સંપાદનો
Gujarati

‘પિરિયડ્સ’ (માસિક) પર ખુલ્લા મને ચર્ચા કેમ નહીં? અમદાવાદના અદિતી ગુપ્તાના ‘menstrupedia.com’ માં મળશે તમામ જવાબો!

14th Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

માસિક દરમિયાન ચોખ્ખાઇ રાખવા ઘણીબધી કંપનીના સેનિટરી પેડ માર્કેટમાં જોવા મળે છે. તેમાંની એક કંપનીની પ્રોડક્ટ- સેનિટરી પેડનું નામ ‘વ્હિસપર’ રાખ્યું છે. આ નામ પર ભાર આપી કોઈ દિવસ વિચારવાનો પ્રયત્ન કર્યો છે? જો તમે ક્યારેય પણ આ નામ પર વિચાર કર્યો હશે તો સમાજમાં માસિકને લગતી પ્રવર્તતી રૂઢીચુસ્તતા વિશે ખબર પડે. છડેચોક ઉભા રહીને તમે કોઈને તમારી પરિસ્થિતિ ના કહી શકો, પરંતુ કોઇ અન્ય સ્ત્રી પાસે જઇને કાનમાં હળવેથી કહેવાનું. તેમાં પણ જો આ સ્ત્રી તમને સમજી શકે તો ઠીક અને જો તેઓ પણ રૂઢીચુસ્ત સમાજનો હિસ્સો હોય તો તમારા પર અથાણાની બોટલ નહીં અડવાની, મંદિર નહીં જવાનું, સફેદ કપડા નહીં પહેરવાના જેવી કેટકેટલાયે નિયમો થોપવામાં આવે છે. દેશની કેટલીક જગ્યાઓએ તો માસિકચક્રને લગતી આધુનિક પ્રોડક્ટ હજી વપરાતી પણ નથી. તેવામાં અદિતી ગુપ્તા જેવી કેટલીક મહિલાઓને કારણે દેશમાં આ બાબતે જાગરૂકતા આવી રહી છે.

‘મેન્સ્ટ્રુપીડિયા’ના સ્થાપક અદિતી ગુપ્તા તેમની વેબસાઇટ દ્વારા માસિકચક્રને લગતી માહિતી આપી રહ્યા છે. સ્ત્રીઓ સુધી આ પ્રકારની રૂઢીચુસ્તતા વચ્ચે માહિતી કેવી રીતે પહોંચાડવી, સાથે જ તેને લગતી ચોખ્ખાઇ અને મૂંઝવણનું સમાધાન આપતી આ વેબસાઇટથી અદિતી ગુપ્તા ઘણાં જાણીતા થયા છે.

image


તેમણે કરેલી મહેનત ઘણી પ્રશંસનીય છે પરંતુ તેની સાથે જ અહીં સુધી પહોંચવાની અદિતીની યાત્રા પણ ઘણી પ્રેરણારૂપ છે. ઝારખંડના નાનકડા નગર જેવા ગારવામાં રહેતી અદિતી મધ્યમવર્ગ પરિવારમાં ઉછરી છે. અને નાનપણથી જ માસિકને લગતા ટેબૂઝ (નિષેધ)થી વાકેફ હતી. તે 12 વર્ષની હતી જ્યારે માસિકચક્રની શરૂઆત થઇ.

“મેં મારી માતાને મારા પહેલા માસિક વિશે જણાવ્યું ત્યારે તેમણે મને અઢી લોટા જેટલા પાણી વડે સ્નાન કરાવ્યું હતું. તેમના મતે આમ કરવાથી આ ચક્ર ફક્ત અઢી દિવસ જ ચાલે છે.” પોતાનો અનુભવ વર્ણવતા અદિતીએ જણાવ્યું.

જો કે ફક્ત એટલુ જ નહીં, આ માસિકચક્ર દરમિયાન શારીરિક દર્દને સહન કરવા સાથે સાથે મંદિરમાં નહીં જવાનું, અથાણાનાં ડબ્બાને હાથ નહીં લગાવવા જેવી અન્ય રૂઢીચુસ્તતાનો પણ સામનો કરવો પડ્યો.

“માસિક બાદ દર મહીને મારે મારી ચાદર ધોવી પડતી હતી. અને એ થોડા દિવસો તો મને એવું જ લાગે કે જાણે હું અશુધ્ધ થઇ ગઇ હોઉં. સાત દિવસ પછી વાળ ધોવા સાથે હું ફરી શુદ્ધ થઈ જતી.”

અદિતીની આ સમસ્યા એક સમયે દરેક ઘરની સ્ત્રીઓની આપવીતી હતી અને હજી દેશના ઘણાં ઠેકાણે આ સમસ્યા આજે પણ યથાવત છે.

અદિતીના ઘરની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તે દવાની દુકાન પર જઇને સેનિટરી પેડ્સ ખરીદી શકતી હતી પરંતું આમ કરવુ એ રૂઢિચુસ્તતાની વિરુદ્ધ હતું. આ સમસ્યામાં તેણે ફક્ત એક કપડાંનો ઉપયોગ કરવો પડતો જે ઉપયોગ પછી ઘરના કોઇ પણ પુરૂષના ધ્યાનમાં ન આવે તેમ રાખવું પડતું.

આવામાં જ્યાં શાળાનું શિક્ષણ પણ મદદરૂપ થવું જોઇએ ત્યાં બાયોલોજી ભણાવતા શિક્ષકો પણ આ મુદ્દે વાત કરવાનું ટાળતા હોય છે.

“અમે અમારી શારીરિક વૃદ્ધિ વિશે પણ જાતે જ જાણતા થયા. બાળકોનુ થતું શારીરિક શોષણ, ગર્ભ, માસિકચક્ર જેવી અનેક વસ્તુઓનું શિક્ષણ મળવુ ઘણું જ જરૂરી હોય છે પરંતુ તેના અભાવમાં ઘણી તકલીફોનો અનુભવ કરવો પડે છે. અને આ બાબતોનું જ્ઞાન, શિક્ષણ ફક્ત સ્ત્રીઓને જ નહીં, પુરૂષોને પણ મળવું ખૂબ જરૂરી છે કારણ કે મોટા અને સમજુ બન્યાં બાદ પણ પુરૂષોને આ બાબતની પૂરતી માહિતી ન હોવાના કારણે તેમનો સહકાર મળવો અઘરો બની જાય છે.”

અદિતી 15 વર્ષની થઇ ત્યારે તેમણે પ્રથમ વાર દવાની દુકાને જઇને સેનીટરી નેપકીન કરી હતી.

“દવાની દુકાનમાં જઈને હું ખૂબ જ શરમ અને મૂંઝવણ અનુભવતા સેનિટરી પેડની બ્રાન્ડ બોલી શકી હતી. દુકાનવાળાએ પણ કાગળમાં લપેટી એક કાળા રંગની થેલીમાં મને એ પ્રોડક્ટ આપી હતી.”

ત્યારબાદ અદિતી તેમના ઉચ્ચ શિક્ષણ વખતે તુહિન સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો. તુહિન અદિતીના એક્ટીવિટી પાર્ટનર હતા અને ત્યારબાદ અદિતીના પતિ પણ. “તુહિને મને ઘણી એવી વાતો કહી જે મને પણ માસિકચક્ર વિશે ખબર નહોતી. ત્યારે જ મને ખબર પડી કે આ પ્રકારની માહિતી શાળામાં શિક્ષણ મેળવતી વખતે મળવી અનિવાર્ય છે. અને એટલે જ આ પ્રકારની માસિકને લગતી માહિતી પૂરી પાડવા માટેનો પ્રોજેક્ટ મેં હાથ ધર્યો અને તે મેન્સ્ટ્રુપીડિયાની સ્થાપનારૂપ નીવડ્યો.”

image


અદિતીને આ પ્રોજેક્ટમાં ઘણી સારી સફળતા મળી છે. હાલ તેમની વેબસાઇટ પર દર મહિને 1 લાખ લોકોનો ટ્રાફિક છે. સાથે જ હાલમાં અદિતીએ આ પ્રકારનું શિક્ષણ આપતી એક કોમિક બૂક પણ બહાર પાડી છે જે છેક સાઉથ અમેરિકા અને ફિલિપાઇન્સ સુધી પણ પહોંચતી કરવામાં આવી છે. આ સાથે જ આ બુકનું અલગ અલગ 8 ભાષાઓમાં અનુવાદ કરવા માટે પણ વાત ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં તેની એક ઓડિયો વિઝ્યુઅલ એપ્લિકેશન પણ બહાર પાડવામાં આવશે.

“આપણી આસપાસ જોઈએ તો હવે વધુને વધુ લોકો આ મુદ્દે વાત કરતા નજરે પડે છે. ઘણાં માતા-પિતા તેમની દિકરીને કોમિક બૂક વડે પણ શિક્ષણ આપતા જોવા મળે છે. સાથે જ અમને લોકો તરફથી આ બાબતે જે સહકાર મળ્યો છે તે અભૂતપૂર્વ છે. અને હવે તો દેશના ખૂણે ખૂણે આ મુદ્દે વાત થઇ રહી છે તે અમારા માટે ઘણું પ્રેરણારૂપ બની રહે છે.” અદિતીએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags