સંપાદનો
Gujarati

બે સહેલીઓનો ઇન્ટરનેટ દ્વારા શાળા ચલાવવાનો અનોખો પ્રયાસ

16th Dec 2015
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

આ કિસ્સો 'સ્ટાર્ટઅપ સ્પોટલાઇટ' સિરિઝનો એક ભાગ છે. જેમાં અમે પ્રેરણાત્મક કિસ્સાઓની શોધ કરી હતી. આ કિસ્સો .com અને .net ડોમેઇન સાથે સંબંધિત છે.

image


ડૉટ કોમ અને ડૉટ નેટ પાયાની સુવિધાઓના ઓપરેટર તરીકે Verisign સમગ્ર વિશ્વને મક્કમતા અને વિશ્વાસથી ગમે તેને ગમે ત્યાં જોડવામાં સક્ષમ બનાવે છે. રચના નાબર અને અનુજા સરદેસાઈને વ્યાવસાયિક ધોરણે કામ કરતા દાયકાથી પણ વધારે સમય થઇ ગયો છે. આ બંને મેનેજમેન્ટની ડીગ્રી ધરાવે છે અને બન્ને પાસે વીસ વર્ષથી પણ વધારે ભારત અને વિદેશમાં કામ કરવાનો અનુભવ છે. બંનેનું નસીબ તેમને ગોવા ખેંચી લાવ્યું કે જ્યાં તેઓ પ્રોજેક્ટ મેનેજર તરીકે સાથે કામ કરતાં હતાં. બંને વચ્ચે મિત્રતા થઇ અને ખ્યાલ આવ્યો કે તેઓ જીવનમાં એક જ પ્રકારનું કામ કરવા માગે છે. તેઓ શિક્ષણનાં ક્ષેત્રે પરિવર્તન લાવવા કંઇંક કરવા માગતાં હતાં.

રચના જણાવે છે, 

"Virginia Techમાં કામ કરતા અમે વિચાર્યું કે ટેકનોલોજી, શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. પરંતુ ભારતમાં આ પ્રકારની ટેકનોલોજીનો પ્રયોગ જવલ્લે જ જોવા મળે છે. તે વખતે અમે ટેકનોલોજી દ્વારા શિક્ષણમાં પરિવર્તન લાવવા વિશે વિચાર્યુ."

બંનેએ પોતાની નોકરી છોડી દીધી અને વર્ષ 2013માં એક સંપૂર્ણ મહિલા એજન્સીAllianZ Resources ની સ્થાપના કરી. AllianZ Resources વેબ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ, સોફટવેર ડેવલપમેન્ટ સહિતની અન્ય સેવાઓ આપે છે. સેવાઓ આપવા ઉપરાંત તેમનું સૌથી મોટું લક્ષ્ય પોતાની પ્રોડક્ટ બનાવવાનું હતું. જર્મની ભાષામાં AllianZનો અર્થ હિતો , સ્વભાવ અને ગુણો પર આધારિત સંબંધો થાય છે. AllianZ Resourcesનું લક્ષ્ય સરખાં હિતો, ઉદ્દેશો અને અપેક્ષાવાળા સરખા લોકોને એક મોટું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાથે ભેગાં કરવાનું છે તેમ રચનાએ જણાવ્યું હતું.

અર્થપૂર્ણ જોડાણ અને સહજ પ્રાપ્યતા માટે ડૉટ કોમ નામ એ સામાન્ય પસંદગી હતી. અને આટલા માટે તેમણે allianZ-resources.com નામ પસંદ કર્યું. AllianZ Resources આખી દુનિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાને કારણે આ નામ સાર્થક પણ થતું હતું.

પછી એમણે પોતાનો ટેકનોલોજી માટેનો સાથી બનાવ્યો કે જેણે એક વેબ આધારિત સ્કૂલ મેનેજમેન્ટ સોફ્ટવેર wiZSkool બનાવવામાં તેમને ટેક્નિકલી રીતે મદદ કરી હતી.

wiZSkoolના માધ્યમથી અમે શિક્ષણ અને શાળા સંચાલનની રીતો બદલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે શાળા સાથે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓ જેમ કે વિદ્યાર્થીઓ, શાળા સંચાલકો અને મેનેજમેન્ટ, શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવતી તમામ પ્રવૃત્તિઓને એક મંચ ઉપર લાવીશું. રચના કહે છે, "અમે ગોવામાં CIBAને પોતાની સાથે જોડી અને સોફ્ટવેર wiZSkoolને એક પાયલોટના રૂપે 7મી જુલાઇ, 2014માં રોજ ગોવાની એક શાળા હેપ્પી હર્ટસ મોન્ટેસરીમાં રજૂ કરવામાં આવ્યું.

રચના કહે છે, 

"અમે માનીએ છીએ કે આઈટીના ઉપયોગથી તમામ લોકો શિક્ષણના આનંદને સહજ અને સારી રીતે માણી શકશે . 'wiZSkool'માં પ્રવેશ, ફી, પરીક્ષા, પરિણામ વગેરે સહિતના અનેક મોડ્યુલ્સ છે જે તમામ પ્રકારના કાર્યો સરળતાથી અને ઝડપથી કરવામાં શાળાઓ તેમજ તેની સાથે સંકળાયેલા લોકોને મદદ કરે છે."

દા.ત; આજની પેઢીના વાલીઓ કે જેઓ નોકરીમાં ઘરથી દૂર ઓફિસમાં કે મુસાફરીમાં હોય છે ત્યારે પોતાના બાળકો અભ્યાસમાં કેવી પ્રગતિ કરે છે તે અંગે જાણવા માગે છે. પરંતુ આ શક્ય નથી. આવી પરિસ્થિતિમાં 'wiZSkool' એમની મદદ કરે છે. રચના કહે છે કે અમે 'wiZSkool' યોગ્ય સમયે માહિતી આપે તે અંગે ભાર આપવા માગીએ છીએ.

'wiZSkool' હાલ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં છે. આ બંને માટે આ ઉત્પાદનો શાળામાં વહેંચવા અને તેને અપનાવવા માટે શાળાઓને પ્રેરિત કરવી એ સૌથી મોટો પડકાર છે. તેમને દરેક જગ્યાએ એક જ અનુભવ થયો છે કે યુવાન શિક્ષકો તો ટેકનોલોજી અપનાવવા તૈયાર છે પરંતુ ઉંમરલાયક શિક્ષકો તેને અપનાવવા તૈયાર નથી. શરૂઆતમાં મેનેજમેન્ટ તેમાં બહુ જ રસ લે છે પરંતુ એમને નિર્ણય લેવા માટે ઘણો સમય લાગે છે.

આ પરિસ્થિતિને સમજતા રચના અને અનુજાએ આ ઉત્પાદન માટે ગ્રાન્ટ આપવાનો વિચાર કર્યો છે. કારણ કે તેઓ માને છે કે આ તેમના માટે માત્ર આ કમાણીનું સાધન નથી પણ તેઓ તેને શિક્ષણના મૂળ સુધી લઇ જવા માગે છે જેથી નાનામાં નાની શાળાઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે.

એમનો ઈરાદો આ ઉત્પાદનને ફરીથી નવા માળખાં સાથે રજૂ કરવાનો છે જેથી તેના વપરાશમાં વધારો થાય. શાળા સંચાલનના વિકાસમાં બીજા ઘણાં બધા ટેકનોલોજીના પ્રયાસો થયાં છે જેવા કે; Foradian, Teemac, HarnessTouch પરંતુ તે પણ શરૂઆતની અવસ્થામાં જ છે. હજી સુધી AllianZ Resourcesના પ્રયત્નો સુધી કોઈ પહોંચી રહ્યું હોય તેવું દેખાતું નથી.

આ પ્રયાસ હજી પણ પ્રારંભિક સ્વરૂપે જ જોવા મળે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ બે મહિલાઓ ગોવા જેવી જગ્યાએથી આ ઉત્પાદન કયાં સુધી પહોચાડી શકશે?

Website:-Allianz-resources.com

લેખક – જુબિન મહેતા

અનુવાદ – મનીષા જોશી

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags