સંપાદનો
Gujarati

...જેથી એરપોર્ટ્સ કંટાળાજનક ન લાગે!!!

12th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

શું ફ્લાઇટ મોડી પડવાને કારણે કે લાંબા સમયના રોકાણને લીધે તમે એરપોર્ટ ઉપર ફસાયા છો? હા, આ એક સામાન્ય અનુભવ છે. અને તેનો સામનો કરવો જ પડશે. કારણ કે મોટાભાગના એરપોર્ટ કંટાળાજનક લાગતા હોય છે. આ સમસ્યાએ જ ટ્રાવેલ એપ ‘ટ્રિપચી’ લોન્ચ કરવા માટેની પ્રેરણા આપી. “મુસાફરીને પ્રેમ કરો છો પણ એરપોર્ટને નફરત! અમને પણ આવું જ છે અને અમે તેને બદલવા માગીએ છીએ.” આ જ ટ્રાવેલ એપ ‘ટ્રિપચી’નો મૂળ મંત્ર છે જે એવા મુસાફરો માટે છે કે જેમણે પોતાનો મોટાભાગનો સમય એરપોર્ટ ઉપર વીતાવવો પડે છે.

‘ટ્રિપચી’ તમારા વ્યક્તિત્વ, રૂચિ અને ફ્લાઇટ ઇન્ફો અનુસાર વસ્તુઓ રેકમેન્ડ કરે છે. આ એપ તમને ફૂડ, ડ્રિન્ક અને શોપિંગની તકો સાથે જોડાયેલી એક્સક્લુઝિવ ડીલ્સ ઓફર કરે છે. અને તમને એરપોર્ટ ઉપર બીજા મુસાફરો સાથે જોડાવમાં તમને મદદ કરે છે.

image


કામ શરૂ કરવા માટે ‘ટ્રિપચી’એ ક્રાઉડ ફંડિંગનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. અને ડિસેમ્બર 2018 સુધી 10 હજાર અમેરિકી ડોલર મેળવવા માટે Indiegogoમાં નોંધણી પણ કરાવી લીધી છે. એકત્રિત કરવામાં આવેલી રકમથી ઓછામાં ઓછા ત્રણ એરપોર્ટસ કવર કરવામાં આવશે. તેના માટે ક્રાઉડ ઇન્વેસ્ટર્સ વોટ કરશે. ક્રાઉડ ફન્ડિંગ આશા કરતાં પણ વધારે સારું રહ્યું છે. ડિસેમ્બર 2014 સુધીમાં જ 9266 ડોલર મેળવી લેવામાં આવ્યા છે. અમે તાજેતરમાં જ ‘ટ્રિપચી’નાં સીઈઓ ચંદ્રા જેકબ સાથે વાત કરીને તેમના રસપ્રદ વેન્ચર વિશે જાણવાની કોશિશ કરી હતી.

‘ટ્રિપચી’ માટે નાણાં મેળવવાનું મોડલ કયું છે?

‘ટ્રિપચી’ પ્રવાસીઓ માટે મફત છે. અને તેના માટેનાં નાણાં અમારા પાર્ટનર્સ (એરપોર્ટ્સ, પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીઓ તેમજ વેપારીઓ) પાસેથી, ટાર્ગેટેડ એડ્સ, ટાર્ગેટેડ એરપોર્ટ માર્કેટિંગ પ્લેટફોર્મ, માટે સબસ્ક્રિપ્શન મારફતે કરવામાં આવે છે.

તમારી માર્કેટ સાઇઝ અને ટાર્ગેટ સેગમેન્ટ કયું છે?

અંદાજે 40 કરોડ જેટલા ફ્રિક્વન્ટ ટ્રાવેલર્સ છે જેઓ વર્ષે એરપોર્ટ ઉપર 2.6 અબજ ડોલરનો ખર્ચ કરે છે. તેઓ એરપોર્ટ ઉપર લાંબી રાહ જોવાની પીડાને ઓછી કરવા માગે છે. આ ઉપરાંત લગભગ 5 કરોડ બિઝનેસ ટ્રાવેલર્સ છે જેઓ વર્ષે 34 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. તેઓ એરપોર્ટ ઉપર સમય સારી રીતે પસાર કરવા માટે રાજીખુશીથી પૈસા ચૂકવવા માટે તૈયાર છે. કંટાળાને ભગાવો અને સામે આનંદમાં વધારો. અમે આ બંને શ્રેણીમાં અલગ અલગ માર્કેટ કરીશું.

જો વેપારીઓની વાત કરીએ તો માત્ર બોસ્ટન લોગાનમાં જ કન્સેશન સેલ્સ 3.9 કરોડ ડોલરનું છે. સમગ્ર વિશ્વમાં કન્સેશન્સ માર્કેટ અંદાજે 39 અબજ ડોલરનું છે. જો અમે દરેક પ્રવાસી પાસેથી સરેરાશ 14થી 20 ડોલર મેળવી શકીએ તો અમે વર્ષે લગભગ 1 અબજ ડોલરનું કન્સેશન્સ સેલ કરીશું.

તમને સ્ટાર્ટ અપ માટે કઈ વાતે પ્રેરણા આપી? તમે કંપનીનું નામ કેવી રીતે રાખ્યું?

અમારી ટીમ 4 લોકોની બનેલી છે. જેમને ત્રણ બાબતોનું ખૂબ જ ઝનૂન છે. ટ્રાવેલિંગ, જીવનને સરળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ અને અમારી પ્રોડક્ટને પર્સનલાઇઝ કરવા માટે એનાલિસીસ કરવું. આપણામાંનાં ઘણાખરા લોકો જ્યોર્જ ક્લુનીની ‘અપ ઇન ધ એર’ લાઇફ જીવીએ છીએ. આપણે એવું અનુભવી રહ્યા છીએ કે ઘરની સરખામણીએ આપણે એરપોર્ટ્સ અને રસ્તાઓ ઉપર વધારે સમય વીતાવીએ છીએ. આપણે આપણી ટ્રાવેલિંગ લાઇફને ઓછો થાક આપતી બનાવવાની કોશિશ કરવા માગીએ છીએ એટલું જ નહીં તેને વધારે સારી બનાવવા માગીએ છીએ.

અમે આ કંપનીમાં લગભગ એક વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છીએ. મારી અને મારા સહસ્થાપકો પાસે બીજી પણ એક કંપની છે. જે ટીમની કટિબદ્ધતા દેખાડે છે. અમે નસીબદાર છીએ કે અમારી કંપનીના બોર્ડમાં સ્કાયમાલના સહસ્થાપક પણ છે અને એક મોટી સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીના સીઈઓ પણ છે.

તમારા શોર્ટ ટર્મ ટાર્ગેટ શું છે?

1) વધારાની પ્રોડક્ટ ડેવલપમેન્ટ કોસ્ટ માટે ઇન્ડિઇગોગો કેમ્પેઇન મારફતે 10થી 20 હજાર ડોલર મેળવવાની નજીક.

2) પબ્લિક બિટા રિલિઝ – સ્પ્રિંગ 2013- PHX, BOS, SFO, NYC, CLT, DFW એરપોર્ટ્સ

3) સ્પ્રિંગના અંત સુધી વેચાણ કરવું. તેનો અર્થ છે કે કાં તો અમે અમારી વ્હાઇટ લેબલ એપ અને એરપોર્ટ સોલ્યુશન ડિલિવર કરીએ અથવા તો પછી એરપોર્ટ વેન્ડર્સ/પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીઓ પાસેથી રેવેન્યૂ/સબસ્ક્રિપ્શન રેવન્યૂ મેળવી શકીએ.

4) પહેલાં વર્ષના અંત સુધીમાં જ લગભગ 50 ટકા બિટા એરપોર્ટ્સ સાથે ભાગીદારી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું.

તમે ક્રાઉડ ફન્ડિંગનો નિર્ણય શા માટે લીધો? તેનો અનુભવ કેવો રહ્યો? જે લોકો ક્રાઉડ ફન્ડિંગ માટે વિચારી રહ્યા છે તેમને શું સલાહ આપશો?

અમે અમારી પ્રોડક્ટ ડેવલપમેન્ટના એક એવા મુકામ ઉપર આવી ગયા કે જેમાં અમને ઇન્ટરનલ ડેવલપમેન્ટ ટીમનો વિકાસ કરવા માટે બહારના સ્રોતોની જરૂર હતી. અમારી ટીમમાં મોટાભાગના લોકો પાર્ટટાઇમ કામ કરે છે. અમારી પાસે પબ્લિક રિલિઝ ન હોવાને કારણે ભંડોળ નહોતા મેળવી શકતા. અમે પહેલેથી જ અમારા ઇન્ટરનલ ઇન્વેસ્ટમેન્ટ નાણાં ખર્ચી નાખ્યા હતા. તે જ સમયે અમે પોતાના કસ્ટમર બેઝ અને બ્રાન્ડ અવેરનેસને વધારવા માગતા હતા. અમે અમારા ગ્રાહકોને શીખવાડવા માગતા હતા અને અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજીની મિકેનિઝમને તપાસવા માગતા હતા. આ દૃષ્ટિએ ઇન્ડિઇગોગો એક બંધબેસતો વિકલ્પ હતો.

અમારું લક્ષ્ય દસ હજાર ડોલર મેળવવાનું હતું કે જે અમને કમસે કમ ત્રણ એરપોર્ટ કવર કરી આપત. અમે જેટલું વધારે ભંડોળ મેળવત તેટલું વધારે એરપોર્ટ, સોશિયલ ફિચર, ડીલ, ઓફર્સને અમારા એપમાં સમાવી શકત.

અમે અમારા સપોર્ટર્સને એપ બની ગયા બાદ સૌથી પહેલાં પહોંચ આપીશું અને તેમને દરેક તબક્કે ઇન્વોલ્વ કરીશું. પછી ભલે તે પ્રોડક્ટ ડેવલપમેન્ટ હોય કે ટેસ્ટિંગ હોય. અમે ઇચ્છીએ છીએ કે અમારા શરૂઆતના સપોર્ટર અમારી ટીમનો હિસ્સો હોય. અને એરપોર્ટ્સ 2.0ને બનાવવામાં મદદ કરે.

Indieogo વિરુદ્ધ Kickstarter

આ બંને અલગ-અલગ છે. કિકસ્ટાર્ટર મુખ્યત્વે સિરિયસ કંપનીઓ માટે છે. કિકસ્ટાર્ટર ફિઝિકલ પ્રોડક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં પર્ક ડિઝાઇન કરવું ખૂબ જ કપરું છે. પર્કર્સ વધારે સમય લે છે અને લાઇનિંગ અપ વેન્ડર નેગોશિયેટિંગ પ્રાઇઝિસ વગેરે વચ્ચે તાલમેલ સાધવો માથાનો દુખાવો બની જાય છે.

તમે લોકો પાસે જેટલા ઝડપી પહોંચો તેટલું ઝડપી તેમને પોતાના વિશે સમજાવી શકો છો. ઇન્ડિઇગોગો ઉપર તમે તમારા કેમ્પેઇનને સૌથી પહેલા તમારા મિત્રો અને પરિવાર તરફથી મળતાં ડોનેશનથી શરૂ કરવું જોઇએ જેથી તમે ઝડપથી આગળ વધી શકો.

આમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. ડોનેશનની સંખ્યા, રકમ, ડોનેશન ક્યાંથી આવે છે, તેની ગતિ, સોશિયલ મીડિયા શેર્સ, તમારા કેમ્પેઇન ઉપર કેટલી કોમેન્ટ્સ છે, તમારી કેમ્પેઇન ટીમના કેટલા સભ્યો છે. તમારી કેમ્પેઇન ગેલરીમાં કેટલી આઇટમ્સ છે, અને તમે કેટલા અપડેટ્સ મોકલાવો છો.

સલાહ તો એ જ છે કે જેમ બને તેમ ઝડપી શરૂઆત કરો.

અત્યાર સુધી ‘ટ્રિપચી’એ પોતાના ક્રાઉડ ફન્ડિંગ મારફતે 11,300 ડોલર મેળવી લીધા છે. અમે તેમની સફર સફળ રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ, ઓલ ધ બેસ્ટ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags