તેમને રેડિમેડ કપડાં ગમતા નથી. અમે તેમની ડિઝાઈનને આવકારીએ છીએ અને તેમની સાથે સંયુક્ત રીતે કામ કરીએ છીએ.

image


ડિઝાઈનર પાસેથી કસ્ટમાઈઝ ટેલરિંગ દ્વારા ડિઝાઈનર વેર બનાવવા સાથે 'ધ પહેનાવા' માર્કેટમાં સ્પર્ધા માટે તૈયાર હતું. આંચલ પાસે પોતાના આ કામ માટે ખાસ ભંડોળ પણ નહોતું છતાં તે બધું જ કરવા તત્પર હતી. તે આ અંગે જણાવે છે,

"અમે શરૂઆતમાં એક કંપનીનો સંપર્ક સાધ્યો જે અમારી વેબસાઈટ બનાવી શકે. અમે આઈટી અને માર્કેટિંગ સેવાઓ માટે આઉટસોર્સિંગ કર્યું. તે કંપની ફ્રોડ નીકળી. તેમણે અમારી પાસેથી પૈસા પડાવી લીધો પણ કોઈ કામ કરી ન આપ્યું. મેં તેને પડકાર તરીકે સ્વીકાર્યું."

ફેશન અને આઈટીનું બેકગ્રાઉન્ડ ન હોવા છતાં આંચલે તેની પોતાની ટીમ બનાવવાની શરૂઆત કરી. "તે મારા માટે મોટો પડકાર હતો. મેં ધીમે અને મક્કમ રીતે કામ શરૂ કર્યું તથા એક વર્ષમાં મજબૂત ટીમ બનાવી દીધી."

ગ્રાહકો દ્વારા તેમની ડિઝાઈન અને કલર માટે આવતા કોલ અને મેસેજ માટે કસ્ટમાઈઝેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે સોફ્ટવેરમાં જ તે નાખી દેવાયું છે જેથી જાતે જ બધું થઈ જાય છે અને તેના કારણે વેબસાઈટ કસ્ટમર ફ્રેન્ડલી બની ગઈ છે.

તે વધુમાં જણાવે છે,

"સમયાંતરે અમારો પણ વિકાસ થયો છે. હાલના ઓનલાઈન ખરીદીની ફેશનના સમયમાં અમારી પાસે ખૂબ જ ઓર્ડર આવે છે પણ લોજિસ્ટિક સેવાઓના અભાવે અમે પૂરતી ડિલિવરી કરી શકતા નથી. જો કે આ સ્થિતિ આ સેક્ટરમાં કામ કરનાર બધાની છે. આ દરમિયાન અમારે સર્વર અને સાઈટની સ્પીડની પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ અમે નિર્ણય કર્યો કે અમારું સમગ્ર કામ એક સર્વર પરથી બીજા સર્વર પર ખસેડી દેવામાં આવે."

આંચલે ધીમે ધીમે 'ધ પહેનાવા'ની નામનામાં વધારો કર્યો. છેલ્લાં દોઢ વર્ષમાં તેના 20,000 ટ્રાન્ઝેક્શન થયા છે. 'ધ પહેનાવા' હાલમાં વર્ષે 1,50,000 ડોલરની આવક તરફ વધી રહ્યું છે.

બાળકની જેમ સફળતા મેળવવા માટે જિદ્દી બનો

આંચલ જણાવે છે,

"મારો પરિવાર મને સરળ જીવન આપવા માગતો હતો. બીજી તરફ મારા સંબંધીઓ કહેતા હતા કે એક યુવતી તરીકે એકલા હાથે કામ કરવું મુશ્કેલ છે. હું એવા સમાજ અને સમુદાયમાંથી આવું છું જ્યારે 40 ટકા લોકો માને છે કે આ ક્ષેત્રમાં મહિલાઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે નહીં. મેં બાકીના 60 ટકા લોકો પર જ ધ્યાન આપ્યું હતું. 40 ટકા લોકો મહત્વના હતા કારણ કે તે પણ તમારા માટે બળ પૂરું પાડનાર હોય છે. તમારે આ લોકોને ખોટા સાબિત કરવા સખત મહેનત કરવી પડે છે."

આંચલના પરિવારે શરૂઆતના વિરોધ બાદ તેને સાથ આપ્યો હતો. તે વધુમાં જણાવે છે, 

"પરિવારના સાથ વગર બધું કરવું મુશ્કેલ હતું. મારા પિતાને જ્યારે એમ લાગ્યું કે મેં મારું મન મનાવી લીધું છે તે સરળતાથી માની ગયા અને મારે જેમ કરવું હોય તેમ કરવાની પરવાનગી આપી દીધી. હું તમામ પિતા, પતિ અને ભાઈઓને સમજાવવા માગું છું કે ક્યારેય મહિલાઓની શક્તિનો ઓછી ન આંકવી જોઈએ અને તેમનામાં વિશ્વાસ રાખવો જોઈએ."

સમયાંતરે તેણે પોતાની જાતને સાબિત કરીને અને સફળતા મેળવીને મહિલાઓમાં રહેલી ક્ષમતાને સિદ્ધ કરી બતાવી છે. આ સફળતાએ જ તેને પ્રોત્સાહન આપીને તેની બ્રાન્ડને મહિલાઓના જીવનમાં સ્થાન અપાવવા મહેનત કરવા પ્રેરણા આપી. તેના કારણે તેણે સીએસઆર કામગીરી શરૂ કરી અને તેના હેઠળ મહિલાઓને આત્મરક્ષણની તાલિમ આપવા લાગી. તેણે આઠ કોલેજ અને કોર્પોરેટ સાથે જોડાણ કરીને આ કામગીરી કરી હતી. આગામી સમયમાં તે વધારેમાં વધારે સેલ્ફ ડિફેન્સને લગતી જ્વેલરી અને એસેસરીઝ બનાવવા માગે છે.

લેખક- બિંજલ શાહ

ભાવાનુવાદ- રવિ ઈલા ભટ્ટ

આવી જ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ફેશનની દુનિયામાં ડંકો બજાવે છે નણંદ-ભોજાઈની આ જોડી!

આ છે અભણ એન્જિનિયર્સ, સોલર પ્લેટ્સ દ્વારા ફેલાવી રહી છે રોશની!

કલ્યાણી ખોના: એક ‘આકસ્મિક’ ઉદ્યોગસાહસિક

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags