સંપાદનો
Gujarati

પૂજા-પાઠની સામગ્રીથી લઇ પૂજા કરાવતા પંડિતના બુકિંગ માટે હાજર છે Hellopunditji.com

11th Jul 2016
Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share

આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યાં, એક તરફ માનવી પોતાના પરિવાર માટે જ મુશ્કેલીથી સમય કાઢી શકતો હોય છે ત્યાં જ બીજી તરફ તેને પોતાના આરાધ્ય ભગવાનને યાદ કરવા માટે પૂજા, પાઠ, હવન માટે સમય જ નથી મળી શકતો. જો જરૂર પડ્યે કોઇ વ્યક્તિ ઘરમાં પૂજા હવનનું આયોજન કરવા વિશે વિચારે તો તેને તે કામ ભારે ભરખમ લાગતું હોય છે. આ પ્રકારનું આયોજન કરવામાં તમારી સામે ઘણા બધા કામો આવી જાય છે જેમકે સૌ પહેલા તો પંડિતજીને શોધવા, પૂજા સામગ્રીની યાદી તૈયાર કરવી, બજારમાં અલગ-અલગ જગ્યાએ જઇને સંપૂર્ણ પૂજા સામગ્રી એકત્ર કરવી અને પછી ઘેર જઇને હવન કુન્ડ સહિત હવન માટે શુદ્ધ લાકડીઓની વ્યવસ્થા કરવી, ફૂલ હાર, પાંદડા વગેરે લઇ આવવા. આ બધું એકત્ર કરવું કપરું લાગવા માંડે. આ તમામ તકલીફોને સમાપ્ત કરવા અને નવી કલ્પનાઓને જોડીને એક નવું સ્ટાર્ટઅપ www.hellopunditji.com તમારી પૂજા સંબંધિત તમામ ચિંતાઓને દૂર કરવા આવ્યું છે.

આજે જ્યારે સમગ્ર વિશ્વ એક ગ્લોબલ વિલેજમાં ફેરવાઇ ગયુ છે ત્યારે આપણી વૈદિક પરંપરાઓ, સંસ્કાર, ધાર્મિક પૂજા-પાઠ વગેરે વિધિ-વિધાનની સુવિધાઓને પણ આધુનિક સંસાધનોના માધ્યમથી સરળ કેમ ના બનાવવામાં આવે? આ વાતને કોઇ પણ રીતે નકારી ના શકાય કે પ્રાચીન સમય થી જ ભારતમાં રાજાઓ, ધનાઢ્ય લોકોની સાથે-સાથે જ સામાન્ય જનતાની વચ્ચે પણ રાજપુરોહિતની વ્યવસ્થા કરવામાં આવતી રહી છે. પુરોહિતનો શાબ્દિક અર્થ થાય છે પૂરા+હિત એટલે કે સમગ્ર હિત ચાહનાર. પહેલા પુરોહિત અને યજમાન વચ્ચે પરસ્પર ગુરૂ શિષ્ય પરંપરાનું પાલન થતુ હતું.

વર્તમાનમાં સમય બદલાવવાની સાથે જ આ સંબંધ નબળો પડવા લાગ્યો જેની પાછળ અનેક કારણો છે ઉદાહરણ તરીકે જોઇએ તો- પલાયન, શહેરીકરણ, વૈશ્વિકરણની અસર વગેરે. પણ ધર્મમાં આસ્થા ધરાવનારા લોકો પોતાની ધાર્મિક જરૂરિયાતોની પૂર્તિ જેમ-તેમ કરી રહ્યા છે પણ તેમનાથી તેઓ સંતુષ્ટ થઇ શકતા નથી. જેનું મુખ્ય કારણ છે. વૈદિક સંસ્કૃતિની જાણકારીનો અભાવ. યોગ્ય પંડિતજીની ઉપલબ્ધતા, શુદ્ધ પૂજા સામગ્રી વગેરે. જે કારણે આ તમામ ધાર્મિક આયોજનો સંપૂર્ણપણે સફળ થઇ શકતા નથી અને તેમનો સંપૂર્ણ લાભ શ્રદ્ધાળુઓને નથી મળી શકતો. હેલોપંડિતજી ડૉટ કૉમનો એકમાત્ર ધ્યેય રહ્યો છે વાસ્તવિક વૈદિક પરંપરાને એકમંચ પર ઊભી કરવી જેના માધ્યમથી આ સંપૂર્ણ પ્રાચીન જ્ઞાનનો લાભ તમામ લોકોને મળતો રહે ચાહે તે દુનિયાના કોઇ પણ ખૂણામાં કેમ ના હોય.

image


હાલ તો હેલોપંડિતજી ડૉટ કૉમએ દિલ્હી, એનસીઆર, બેંગલુરૂ સહિત મુંબઈમાં પોતાની તમામ સેવાઓ શરૂ કરી છે. તેના હેઠળ સનાતન ધર્મ સાથે સંબંધિત કોઇ પણ પ્રકારની પૂજા, ધાર્મિક અનુષ્ઠાન માટે પંડિત બુકિંગ, પૂજા આયોજન, પૂજા સામગ્રી, ભોજન સમારંભ, ભજન કિર્તન, ભંડારો અને દાન સેવા શરૂ કરવામાં આવી છે. આ તમામ સેવાઓ સંપૂર્ણપણે વૈદિક નીતિ-રીતિ અનુસાર, વૈદિક વિધિના જાણકારોના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવે છે. જેમાં હેલોપંડિતજી ડૉટ કૉમ દ્વારા પસંદ કરવામાં આવેલા પંડિતજી યજમાનના ઘેર જઇને અથવા પસંદ કરવામાં આવેલી જગ્યા પર પૂજા કરાવી રહ્યા છે. તેની સાથે-સાથે જ હેલોપંડિતજી ડૉટ કૉમ વિદેશમાં રહેતા અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો માટે અતિ આધુનિક ટેક્નિક મારફત ઈ.પૂજાની વ્યવસ્થા પણ કરે છે.

ઉદાહરણ તરીકે બેલ્જિયમમાં રહેનારો એક પરિવાર, હરિદ્વારમાં પોતાના સંતાનના જન્મદિવસના શુભ પ્રસંગે બ્રાહ્મણ ભોજન અથવા અંધ ભોજનનું આયોજન કરવાની ઇચ્છા ધરાવે છે પણ સમય અને સાધનોના અભાવે તેની આ ઇચ્છા પૂરી થઇ શકતી નથી. હેલોપંડિતજી ડૉટ કૉમ આ પ્રકારની તમામ ધાર્મિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હંમેશા સજ્જ છે. આ સેવા દ્વારા શ્રદ્ધાળુ (યજમાન) વિશ્વના કોઇ પણ ખૂણે બેસીને પોતાના કમ્પ્યુટર, સ્માર્ટફોન વગેરેથી એક ક્લિક કરીને હેલોપંડિતજી ડૉટ કૉમની સેવા બુક કરાવીને પોતાના ધાર્મિક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે આ પ્રકારના આયોજનો સંપન્ન કરાવી શકે છે સાથે જ આ આયોજનોને લાઇવ જોઇને પોતાની જગ્યાએથી જ અભૂતપૂર્વ અસીમ શાંતિ અને પુણ્યનો અનુભવ પ્રાપ્ત કરી શકે છે. જ્યોતિષ વિજ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા લોકો માટે મંદિરોમાં જપ અને પૂજાના આયોજનમાં પણ હેલોપંડિતજી ડૉટ કૉમ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ પ્રકારની પૂજા આયોજીત કરાવનારા લોકોને સમય ના મળી શકતો હોય કે પછી પૂજા કરવામાં અન્ય સમસ્યાઓ સામે આવી રહી હોય તો આ તમામ સમસ્યાઓનું નિરાકરણ હેલોપંડિતજી ડૉટ કૉમના માધ્યમથી કરવામાં આવી શકે છે. આ પોર્ટલના માધ્યમથી તમે કોઇ પણ સ્થળે રહીને આ પ્રકારના આયોજનો સંપન્ન કરાવી શકો છો.

હેલોપંડિતજીના ફાઉન્ડર અને સીઈઓ ચંદ્રશેખર સિંહ એક સીરીયલ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોર છે. આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાની સાથે જ તેઓ ભારતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર પણ છે. હેલો પંડિતજીની સ્થાપના અંગે યોરસ્ટોરી સાથે વાત કરતા ચંદ્રશેખર જણાવે છે,

“મારી વૈદિક સંસ્કૃતિમાં અતૂટ આસ્થા રહી છે. મેં જાતે પણ આ પ્રકારના આયોજનોને પૂર્ણ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હિન્દુ ધાર્મિક પૂજા પાઠ સંસ્કારો અને ધાર્મિક આયોજનો માટે સૌ પહેલા વૈદિક રીતિઓ અને વિધિ-વિધાનોના જાણકાર અને સંસ્કૃતના શુદ્ધ ઉચ્ચારણ અને મંત્રોના વાસ્તવિક અર્થને જાણનારા પંડિતજીને શોધવા ખૂબ જ મુશ્કેલ હોય છે. પછી પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી શુદ્ધ સામગ્રી મળવી પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી સામગ્રી તો આસપાસના બજારમાં મળતી જ નથી. વળી આ પ્રકારના આયોજનો કરવા પાછળના વાસ્તવિક કારણની પણ ખબર નથી પડી શકતી.”

સિંહના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં પૂજા માત્ર એક ઔપચારિકતા રહી જવા પામી છે. જેનો વાસ્તવિક લાભ લોકોને નથી મળી શકતો. સાથે જ તેઓનું કહેવુ હતું કે એવુ નથી કે લોકો આ પ્રકારના આયોજનો નથી કરતા અથવા તેમાં પૈસા ખર્ચ નથી કરતા. ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું,

“આ પ્રકારના આયોજનમાં દેશ અને વિદેશમાં સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા લોકો ઘણા બધા પૈસા ખર્ચી નાખે છે. જો વૈદિક રીતિઓ અનુસાર તમામ વિધિ-વિધાનો પૂર્ણ કરવામાં આવે તો તે વાસ્તવિક પુણ્ય, ફળ અને આનંદ પ્રદાન કરે છે.”
image


www.hellopunditji.com પોર્ટલને મળી રહેલા રિસ્પોન્સ અંગે ચંદ્રશેખર સિંહ જણાવે છે કે આ સેવાનો પ્રારંભ કર્યા બાદ તેમને સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી રહી છે. લોકો આ પ્રકારની સેવાઓમાં ઉમળકાભેર પોતાનો રસ દાખવી રહ્યા છે અને આ સેવાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. તેમનું માનવુ છે કે આવનારા સમયમાં તેમાં ઓર વૃદ્ધિ થશે. વર્તમાન સમયમાં હેલોપંડિતજી ડૉટ કૉમ દેશની સૌથી વધારે ઝડપથી વધી રહેલી આધ્યાત્મિક વેબ પોર્ટલ છે.

ચંદ્રશેખરે જણાવ્યું હતું કે તેમને આ પોર્ટલ માટે એંન્જેલ ફન્ડિંગ પણ મળી ચુક્યું છે અને તેમનું કહેવુ હતું કે તેઓ જલ્દી જ પોતાની સેવાઓને બજારમાં ખૂબ જ મોટા પાયે લઇને આવી રહ્યા છે.

ચંદ્રશેખર પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવે છે,

“આવનારા થોડાં જ સમયમાં અમે વિશ્વની નંબર-૧ આધ્યાત્મિક પોર્ટલ બનીને સામે આવીશું.”

લેખિકા- રૂબિ સિંહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

દિવંગત આપ્તજનોને શ્રદ્ધાંજલિ આપવા ઑનલાઇન મંચ ઉપલબ્ધ કરાવે છે shradhanjali.com

એક કૉલ કરો અને તમારા ઘર-ઓફિસની સફાઈની જવાબદારી સ્વીકારશે ‘બ્રૂમબર્ગ’

'લાગણીઓનો વીમો': વેદિકા ગોએલના સ્ટાર્ટઅપ ‘With You’ સાથે...

Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share
Report an issue
Authors

Related Tags