સંપાદનો
Gujarati

ભારત-પાક સીમાની રખેવાળી કરતી મહિલા BSF કૉમન્ડૅન્ટ તનુશ્રી

21st Aug 2017
Add to
Shares
90
Comments
Share This
Add to
Shares
90
Comments
Share

દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ વર્ચસ્વને પડકાર ફેંકીને આગળ વધી રહી છે. તેવામાં રાજસ્થાનમાં ભારત-પાક સીમા પર દેશની રખેવાળી કરતી BSFની સૌપ્રથમ મહિલા આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ તનુશ્રી પારીક પણ એ જ મહિલાઓમાંની એક છે!

તનુશ્રી પારીક

તનુશ્રી પારીક


છેલ્લા 40 વર્ષના BSFના ઈતિહાસમાં પહેલી વખત મહિલા આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ બનવાનું ગૌરવ તનુશ્રીએ મેળવ્યું છે. તેઓ હાલ પાકિસ્તાનની સીમા પાસે આવેલા બાડમેરમાં તૈનાત છે.

પોતાની ડ્યુટી નિભાવવાની સાથે સાથે તેઓ કેમલ સફારી દ્વારા BFF તેમજ વાયુસેનાના મહિલા જવાનોની સાથે મળીને નારી સશક્તિકરણ તેમજ બેટી બચાઓ-બેટી પઢાઓનો સંદેશ આપી રહી છે.

માતા મંજુદેવી અને પિતા શિવપ્રસાદ જોષી સાથે તનુશ્રી 

માતા મંજુદેવી અને પિતા શિવપ્રસાદ જોષી સાથે તનુશ્રી 


તનુશ્રી વર્ષ 2014 બેચના BSF અધિકારી છે. 2014માં UPSCની આસિસ્ટંટ કૉમન્ડૅન્ટની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેમણે ટેકનપુર સ્થિત સીમા સુરક્ષા બળ એકેડમીમાં આયોજિત, પાસિંગ આઉટ પરેડમાં દેશની પહેલી મહિલા અધિકારી (આસિસ્ટંટ કૉમન્ડૅન્ટ) તરીકે ભાગ લીધો અને 67 અધિકારીઓના દીક્ષાંત સમારોહમાં પરેડનું નેતૃત્વ પણ કર્યું. જેના માટે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું. ટેકનપુર બાદ તનુશ્રીએ BSF એકેડમીની 40મી બેચમાં 52 અઠવાડિયાઓની તાલીમ લીધી. અને તાલીમ પૂરી કર્યા બાદ તનુશ્રીને પંજાબમાં ભારત-પાકિસ્તાન સીમા પર તૈનાત કરવામાં આવી.

જે બાડમેરમાં આજે તનુશ્રી ડ્યુટી બજાવી રહી છે ત્યાં એક સમયે તેમના પિતા પણ નોકરી કરતા હતાં. જ્યારે બિકાનેરમાં બોર્ડર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તે સ્કૂલમાં ભણી રહ્યાં હતાં.

દીક્ષાંત સમારોહમાં બેજ લગાવતા રાજનાથ સિંહ 

દીક્ષાંત સમારોહમાં બેજ લગાવતા રાજનાથ સિંહ 


હાલ તનુશ્રી પંજાબ ફ્રન્ટીયરમાં તૈનાત છે. તેમનું કહેવું છે કે તેમણે કરિયર તરીકે BSFને એટલે પસંદ કર્યું કારણ કે તેમને બાળપણથી જ સેનામાં જવાની ઈચ્છા હતી. જ્યારે બિકાનેરમાં બોર્ડર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તેઓ સ્કૂલમાં ભણતાં હતાં. અને એ જ ફિલ્મથી તનુશ્રીને સેનામાં જવાની પ્રેરણા મળી. તેઓ સ્કૂલ અને કોલેજમાં NCC કેડેટ પણ રહી ચૂક્યા છે. તનુશ્રી કહે છે,

"મારું ફોર્સમાં જવાનું ત્યારે જ ફળશે જ્યારે બીજી છોકરીઓ પણ ફોર્સમાં જોડાશે. મારું આજની છોકરીઓને પણ એટલું જ કહેવું છે કે સૂરજથી બચવા સનસ્ક્રીન લગાવવાનું છોડે અને તડકામાં તપીને પોતાને સાબિત કરે."

તનુશ્રી હાલ એક કેમલ સફારીનું નેતૃત્વ કરી રહી છે જેઓ તેમની ફરજ બજાવવાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા બેટી બચાઓ-બેટી પઢાઓ તેમજ મહિલા સશક્તિકરણનો સંદેશ આપી રહ્યાં છે. આ કેમલ સફારી 1368 કિમીની સફર કરી 49 દિવસો બાદ 2 ઓક્ટોબરે વાઘા બોર્ડર પહોંચશે. કેમલ સફારીમાં તનુશ્રીની સાથે એરફોર્સના લેડી ઓફિસર અયુષ્કા તોમસ પણ છે. તેઓ કહે છે કે જો માતા-પિતા દીકરીઓને ભણતરની સાથે સાથે બધી રીતે તૈયાર કરશે તો ભવિષ્યમાં તેઓ પોતાના પગ પર ઉભા થવાની સાથે કોઈ બીજા પર નિર્ભર નહીં રહે. 

   

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ... 

Add to
Shares
90
Comments
Share This
Add to
Shares
90
Comments
Share
Report an issue
Authors

Related Tags