સંપાદનો
Gujarati

અમદાવાદી યુથનું સ્ટાર્ટઅપ OoWomaniya.com એક ક્લિક પર જ મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓનું લાવે છે સમાધાન!

Khushbu Majithia
1st Apr 2016
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

તેઓ અવારનવાર રસ્તાઓ પર બુલેટ ચલાવતી નજરે ચઢે છે, આજકાલ તો ટેક્સીની ડ્રાઈવિંગ સીટ પર પણ જોવા મળે છે તો કોઈક વાર મેડીકલ સ્ટોર પર કૉન્ડોમ ખરીદતી પણ જોવા મળે છે. શરમ, લોકો શું કહેશે અને બધાથી અલગ દેખાવના ડરથી આજની નારી ડરતી નથી. હવે એ સમય આવી ગયો છે કે દિવસે ને દિવસે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. અને આ માત્ર કોઈ દેખાડાની કે માત્ર વાતો કરવાની બાબત નથી પણ પોતાના સ્વાસ્થ્ય માટે પણ મહિલાઓ પહેલા કરતા જાગરૂક થઇ છે.

image


યંગ ગર્લ્સ, યંગ મોમ્સ કે મિડ એજ પર પહોંચેલી મહિલાઓ, સૌ કોઈ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપે છે. આજની મહિલાઓ માટે માત્ર બાહ્ય દેખાવ જ મહત્ત્વનો નથી પરંતુ સારું સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્ત્યનું બની ગયું છે. અને આજના સમયની આજ જરૂરિયાત સમજીને જ અમદાવાદના સ્નેહ ભાવસાર અને કૃતિકાએ OoWomaniya.com ઓનલાઈન પોર્ટલની શરૂઆત કરી.

image


OoWomaniya.com એક એવું પોર્ટલ છે જેના પર મહિલાઓ સ્વાસ્થ્યને લગતી ઘણી માહિતી આર્ટિકલ્સ, બ્લોગ્સ સ્વરૂપે મેળવી શકે છે. રોજીંદી અપડેટ્સ તો ખરી જ, પણ સાથે સાથે કોઈ પણ યુવતી કે મહિલા પોતાના સ્વાસ્થ્યને લગતી સમસ્યા આ પોર્ટલના એક્સપર્ટ્સ અને ડૉક્ટર્સને પૂછીને સમાધાન મેળવી શકે છે. હાલ OoWomaniya સાથે 170 ડૉક્ટર્સ અને કાઉન્સેલર્સ જોડાયેલા છે જે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સમાધાન ઘર બેઠાં જ આપે છે. 

image


આ રીતે થઇ શરૂઆત...

જોકે જ્યારે વર્ષ 2013માં સ્નેહ અને કૃતિકાએ OoWomaniyaની શરૂઆત કરી ત્યારે તેમની સાથે માત્ર 10 ડૉક્ટર્સ અને કાઉન્સેલર્સ જોડાયેલા હતા જે આંકડો સમય જતાં આજે 170 સુધી પહોંચી ગયો છે. OoWomaniyaની શરૂઆત કરતા પહેલા સ્નેહ અને કૃતિકાએ 20 મહિલાની એક વર્કશોપ યોજી હતી જેમાં તેઓ મહિલાઓની સવાસ્થ્યને લગતી સમસ્યાઓથી વાકેફ થયા હતા. વિવિધ ઉંમરની મહિલાઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. જોકે આ દરમિયાન સ્નેહ અને કૃતિકાને માલૂમ પડ્યું કે આ મહિલાઓને શારીરિક સમસ્યાઓની સાથે સાથે લાગણીઓ અને સંબંધોને લગતી સમસ્યાઓ પણ પરેશાન કરી રહી હતી. અને ત્યારબાદ પૂરતું રીસર્ચ કર્યા બાદ OoWomaniyaની શરૂઆત કરવામાં આવી. 

image


મહિલાઓ અને યુવતીઓ માટે એક એવી ઓનલાઈન સ્પેસ ઉભી કરવામાં આવી જ્યાં તેઓ પોતાની કોઈ મૂંઝવણ શેર કરી શકે છે, સલાહ માગી શકે છે અને સારું સ્વાસ્થ્ય મેળવી શકે છે. ગણતરીની મિનીટ્સમાં જ OoWomaniyaના ડૉક્ટર્સ અને કાઉન્સેલર્સ તમને સાંભળવા અને તમને માર્ગદર્શન આપવા હાજર થઇ જાય છે. 

41% સવાલો સેક્સ અને પ્રેગનેન્સીને લગતા

મહિલાઓ તરફથી આવતા સવાલો અને સમસ્યા અંગે સ્નેહના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધીમાં જેટલા સવાલો અને મૂંઝવણ મહિલાઓ અને યુવતીઓએ OoWomaniya પર શેર કરી છે તેમાંથી 41% સલાહમસલત સેક્સ અને પ્રેગનેન્સીને લગતી હોય છે. જેમાં સામાન્યપણે મહિલાઓ પ્રેગનેન્સી પ્લાન કરવા અંગે, અનપ્લાન્ડ પ્રેગનેન્સી વિશે, STDs, IVF, અબોર્શન, મિસકેરેજને લગતા સવાલો કરે છે. OoWomaniya એક ઓનલાઈન પ્લેટફોર્મ હોવાના કારણે અહીં સમસ્યાઓ રજૂ કરતી યુવતીઓ અને મહિલાઓની ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી 35 વર્ષ વચ્ચેની હોય છે.10%થી વધુ યુવતીઓ અને મહિલાઓ વજન ઘટાડવા અંગેના સવાલો કરે છે. અહીં એ બાબત પણ રસપ્રદ છે કે આ પોર્ટલ પર આવતી મહિલાઓ માત્ર મેડીકલને લગતા સવાલો જ નથી કરતી પરંતુ પોતાના મિત્રો, પરિવાર સાથેના સંબંધો તેમજ લગ્નજીવનને લગતા સવાલો પણ કરે છે.

ટૂંક સમયમાં ios પર મોબાઈલ એપ

ઓનલાઈન પોર્ટલ બાદ હાલ OoWomaniya.comની એન્ડ્રોઇડ મોબાઈલ એપ પણ લોન્ચ કરાઈ છે. જયારે કે આગામી ૩ મહિનામાં ios પર પણ મોબાઈલ એપ ઉપલબ્ધ હશે. જેથી સૌ કોઈ આંગળીના ટેરવે જ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકે છે. 

image


OoWomaniyaના CEO અને કૉ-ફાઉન્ડર સ્નેહ તેમના ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવે છે,

"હાલ અમે નેક્સ્ટ રાઉન્ડનું ફંડ મેળવવાના પ્રયાસોમાં છીએ. એ ફંડથી અમે મોબાઈલ એપ પર વધુ ધ્યાન આપી શકીશું સાથે જ હાલ જે અમારી 7 લોકોની ટીમ છે તેને ૩૦ ટીમ મેમ્બર્સ સુધી પહોંચાડવા માગીએ છીએ. ભવિષ્યમાં મહિલાઓના સ્વાસ્થ્યને લગતી વધુ ને વધુ માહિતી ભેગી કરી તેને લાઈવ કરવાની અમારી યોજના છે."

ખૂબ જ થોડા સમયગાળામાં OoWomaniya પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યું છે તેમ કહી શકાય. હાલ આ ઓનલાઈન પોર્ટલ દ્વારા દિવસની 10 થી 12 મહિલાઓની સમસ્યાના નિવારણ માટે તેમણે રાહ દેખાડવામાં આવે છે. જ્યારે કે દર મહીને 50 હજારથી 60 હજાર લોકો સાઈટની મુલાકાત લે છે.

સાથે જ OoWomaniyaની ટીમ એ ખાતરી આપે છે કે અહીં કંઈ પણ શેર કરાતી માહિતી કે પૂછાતો સવાલ ખાનગી અને સુરક્ષિત રહે છે જેથી ગમે ત્યારે, ગમે ત્યાંથી કોઈ પણ મહિલા કે યુવતી કોઈ પણ ચિંતા વગર પોતાની મૂંઝવણ અહીં રજૂ કરી શકે છે.

એક સવાલ પૂછી શકો છો ફ્રીમાં!

જ્યાં સુધી તમને કોઈ એક સવાલ કે સમસ્યા છે ત્યાં સુધી તમે ફ્રીમાં માર્ગદર્શન મેળવી શકો છો. પણ જો એક કરતા વધારે સવાલ કે ફોલોઅપ હોય તો તમારે પોર્ટલના પેઈડ વર્ઝનમાં જવું પડે છે. જોકે સ્નેહના કહેવા પ્રમાણે મોટાભાગની સમસ્યાઓનું સમાધાન એક જ સવાલમાં મળી જતું હોય છે.

image


આજના સમય, જરૂરીયાત પ્રમાણે ઉપયોગી પોર્ટલ

આમ પણ હવે એ સમય આવી ગયો છે કે વર્કિંગ વિમેન શાકમાર્કેટમાં શાક લેવા જાય તેના કરતા મોબાઈલ એપ મારફતે જ શાક ખરીદવાનું પસંદ કરે છે. રોજબરોજની મોટા ભાગની જરૂરીયાતો જ્યારે આંગળીના ટેરવે જ પૂરી કરી શકાય છે ત્યારે મહિલાઓને પણ હવે ઓનલાઈન કે મોબાઈલથી ખરીદી કરવાની કે પોતાની લાઈફ સરળ બનાવવાની આદત પડી રહી છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઓફીસ અને પરિવારમાંથી સમય કાઢી લેડી પોતાની હેલ્થ માટે ઘરની બહાર નીકળી ડૉક્ટર કે કાઉન્સેલર પાસે જવાના પણ બહાના શોધતી હોય છે તેવામાં OoWomaniya મહિલાઓ અને યુવતીઓને તેમના ઘર કે ઓફીસમાં બેસીને જ તેમણે મૂંઝવતી સમસ્યાઓની સમાધાન લાવી આપે છે જેથી તેની લોકપ્રિયતા તો વધવાની જ. જોકે હજી પણ કેટલીક મહિલાઓ ઈન્ટરનેટનો વપરાશ તો કરે છે પરંતુ રોજબરોજની વસ્તુઓ અને જરૂરીયાતો જાતે બહાર નીકળીને જ પૂરી કરવામાં માને છે, તેવી મહિલાઓને આ પોર્ટલ કે મોબાઈલ એપ સુધી લાવવી તે પણ એક પડકાર છે.

Website

Facebook Page

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો