સંપાદનો
Gujarati

ન બોલી શકે છે, ન સાંભળી શકે છે છતાં કરે છે કરોડોનું ટર્નઓવર!

1st Feb 2016
Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share

શેફાલી કે.કલેર

મળો અમદાવાદમાં રહેતા દેશના સૌથી મોટા મૂક-બધિર ઉદ્યોગપતિ રોશનલાલને!

રોશનલાલે ઇ-મેઈલ અને SMS જેવા કોમ્યુનિકેશનના આધુનિક માધ્યમોને પોતાની તાકાત બનાવી છે.

રોશન લાલની પત્ની મમતા બોલી અને સાંભળી શકે છે. એમની સાથે વાત કરીએ તો વિચાર આવે કે આવી પત્નીઓને કારણે જ કહેવાયું હશે કે, દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે!

કહેવાય છે જે વ્યક્તિ ઉત્કૃષ્ટ વક્તા ન હોય અથવા બોલચાલમાં નિપુણતા ન ધરાવતી હોય એ પોતાનો વેપાર ધંધો વિકસાવી શકે નહીં પરંતુ અમદાવાદી ઉદ્યોગસાહસિક રોશનલાલે આ વાત જડમૂળથી ખોટી સાબિત કરી બતાવી છે. તેઓએ ઇશારાઓની ભાષા એટલે કે સાઇન લેન્ગવેજના જોરે પોતાનો ધંધો સમગ્ર વિશ્વમાં ફેલાવી દીધો છે.

image


મૂક-બધિર હોવા છતા હિંમત, ધગસ, ઉત્સાહ જેવી સકારાત્મક શક્તિઓના દમ પર કેમિકલ ઇન્ડસ્ટ્રીની ટોચ પર પહોંચેલા અમદાવાદી ઉદ્યોગસાહસિક રોશનલાલની દાસ્તાન પ્રેરણાદાયક છે. આજે ઉચ્ચ અભ્યાસ કરનાર યુવાનો પણ જો ઝડપથી મનગમતી કંપનીમાં યોગ્ય પગારે નોકરી ન મળે તો હતાશ થઇ જતા હોય છે જ્યારે બીજી બાજુ રોશનલાલ જેવા લોકો છે જેઓ કેટલાંયે લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.

દેશના સોથી મૌટા મૂક-બધિર ઉદ્યોગસાહસિક બનીને રોશનલાલે રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો અને ઉતકૃષ્ટ ઉદ્યોગસાહસિકોને જન્મ આપનાર અમદાવાદના નામને ચાર ચાંદ લાગી ગયા. રોશનલાલની તાકાત છે તેમની પત્ની મમતા પોતે જેઓ મૂકબધિર નથી, તેઓ બોલી અને સાંભળી શકે છે.

રોશનલાલની દરેક વાત રૂંવાડા ઉભા કરી દે તેવી છે. કહેવાય છે કે રોશનલાલ એટલા ઉત્સાહી અને ઉદ્યમી છે કે તેઓ બંધ મિલમાં પ્રવેશે તો એ પણ ધમધમી ઉઠે.

પોતે પગભર થયા અને અનેકને પૂરો પાડ્યો રોજગાર!

ઘરમાં કોઈ દિવ્યાંગ બાળક જન્મે તો માતા પિતા પર આભ તૂટી પડતું હોય છે. તેમને એવા વિચારો ડરામણા સપનાની જેમ સતાવવા લાગે કે, અમારા બાળકના ભવિષ્યનું શું થશે, અમારા પછી આ બાળકની કાળજી કોણ લેશે. પણ રોશનલાલ એવી વ્યક્તિ છે જેઓ પોતે તો પગભર થયા જ પણ સાથે સાથે અનેક વ્યક્તિઓને તેમના ઉદ્યમ થકી રોજગાર પણ પૂરો પાડ્યો. આજે રોશનલાલની અમદાવાદ વટવા જીઆઇડીસી ખાતેની કંપનીમાં 22થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

image


ધંધાના વિકાસ માટે સ્થાપી અત્યાધુનિક લેબોરેટરી!

રોશનલાલની કંપનીમાં ઉત્પાદિત થતી કલર ડાઇ દેશના ખૂણેખૂણે વેચાય છે. કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, કંપની ગ્રોથ રેટને ટકાવી રાખવા અને સ્પર્ધામાં હરીફોને ટકકર આપવા રોશનલાલે એક અત્યાધુનિક લેબોરેટરી વિકસાવી છે. તેઓ જાણે છે કે આજની ગળાકાપ હરીફાઇમાં પ્રોડક્ટ રેન્જ વધારતા રહેવાની તેમજ કંઇક ને કંઇક નવું કરતા રહેવું ખૂબ જરૂરી છે. તેમની લેબ અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે અને જેમાં 5 રિસર્ચર્સની ટીમ કામ કરે છે.

UK, USA ઉપરાંત પાકિસ્તાનમાં પણ છે રોશનલાલની બોલબાલા!

ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર રોશનલાલને તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત, ગુજરાત સરકારે પણ રોશનલાલને તેમની વ્યવસાયિક ઉપલબ્ધિઓ માટે બિરદાવ્યા છે. રોશનલાલની કંપનીમાં મુખ્યત્વે કલરડાઇનું ઉત્પાદન થાય છે, દેશના વિવિધ રાજ્યોની સાથે સાથે યુએસએ, યુકે, આફ્રિકા, કેનેડા, ગલ્ફ દેશો, ઉપરાંત પાકિસ્તાનમાં પણ તેમની કંપનીની કલર ડાઈની ઘણી માગ છે.

ઇન્ટરનેટ અને મેસેન્જર સર્વિસ છે રોશનના કોમ્યુનિકેશનના સાધનો!

રોશનલાલ મૂકબધિર હોવાને કારણે બોલી કે સાંભળી શકતા નથી. પરંતુ તેઓ સાઇન ભાષા જાણે છે. રોશન ઇન્ટરનેટ અને મેસેજ સર્વિસને પોતાની સફળતાની ચાવી માને છે, તેઓ દુનિયાના વિકસિત દેશોની મોટી મોટી કંપનીઓ સાથે તેમની વેબસાઇટના માધ્યમથી સંપર્ક સાધે છે. તેમનો પી.એ. પણ સાઇન ભાષામાં નિષ્ણાત છે, જ્યારે પણ રોશનલાલની કોઈ ગ્રાહક કે કોઈ અન્ય કંપનીના ઓફિસર સાથે મીટિંગ હોય છે ત્યારે પીએ તેમની સાથે હાજર રહે છે અને રોશનલાલ શું કહેવા માંગે છે તે અંગે ગ્રાહકને અને ગ્રાહકની જરૂરિયાત રોશનલાલને સાઈન ભાષા વડે જણાવે છે.

image


કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું નામ છે રોશનલાલ!

આજે રોશનલાલની કંપની વર્ષે રૂપિયા 10 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એમની ગણના સફળ અને ટોચના ઉદ્યમી તરીકે થાય છે. જોકે આ સફળતા કંઈ એમ જ નથી મળી. તેમની શરૂઆત ઘણી સંઘર્ષપૂર્ણ હતી. વર્ષ 2002માં એચ.યુ.એફ.ના વિભાજન પછી રોશનલાલે તેમની પત્ની સાથે મળીને ધંધાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ગ્રાહકો સાથે વાતચીત કરવામાં ઘણી મુશ્કેલીઓ આવતી. એ સમયે રોશનની પત્ની મમતાએ ખભા સાથે ખભો મેળવી સંઘર્ષ કર્યો. રોશનલાલ જૈનના બે પુત્ર અને બે પુત્રી છે, જેમાંથી એક પુત્ર મૂકબધિર છે, તે હાલમાં યુએસએમાં ડેફ એન્ડ ડમ્બ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. જોકે વખત જતા રોશનના દિકરા-દિકરીઓએ પણ રોશનને ધંધામાં મદદરૂપ થવાની શરૂઆત કરી અને તેમની કંપની દેશ-વિદેશમાં નામના મેળવતી ગઈ.

Add to
Shares
9
Comments
Share This
Add to
Shares
9
Comments
Share
Report an issue
Authors

Related Tags