સંપાદનો
Gujarati

સાઇકલ રિપેર કરનારની દિકરીએ ફેશનની દુનિયામાં બનાવ્યું એક મોટું નામ, ‘યેલોફેશન’

14th Oct 2015
Add to
Shares
190
Comments
Share This
Add to
Shares
190
Comments
Share

આ વાતની શરૂઆત મધ્ય પ્રદેશના એક દૂરના વિસ્તારમાં આવેલા નાનકડાં અને ગુમનામ ગામ હતપીપલ્યાથી થાય છે. એક વ્યક્તિ ગામના તૂટેલા ધૂળીયા રસ્તાના કિનારે એક નાનકડી સાઇકલ રિપેરની દુકાનમાં કામ કરી રહ્યો છે અને તેની એક નાનકડી દિકરી ખૂણામાં બેસીને પોતાના પિતાને આકરી મહેનત કરતા જોઇ રહી છે.

પોતાના પિતાની કામ કરવાની લગન અને મહેનતને જોઇને તે નાનકડી છોકરી બાળપણમાં જ પોતાની જાત સાથે સંકલ્પ કરી લે છે કે એક દિવસ તે પોતાની મહેનત દ્વારા કઇક નવું કરીને બતાવશે અને પોતાના પિતાનું નામ રોશન કરશે. બસ, ભવિષ્યમાં આ દિકરી પોતાના સપના પૂરા કરવા માટે એક વ્યવસાયની શરૂઆત કરે છે અને આજે તે અનેક છોકરીઓ અને મહિલાઓના પારંપારિક વસ્ત્રોનું ડિઝાઇનિંગ કરતા ‘ઑનલાઇન ફેશન સ્ટોર Yellowfashion.inના સંસ્થાપકના રૂપે ઓળખાય છે.

image


જીવનની ગાથા રજૂ કરતી પલ્લવી

ઇન્દોરથી 50 કિ.મી. દૂર એક નાનકડા ગામમાં મોટી થયેલી પલ્લવીના નાનપણની યાદો ખૂબ જ ખુશહાલ રહી છે. જોકે તેમની બાળપણથી માત્ર એક જ ફરિયાદ છે કે તેમના ગામમાં ભણવા માટે કોઇ સારી સ્કૂલ નહોતી, અને જે સ્કૂલ હતી તે ભણતરની પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત હતી.

પલ્લવી જણાવે છે, ‘‘મારા માતા–પિતા શિક્ષણ અંગે ખૂબ જ જાગૃત હતાં. તેમણે હંમેશાં અમને અમારી મરજી પ્રમાણે આગળ વધાવા માટે પ્રોત્સાહિત કર્યા છે. અમારા ગામમાં શિક્ષણ માટે સારી સ્કૂલ ન હોવાથી તેમણે મને અને મારી બહેનને ભણતર માટે શહેરમાં મોકલ્યા હતાં.’’ પલ્લવીએ ઇન્દોરની દેવી અહિલ્યા વિશ્વવિદ્યાલય સંબંધિત એક ગુજરાતી કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી છે.

ભણતર બાદ થોડા જ સમયમાં તેમના લગ્ન થઇ ગયા અને તે બે બાળકોના માતા બન્યા. પરંતુ એક ઉદ્યમી બનવાનું તેમનું સપનું હજી પણ તેમની અંદર જીવતું હતુ. તેઓ પારંપારિક વસ્ત્રોનો એક ઑનલાઇન સ્ટોર શરૂ કરવા માંગતા હતાં. જેના માટે તેમણે ચૂપચાપ તૈયારી પણ શરૂ કરી દીધી.

ફેશન સ્ટોરની શરૂઆત એક નાનકડી દુકાન દ્વારા

પલ્લવીએ તેના પતિના સહયોગ દ્વારા ઘરની નજીક જ એક નાનકડી જગ્યા લઇને પોતાના કામની શરૂઆત કરી. કામની સાથે સાથે તે પોતાના બાળકોનું પણ ધ્યાન રાખી શકે તે માટે ઘરની નજીકની જગ્યા પસંદ કરવામાં આવી. શરૂઆતમાં પલ્લવીએ પોતે બનાવેલી વસ્તુના ફોટોશૂટ તથા અન્ય કામો માટે પોતાની બચત ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડના પૈસાનો પણ ઉપયોગ કર્યો. આ ઉપરાંત વિવિધ વેપારીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દીધી.

આ ઉદ્યોગ શરૂ કરવાનો આઇડિયા પલ્લવીને હોસ્પિલમાં આવ્યો હતો, જ્યારે તેમના હસબન્ડની એક સર્જરી થઇ હતી અને સારવાર બાદ તેમણે હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા હતાં.

પલ્લવી જણાવે છે, ‘‘મારા હસબન્ડ કંઇક નવું કામ કરવા આતુર હતા અને હું પણ હંમેશાં કોઇ બિઝનેસ કરવા માંગતી હતી. આવી પરિસ્થિતિમાં અમે બંનેએ પરસ્પર સહમતિથી સાથે મળીને કયો બિઝનેસ કરવો તે અંગે વિચાર કર્યો. વિચારોના અંતે ‘યેલોફેશન’ દુનિયાની સામે આવવા તૈયાર થઇ ગયું.”

‘યેલોફેશન’ જ નામ કેમ? કારણ કે આ કપલને ‘યલ્લો’ કલર વધારે પસંદ છે!

શરૂઆતમાં તો આ વિચાર ઘણો આકર્ષક હતો, પરંતુ સમય જતા તેમણે ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પહેલા ત્રણ મહિનાઓમાં તો તેમનો વ્યાપાર કાચબાની ગતિએ આગળ વધી રહ્યો હતો. માત્ર 20થી 25 સાડીઓના જ ઓર્ડર મળ્યા હતાં. જ્યારે તેમની દુકાન સાડીઓથી ભરેલી હતી. આ માટે હવે તેમણે બિઝનેસની રણનીતિ પર ધ્યાન આપવાની શરૂઆત કરી. એવું તો શું કારણ હતું કે 3 મહિનામાં માત્ર 20 સાડીઓનું જ વેચાણ! તેમણે સૌથી પહેલાં તો તેમની વેબસાઇટમાં સુધારો કર્યો અને વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો અને સાથે સાથે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર આપવાની પણ શરૂઆત કરી.

image


આ ઉપરાંત, એક બીજી એક બાબત પણ તેમના પક્ષમાં કારગત નીવળી. તેમની ઓફિસ એક રહેણાંક વિસ્તારમાં હોવાથી કોલોનીની મોટા ભાગની મહિલાઓ નવી નવી સાડીઓ જોવા માટે આવવા લાગી અને તેમાંથી કેટલીક મહિલાઓ સાડી ખરીદીને પણ જતી.

સફળતાનો સ્વાદ હવે મીઠો બનવા લાગ્યો!

ધીરેધીરે ‘યેલોફેશન’ સફળતાની સીડી ચઢવા લાગ્યું. તેમને પોતાનો બિઝનેસ સેટ કરવામાં સમય લાગ્યો પણ અત્યારના બ્રાન્ડ ફેશન જગતમાં તેઓ પોતાનું એક નામ બનાવવામાં સફળ રહ્યાં. હવે તેઓ પોતાના બિઝનેસને વિક્સાવવાનો વિચાર કરી રહ્યાં છે, આ ઉપરાંત, તેઓ સાડીની પણ અનેક નવી ડિઝાઇન્સ રજૂ કરવાનું વિચારી રહ્યાં છે. જેથી પ્રોફેશનલ મહિલાઓથી લઇને ગૃહિણી સુધીની દરેક મહિલાને પોતાની પસંદ મળી રહે. આ ઉપરાંત, મહિલાઓની પસંદ પ્રમાણે બ્લાઉઝ પણ તૈયાર કરવાનું વિચારી રહ્યાં છે.

પલ્લવી જણાવે છે, ‘‘પ્રારંભિક તબક્કે જ્યારે અમે કામની શરૂઆત કરી ત્યારે અમારી ટીમ ખૂબ જ નાની હતી અને અમારે જ બધા કામ કરવા પડતા હતાં. તે સમયે વિક્રેતાઓ સાથે વાતચીત કરતા સમયે, બાળકોને ભણાવતાં ભણાવતાં હું કસ્ટમર્સના સવાલોના જવાબ મોબાઇલ પર જ આપી દેતી. આ ઉપરાંત, અમે તે સમયે ગ્રાહકના સ્થળે જાતે જ ડિલિવરી કરવા જતાં હતાં. શરૂઆતના તબક્કામાં મુંબઇના એક ગ્રાહકને અમે વ્યક્તિગત ડિલિવરી કરી હતી. આજે પણ અમે મહિનામાં એકાદ વાર આવું કરીએ છીએ. જેના દ્વારા ગ્રાહકને નજીકથી જાણી અને સમજી શકાય છે. જેના દ્વારા ગ્રાહક અને અમારી વચ્ચે એક વ્યક્તિગત સંબંધ વિકસે છે જે આગળ જતાં સફળતાનું એક સારું ઉદાહરણ બની રહ્યું.’’

Add to
Shares
190
Comments
Share This
Add to
Shares
190
Comments
Share
Report an issue
Authors

Related Tags