વાર્તાને રસપ્રદ રીતે કહેવી કેમ જરૂરી છે અને કઈ રીતે 'સ્ટોરીટેલિંગ'ને બનાવશો તમારા જીવનનો ભાગ, જણાવે છે કથાલય!

વાર્તાને રસપ્રદ રીતે કહેવી કેમ જરૂરી છે અને કઈ રીતે 'સ્ટોરીટેલિંગ'ને બનાવશો તમારા જીવનનો ભાગ, જણાવે છે કથાલય!

Monday November 09, 2015,

5 min Read

વાર્તાકથન અથવા તો વાર્તા કહેવી એક કળા હોવા ઉપરાંત અન્ય લોકો સાથે સંવાદ સાધવા વિચારોને વ્યક્ત કરવા તેમજ દૃષ્ટાંત બિંદુનું એક સાધન છે. આ બાબતે એમ કહી શકાય કે આપણે બીજા પાસેથી જે જાણકારી મેળવીએ છીએ ચાહે તે મૌખિક હોય કે લેખિત તેમાંની મોટાભાગની એક વાર્તા તરીકે રજૂ કરવામાં આવે છે. 

image


આપણે ભૂતકાળની ઘટનાઓને પરસ્પર ઘટનાઓની એક શ્રેણી તરીકે જોઇએ છીએ કે જેને વિવિધ પાત્રો દ્વારા જીવવામાં આવી હોય છે. જે કથાઓ આપણે રોજ વિવિધ લોકો પાસેથી કે મીડિયા વગેરે માધ્યમો મારફતે સાંભળીએ છીએ તે આપણી વાસ્તવિકતાને એક રૂપ આપે છે. તે દુનિયા વિશેના આપણા વિચારોને આકાર આપવાનું કામ કરે છે. પણ એ એક આશ્ચર્યની વાત છે કે જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે વાર્તા તેમજ કથાવાંચનના ઇચ્છુક લોકો ગોખવાની પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ રાખે છે. જ્યારે પાત્ર અને તેનાં કૃત્યોને અલગ-અલગ શબ્દો અને પરિભાષાની મનફાવે તેવી યાદી સાથે જોડી દેવામાં આવે તો વાસ્તવિકતા તેનો અસલ અર્થ ખોઈ બેસે છે.

image


આભાર માનવો ઘટે કે ગીતા રામાનુજમ્ દ્વારા સ્થાપવામાં આવેલું કથાયલ આપણી જૂની લર્નિંગ સિસ્ટમનો એક વિકલ્પ આપે છે. છેલ્લાં લગભગ 18 વર્ષથી કથાલય શિક્ષકો, માતા-પિતા તેમજ વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ સાથે વાર્તા કહેવાની કળાનું વિસ્તરણ કરવા અને તેના માધ્યમથી સમાજની વચ્ચે એક સકારાત્મક પ્રભાવ ઊભો કરવાના કામને સફળતાપૂર્વક પાર પાડી રહ્યું છે.

આ કંપની શરૂ કરવાનો વિચાર ગીતાનાં મનમાં ત્યારે આવ્યો કે જ્યારે તેઓ એક શિક્ષિકા તરીકે કામ કરતાં હતાં. તે દરમિયાન તેઓ બીબાંઢાળ શિક્ષણ પ્રવૃત્તિ કરતાં હતાં જેના કારણે તેમને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર અરુચિ અને નીરસતા દેખાતી હતી. ગીતા કહે છે,

"હું કંઈક એવું કરવા માટે વિચારતી હતી કે જે બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો રસ જગાવે. જ્યારે હું નાની હતી ત્યારે મને મારાં પિતા મને ઇતિહાસના પાઠો વાર્તા સ્વરૂપે ખૂબ જ સરસ રીતે ભણાવતા અને સમજાવતા હતા."

હાલના સમયમાં કથાલય દેશનાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફરીને માતા-પિતા, શિક્ષકો, તેમજ વિવિધ એનજીઓના પ્રતિનિધિઓને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે આકર્ષક અને પ્રભાવી રીતે વાર્તા કઈ રીતે સંભળાવી શકાય. તેઓ કથાવાંચન સત્રો અને શિબિરોનું આયોજન કરે છે. 

વિદ્યાર્થીઓને વાર્તા સાથેનું જોડાણ હોવાનો અનુભવ કરાવવા માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત કેટલાક વિશિષ્ટ પદાર્થપાઠોની આસપાસ તૈયાર કરવામાં આવેલી પોતાની વાર્તાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. ગીતા જણાવે છે,

"વાર્તાઓ તથ્યપૂર્ણ હોય છે. જ્યારે અમે વાર્તા કહીને તથ્યોને એકીકૃત કરવામાં સફળ થઈએ છીએ અને બાદમાં તથ્યોને વર્ણવી શકીએ છીએ આ બધું શ્રોતાઓને જાગ્રત કરી દે છે. વાર્તામાં આગળ શું થવાનું છે તે અંગેની જિજ્ઞાસા લોકોને રહેતી હોય છે અને તે ખૂબ જ ક્રિયાશિલ હોય છે. તે આગળ વધતી રહે છે અને તેમાં ક્લાયમેક્સ હોય છે, કથાનક હોય છે અને તે આશ્ચર્યથી ભરેલી હોય છે."

તેમના આ કાર્યક્રમની સફળતા તેમજ લોકપ્રિયતાને ફળસ્વરૂપે જ્યારે દેશભરની ઘણી શાળાઓ કથાવાંચનને પોતાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું છે. કથાલયના આ કાર્યક્રમોનો મૂળ ઉદ્દેશ સામાજિક વિજ્ઞાનમાં બાળકોની સમજ અને રસ વધારવા માટે ધ્યાન આપવાનો છે. આ ઉપરાંત શબ્દાવલિ, પર્યાવરણ અંગેની જાગરૂકતા અને ભાષાનો વિકાસ પણ તેમના કાર્યક્રમોમાં સામેલ છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખતા તેમજ ગ્રામીણ વિસ્તારોની જરૂરીયાતોને પૂરી કરતાં જ્યાં અંગ્રેજી ભાષાનો વિકાસ નથી થયો ત્યાં સ્થાનિક ભાષામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ બધાંનાં પરિણામરૂપે એક એવું સ્તર સામે આવે છે કે જેમાં ભણનારા વિદ્યાર્થીઓ સક્રિયતાથી કામમાં લાગેલાં રહે છે અને સૌથી અગત્યનું એ છે કે તેઓ હકીકતે શીખવામાં સફળ રહે છે. ગીતા કહે છે,

"આ શ્રોતા અને કથાકાર વચ્ચે એક ભાવનાત્મક સંબંધ બનાવી દે છે. તે શ્રોતાઓનાં હૃદયને સ્પર્શી જાય છે કારણ કે આ તેમના ભાવનાત્મક પક્ષને સ્પર્શીને આવે છે."
image


કથાલયની શિક્ષણ રણનીતિ ભલે ગમે તેટલી પ્રભાવશાળી હોય પરંતુ જ્યારે કથાવાચન જેવી એક પ્રાચીન તેમજ કળાની પરંપરાનાં રૂપે સંરક્ષણની વાત આવે છે તો આજના ડિજિટલ યુગમાં તે ખૂબ જ પડકાર ભરેલું કામ બની જાય છે. ગીતા એ જોઇ રહી છે કે આ આધુનિક ટેકનિક આ કળા ઉપર કેટલી હાવી થઈ રહી છે. તે જણાવે છે,

"હવે વિદ્યાર્થીઓ અલગ-અલગ થઈ ગયા છે. મોટાભાગે તેઓ એક અક્ષરમાં પ્રત્યુત્તર આપે છે. તેઓ શબ્દોની વ્યાખ્યા નથી કરી શકતા કે પોતાની જાતને વ્યક્ત નથી કરી શકતા. મને લાગે છે કે આપણે આપણી વાત કરવાની કળાને ભૂલી રહ્યા છીએ."

આ બધાં કારણોસર કથાલય દ્વારા કરવામાં આવી રહેલું કામ વધારે અગત્યનું બની રહ્યું છે. તેને સમયસર ઓળખી લેતાં કથાલયે પોતાની એકેડમી ઓફ સ્ટોરી ટેલિંગની સ્થાપના કરી છે. જે કથાવાંચનનાં ક્ષેત્રે વિશ્વની એકમાત્ર માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. જો તમે એકેડમી સમજી શકશો તો તમને ખ્યાલ આવશે કે કથાલય માત્ર શિક્ષણનાં ક્ષેત્ર પૂરતું જ સિમિત નથી. એક અકાદમી દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ કાર્યક્રમ કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવનારા કથાવાચકો માટે ખુલ્લાં છે ચાહે તેઓ શિક્ષક હોય, એનજીઓના પ્રતિનિધિ હોય કે કોઈ મોટી કંપનીમાં કામ કરતા વ્યાવસાયિકો. ગીતા જણાવે છે કે દરેક વ્યક્તિની પસંદ-નાપસંદ હોય છે. તેમણે તેને શિક્ષણ તરીકે લેવાની જરૂર નથી. તેઓ તેમને પોતાનાં કાર્યક્ષેત્રમાં મૂલ્યવર્ધિત કરવા માટે ઉપયોગમાં લઈ શકે છે.

જે લોકોને કથાલયની પ્રાસંગિકતા અંગે શંકા હોય તો તેઓ બીજી વખત વિચાર કરી લે. તમે કોણ છો અને કયા ક્ષેત્રમાં છો તેની સાથે કોઈ લેવા-દેવા નથી. તમે માત્ર કથા સાંભળનારા છો. જે પણ વ્યક્તિ સંવાદની મહત્તાને સમજે છે માત્ર પોતાના વિચારને કહેવા કે સાંભળવા ઉપર વિશ્વાસ નહીં કરીને તેને સમજાવવા અને લાગુ કરાવવામાં વિશ્વાસ રાખે છે તેણે તેની વાર્તા કહેવાની ક્ષમતા અંગે ગંભીરતાથી વિચારવું જોઇએ. ગીતા ભાવનાત્મક થઈને કહે છે,

"જ્યારે તમે એક વાર્તા કહી રહ્યા હો છો ત્યારે તમને લાગે છે કે પેલી તરફ એ લોકો છે કે જે તમને સાંભળી રહ્યા છે તેનાથી પ્રેરાઈને તેઓ પોતાનાં હૃદયમાં કંઇકને કંઇક લઈ જઈ રહ્યા છે. અને તે ખૂબ જ શાનદાર અનુભવ હોય છે."

શું તમે પણ તમારી વાર્તા કહેવાની કળાને સુધારવા માગો છો? તો સંપર્ક કરો: કથાલય

લેખક- Will Sloan

અનુવાદક- YS ટીમ ગુજરાતી

અલગ અલગ ક્ષેત્રોની પ્રેરણાત્મક સ્ટોરીઝની માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો