સંપાદનો
Gujarati

'RideSafe', મહિલાઓની સફર સુરક્ષિત બનાવવાની કોશિશ

25th Nov 2015
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share

રાત્રિના સમય દરમિયાન એકલી સફર કરવી તે કોઇ પણ વ્યક્તિ માટે ખરાબ અનુભવ બની શકે છે. આવા સંજોગોમાં તમારા મિત્રો અને પરિવારજનો તમારી પૂરી સફર દરમિયાન તમારી સાથે ફોન અને મેસેજ દ્વારા સંપર્કમાં રહેતા હોય છે, જેથી તમે સુરક્ષિત રીતે જે તે જગ્યાએ પહોંચી શકો.

image


Image credit: ShutterStock

આજકાલ મોટા ભાગની ટેક્સી સર્વિસ કંપનીઓ ટ્રેકિંગની સુવિધા આપે છે, જેમાં તમારે સતત ટેક્સી સર્વિસ યુઝરને ટ્રેક કરતા રહેવું પડે છે. કેટલાંયે લોકો માટે આ એક થકાવનારો અનુભવ રહે છે. ‘રાઇડસેફ’નું લક્ષ્ય એક નવા વિચાર સાથે આ મુશ્કેલીઓને સરળ બનાવવાનું છે.

‘રાઇડસેફ’ શું છે?

‘રાઇડસેફ’ એક મોબાઇલ એપ છે. જેનો મુખ્ય હેતુ યુઝરની રોજની સફરને સુરક્ષિત કરવાનો છે. જે તમારી સફરની શરૂઆતથી લઇને અંત સુધીમાં વાસ્તવિક સમયની જાણકારી આપે છે. બીજી ટ્રેકિંગ સર્વિસની મેન્યુઅલ પ્રક્રિયાઓથી અલગ ‘રાઇડસેફ’ યુઝરને તેબ લાસ્ટ લોકેશનનું એડ્રેસ પૂછે છે. જ્યારે પણ સફર દરમિયાન કોઈ ખતરાની શક્યતા લાગે ત્યારે જ આ એપ યુઝર અને આ એપમાં રજીસ્ટર કરાયેલા ઈમરજન્સી નંબરને એલર્ટ કરી દે છે.

આ એપ્લિકેશન દ્વારા તમારા પરિવારજનોને પણ રાહત રહે છે. તેમણે વારંવાર તમને ટ્રેક કરવાની જરૂરિયાત પણ રહેતી નથી, માત્ર સફર દરમિયાન જો કોઇ મુશ્કેલી આવે તો તે એપ દ્વારા તેમને જાણકારી આપી દેવામાં આવે છે. આમ તો આ એપનો મુખ્ય ઉપયોગ સુરક્ષા છે, પરંતુ તે ઉપરાંત લોકો દ્વારા મિટિંગની જગ્યાઓના આદાન પ્રદાન માટે પણ ઉપયોગમાં પણ લઇ શકાય છે.

‘રાઈડસેફ’નો ઉપયોગ

image


- યુઝર ટેક્સી, ઑટો રીક્ષા અથવા પોતાના વાહન લઈને પણ જે સ્થળે જવાનું હોય તે સ્થળનું એડ્રેસ રજીસ્ટર કરે.

- દરેક સફરમાં યુઝર ‘ટ્રિપ વ્યૂ’ લિંકમાં સંદેશ આપવા માટે કેટલાક સંપર્કો (કોન્ટેકટ્સ)ને સિલેક્ટ કરી શકે છે. આ સંદેશ મેળવનાર વ્યક્તિ માટે જરૂરી નથી કે તેણે પણ એપ ડાઉનલોડ કરેલી હોય. જ્યારે યુઝર પોતાના નક્કી કરેલા સ્થળે પહોંચી જશે ત્યારે તેનો સંદેશ (મેસેજ) તેના સંપર્કોને મળી જશે.

- જો ડ્રાઇવર નક્કી કરેલા રસ્તા કરતા અલગ રસ્તા ઉપર લઇ જશે તો એપ યુઝર, સિલેક્ટ કરેલા મિત્રો, પરિવારના સભ્યો અને ‘રાઇડસેફ’ સપોર્ટ ટીમને સતર્ક કરી દેશે.

- ‘રાઇડસેફ’ યુઝરની દરેક સફરની નવી લિંક બને છે, જેનાથી તેમની અંગત માહિતી પણ સુરિક્ષત રહે છે. યુઝર તેમના સ્થળે પહોંચી જાય ત્યાર બાદ તુરંત જ ટ્રેક કરવાનું બંધ કરી દે છે. નક્કી કરેલી જગ્યા ઉપરાંત એપ, ઉપયોગકર્તાને તેમના રસ્તાની જાણકારી પણ આપે છે, જેમ કે કેટલી ગતિ અને કેટલા સમયમાં સફર કરવામાં આવી.

‘રાઇડસેફ’ના સૂત્રધાર

image


આ એપ બીઆઇટીએસ અને આઇઆઇટીમાંથી સ્નાતક થયેલા નિશીથ અને ગીત ગર્ગે વિકસાવી છે, આ ઉપરાંત આ બંનેએ જગ્યાના આધારે બનેલી મેસેજિંગ એપ્પ ‘પિનચૈટ’ પણ ડેવલપ કરી છે. આ કામ પહેલા આ બંને મિત્રો મશીન એન્જનિયર્સના રૂપમાં અમેઝનમાં કાર્ય કરતા હતાં.

‘રાઇડસેફ’ એક વ્યક્તિગત જરૂરીયાત બનીને ત્યારે સામે આવી, જ્યારે આ બંનેને એ વાતનો અહેસાસ થયો કે સફરની ચિંતા એ દરેક વ્યક્તિ માટે ચિંતાનો પ્રશ્ન છે. નિશિથ જણાવે છે, “એક વાર મારી બહેન રાત્રે એરપોર્ટ પરથી પાછી આવી રહી હતી. ત્યારે આ સમય દરમિયાન હું મારી બહેન સાથે દર દસ મિનિટે વાત કરતો હતો અને તેને પણ મેસેજ દ્વારા તે ક્યાં પહોંચી તે સ્થળ અંગે મેસેજ કરવાનું કહેતો હતો.” આ સમસ્યામાં મદદ મળી રહે તે માટે તેમને કોઇ યોગ્ય એપ મળી નહીં. તે સમયે તેમનું વધારે ધ્યાન આ સમસ્યાનું સમાધાન શોધવામાં લાગી ગયું. ગીત સાથે મળીને તેમણે ‘રિયલ ટાઇમ રૂટ ડેવિએશન ડિટેક્શન’ એન્જિન બનાવ્યું જે ‘રાઇડસેફ’નો આધાર બન્યું.

નિશિથ પોતાનો અનુભવ જણાવતા કહે છે, “અમે સ્થાન, ગતિ, સફરની દિશા અને અન્ય આસપાસના વાતાવરણના ઇનપુટને લઇને તેને વાસ્તવિક સમયમાં અમારા ક્લાઉડ સર્વર્સ, કસ્ટમ બિલ્ટ ‘રિયલ ટાઇમ રૂટ ડેવિએશન ડિટેક્શન એન્જિન’માં ચલાવ્યું.”

એન્જિનમાં લર્નિંગ મોડલ્સ લાગેલા હોવાથી તે સફરના ડેટાની સાથે સાથે રોજે રોજ વધારે સારું બનતું જાય છે. આ એપની ટીમ દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ એપ દુનિયામાં કોઇ પણ જગ્યાએ કાર્ય કરી શકે છે. પરંતુ એસએમએસ ચાર્જ હોવાના કારણે આ એપ અત્યારે માત્ર ભારત પૂરતી જ સિમિત છે.

અત્યાર સુધી તે 14.4 કિ.મી.ની સરેરાશે લગભગ 1000 યાત્રાઓને ટ્રેક કરી ચૂક્યા છે. ‘રાઇડસેફ’ એપ નિ:શુલ્ક (ફ્રી) ડાઉનલોડ અને ઉપયોગ માટે ઉપલબ્ધ છે.

એપ પાછળના વિચારને રજૂ કરતા નિશિથ જણાવે છે, “અમારા માટે સૌથી મોટી વાત એ છે કે આ એપનો ઉપયોગ પબ્લિક અને પ્રાઇવેટ બંને ક્ષેત્રોમાં કરી શકાય છે. શરૂઆતમાં આ એપનો પ્રયોગ અમે પોતે કર્યો. અમે ‘ટ્રિપ લિંક’ યુઆરએલ દ્વારા અમારી પોતાની અને મિત્રોની જગ્યાઓને ટ્રેક કરી. અમે એ વાત સુનિશ્ચિત કરી શક્યા કે તેઓ ચોક્કસ સમયમાં કેટલી યાત્રા કરી શકે છે.

‘એપ’માં શું સુધારાની શક્યતા?

આ એપ યુઝર હિસ્ટ્રી રાખતું નથી જો તેની યુઆરએલ લિંક કોઇને આપવામાં આવી ના હોય તો. બીજી મહત્વની વાત એ છે કે આ એપ્પમાં ઇમરજન્સી કોન્ટેક્ટ માટે ચેટ વિન્ડો હોવાની જરૂરિયાત છે, જેનાથી ઇમરજન્સી અને ગેરસમજ જેવી બાબતોથી દૂર રહી શકાય.

આ એપનું મુખ્ય લક્ષ્ય મહિલાઓની સુરક્ષાની સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે, જેથી તેઓ ચિંતા મુક્ત થઇને યાત્રા કરી શકે. આ એપમાં એક સરળ સમાધાન બનવાની પણ ક્ષમતા છે. કેટલાંક અન્ય ફીચર્સ જોડીને યુઝર્સ માટે તેને વધારે સરળ બનાવી તેની પહોંચને ઘણી વધારી શકાય છે.

લેખક- હર્ષિત માલ્યા

અનુવાદક- શેફાલી કે. કલેર

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags