સરિતા સુબ્રમનિયમનો 'બેકિંગ પ્રેમ'

સરિતા સુબ્રમનિયમનો 'બેકિંગ પ્રેમ'

Wednesday October 28, 2015,

4 min Read

બાળપણમાં સરિતા આતુરતાપૂર્વક રવિવારની બપોરની રાહ જોતા, કારણ કે રવિવારના દિવસે તેમની માતા, તેમના તથા તેમના ભાઈ માટે સરસ મજાનાં કેક તથા ડેઝર્ટ બનાવતાં હતાં. તે સિવાય, તેમના જન્મદિવસે તથા પારિવારિક ઉત્સવ નિમિત્તે પણ, તેમની માતા સ્વાદિષ્ટ કેક બનાવતાં હતાં.

ચેન્નઈની પ્રસિદ્ધ બેકરી, ‘ધ બેકર્સ નૂક’ના ફાઉન્ડર સરિતા સુબ્રમનિયમ કહે છે, “એવું કહેવું વધારે યોગ્ય રહેશે કે, અમારી માતા જ્યારે પણ કેક બનાવતાં, તે સમય અમારા માટે ખાસ પ્રસંગ બની જતો."

image


જેમ બધાં ભાઈ-બહેનો મોટા થયાં, તેમ તેઓ તેમની માતાને બેકિંગમાં મદદ કરવા લાગ્યાં. ભૂતકાળ યાદ કરતાં, સરિતા જણાવે છે, “આધુનિક સુવિધાના અભાવે, અમે હાથથી જ કામ કરવા પર નિર્ભર હતાં. હું અને મારો ભાઈ અમારી માતાને બટર અને શુગરની ક્રિમ બનાવવામાં મદદ કરતાં હતાં. વાસણમાં વધેલું ખીરું અમારા માટે એક મીઠું ઈનામ બની રહેતું."

સરિતાએ તેમની માતાનો હાથ ઝાલીને બેકિંગની દુનિયામાં પગ મૂક્યો હતો, અને આજે તેઓ જાતે એક કુશળ બેકર છે.

બેકિંગમાં વ્યવસાયિક રીતે ઝંપલાવ્યું

બાળપણમાં માતાને કેક બનાવવામાં મદદ કરવાના લીધે, સરિતાને ફૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણો રસ જાગી ઉઠ્યો હતો. તેમના કહેવા પ્રમાણે તેમણે સ્કૂલનું શિક્ષણ પુરું કર્યા પછી, કેટરિંગ સ્કૂલમાં જવાનો પ્રયાસ કર્યો, પણ તેનાં માટે કેટલાક લેવલની મેથેમૅટીક્સની ફોર્મલ ટ્રેઈનિંગની જરૂર હતી, જે હ્યૂમૅનિટિસની વિદ્યાર્થી રહેલી સરિતા પાસે નહોતી.

તેમ છતાં, તેઓ ઘરે કૂકિંગ તથા બેકિંગનો આનંદ માણતાં હતાં, તથા આવડતનો સદુપયોગ કરીને, બેકિંગમાં બધી જાતના પ્રયોગો પણ કરતા હતાં.

લગ્ન બાદ, બે બાળકોના જન્મ પછી, સરિતા પાસે સમય જ નહોતો. તેઓ જણાવે છે, “મારી પુત્રીએ સ્કૂલ જવાનું શરૂ કરી દીધું હતું, અને મારા નાના પુત્રને સાચવવા માટે ઘરમાંથી મદદ મળી જવાના લીધે, મેં ફરી એકવાર મારા મનપસંદ કામ, બેકિંગની શરૂઆત કરી."

વર્ષ 1994માં, પરિવારના આગ્રહ બાદ સરિતાએ ‘ક્રન્ચ ઍન્ડ મન્ચ’ નામ સાથે, એક નાનો હોમ કેટરિંગ વ્યવસાય શરૂ કર્યો, જેમાં તેઓ ચેન્નઈના અન્નાનગર તથા કિલપૌકનાં ગ્રાહકોને ચાઈનીસ, કૉન્ટિનેન્ટલ ફૂડ, કેક્સ, કૂકીસ અને ડેઝર્ટ્સ સપ્લાય કરતાં હતાં. તે સમયે, આવાં વ્યનજનોની અવેરનેસના અભાવે, ચેન્નઈ ધીરે-ધીરે આવાં વ્યંજનો પ્રત્યે સજાગ થઈ રહ્યું હતું.

સરિતા જણાવે છે, “કેક્સ ઍન્ડ બેક્સનાં લીધે, ફ્રેશ ક્રિમ કેક્સ વિશે શહેરમાં ઉત્સુકતા ઘણી વધી ગઈ હતી, અને લોકો બ્લેક ફૉરેસ્ટ, પાઈનઍપ્પલ ફ્રેશ ક્રિમ, નૌગટ વગેરેની લિજ્જત માણી રહ્યાં હતાં. આનો મતલબ એ હતો, કે મારો નાનકડો વ્યવસાય, આ ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યો હતો, કારણ કે રમતનું મેંદાન પણ ઘણું નાનું હતું."

એવા ઘણાં લોકોનું એક ગ્રુપ પણ હતું જે, તેમના પરિવાર અને પોતાના માટે ઘરે જ આવી વાનગીઓ બનાવતાં શીખવા માંગતાં હતાં. સરિતા માટે બીજો અધ્યાય એ હતો કે, તેઓ આવા લોકો માટે ક્લાસીસ ચલાવે. બસ, પછી સરિતાએ બેકિંગ ક્લાસીસની શરૂઆત કરી, જેમાં નાની-નાની બેચમાં લોકોને સાદા કેક, કૂકિસ, કૉન્ટિનેન્ટલ અને ચાઈનીસ રેસિપી શીખવાડવામાં આવતી.

image


વર્ષ 1996 સુધી બધું સારું ચાલી રહ્યું હતું પણ, પરિવારમાં અચાનક આવેલાં બદલાવે, તેમના કેટેરિંગના વ્યવસાયને અટકાવી દીધો. સરિતાનાં પતિએ વિદેશ જવું પડ્યું અને સરિતાએ પોતાના પ્રિય વ્યવસાયને છોડીને અન્ય વ્યવસાયમાં જોડાવું પડ્યું.

તેમની પૅશનને તેમનાથી અલગ કરવું ઘણું મુશ્કેલ હતું, અને તેથી સરિતાએ તેમના પરિવાર તથા મિત્રો માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવાનું ચાલુ રાખ્યું. પછી ફેસબૂક પર ‘હોમ બેકર્સ ગિલ્ડ’ ગ્રુપ દ્વારા તેમને બેકિંગ તરફ પાછા ફરવાનું પ્રોત્સાહન મળ્યું. “તે ગ્રુપના મેમ્બર્સની પોસ્ટ્સે, ફૂડ ઈન્ડસ્ટ્રી પ્રત્યેનાં મારા પ્રેમને ફરી જગાવ્યો. હવે વર્ષ 1996 થી અત્યાર સુધીમાં આવેલાં બદલાવો વિશે પોતાને શિક્ષિત કરવાનો પડકાર હતો. મારે હવે નવી પદ્ધતિ તથા સામગ્રીથી સુસજ્જ થવાનું હતું અને માર્કેટની ડિમાન્ડને સમજવા માટે ઘણું વાંચવાનું હતું. મેં કેક ડેકોરેશન, ફોન્ડૅન્ટ મૉડેલિંગ, આઈસિંગ વર્કશોપ વગેરેના ક્લાસીસ લેવાનું શરૂ કર્યું."

સુસજ્જ થયાં પછી, સરિતાએ 2014નાં મે મહિનામાં ‘ધ બેકર્સ નૂક’ ની શરૂઆત કરી. સરિતા માટે, વ્યવસાયિક અને વ્યકતિગત રીતે આ એક મોટું સ્ટેપ હતું, કારણ કે, આખરે તેઓ એ કામ શરૂ કરવા જઈ રહ્યાં હતાં, જેને તેઓ ખૂબ ચાહતા હતાં. તેમના બાળકો પણ હવે મોટા થઈ ગયાં હતાં અને પોતાનું ધ્યાન રાખી શકતાં હતાં, જેનો મતલબ એ હતો કે, સરિતા હવે તેમનો પુરો સમય તથા સંસાધનોને તેમના નવાં વ્યવસાયમાં સમર્પિત કરી શકતાં હતાં.

ધ બેકર્સ નૂક

સરિતા માટે બેકર્સ નૂકમાં પાછલાં એક વર્ષની યાત્રા, સંતોષજનક રહી છે. અત્યાર સુધી, તેઓ ચાર બેક સેલ્સમાં ભાગ લઈ ચૂક્યાં છે, જેમાં 2014નાં ડિસેમ્બર મહિનામાં તેઓ હોમ બેકર્સ ગીલ્ડનાં પ્રતિષ્ઠિત ઍન્યૂઅલ બેક સેલમાં પણ ભાગ લઈ ચૂક્યાં છે. સરિતા જણાવે છે કે, “દરેક સ્પર્ધાએ મને અમૂલ્ય અનુભવ આપ્યો છે. જેમાં માર્કેટને સારી રીતે સમજવાની સાથે-સાથે, બેકર્સ મિત્રો સાથે પણ જોડાવા માટે મદદ મળી છે. કેક ડેકોરેશનની દુનિયામાં, માર્કેટની માંગ તથા ટ્રેન્ડસને સમજીને મારી કુશળતાને અપગ્રેડ કરવાને લીધે, કંઈક નવું શીખવાની મારી યાત્રા અવિરત ચાલી રહી છે ."

કપકેક્સ અને કેક્સ બનાવવાં, તથા ફોન્ડેન્ટ અને શુગર દ્વારા વિવિધ ડેકોરેશનની સાથે, સરિતા બેક કરેલી વિવિધ આઈમ્સ બનાવે છે. પછી તે હેલ્ધી મફિનસથી લઈને કૂકિસ હોય, પાઈ, ડેઝર્ટ કપ્સ, ડેઝર્ટ જાર તથા લહેજતદાર વાનગીઓ જેમ કે, ક્વિચિસ, બ્રૅડ્સ, રસ્ટિક સ્ટફ્ડ બ્રૅડ્સ, બન્સ અને રોલ્સ. સરિતાની ‘ડિપ્સ’ ની પણ એક રેન્જ છે જે ઘણી જ પોપ્યૂલર થઈ ગઈ છે. તમની બનાવેલી વાનગીઓ, મેયોનીસ અને કેચઅપ કરતાં ખરેખર હેલ્ધી વિકલ્પ છે.

સારી બેક્ડ વાનગીઓને સતત શોધતાં સરિતા કહે છે કે, બે અલગ વેન્ચર્સને એક સાથે ચલાવવા ઘણાં મુશ્કેલ છે, એક ‘ધ બેકર્સ નૂક’ અને બીજું છે, ટેક્ટા સઈલ લેધર અને કૉસ્મેટિક્સ ટૅસ્ટિંગનું.

પણ આ કામને હું કોઈ પણ હાલમાં નહી છોડું” સરિતા છેલ્લે જણાવે છે.