સંપાદનો
Gujarati

ભણતાં ભણતાં સ્ટાર્ટઅપના મારા અનુભવો

4th Nov 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
(image credit: <a href=

(image credit:

ShutterStock)a12bc34de56fgmedium"/>

આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં વિદ્યાર્થીઓને ત્યાં સુધી અર્થોપાર્જન માટે કહેવાતું નથી જ્યાં સુધી તેના પરિવારની હાલત કફોડી ન થઈ જાય અથવા તો એમ કહીએ કે પરિવારને જરૂર ન હોય ત્યાં સુધી વિદ્યાર્થીને નોકરી માટે દબાણ કરાતું નથી. ભારતમાં આપણને ભાગ્યે જ જોવા મળે છે કે જ્યાં આર્થિક તંગી ન હોય તેવા પરિવારના છોકરાઓ અભ્યાસ કરવા દરમિયાન નોકરી પણ કરતા હોય. 

થોડા વર્ષ પહેલાં મેં એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો તે પહેલાં હું પણ તેવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. તેમ છતાં મારા પર પશ્ચિમી સંસ્કૃતિની અસર હતી જ્યાં ટીએજર્સ ગમે તે ધોરણમાં કે કોલેજમાં અભ્યાસ કરતા હોય પણ પોકેટમની માટે પાર્ટ ટાઈમ નોકરી તો કરતા જ હોય છે. મેં પણ તેમની જેમ મારી કોલેજની નજીક પાર્ટ ટાઈમ નોકરી શોધવાનું શરૂ કર્યું. મને ખાસ કંઈ મળ્યું નહીં. હું સાઉથ ઈન્ડિયાના ટીઅર-2 પ્રકારના શહેરમાં રહું છું.

હું થોડો નિરાશ થઈ ગયો. તેમ છતાં મને એમ લાગ્યું કે મારે કંઈક અલગ કરવું જોઈએ જેથી મારી પાર્ટ ટાઈમ નોકરી કરવાની જિજ્ઞાસા સંતોષાય. તે સમયે સ્ટાર્ટઅપ શરૂ કરવા મારા કેમ્પસની આસપાસ ટ્રેન્ડ સમાન હતું. મારી કોલેજમાં પણ એક આન્ત્રપ્રેન્યોરશિપનો અલાયદો વિભાગ હતો જે તે સમયે 20 જેટલા સ્ટાર્ટઅપને મદદ કરી રહ્યો હતો. તેના ડાયરેક્ટરે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા અથવા તો પરંપરાગત નોકરી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જેથી યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા વિકસે અને તેઓ આત્મનિર્ભર બનતા શીખે. મને ખરેખર આનંદની લાગણી થતી હતી કે હું તે કાર્યક્રમનો ભાગ બન્યો અને એવા મિત્રો પણ મેળવ્યા જે મારા જેવા જ વિચારો ધરાવતા હતા.

મારા મિત્રને વાંચવાનો સખત શોખ હતો અને તે કાયમ લાઈબ્રેરી અને મિત્રો પાસેથી પુસ્તકો લેવામાં સમસ્યાઓનો સામનો કરતો હતો. તેને એક સરસ વિચાર આવ્યો જેમાં વિદ્યાર્થીઓને ભાડે પુસ્તકો આપવામાં આવે. તેમના ઘરમાં જે પુસ્તકોનો ભરાવો થઈ ગયો હતો તે હવે આવકનું સાધન બનવા જઈ રહી હતી. મેં અને મારા મિત્રે ઘણી ચર્ચા-વિચારણાઓના અંતે એક બિઝનેસ પ્લાન બનાવ્યો અને અમારા આન્ત્રપ્રેન્યોરશિપ વિભાગના ડાયરેક્ટરની મદદથી 'ધ નોવેલ' સ્ટોર શરૂ કર્યો.

શા માટે નાના ઉંમરે સ્ટાર્ટઅપ?

શિખવા માટેઃ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં જે બાબતો શિખવા મળે છે અને જે તક મળે છે તે અન્ય કોઈ કામગીરીમાં મળતી નથી. માત્ર માર્કેટિંગ જ નહીં તેની સાથે સંકળાયેલી તમામ બાબતો તમને પડકાર આપે છે અને તેનાથી જ તમે રોજિંદા જીવનમાં વધુ ઘડાતા જાઓ છો. ઉદ્યોગસાહસિકતા વ્યક્તિને જીવનનું આતંરિક મૂલ્ય સમાજવે છે અને આંતરિક જીવનની સમજ આપે છે.

આવક માટેઃ કોલેજકાળમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાથી તમને મદદ તો મળે જ છે પણ તમે તમારા પોકેટમની જાતે જ કમાઈ શકો છો. તેનાથી આપણને આવક અને પૈસાનું મૂલ્ય પણ સમજાય છે.

જોખમ હોતું નથીઃ કોલેજકાળ દરમિયાન સાહસ કરવામાં ઓછું જોખમ રહેલું હોય છે. તે સમયે સામાન્ય જરૂરિયાતો જેવી કે નાની જગ્યા, ફર્નિચર કે ઈન્ટરનેટ તે ગમે ત્યાંથી અને સસ્તા ભાવે મળી રહે છે.

ઓલરાઉન્ડર બનવા માટેઃ બ્રાન્ડ બનાવવા માટે, બિઝનેસ પ્લાન બનાવવા માટે, સંપત્તિનું જતન કરવા માટે, વસ્તુ વેચવા માટે તમારે તમામ પ્રકારની આવડતની જરૂર હોય છે. નાની ઉંમરે કરવામાં આવતા આવા સાહસો દ્વારા તમને બધું જાતે જ અને એક સાથે શીખવા મળે છે. તેના કારણે વ્યક્તિ જીવનમાં ઓલરાઉન્ડર બની શકે છે.

ચતુરાઈથી કામ કરવાઃ દરેક વસ્તુના સંચાલનમાં માત્ર મહેનત નહીં સ્માર્ટ વર્કની પણ જરૂર હોય છે. કામ અને અભ્યાસને કયા સમયે કેટલો ભાર આપવો અને કોને પ્રાથમિકતા આપવી તે આવડી જાય તો અભ્યાસ અને કામ વચ્ચે સુસંગતતા સાધી શકાય છે.

ઝડપી વિકાસ માટેઃ શરૂઆતની નિષ્ફળતા મોટી હોતી નથી. ઉદ્યોગસાહસિકતા આપણને ઝડપી નિર્ણય લેવાનું અને તેને ઝડપી અમલમાં મુકવાનું શીખવે છે. કારણ કે આ તબક્કે તમે એકપણ તક ગુમાવો તે ગ્રાહ્ય નથી. આ સર્વાંગી વિકાસનું માધ્યમ છે.

સામાજિક થવાનો શ્રેષ્ઠ માર્ગઃ ઉદ્યોગસાહસિકતાનો અર્થ છે લોકો સાથે જોડાવું અને સંબંધોમાં સતત સુધારો કરતા રહેવું. કોલેજમાં ઉદ્યોગસાહસિક બનવાથી એક ફાયદો એ થાય કે તમારા પ્રાથમિક ગ્રાહકોમાં તમારા મિત્રો, અધ્યાપકો અને અન્ય લોકો હોય છે. તેના દ્વારા આપણી સામાજિક ક્ષમતાઓનો શ્રેષ્ઠ વિકાસ થાય છે.

'ધ નોવેલ સ્ટોર' દ્વારા અમે બંને ખૂબ જ સારા માણસ બની શક્યા અને એકબીજાના ગુણોના વિકાસમાં પરસ્પર મદદ પણ કરી શક્યા. અમે અત્યારે તમામ મુશ્કેલી અને ઈર્ષાથી દૂર અમારા જીવનને પહેલાં કરતા વધારે સારું અને આયોજનબદ્ધ રીતે જીવી રહ્યા છીએ. તે ઉપરાંત યોગ્ય રીતે જીવવાનો અને અર્થોપાર્જન કરવાનો સંદેશ લોકોને પહોંચાડીને આત્મસંતોષ અનુભવી રહ્યા છીએ. આગળ વધો અને સાહસમાં વિશ્વાસ રાખો.

અતિથિ લેખક- સૌરભ અલાગુંદગી, ઉદ્યોગસાહસિક, ધ નોવેલ સ્ટોર

અનુવાદક- રવિ ઈલા ભટ્ટ 

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags