સંપાદનો
Gujarati

વડાપ્રધાન મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક્શન પ્લાનની જાહેરાત કરીઃ સ્ટાર્ટઅપના નફાને ત્રણ વર્ષ સુધી આવકવેરામાંથી મુક્તિ

16th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

આજે સાંજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં દેશના યુવાનો અને ઉદ્યોગસાહસિકોની આતુરતાનો અંત આવી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા એનડીએ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. તેમાં વડાપ્રધાને સરકાર સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહક બનશે અને લાઇસન્સ રાજનો અંત લાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસો માટે એપ્રિલ, 2016 પછી સ્થાપિત થનાર સ્ટાર્ટઅપના નફાને આવકવેરામાંથી મુક્તિ આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

image


વડાપ્રધાન મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક્શન પ્લાનની જાહેરાત કરતાં કહ્યું,

"સરકાર બૌદ્ધિક સંપત્તિ (આઇપી) અને યુવા સંપત્તિ (વાયપી)નો સમન્વય કરશે. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા 1 એપ્રિલ, 2016 પછી સ્થાપિત થનાર સ્ટાર્ટઅપ્સના નફાને ત્રણ વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે. સમાજના તમામ વર્ગોમાં નવીનતા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા નેશનલ ક્રેડિટ ગેરેન્ટી ટ્રસ્ટ કંપની/સિડબી દ્વારા ક્રેડિટ ગેરન્ટી વ્યવસ્થા સ્થાપિત કરવામં આવશે. આ માટે આગામી ચાર વર્ષ માટે દર વર્ષે રૂ. 500 કરોડનું ભંડોળ બજેટમાં ફાળવવામાં આવશે."

તેમણે નવા સ્ટાર્ટઅપને વેગ આપવા સરકારની નીતિ વિશે જણાવ્યું હતું કે, “ઉત્પાદન ક્ષેત્રમાં અનુભવી સ્ટાર્ટઅપ અને નવા સ્ટાર્ટઅપને સ્પર્ધા કરવા સમાન તકો પ્રદાન કરવા ધિરાણ આપતી વખતે અનુભવી કે ટર્નઓવર જેવા માપદંડોને ધ્યાનમાં રાખવામાં નહીં આવે અને ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ માપદંડો પર મજબૂત નવા સ્ટાર્ટઅપ્સને પણ અનુભવી સ્ટાર્ટઅપ્સ જેટલું જ ધિરાણ પ્રદાન કરવામાં આવશે.”

સ્ટાર્ટઅપ્સ માટે પેટન્ટના નિયમો હળવા બનાવવાની જાહેરાત કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, 

“સ્ટાર્ટઅપ્સે દાખલ કરેલી પેટન્ટ પર પ્રક્રિયા કરવા માટે ઝડપી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમની અરજીઓને ઝડપથી વિચારવામાં આવશે અને શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ દ્વારા દાખલ થતી પેટન્ટ અરજી પર 80 ટકા છૂટ આપવામાં આવશે, જેથી સ્ટાર્ટઅપ પ્રારંભિક મહત્ત્વપૂર્ણ વર્ષોમાં ખર્ચ ઘટાડી શકશે.”

તેમણે ઉમેર્યું, 

"જો ભારતમાં લાખો સમસ્યા છે, તો તેનું સમાધાન કરવા એક અબજથી વધારે ભારતીયો પણ છે. જે દેશમાં 80 કરોડ યુવાનો હોય અને વિપુલ તકો હોય, તે દેશ માટે કંઈ અશક્ય નથી. આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. આપણે નોકરી શોધવાને બદલે રોજગારદાતા બનવાની જરૂર છે. જો કોઈ સ્ટાર્ટઅપ 5 લોકોને પણ રોજગારી આપે તો તે આ દેશના વિકાસમાં પ્રદાન કરે છે. આ દેશની પ્રજાના લોહીમાં નવીનતા અને રચનાત્મકતા છે. આપણા ખેતરોમાં વીજળી વિના મોટરસાયકલથી પમ્પ ચાલે છે."
image


એક્શન પ્લાનની મહત્ત્વપૂર્ણ બાબતોઃ

એન્યુઅલ ઇન્ક્યુબેટર ગ્રાન્ડ ચેલેન્જ – ભારતમાં વૈશ્વિક કક્ષાના સફળ સાહસો ઊભા કરવા માટે સાથસહકાર આપશે. ભારત સરકારે 10 સાહસોની ઓળખ અને પસંદગી કરી છે, જે વિશ્વ કક્ષાના બનવાની સંભવિતતા ધરાવે છે. આ સાહસોને ભારત સરકાર નાણાકીય સહાય પેટે રૂ. 10 કરોડ આપશે.

ઇનોવેશન ફોકસ્ડ પ્રોગ્રામ ફોર સ્ટુડન્ટ્સ – નવીનતા કેન્દ્રિત કાર્યક્રમ શાળાના બાળકોને લક્ષ્યાંક બનાવશે અને 5 લાખ શાળાઓમાંથી 10 લાખ નવીન વિચારો મેળવવામાં આવશે.

નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ કેન્દ્રોમાંથી 20 વિદ્યાર્થીઓને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે. આ સહાય મેળવવા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાશે.

ઉચ્ચતર આવિષ્કાર યોજના આઇઆઇટીના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધનને પ્રેરિત કરશે અને આ માટે દર વર્ષે રૂ. 250 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે.

બાયોટેકનોલોજીમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા 5 નવા બાયોક્લસ્ટર્સ, 50 નવા બાયો ઉદ્યોગસાહસો, 150 ટેકનોલોજી ટ્રાન્સફર ઓફિસ અને 20 બાયો કનેક્ટ ઓફિસ સ્થાપિત કરવામાં આવશે.

રાષ્ટ્રીય સંસ્થાઓમાં નવીનતા માટે 31 કેન્દ્રો, 13 સ્ટાર્ટઅપ કેન્દ્રો અને 18 ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવામાં આવશે.

આઇઆઇટી મદ્રાસમાં રિસર્ચ પાર્ક પર 7 નવા રિસર્ચ પાર્ક મોડલની સ્થાપના કરવામાં આવશે – સરકાર 7 નવા રિસર્ચ પાર્ક સ્થાપિત કરવામાં આવશે – આઇઆઇટી સંસ્થાઓમાં 6, આઇઆઇએસ સંસ્થાઓમાં 1 – તે દરેક પાર્કમાં રૂ. 100 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પાર્ક કંપનીઓને શૈક્ષણિક/સંશોધન સંસ્થાઓને કુશળતા વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવશે.

  • સંસ્થાઓમાં 35 નવા ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરવા – આ માટે 40 ટકા ફંડ (મહત્તમ રૂ. 10 કરોડ) ભારત સરકાર પ્રદાન કરશે, બાકી 40 ટકા રાજ્ય સરકાર પ્રદાન કરશે અને 20 ટકા ફંડ ખાનગી ક્ષેત્ર પાસેથી મેળવવાનું રહેશે.

અટલ ઇનોવેશન મિશન (એઆઇએમ) – ઉદ્યોગસાહસિકતાને નીચેની રીતે પ્રોત્સાહન આપવામાં આવશે

  • ચોક્કસ ક્ષેત્રમાં ઇન્ક્યુબેટર્સ સ્થાપિત કરીને
  • વિવિધ યુનિવર્સિટીમાં 3ડી પ્રિન્ટર્સ સાથે 500 ટિન્કરિંગ લેબ્સની સ્થાપના
  • સંભવિત ઉદ્યોગસાહસિકોને પ્રિ-ઇન્ક્યુબેશન તાલીમ
  • વર્તમાન ઇન્કયુબેશન સુવિધાઓને મજબૂત કરવી
  • ઊંચી વૃદ્ધિ ધરાવતા સ્ટાર્ટઅપ્સને ફંડિંગ પ્રદાન કરવું

નવીનતાને આ રીતે પ્રોત્સાહન આપવામાં આવશેઃ

  • ઇનોવેશન એવોર્ડ્સ (રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દીઠ 3) અને 3 રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવા
  • જાગૃતિ લાવવા સ્ટેટ ઇન્નોવેશન કાઉન્સિલ માટે સહકાર આપવો અને રાજ્ય સ્તરે વર્કશોપ/કોન્ફરન્સનું આયોજન કરવું
  • ભારતની વિવિધ સમસ્યાઓનો ઉકેલ ઓછા ખર્ચ અને નવીનતા સાથે રજૂ કરતા સ્ટાર્ટઅપ માટે ગ્રાન્ડ ઇન્નોવેશન ચેલેન્જ એવોર્ડ્સ શરૂ કરવો

ફેર માર્કેટ વેલ્યુ (એફએમવી)થી વધારે રોકાણ પર કરવેરામાં છૂટછાટ – સ્ટાર્ટઅપ્સમાં ફેર માર્કેટ વેલ્યુથી વધારે રોકાણ કરવા વેન્ચર કેપિટલ ફંડ્સને કરવેરામાં છૂટછાટ આપવામાં આવશે.

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા 1 એપ્રિલ, 2016 પછી સ્થાપિત થનાર સ્ટાર્ટઅપ્સના નફાને ત્રણ વર્ષ માટે આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરેન્ટી ફંડ – સમાજના તમામ વર્ગોમાં નવીનતા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા નેશનલ ક્રેડિટ ગેરેન્ટી ટ્રસ્ટ કંપની/સિડબી દ્વારા ક્રેડિટ ગેરન્ટી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવશે. આ માટે આગામી ચાર વર્ષ માટે દર વર્ષે રૂ. 500 કરોડનું ભંડોળ બજેટમાં ફાળવવામાં આવશે.

ઉત્પાદન ક્ષેત્રમાં અનુભવી સ્ટાર્ટઅપ અને નવા સ્ટાર્ટઅપને સ્પર્ધા કરવા સમાન તકો પ્રદાન કરવા ધિરાણ આપતી વખતે અનુભવી કે ટર્નઓવર જેવા માપદંડોને ધ્યાનમાં રાખવામાં નહીં આવે અને ગુણવત્તાયુક્ત અને ટેકનિકલ માપદંડો પર મજબૂત નવા સ્ટાર્ટઅપ્સને પણ અનુભવી સ્ટાર્ટઅપ્સ જેટલું જ ધિરાણ પ્રદાન કરવામાં આવશે.

સરકાર બૌદ્ધિક સંપત્તિ (આઇપી) અને યુવા સંપત્તિ (વાયપી)નો સમન્વય કરશે. સ્ટાર્ટઅપ્સે દાખલ કરેલી પેટન્ટ પર પ્રક્રિયા કરવા માટે ઝડપી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેમની અરજીઓને ઝડપથી વિચારવામાં આવશે અને શક્ય તેટલી ઝડપથી નિકાલ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ દ્વારા દાખલ થતી પેટન્ટ અરજી પર 80 ટકા છૂટ આપવામાં આવશે, જેથી સ્ટાર્ટઅપ પ્રારંભિક મહત્ત્વપૂર્ણ વર્ષોમાં ખર્ચ ઘટાડી શકશે.

મોબાઇલ એપ પર 1 દિવસમાં સ્ટાર્ટઅપ શરૂ કરો – સરકાર અને નિયમનકારી સંસ્થાઓને માહિતી પ્રદાન કરવા અને આદાનપ્રદાન કરવા એક મોબાઇલ એપ બનાવવામાં આવશે, જે એપ્રિલ, 2016થી ઉપલબ્ધ થશે. તેનાથી એક જ દિવસમાં સ્ટાર્ટઅપ કંપનીઓ/ભાગીદાર કંપનીઓનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ એપ મારફતે સ્ટાર્ટઅપ્સ વિવિધ મંજૂરીઓ મેળવા, રજિસ્ટ્રેશન કરવા વિવિધ દસ્તાવેજો ઓનલાઇન ફાઇલ કરી શકશે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ – સંપૂર્ણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવા સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ ઊભો કરવામાં આવશે. આ એક પ્રકારનું સેટઅપ હશે અને ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન પ્રદાન કરશે.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags