સંપાદનો
Gujarati

ઉંદરો પકડીને લાખો રૂપિયાના પાકને નુકસાનથી બચાવે છે આ ખેડૂત!

9th Aug 2016
Add to
Shares
42
Comments
Share This
Add to
Shares
42
Comments
Share

આશરે 2 દાયકાઓથી ઉંદરોને પકડી પાડીને ખેડૂતોનો પાક બચાવતા મણિનો આભાર માનવા ઉધગમંડલમ (તમિલનાડુ)ના ખેડૂતોએ તેમને ઉંદરના આકૃતિની કેક ભેટ કરી. અદા સોલઇ ગામના મણિને 20 ખેતરોના માલિક એક હોટેલ લઈને ગયા જ્યાં તેમણે એક ઉંદરના આકારની કેક કાપી અને પોતાનો 61મો જન્મદિવસ ઉજવ્યો.

ખેડૂતો પ્રમાણે, આ તેમની મણિ પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાની એક રીત છે કારણ કે છેલ્લા 2 દાયકાઓમાં મણિ તેમના ખેતરોમાં ઉંદર પકડે છે અને તેમને લાખો રૂપિયાના આર્થિક નુકસાનથી બચાવતા રહ્યાં છે. તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે ઉંદરો બટાકા, કોબીજ, ગાજર જેવા ઘણાં પાકોના 30% ભાગને ચટ કરી જાય છે.

ફોટો- ટાઈમ્સ ઓફ ઇન્ડિયા

ફોટો- ટાઈમ્સ ઓફ ઇન્ડિયા


દરેક મોસમમાં ખેડૂત સારો પાક લેવા માટે લગભગ એક લાખ રૂપિયા સુધીનું રોકાણ કરે છે અને ઉંદરોના કારણે રૂપિયા 30 હજારથી લઈને 35 હજાર સુધીનું નુકસાન થતું હોય છે. પરંતુ મણિના કારણે આ નુકસાન થતું અટકી ગયું છે.

ત્રીજા ધોરણથી જ અભ્યાસ છોડી દેનાર મણિએ જ્યારે 25 વર્ષ પહેલા ઉંદર પકડવાના શરૂ કર્યા ત્યારે તેમને એક ઉંદર પકડવાના 25 પૈસા મળતાં હતાં. તેમની સેવાની માગ વધતી ગઈ અને આજે તે વળતર વધીને 80 રૂપિયા થઇ ગયું છે.

રસપ્રદ વાત તો એ છે કે મણિ ઉંદરને પકડીને ખેતરના માલિકને બતાવે છે અને ત્યારબાદ જ તે તેમનું વળતર સ્વીકારે છે. તેમનો દાવો છે આખાયે વિસ્તારમાં તેઓ એકમાત્ર છે જેઓ ઉંદર પકડવાનું કામ કરે છે અને અત્યાર સુધી આશરે 2 લાખ ઉંદર પકડી ચૂક્યા છે. તેઓ દરરોજ આશરે 10થી 30 ઉંદર પકડી લે છે જેને માટીમાં દાટી દેવાય છે અથવા તો કાગડાઓ પાસે મૂકી દેવાય છે.

મણિનું કહેવું છે કે તેઓ ન માત્ર નીલગિરી જિલ્લામાં પરંતુ અન્ય જગ્યાઓએ પણ ઉંદર પકડે છે- પીટીઆઈ

આવી જ અવનવી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

માત્ર રૂ.1500માં એક એન્જિનિયરે બનાવ્યું સૌથી સસ્તું વૉશિંગ મશીન

કેન્સરપીડિતોની સહાય માટે મુંબઈની લોકલ ટ્રેનોમાં ગિટાર વગાડતા સૌરભ નિંબકર

વેલો વોટર વ્હીલ! આંતરિયાળ ગામોની મહિલાઓનો ગરમીમાં પાણી ભરવામાંથી છૂટકારો!

Add to
Shares
42
Comments
Share This
Add to
Shares
42
Comments
Share
Report an issue
Authors

Related Tags