સંપાદનો
Gujarati

‘એડસ્ટોર’... જાહેરાત જોવાના પણ પૈસા આપે છે!!!

12th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ભારતમાં મોબાઇલ ફોનની સંખ્યા ડેસ્કટૉપ અને કમ્પ્યૂટર્સ કરતાં પણ વધારે છે. મેરી મીકરના જણાવ્યાં અનુસાર ભારતમાં દર વર્ષે સૌથી વધુ ઇન્ટરનેટ વપરાશકારો વધી રહ્યા છે. આ ઉપરાંત આઈએએમએઆઈ અને કેપીએમજીના એક બીજા અહેવાલ અનુસાર ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સ્માર્ટફોન બજાર છે અને વર્ષ 2017 સુધી અહીં મોબાઇલ ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 31.4 કરોડ સુધી પહોંચી જશે.

આવામાં મોબાઇલ એડવર્ટાઇઝિંગ એક એવું ક્ષેત્ર છે કે જેના ઉપર એડવર્ટાઇઝર્સ તેમજ બ્રાન્ડ્ઝે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. જાહેરખબરના બીજા મોડેલ્સની સરખામણીએ સ્માર્ટફોન મારફતે વપરાશકારની આદતો, પ્રાથમિકતા અને બીજા જરૂરી ડેટા પોઇન્ટ્સ વિશેની જાણકારી મેળવી શકાય છે. તદુપરાંત આ નેટવર્ક જાહેરખબર મારફતે એક મોટાં બજારનો માર્ગ મોકળો કરશે. ‘એડસ્ટોર’ વપરાશકારો માટે જાણીતી બ્રાન્ડ્ઝની આખી જાહેરાત શોધવા તેમજ આ પ્રક્રિયા મારફતે તેમને નાણાં કમાવા માટેનો એક મંચ ઊભો કરી રહી છે.

image


આ શું છે?

‘એડસ્ટોર’ મારફતે વપરાશકારો મૂવી ટ્રેલર્સ જોઇ તેમજ શોધી શકે છે. યુટ્યુબ ચેનલ પ્રોમોઝ અને વેબ-સેન્ટ્રિક વીડિયો એડ્ઝ શોધી શકે છે તેમજ તેને જોઈ શકે છે. તમામ વીડિયો લગભગ 2થી3 મિનિટના હોય છે અને સ્ટોરીલાઇન સાથે આપવામાં આવ્યા છે. જાહેરખબર જોયા બાદ વપરાશકારે એમસીક્યૂઝ કે પોલના પ્રશ્નોનો જવાબ આપવાનો રહે છે. ‘એડસ્ટોર’ તેને પોતાનો યુએસપી જણાવે છે. આ પ્રશ્નોત્તરીનું એક વિશ્લેષણ જાહેરખબર આપનારને આપવામાં આવે છે. તે ખૂબજ અગત્યની માહિતી ગણાય છે કારણ કે તે વપરાશકારના દૃષ્ટિકોણથી મળે છે. તેના કારણે બ્રાન્ડને માર્કેટિંગ વિશ્લેષણ તેમજ બજાર વિશે સંશોધન કરવામાં મદદ મળે છે. તેના બદલે વપરાશકારને ફ્લિપકાર્ટ, ફ્રીચાર્જ, મેકડોનાલ્ડ્ઝ વગેરે બ્રાન્ડના ગિફ્ટ વાઉચર્સ આપવામાં આવે છે.

આ સ્ટાર્ટઅપ (નવી કંપની)ના સહ સ્થાપક સ્કૂલ સમયના મિત્રો નરેન બુધવાની (સીઈઓ) અને પિયુષ ધકન (સીઓઓ) છે. તેઓ દુબઈમાં જન્મેલા અને ઉછરેલા છે. નરેન એનએમસીસીઈમાંથી બેચલર ડીગ્રી મેળવવા મુંબઈ આવી ગયા. જ્યારે પિયુષ મિડલસેક્સ યુનિવર્સિટીમાં પોતાના અભ્યાસ માટે દુબઈમાં જ રોકાઈ રહ્યાં. યુનિવર્સિટીમાં નરેનની હાજરી ઓછી હોવાને કારણે તેમને પ્રથમ વર્ષની પરીક્ષામાં બેસવા માટે ના પાડી દેવામાં આવી. ત્યાર બાદ તેઓ દુબઈ પરત આવી ગયા અને તેમણે ફૂડસ્ટફ ટ્રેડિંગ કંપનીની સ્થાપના કરી કે જે ફાઇવસ્ટાર હોટેલ્સ માટે બેકરી માટેનો કાચોમાલ પૂરો પાડતી હતી. પરંતુ તેમના માતા-પિતાએ દબાણ કરતાં તેઓ ફરીથી સ્નાતકનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે મુંબઈ આવી ગયા.

પિયુષે કોલેજના બીજા વર્ષ દરમિયાન એક કસ્ટમાઇઝ્ડ મોબાઇલ કવર્સનું ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યું. પરંતુ ઝડપથી તેમને ખ્યાલ આવ્યો કે દુબઈમાં ઈ-કોમર્સ માટે વધુ સારો અવકાશ નથી. ત્યારબાદ તેઓ સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ એડસ્ટોર શરૂ કરવા માટે મુંબઈ આવી ગયા. નરેને પણ તેની સાથે જોડાવા માટે કોલેજ છોડી દીધી. તેમની ટીમમાં હાલ 6 સભ્યો છે. નરેન અને એક બીજો કર્મચારી ટેકનોલોજી ક્ષેત્ર સંભાળી રહ્યા છે. જ્યારે પિયુષ અને અન્ય કર્મચારીઓ બિઝનેસ ડેવલપમેન્ટ તેમજ ગ્રોથ જોઈ રહ્યા છે.

બિઝનેસ મૉડલ

‘એડસ્ટોર’નું બિઝનેસ મૉડલ કૉસ્ટ પર વ્યૂ (સીપીવી)ની આસપાસનું છે. નરેન કહે છે, “અમે હવે યુનિક વ્યૂઝ ઉપર કામ કરી રહ્યા છીએ. એપ પર વીડિયો અપલોડ થતાં પહેલાં જાહેરખબર આપનાર એ નક્કી કરે છે કે તેને કેટલા વ્યૂઝ જોઇએ છીએ. એક વખત તેણે નક્કી કરેલા વ્યૂઝ તેને મળી જાય તો વીડિયો આપમેળે એપમાંથી ગાયબ થઈ જાય છે.”

તેઓ જાહેરખબર આપનારા પાસેથી પ્રતિ યુનિક વ્યૂ માટે રૂ.1.5થી લઇને રૂ.7 સુધીની કિંમત વસૂલે છે. આ કિંમત જાહેરખબરની લંબાઈ, વપરાશકારોને પૂછવામાં આવતા સવાલોની સંખ્યા (જોકે, હવે તેને 3 પ્રશ્નો પૂરતી મર્યાદિત કરી દેવામાં આવી છે) અને એપ પર જાહેરખબરની વિઝિબિલિટીને આધારે ઓછા કે વધારે હોય છે.

image


અત્યાર સુધીની સફર

‘એડસ્ટોર’ અત્યારે પ્રારંભિક તબક્કામાં છે અને ટૂંક સમયમાં એન્જેલ ઇન્વેસ્ટરના તબક્કામાં પ્રવેશ કરવા અંગે વિચારે છે. અત્યાર સુધી તેના નોંધણી પામેલા વપરાશકારોની સંખ્યા 8500 કરતાં વધારે થઈ છે. તેમનો દાવો છે કે તેમના 65 ટકા વપરાશકારો સક્રિય છે કે જેઓ અઠવાડિયામાં સરેરાશ ત્રણ વખત એપની મુલાકાત લે છે. નરેન કહે છે, “સ્ટાર્ટઅપ તરીકે અમને રોજ કંઈક નવું શીખવા મળે છે. સમયાંતરે વિવિધ પડકારો અમારી સામે આવતા રહે છે. પ્રતિભાશાળી લોકોને અમારી સાથે જોડવા. કંપનીમાં લેવા અમારા માટે સૌથી મોટો પડકારો પૈકીનો એક છે. નવી કંપનીઓને સારી એવી માત્રામાં ભંડોળ મળે છે તેથી કર્મચારીઓનો પગાર એક નવા સ્તરે પહોંચી ગયો છે. આ એક એવો મુદ્દો છે કે જેનો અમે નિયમિત રીતે સામનો કરીએ છીએ.”

એડસ્ટોરનો હાલનો દર્શકવર્ગ 16થી25 વયજૂથનો છે. તેમની યોજના વિવિધ વયજૂથના લોકોને જોડવાની છે. ઉપરાંત તેઓ પોતાની આઈઓએસ એપ પણ વિકસાવી રહ્યા છે. જેને ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

આ ક્ષેત્રના અન્ય ખેલાડીઓ

ગૂગલ, યાહૂ અને અન્ય વિશાળ ટેક દિગ્ગજો કે જેમનો વેબનાં જાહેરખબર ક્ષેત્રે ડંકો વાગી રહ્યો છે તેવામાં મોબાઇલ જાહેરખબર ક્ષેત્ર એવું છે કે જેમાં વિજેતા કોણ છે તે કહેવું હોય તો ચિત્ર ખૂબ જ ધૂંધળું છે. જોકે, ગૂગલ હાલ તેમાં પણ આગળ છે.

આ ક્ષેત્રમાં ઇનમોબી કંપની અગ્રગણ્ય ગણાય છે. તેણે તાજેતરમાં જ મિપની રજૂઆત કરી છે કે જેણે પરંપરાગત મોબાઇલ જાહેરખબરને વધારે અસરકારક જાહેરખબરના સ્વરૂપમાં બદલ્યું છે. એરલૉયલ પણ આ ક્ષેત્રની વધુ એક નોંધપાત્ર કંપની છે. તેનો એવો દાવો છે કે જાન્યુઆરી 2015માં તે આવકની દૃષ્ટિએ 240 ટકાના એમ-ઓ-એમ સાથે વિકાસ કરી રહી છે. નરેન કહે છે, “આ ક્ષેત્રમાં કેટલાંક અન્ય સ્પર્ધકો છે. તાતાનું જીએટી અને માઇક્રોમેક્સનું એમએડી. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જે અમને તે બધાથી જુદાં પાડે છે. તેઓ વપરાશકારોને જાહેરખબર જોવા માટે રિવોર્ડ વપરાશકારના ફોન કર્યા પહેલાં આપે છે. આ થોડા અંશે બળજબરી જેવું છે.”

અમને શું પસંદ છે?

આ એપ જબરદસ્ત અને યુઝર ફ્રેન્ડલી છે. તેમાં વીડિયો વિવિધ શ્રેણીમાં આપવામાં આવ્યા છે. જેમ કે ઈ-કોમર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ્સ વગેરે. હોમપેજ પર વપરાશકારો ટ્રેન્ડિંગ વીડિયોઝને ટ્રેક કરી શકે છે. તેના માટે ટૉપ પેઈડ અને ટોપ વ્યૂડ શ્રેણી છે. વપરાશકાર કોઈ પણ વીડિયોને ફેવરિટની શ્રેણીમાં મૂકી શકે છે. જેથી તે તેને પછી જોઈ શકે છે. એક એવો દર્શકવર્ગ કે જે ટીવી વધારે નથી જોતો અને યુટ્યુબ પર જાહેરખબરને સ્કિપ કરી નાખે છે તેવામાં મને લાગ્યું કે ‘એડસ્ટોર’ એક રસપ્રદ પોર્ટલ છે. અહીં બ્રાન્ડ સ્ટોરીઝને શોધવી, કૂપન મેળવવી અને ઇનએપ ક્રેડિટ મેળવવી ખૂબ જ રોમાંચક છે.

સુધારાની ક્યાં જરૂર?

“વપરાશકારો પોતાને ગમે તે કેટેગરી ફોલો કરી શકે, અપડેટ મેળવી શકે અથવા તો નવો વીડિયો રજૂ થાય ત્યારે પુશ નોટિફિકેશન્સ મેળવી શકે તેના માટે અમે અમારી એપમાં એક નવું ફિચર જોડવા માગીએ છીએ. આ ઉપરાંત અમે વિવિધ પ્રકારના રસપ્રદ વાઉચર્સ આપવા માગીએ છીએ. જે લોકોને ઘણાં પસંદ પડશે.”

ઘણા લોકો કન્ટેન્ટ જોઇને તેને લાઇક કરીને શેર કરવા માંગતા હોય છે. તેથી સોશિયલ ફિચર્સને રજૂ કરવા જેમ કે વીડિયો નીચે કોમેન્ટની સુવિધા અથવા તો તેને ફેસબુક, ટ્વિટર કે વોટ્સ એપ જેવા સોશિયલ મીડિયા પર શેર કરવા ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

YourStoryનો નિર્ણય

એકંદરે ‘એડસ્ટોર’ એક રસપ્રદ પ્લેટફોર્મ છે. તેના પર તમે વીડિયો શોધી શકો છો, વપરાશકારો મોટાભાગે ટીવી કે યુટ્યુબ ઉપર બ્રેક દરમિયાન જાહેરખબરો છોડી દેતા હોય છે પરંતુ ‘એડસ્ટોર’ પર માત્ર સ્ટોરીલાઇન ધરાવતી જાહેરખબરો દર્શાવવામાં આવે છે. તેના કારણે તેનો વપરાશકાર માત્ર જાહેરખબર જોવા માટે એપ પર આવે છે. હવે એ જોવાનું રહે છે કે તે પોતાની સાથે વધારે જાહેરખબર આપનારને અને વપરાશકારને કેવી રીતે જોડી શકે છે.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags