સંપાદનો
Gujarati

'આઈઓર્ડરફ્રેશ' સપ્લાય ચેઇનમાં રહેલી ખામીઓને દૂર કરીને ખેતરમાંથી 12 કલાકમાં જ વસ્તુ રસોડામાં પહોંચાડે છે!

YS TeamGujarati
8th Dec 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

હાલમાં લોકો સુધી તાજી વસ્તુ પહોંચાડવા માટેની જે પ્રક્રિયા છે તેના કારણે તે વસ્તુની જથ્થાબંધ કિંમતમાં 100 ટકા અને વસ્તુની ઉત્પાદન કિંમતમાં 150થી 200 ટકાનો વધારો થઈ જાય છે. જોકે, આના કારણે જથ્થાબંધ વેપારી કે છૂટક વેપારીના નફામાં ધરખમ વધારો નથી થતો. આ તમામ નફો સપ્લાય ચેઇનને કારણે ધોવાઈ જાય છે કારણ કે તાજી ખેતપેદાશો ઝડપથી બગડી જાય તેવી હોય છે.

image


નીતિન સોહની અને સંધ્યા સોહનીને સપ્લાય ચેઇનને અવગણીને ખેતરમાંથી 12 કલાકની અંદર જ ખેતપેદાશો રસોડા સુધીમાં પહોંચાડી દેવામાં તક દેખાઈ. તેના કારણે વસ્તુઓ બગડતી કે સડતી નથી. તેના કારણે વેપારીને પણ સારો એવો નફો થાય છે અને ગ્રાહકોને પણ વાજબી કિંમતે વસ્તુ મળે છે.

ડિસેમ્બર 2014માં રજૂ કરવામાં આવેલા 'આઈઓર્ડરફ્રેશ' દિલ્હી અને ગુડગાંવના વિસ્તારોમાં અનાજ અને કરિયાણાનું મોબાઇલ રિટેલ પ્લેટફોર્મ પૂરૂં પાડીને આ શહેરમાં ખાદ્યપદાર્થો તેમજ કરિયાણાની ડિલિવરી લોકોના ઘર સુધી કરે છે. આ વેપાર પાછળનો ખાસ ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સપ્લાય ચેઇનની મદદ વિના લોકોને તાજો ખોરાક પહોંચાડી શકાય ખાસ કરીને ફળો અને શાકભાજીઓ.

નીતિનના જણાવ્યા અનુસાર 'આઈઓર્ડરફ્રેશ' લોકો માટે સલામત અને વિશેષ વિકલ્પ એટલા માટે છે કારણ કે તાજી વસ્તુઓનો વધારે માત્રામાં જથ્થો ત્યાં પડી નથી રહેતો. તેઓ દિવસમાં માત્ર બે વખત જ ડિલિવરી કરે છે અને ગ્રાહકોને ખાતરી આપે છે કે તેઓ તેમના સુધી રોજે રોજ તાજી વસ્તુઓ જ પહોંચાડશે.

વિકાસ અને ભંડોળ

સ્થાપકોએ પોતાની બચતમાંથી 20 હજાર ડોલરના ખર્ચે આ કંપનીની સ્થાપના કરી હતી. ઉપરાંત તેમને મિત્રો અને પરિવારજનોએ પણ નાણાં આપ્યાં હતાં. શરૂઆતમાં તેમણે પોતાનું ટેકનોલોજી પ્લેટફોર્મ ઊભું કરવા માટે સારો એવો ખર્ચ કર્યો હતો. તેમણે એન્ડ્રોઇડ અને આઈઓએસ એપ્સ પણ બનાવી છે. તેમની આવકનું મોડલ એવું છે કે જેમાં વેચાણકારો તેમના પ્લેટફોર્મ ઉપર લિસ્ટિંગ કરાવવાની ફી તેમને ચૂકવે છે. જે તેમની કુલ આવકના અમુક ટકાની હોય છે.

વેપારના વિકાસ અંગે નીતિને જણાવ્યું, 

"સપ્ટેમ્બર 2015માં અમે પ્રતિદિન 1 હજાર લોકોને માલ પહોંચાડ્યો હતો. આગામી 12 માસ દરમિયાન અમારો પ્રતિ ત્રિમાસિક ગાળાનો વિકાસદર 20થી 25 ટકાનો રહેવાની શક્યતા છે. અમારી પાસે 1 લાખ કરતાં વધારે ગ્રાહકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમારા રોજના ઓર્ડરમાં 55 ટકા ગ્રાહકો રિપિટ ગ્રાહકો હોય છે. માત્ર દિલ્હી અને એનસીઆરમાં જ માર્ચ 2016 સુધીમાં અમારા ગ્રાહકોનાં રજિસ્ટ્રેશનની સંખ્યા વધીને 2.5 લાખની થઈ જશે. આગામી 12 મહિના સુધી અમે બીજાં કોઈ શહેરોમાં વિસ્તરણ કરવા માગતા નથી. અમે એનસીઆર ખાતે અમારો પાયો મજબૂત બનાવીને અમારા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની બનવા માગીએ છીએ."

પોતાના વેપારની શરૂઆત બાદ આ કંપનીને આ વર્ષના જુલાઈ માસમાં વધુ 1 લાખ ડોલરનું ભંડોળ મળ્યું છે. ત્યારબાદ તેને બેસ્ટ ફૂડવર્ક્સ તરફથી 10 લાખ ડોલરનું સિરિઝ એ ફન્ડિંગ આપવામાં આવ્યું છે. નીતિને જણાવ્યું,

"હાલમાં અમે અમારો વેપાર પોતાની જાતે જ ટકી શકે તે માટે યુનિટ ઇકોનોમિક્સના આધારે કામ કરી રહ્યા છીએ. જોકે, અમને વધારે ભંડોળની જરૂર પડશે અને વર્ષ 2016ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભંડોળનો વધુ એક રાઉન્ડ કરવામાં આવશે."

બજાર અને સ્પર્ધા

આ ક્ષેત્રને દેશનું સૌથી મોટું ગ્રાહક આધારિત બજાર ગણવામાં આવે છે. હાલમાં આ બજારનું કદ 330 અબજ ડોલરનું છે અને 2020માં તે વધીને 1 લાખ કરોડ ડોલરનું થશે.

બિગબાસ્કેટ, ગ્રોફર્સ, અને પેપરટેપ ઉપરાંત અનેક ખેલાડીઓ આ ક્ષેત્રમાં 'આઈઓર્ડરફ્રેશ'ના પ્રતિસ્પર્ધીઓ છે. છેલ્લા કેટલાક સમયમાં આ લોકોએ પણ સારી એવી માત્રામાં ભંડોળ મેળવ્યું છે.

આ વર્ષે બિગબાસ્કેટે તેમના હાલના રોકાણકારો બેસમેર વેન્ચર પાર્ટનર્સ પાસેથી 5 કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું છે. અગાઉ ગત વર્ષના સપ્ટેમ્બરમાં તેમણે હેલોન વેન્ચર્સ અને ઝોડિયસ કેપિટલ પાસેથી રૂ. 200 કરોડનું ભંડોળ મેળવ્યું હતું.

ફેબ્રુઆરી, 2015માં ગ્રોફર્સે સેક્વોઇયા કેપિટલ અને ટાઇગર ગ્લોબલ તરફથી 1 કરોડ ડોલરનું એ સિરિઝનું ભંડોળ મેળવ્યું હતું. આ વર્ષના એપ્રિલમાં તેણે આ જ રોકાણકારો પાસેથી 3.5 કરોડ ડોલરનું બી સિરિઝનું ભંડોળ મેળવ્યું હતું.

તેવી જ રીતે ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં પેપરટેપે 3.6 કરોડ ડોલરનું ભંડોળ મેળવ્યું હતું. નવો ફન્ડિંગ રાઉન્ડ શરૂ થયો છે તેમાં તેમને સ્નેપડીલ, તેમના હાલના ભંડોળ આપનારા સિક્વોઇયા ઇન્ડિયા અને એસએઆઈએફ પાર્ટનર્સ દ્વારા ભંડોળ આપવામાં આવી રહ્યું છે અને તેમની સાથે નવા ભાગીદારો જેમ કે રુ-નેટ, જેફકો, બીનેક્સ્ટ પણ જોડાયા છે તેમ કંપનીએ જણાવ્યું હતું.

આ ક્ષેત્રમાં અનેક ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા રહેલી છે. નીતિને જણાવ્યું હતું કે આ ક્ષેત્ર એટલું વિશાળ છે કે તેમાં કોઈ એક ખેલાડી ઇજારાશાહી ભોગવી શકે તેમ નથી. ભવિષ્યમાં પણ ખેલાડીઓએ સ્થાનિક લોકોની માગ અને તેમની જરૂરીયાતને સમજીને આગળ વધવું પડશે.

જોકે, આ પ્લેટફોર્મ માટે મોટો પડકાર એ છે કે લોકો મોબાઇલ એપ કે વેબસાઇટ મારફતે ઓર્ડર કરવામાં હજી આળસ અનુભવે છે. અથવા તો નિષ્ક્રિય છે. સૌથી મોટો પડકાર ગ્રાહકોની આદત બદલવી અને તેઓ કરિયાણાનો ઓર્ડર ઓનલાઇન આપતા થાય તેનો છે. મોટા કરિયાણાના વેપારીઓ સુલભ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો આપે તે શોધતા જડતા નથી. ઈ-કોમર્સ ગ્રાહકોની જરૂરીયાતોને આધારે તેમને સેવાઓ આપવાને સક્ષમ છે કે જ્યારે સ્થાનિક દુકાનો તેના માટે સજ્જ નથી. નીતિને જણાવ્યું હતું કે હાલમાં અમારી યોજના ગ્રાહકોને એ અનુભવ કરાવવા માટેની છે કે સુપર માર્કેટ તેમનાં ખિસ્સાંમાં છે.

વેબસાઇટ

લેખક- તૌસિફ આલમ

અનુવાદક- અંશુ જોશી

સ્ટાર્ટઅપ્સને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

4 અભણ આદિવાસી મહીલાઓએ જંગલથી સીતાફળ લાવીને વેચવાનું શરૂ કર્યુ, કંપની બનાવી, ટર્નઓવર કરોડોમાં પહોંચ્યું!

રાજકોટના દંપત્તિની 'સ્વસ્થ' પહેલ, બનાવટી પીણાંને ટક્કર આપવા માર્કેટમાં લાવ્યા 'નેચરલ ફ્લેવર્ડ મિલ્ક'Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો