સંપાદનો
Gujarati

સૌપ્રથમ વખત યોજાનાર ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’ના ટૉપ 6માં સુરતના કલ્પેશ ચૌધરી

23rd Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

અત્યાર સુધી આપણે વિવિધ બ્યુટી કોન્ટેસ્ટસ, બૉડી બિલ્ડીંગ કે ટેલેન્ટ સ્પર્ધાઓ વિશે સાંભળતા અને જોતા આવ્યા છીએ. જ્યાં સૌથી વધારે આપણે કોઈ પ્રતિયોગિતા વિશે સાંભળીએ છીએ તો તે છે Ms. કે Mr. India. પણ આવનારા ડીસેમ્બર મહિનામાં જે સ્પર્ધા થવાની છે તેનું નામ અત્યાર સુધી ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે જે છે ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’. જી હા, ચોક્કસ નવાઈ અને આશ્ચર્ય પમાડે તેવું પેજન્ટ. જોકે આપણને નવાઈ લાગે તે પણ આપણા સમાજ માટે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય કારણ કે વ્હીલચેર પર બેસી પોતાનું જીવન (જીવતાં નહીં પણ...)માણતા લોકોને ક્યાંક ને ક્યાંક સમાનતાની દ્રષ્ટિએ નથી જોવાતા. પણ કદાચ ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’થી સમાજનો નજરીયો બદલાય તેવી આશા આપણે રાખી રહ્યાં છીએ.

image


અહીં આપણે મુખ્યત્વે વાત કરવાની છે ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’ના ફાઈનલિસ્ટ બની ચૂકેલા ગુજરાતના સુરતના કલ્પેશ ચૌધરીની. જેઓ વ્હીલ ચેર પર બેસીને પોતાની જિંદગી જીવી નથી રહ્યાં પણ માણી પણ રહ્યાં છે. તેઓ ટૂ વ્હીલર અને કાર પણ ચલાવે છે, તો નવરાત્રીમાં લાઈફ પાર્ટનર સાથે ગરબા રમે છે તો સ્વિમિંગ પણ કરે છે. એક સમયે મહીને માત્ર રૂ.1000 કમાતા કલ્પેશભાઈ આજે વાર્ષિક લાખોનું ટર્નઓવર ધરાવતી ડાયમંડ કંપનીના માલિક છે.

image


બાળપણમાં થયાં પોલિયોગ્રસ્ત

પોતાના જીવનની સંઘર્ષ સફર ખૂદ કલ્પેશના શબ્દોમાં જ જાણીએ:

“જ્યારે હું 5 મહિનાનો હતો ત્યારે એક ઈન્જેકશનના કારણે મને પોલિયો લાગુ પડ્યો. મારા માતા-પિતાના અથાગ પ્રયત્નો બાદ પણ તેમને ધારી એવી સફળતા ન મળી. હું સ્કૂલે જતો થયો. હું ભણવામાં એક સાધારણ વ્યક્તિ હતો પણ સામાન્ય જ્ઞાન અને મિકેનીઝમની સારી એવી સમજ હતી. જ્યારે મેં મારી સેકન્ડરી સ્કૂલની પરીક્ષા આપી વેકેશનમાં મને વિશાખાપટ્ટનમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં મારા બંને પગની સર્જરી થવાની હતી. એ સમયે મારા માતા-પિતા સતત મારી પડખે ઉભા રહ્યાં. સર્જરી બાદ હું ખૂબ નબળાઈ અનુભવતો અને તેવામાં પણ ભણવા માટે ત્રીજા કે ચોથા માળે જવું પડતું જે મને બિલકુલ પસંદ નહોતું.”

પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી કલ્પેશના શિરે આવી પડી

“વર્ષ 1996માં મેં મારા એક કઝિનની ઓફિસમાં રફ ડાયમંડસ પર કામ કરવાનું શરૂ કર્યું જ્યાં ૨ વર્ષ પછી મારો પગાર માસિક રૂ. 1000 હતો. અને પાછળથી રૂ.5000 કરાયો પણ હું મારા કામ અને પગારથી ખુશ નહોતો.” કલ્પેશ વર્ણવે છે. અને તેજ સમયે કલ્પેશના પિતાનું અવસાન થતાં સમગ્ર ઘર-પરિવારની જવાબદારી તેમના શિરે આવી ગઈ. આખરે કલ્પેશે નોકરી છોડી ડાયમંડ માર્કેટમાં કામ કરવાનું શરૂ કર્યું. અને આખરે આટલા વર્ષો બાદ કલ્પેશની મહેનત રંગ લાવી અને આજે તેઓ લાખોનું ટર્નઓવર કરતી કંપનીના માલિક છે જે આવનારા એકાદ બે વર્ષોમાં કરોડોનું ટર્નઓવર ધરાવતી કંપની બની જાય તો નવાઈ નહીં.

‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’નું સૌપ્રથમ આયોજન

દેશમાં સૌપ્રથમ વાર ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’ની આયોજન થઇ રહ્યું છે. જેનું આયોજન મુંબઈના સૌનક બેનર્જી દ્વારા કરવામાં આવ્યું છે અને તેમનું જીવન પણ વ્હીલચેરના પૈડાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. આ અગાઉ તેઓ ‘મિસ વ્હિલચેર ઇન્ડિયા’નું આયોજન કરતા હતાં પરંતુ આ વર્ષે સૌપ્રથમ વાર ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’નું આયોજન કરવામાં આવ્યું છે જેનો ફિનાલે ડીસેમ્બર મહિનામાં છે. અને વ્યક્તિત્વના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને 6 ફાઈનલિસ્ટની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે કલ્પેશ ચૌધરી.

સોશિયલ સાઈટ પર કલ્પેશ ‘Most Popular Guy’ની રેસમાં આગળ

‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’નું ફિનાલે ભલે ડીસેમ્બર મહિનામાં હોય, પરંતુ હાલ આ સ્પર્ધાના ફેસબુક પેજ પર ‘Most Popular Guy’ના ટાઈટલમાં ઘણાં જ આગળ છે. આયોજકો દ્વારા એક ઓનલાઈન વોટીંગ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમે ટૉપ 6 ફાઈનલિસ્ટસમાંથી કોઈને પણ LIKE કરી તેમણે ‘Most Popular Guy’ની રેસમાં જીતાડી શકે છે. આ વોટીંગ માટેની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર છે જેથી કલ્પેશ સૌ કોઈને આ સબટાઈટલમાં તેમણે જીત અપાવવાની અપીલ કરી રહ્યાં છે.

વ્હીલચેર પર બેઠેલા લોકોને કલ્પેશ આપવા માગે છે નવી દિશા

image


હાલ કલ્પેશ જાતે કાર ચલાવે છે જે તેમણે તેમની જરૂરીયાત પ્રમાણે આ કારને મોડીફાઈ કરાવી છે તો તેઓ પગના ઉપયોગ વગર, માત્ર હાથના બળે જ સ્વિમિંગ પણ કરી જાણે છે. પરંતુ કલ્પેશ ઈચ્છે કે વ્હીલચેર પર બેસીને પણ તેઓ જેટલા સક્રિય છે તેટલા જ સક્રિય તેમના અન્ય સાથીમિત્રો પણ રહે. તેઓ GGDA નામનું એક વેબ પોર્ટલ શરૂ કરી રહ્યાં છે જે વિકલાંગ લોકોનું એક વૈશ્વિક જૂથ હશે તેમ કલ્પેશનું કહેવું છે. સાથે જ તેઓ સંદેશ પણ આપવા માગે છે, “અપંગતાને અભિશાપ તરીકે જોવા કરતા વધુ મજબૂત બનો. જીવનમાં આગળ વધવાના સતત પ્રયત્નો કરતા રહો. આપણને પણ જીવન જીવવાનો અને માણવાનો અધિકાર છે, કોઈ આપણી સામે દયાની નજરે જુએ જ કેમ? એટલા મજબૂત બની જાઓ કે કોઈ આપણી મદદ કરવા આપણી પાસે ન આવે પણ આપણા જીવનમાંથી પ્રેરણા લાવે આપણી પાસે આવે. આ પરિસ્થિતિમાં હું બસ અને ટ્રેઈનમાં મુસાફરી કરતો અને અમદાવાદથી સુરત અપડાઉન કરતો. પણ આજે મારી મહેનત રંગ લાવી છે ને!”

આજે કલ્પેશ પોતાની ઓફિસ ધરાવે છે જ્યાં આજે પણ તેઓ કામ કરે છે તો સાથે ઓફિસ સ્ટાફ પણ છે. જ્યારે કલ્પેશ તેમના જીવનમાં સંઘર્ષ કરી રહ્યાં હતાં ત્યારે જ એક NGO મારફતે દિપાલીના સંપર્કમાં આવ્યા જે આજે તેમના પત્ની છે. દિપાલીને પણ બંને પગે પોલિયો છે પરંતુ આ ખુશહાલ દંપતી તેમના જીવનમાં હંમેશા હર્ષ અને ઉલ્લાસથી રહે છે. આજે તેમના ૨ દીકરાઓ પણ છે જેમના માટે તેમના માતા-પિતા જ તેમના રોલ મોડેલ છે.

image


છેલ્લે કલ્પેશ સૌને મેસેજ આપવા માગે છે કે જીવનમાં ક્યારેય આશા ન છોડવી. મહેનત અને સંઘર્ષનો એક સુખદ અંત આવતો જ હોય છે. કલ્પેશના જ શબ્દોમાં તેમની લાગણી જાણીએ જાણીએ તો : “I have not been handicapped by my condition. I’m physically challenged and differently able.”

ત્યારે આપણે સૌ પણ કલ્પેશને શુભેચ્છા આપીએ અને તેઓ ‘મિસ્ટર વ્હિલચેર ઇન્ડિયા’વા વિજેતા બને તેવો વિશ્વાસ વ્યક્ત કરીએ. સાથે જ તેમણે ફેસબૂક પેજ પર વોટ કરી ‘Most Popular Guy’ બનાવીએ અને ગુજરાતનું ગૌરવ વધારીએ.

કલ્પેશ ને ‘Most Popular Guy’ સબટાઈટલ જીતાડવા અહીં ક્લિક કરો

Facebook page

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags