સંપાદનો
Gujarati

'ગૃહિણીઓ રંગોળી બનાવી શકતી હોય તો ગ્રાફિક ડિઝાઇન પણ કરી જ શકે'

1st Feb 2016
Add to
Shares
56
Comments
Share This
Add to
Shares
56
Comments
Share

આ અભિયાનનો લાભ અત્યાર સુધી 6300 કરતાં વધુ મહિલાઓ લઈ ચૂકી છે!

અહીં મહિલાઓને ભણવાથી માંડીને કમ્પ્યૂટર સુધીની તાલિમ અપાય છે!

માતા બન્યા પછી પણ મહિલાઓ સપનાંને હકીકતમાં બદલી શકે છે!

ભારતીય સમાજમાં મોટાભાગની મહિલાઓ લગ્ન બાદ ઘરકામમાં વ્યસ્ત બની જાય છે. જેના કારણે તેઓ બહાર જ નથી નીકળી શકતી. તેમનું જીવન સ્થગિત થઈ જાય છે. જે મુકામ ઉપર તે પહોંચી શકતી હતી લગ્ન બાદ તેઓ તેના વિશે વિચારી પણ નથી શકતી. આવી મહિલાઓને ફરી એક વખત પગભર કરવા માટે અને તેમને સાક્ષર બનાવવાના અભિયાનનું નામ છે 'આઓ સાથ માં'. નવી દિલ્હી ખાતે લક્ષ્ય જીવન જાગૃતિ નામની આ સંસ્થા અભિયાનને ચલાવી રહી છે. તેનાં સ્થાપકો રાહુલ ગોસ્વામી અને સુમૈયા આફરિન છે. છેલ્લાં પાંચ વર્ષથી તેમની સંસ્થા ખાસ કરીને ગૃહિણીઓ માટે સશક્તિકરણનું કામ કરી રહી છે. તેના કારણે જ આ અભિયાનનો લાભ અત્યાર સુધી 6300 મહિલાઓ લઈ ચૂકી છે.

image


સુમૈયાએ બીસીએ અને ત્યારબાદ માસ્ટર ઇન સોશિયલ વર્કની પદવી મેળવી છે. અભ્યાસ દરમિયાન તેની મુલાકાત લક્ષ્ય જીવન જાગૃતિના સ્થાપક રાહુલ ગોસ્વામી સાથે થઈ હતી. તેઓ આઈઆઈએમ અમદાવાદમાં સામાજિક કાર્યો અંગે રિસર્ચ કરી રહ્યા હતા. રિસર્ચ દરમિયાન તેમણે જોયું કે કેટલીક મહિલાઓ નિરક્ષર હતી તેના કારણે તેઓ કમાવાનું નહોતી જાણતી. જાણે કે તેમનું જીવન આગળ નહોતું વધી રહ્યું. ત્યારે તેમણે એવું વિચાર્યું કે સમાજમાં આવી ઘણી મહિલાઓ છે. કે જેઓ ભણી નથી અને તેના કારણે તેઓ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આ વાતને ધ્યાનમાં રાખીને સુમૈયા અને રાહુલે વર્ષ 2009માં લક્ષ્ય જીવન જાગૃતિ નામની સંસ્થા બનાવી. ત્યારબાદ તેમણે મહિલા સશક્તિકરણનું કામ શરૂ કરી દીધું.

image


પોતાનાં કામની શરૂઆત તેમણે દિલ્હીના કરોલબાગ વિસ્તારથી કરી. અહીં તેમણે એક સર્વે કરાવ્યો. તેમણે જાણ્યું કે તેમની પાસે એવી કેટલી મહિલાઓ છે કે જે આગળ વધવા માગે છે અને પોતાના ઘરકામ સિવાય બીજું કશુંક કરવા માગે છે. સુમૈયાએ યોરસ્ટોરીને જણાવ્યું,

"અમે સર્વે દરમિયાન લગભગ 5 હજાર મહિલાઓ સાથે વાત કરી. અમને ખ્યાલ આવ્યો કે ઘણી મહિલાઓ આગળ ભણવા માગે છે અને કંઇક કરવા માગે છે. આ સર્વે 21થી 50 વર્ષની મહિલાઓ પર કરવામાં આવ્યો હતો. અમને જાણવા મળ્યું કે તમામ મહિલાઓ પોતાનાં સપનાંને પૂરાં કરવા માટે અને જીવનમાં આગળ વધવા માટે તૈયાર છે."

જોકે, ઘરકામ કરતાં કરતાં ઘણી મહિલાઓ પોતાનું ભણતર ભૂલી ચૂકી હતી. જેને તેઓ ફરીથી ભણવા માગતી હતી. આ ઉપરાંત કેટલીક મહિલાઓ ઘરકામની સાથે કંઇક કામધંધો પણ કરવા માગતી હતી. સર્વેમાં જાણવા મળ્યું કે કેટલીક મહિલાઓ એટલા માટે ભણવા માગતી હતી કે તેઓ પોતાનાં બાળકોને ભણાવી શકે. જ્યારે કેટલીક મહિલાઓ એવી પણ હતી કે તેઓ કમ્પ્યૂટર શીખવા માગતી હતી.

image


પોતાનાં કામની શરૂઆત તેમણે સાક્ષરતા વર્ગોથી શરૂ કરી. પરંતુ સૌથી મોટો પડકાર ગૃહિણીઓને સેન્ટર સુધી લઈ આવવાનો હતો. કારણ કે ઘરકામમાંથી સમય કાઢવો મહિલાઓ માટે મુશ્કેલ કામ હતું. તેના માટે તેમણે મહિલાઓને પરવાનગી આપી દીધી કે તેઓ ગમે ત્યારે સમય કાઢીને સેન્ટર ઉપર આવી શકે છે. તેના માટે સેન્ટર ખાતે 'આઓ સાથ માં' નામની એક ક્લબ શરૂ કરવામાં આવી. આ ક્લબમાં સમાજની દરેક વર્ગની મહિલાઓ માટે વિવિધ પ્રકારનાં ભણતરની વ્યવસ્થા છે. જેમ કે કોઈ મહિલા અભણ હોય તો તે હિન્દી, અંગ્રેજી અને ગણિતનું પાયાનું શિક્ષણ મેળવી શકે છે. જો કોઈ સાક્ષર મહિલા તેમાં જોડાય તો તેની અંગ્રેજી ઉપરની પકડ મજબૂત કરવા ઉપરાંત કમ્પ્યૂટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

image


જો મહિલાઓ રંગોળી બનાવી શકતી હોય તો ગ્રાફિક ડિઝાઇન કેમ ન કરી શકે?

આ સેન્ટર સવારે 8થી રાતે 8 વાગ્યા સુધી ચાલે છે. અહીં આવતી મહિલાઓને રોજ દોઢ કલાક ભણાવવામાં આવે છે એટલું જ નહીં, પરંતુ તેમને કમ્પ્યૂટરની તાલિમ અને આત્મવિશ્વાસ વધારવા માટેનું કાઉન્સેલિંગ પણ આપવામાં આવે છે. આજે આ સેન્ટરમાંથી તાલિમ લીધેલી મહિલાઓ બેન્ક અને હોસ્પિટલમાં કામ કરે છે એટલું જ નહીં પરંતુ કેટલીક મહિલાઓ કમ્પ્યૂટરને લગતો પોતાનો વ્યવસાય પણ શરૂ કરી દીધો છે. જ્યારે કેટલીક મહિલાઓ અન્યોને ભણાવવાનું કામ કરે છે. લક્ષ્ય જીવન જાગૃતિ મહિલાઓમાં રહેલી શિક્ષણની ભૂખને ભાંગવાનું કામ કરે છે એટલું જ નહીં પરંતુ તે મહિલાઓને એવી તાલિમ આપે છે કે જેથી કરીને તે પગભર થઈ શકે. એટલે આ સંગઠન મહિલાઓને રોજગાર શોધી આપવામાં જ નહીં પરંતુ મહિલાઓને પોતાનો રોજગાર શરૂ કરવામાં પણ મદદ કરે છે.

image


તેના આ સફળ બિઝનેસ મોડેલને આધારે વર્ષ 2013માં ઇન્દોર આઈઆઈએમ ખાતે યોજાયેલી એક સ્પર્ધામાં તેને પ્રથમ સ્થાન મળ્યું હતું. ત્યાર બાદ તાતા સોશિયલ એન્ટરપ્રાઇઝ દ્વારા પસંદ કરવામાં આવેલા 20 સંગઠનોમાં તેની પસંદગી કરાઈ. તેમનાં આ સામાજિક કામ બદલ તેમની પસંદગી 'ગ્લોબલ ગુડ ફંડ' વોશિંગ્ટન ખાતે કરવામાં આવી છે. જ્યાં દુનિયાભરમાંથી આવેલા 1400 સંગઠનો પૈકી 12માં તેમને સ્થાન મળ્યું છે. અત્યાર સુધી તેમના આ અભિયાનનો લાભ 6300 કરતાં વધારે મહિલાઓ લઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે અહીં આવતી મહિલાઓ સમાજના દરેક વર્ગમાંથી આવે છે. મહિલાઓને પગભર અને શિક્ષિત બનાવવા માટે હાલ દોઢસો મહિલાઓ અહીં આવે છે. તેમની ટીમમાં સાત લોકો છે કે જે આ સંગઠન ચલાવે છે. સુમૈયાની ઇચ્છા છે કે મહિલાઓને પગભર બનાવવા અને આત્મનિર્ભર બનાવવા માટે તે 'સ્કુલ ઓફ મધર' શરૂ કરવા માગે છે.


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Add to
Shares
56
Comments
Share This
Add to
Shares
56
Comments
Share
Report an issue
Authors

Related Tags