ગો... ફંડ યોરસેલ્ફ, વિશબેરીનાં અંશુલિકા દુબે તરફથી 'ક્રાઉડ ફન્ડિંગ' માટેની 10 ટિપ્સ

ગો... ફંડ યોરસેલ્ફ, વિશબેરીનાં અંશુલિકા દુબે તરફથી 'ક્રાઉડ ફન્ડિંગ' માટેની 10 ટિપ્સ

Saturday May 21, 2016,

6 min Read

ભારતમાં આર્ટ પ્રોજેક્ટ માટે ક્રાઉડ ફન્ડિંગ મારફતે નાણાં મેળવવામાં આવ્યું હોય તેનું પ્રથમ અને શ્રેષ્ઠ ઉદાહરણ શ્યામ બેનેગલની મંથન ફિલ્મ છે. આ ફિલ્મ માટે વર્ષ 1976માં પાંચ લાખ ખેડૂતો પાસેથી રૂ. 2-2 મેળવવામાં આવ્યા હતા. ફિલ્મકાર માનવ કૌલે પોતાની ફિલ્મ આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ પાર્ટ 2 માટે રૂ. 41 લાખ મેળવ્યા. આ ભંડોળ તેણે ક્રાઉડ ફન્ડિંગ સાઇટ વિશબેરી મારફતે મેળવ્યા છે.

કલાકારોને ક્રાઉડ ફન્ડિંગ મારફતે લાભ કેવી રીતે મળી શકે. શું આ કોન્સેપ્ટ ભારત માટે યોગ્ય છે? આર્ટ પ્રોજેક્ટ માટે સફળતાપૂર્વક ક્રાઉડ ફન્ડિંગ કેવી રીતે મેળવવું. આ તમામ મુદ્દાઓ ઉપર વિશબેરી સાઇટનાં સહમાલિક અંશુલિકા દુબેએ વાત કરી હતી. 

થોડા સમય પહેલાં નવી દિલ્હી ખાતે યોજાયેલા ક્રિએટિવિટી ફેસ્ટિવલ ધ કોલિએશન 2016માં તેમણે આર્ટપ્રિન્યોર્સ માટે એક ખાસ ખીચોખીચ ભરેલા વર્કશોપનું આયોજન કર્યું હતું. અહીં બે ક્રિએટિવ પ્રોજેક્ટ્સ રામાયણ અને કામોત્સવના સ્થાપકો કે જેમણે વિશબેરી પાસે જઈને ક્રાઉડ ફન્ડિંગ માટેની રજૂઆત કરી તેઓ પણ હાજર હતા.

અંશુલિકા દુબે 

અંશુલિકા દુબે 


1. પૈસા, ઇક્વિટી, ચેરિટી કે પેશન પ્રોજેક્ટ

ક્રાઉડ ફન્ડિંગના વિવિધ પ્રકારો હોય છે. પ્રોજેક્ટ શરૂ કરનારા માટે એ સમજવું જરૂરી છે કે ઇક્વિટી અને નાણાકીય ક્રાઉડ ફન્ડિંગ વચ્ચેનો ફેર શું છે. (ખાસ કરીને ટેક ઉત્પાદનો માટે નાણાકીય લાભની આશા) ચેરિટી ક્રાઉડ ફન્ડિંગ (સામાજિક કામો માટે પરોપકાર કરવો) અથવા તો પેશન પ્રોજેક્ટ ફન્ડિંગ (ઉપરની બે શ્રેણીઓની વચ્ચેની કે જેમાં કલાની ભેટ સાથે કંઈક આર્થિક લાભ પણ મળે)

કલા એ આશ્રય ઉપર આધારિત છે. ક્રાઉડ ફન્ડિંગ એ મદદ માટેનો એવો દરવાજો ખોલી આપે છે કે જેનાથી કલાને મદદ મળી રહે તેવા અનેક વિકલ્પો જોવા મળે છે તેમ અંશુલિકાએ જણાવ્યું હતું. તેમણે તેમની સાઇટ દ્વારા અનેક સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ માટે ભંડોળ મેળવવામાં મદદ કરી છે જેમ કે પ્રથમ સંસ્કૃત એનિમેટેડ ફિલ્મ પુણ્યોક્તિ (282 રોકાણકારો મારફતે રૂ. 41 લાખનું ભંડોળ મેળવ્યું)

2. સર્જનકારને થતાં લાભ

કલા માટે ક્રાઉડ ફન્ડિંગ મેળવવાથી સર્જનકારને થતાં લાભ વિશે તેમણે જણાવ્યું કે તેમની પાસે પ્રોજેક્ટ ઉપરનો સર્જનાત્મક અંકુશ રહેલો હોય છે. તેમને સીધું વેચાણ કરવાની તક મળે છે. તેઓ સીધા પોતાના ફેન્સને પ્રોજેક્ટમાં સક્રિય બનાવી શકે છે. તેમાંથી થતો મોટાભાગનો નફો તેઓ પોતાની પાસે રાખી શકે છે. જોકે, તેમને વળતર પેટે લલચામણી ભેટ આપી શકે તેવા દાતાઓની જરૂર પડે છે.

તેના કારણે સર્જનકારને ભંડોળ અને તૈયાર દર્શક મળે છે એટલું જ નહીં પરંતુ તેની કેટલીક સકારાત્મક અસરો પણ પડે છે જેમ કે દક્ષિણ ભારતની એક વિખ્યાત અભિનેત્રીએ પુણ્યોક્તિ માટે મફતમાં પોતાનો વોઇસ ઓવર આપવાની ઓફર કરી હતી. સ્ત્રીઓનાં આરોગ્યને લગતા કોમિક્સ પ્રોજેક્ટ મેન્સ્ટ્રુપિડિયા ઉપર પ્રોક્ટર એન્ડ ગેમ્બલનું ધ્યાન ખેંચાયું હતું. તેણે આ પ્રોજેક્ટનું વિદેશમાં માર્કેટિંગ કરી આપ્યું હતું અને આ કોમિક્સ સ્પેનિશ જેવી વિદેશી ભાષામાં અનુવાદિત થઈ હતી.

3. ફન્ડર્સ માટે ગિફ્ટ

આર્ટ ક્રાઉડ ફન્ડર્સ ડોનર્સ માટે જે ગિફ્ટ આપી શકે છે તેમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે જેમ કે સ્પેશિયલ રિવ્યૂઝ, સર્જનકાર સાથે વાતચીત કરવા માટેનું આમંત્રણ, ઓટોગ્રાફ કરેલી વસ્તુઓ અને માલિકો સાથે જોડાણ કરવાની તક.

ભેટ જેમ વધુ સર્જનાત્મક હશે તેમ દાતાઓ માટે સારું રહેશે તેવી સલાહ અંશુલિકાએ આપી હતી. એક માલિકે પોતે મોલમાં પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હોય તેવો ફોટો પાડીને દાતાઓને તાત્કાલિક ભેટ તરીકે ઇ-મેઇલ મારફતે મોકલાવ્યો હતો.

પ્રોજેક્ટ રામાયણના ફાઉન્ડર્સ

પ્રોજેક્ટ રામાયણના ફાઉન્ડર્સ


4. માર્કેટિંગ તમારાથી જ શરૂ થાય છે!

સ્થાપકોએ પોતાનાં પ્રોજેક્ટના માર્કેટિંગ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. અંશુલિકાએ જણાવ્યું,

"ક્રાઉડ ફન્ડિંગની સાઇટ ઉપર પોતાની નોંધણી કરાવી દેવાથી કશું થતું નથી. તેમને મિત્રો, પરિવારજનો, સહકર્મચારીઓ, ભૂતપૂર્વ કર્મચારીઓ અને તેમાં રસ ધરાવતા ગ્રૂપ તરફથી મદદ મળવી જોઇએ. આ ઉપરાંત તેમણે ફેસબુક જેવા સોશિયલ મીડિયા મારફતે પણ માર્કેટિંગ કરવું જોઇએ."

તમારી ટીમ એટલી સબળ હોવી જોઇએ કે તે તમારા ટેકેદારોનું ધ્યાન ખેંચવામાં સક્ષમ હોય. અંશુલિકાએ જણાવ્યું,

"યોગ્ય માર્કેટિંગ થકી વિશબેરી ઉપર નોંધાયેલા 300 પ્રોજેક્ટ્સને 12 હજાર ફન્ડર્સ દ્વારા રૂ.7 કરોડનું ભંડોળ મળ્યું છે. જેમાંના કેટલાક લોકોએ ક્રેડિટ કાર્ડ તેમજ નેટ બેન્કિંગ પેમેન્ટ્સ મારફતે પણ ફન્ડિંગ આપ્યું છે."

5. તમામ પ્રકારના પ્રતિભાવો મેળવવા માટેનો હકારાત્મક અભિગમ દાખવો

જ્યારે ક્રાઉડ ફન્ડિંગની વાત આવે ત્યારે ભારતીયો સક્રિય અને ઉદાર બની જાય છે. પરંતુ જ્યારે તેમને પૈસાની વાત કરવામાં આવે ત્યારે તેઓ દૂર ખસી જાય છે તેવું અંશુલિકાનું અવલોકન છે. ટીકા થવા અંગેનો તેમનો ભય દૂર કરવાની જરૂર છે. તેમને એવું સમજાવવું જોઇએ કે આ પ્રકારના પ્રતિભાવો ખૂબ જ સકારાત્મક અને ઉપયોગી છે.

સફળ ક્રાઉડ ફન્ડિંગ માટે શરમ છોડવી ખૂબ જ જરૂરી છે. અને હિંમતથી આગળ વધવું તે પણ જરૂરી છે તેમ અંશુલિકાએ લોકોને વિનંતી કરી હતી.

6. દાતાઓ અને લક્ષિત દર્શકોને સમજવા

લોકોનું વલણ સર્જનકાર પ્રત્યે સાહનુભૂતિ દાખવ્યા વિના તેમના પ્રોજેક્ટને મદદ કરવાનો હોય છે. ભારતના લોકો હોય કે વિદેશના લોકો હોય તેઓ એમ ઇચ્છે છે કે આ પ્રોજેક્ટ સારો બને.

દાખલા તરીકે રામાયણ એક એનિમેશન પ્રોજેક્ટ છે. તેના સર્જનકારો એમ ઇચ્છે છે કે આ મહાકાવ્ય લોર્ડ ઓફ ધ રિંગ્સ પ્રકારની ઇફેક્ટ અને તે પ્રકારના કોસ્ચ્યુમ દ્વારા બનાવવામાં આવે જેથી કરીને તે સમગ્ર વિશ્વના ઓડિયન્સ સુધી પહોંચી શકે. કામોત્સવમાં ઇરોટિક આર્ટ મારફતે કામસૂત્રને નવી રીતે રજૂ કરવા અંગેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

7. અદ્વિતિય બનો

વિશબેરી જેવી સાઇટ્સ સામાન્ય પ્રોજેક્ટ કરતાં અદ્વિતિય લાગતા પ્રોજેક્ટ્સને ભંડોળ અપાવવામાં રસ ધરાવે છે. અંશુલિકાએ જણાવ્યું,

"અમે એમ ઇચ્છીએ છીએ કે તમે તમારી શ્રેણીમાં પ્રથમ હો અને તમારો પ્રોજેક્ટ એકદમ અજોડ હોય."

ફિલ્મ, સંગીત, નાટક, નૃત્ય, પબ્લિકેશન, કોમિક્સ બોર્ડગેમ્સ, ફોટોગ્રાફી, આર્ટ, ડિઝાઇન તમામ ક્ષેત્રે વિશબેરી ઓરિજિનલ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ આપવા માગે છે. અહીં ટેક પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.

ઈરોટિક આર્ટ- પ્રોજેક્ટ કામોત્સવ

ઈરોટિક આર્ટ- પ્રોજેક્ટ કામોત્સવ


8. તમારી પ્રોડક્ટ અને તેની પ્રગતિ જણાવો

સર્જનકારોએ એમ ન જણાવવું જોઇએ કે તેઓ શું કરવાના છે પરંતુ તેઓ જે કામ કરી રહ્યા હોય તેના નમૂનાઓ વીડિયો મારફતે દર્શાવવા જોઇએ. તેના કારણે લોકોને સચોટ ખ્યાલ આવશે કે તેમનું ઉત્પાદન કે સેવા કેવા પ્રકારની છે અને કેવી દેખાય છે.

જે લોકો પોતાના કામની પ્રગતિ દર્શાવવા માગતા હોય તેમનો સ્ટેટસ રિપોર્ટ દર્શાવવા માગતા હોય તે લોકો પોતાના કામની પ્રગતિ ક્રાઉડ ફન્ડિંગ સાઇટ ઉપર મૂકી શકે છે અને તેનો પ્રચાર સોશિયલ મીડિયા મારફતે પણ કરી શકે છે.

9. મેટ્રિક્સ

પ્રોજેક્ટના વડાએ ક્રાઉડ ફન્ડિંગ માટેનું મેટ્રિક્સ સમજવું જરૂરી છે. અથવા તો ભંડોળની રકમનું દાતાઓની સંખ્યા અનુસાર વર્ગીકરણ પણ કહી શકાય. જેનાથી સોશિયલ મીડિયા માર્કેટિંગનો માર્ગ તૈયાર થાય છે. માલિકોને એ વાતનું જ્ઞાન હોવું જોઇએ કે ક્રાઉડ ફન્ડિંગની સાઇટ ઉપર સરેરાશ દાનની રકમ કેટલી છે જેમ કે વિશબેરી ઉપર રૂ. 5000ની છે. તેમજ તેમને કેટલા ફન્ડર્સની જરૂર છે.

સોશિયલ મીડિયાના અભિયાનમાં બે ટકાનો હિટ રેટ આવે તેવું માની લઇએ તો તેઓ સોશિયલ મીડિયા ઉપર સૌથી મોટી પહોંચ ધરાવે છે. જેમ કે ફેસબુકની એડ્ઝ મારફતે. આવું અભિયાન એકલે હાથે ચલાવવામાં આવે તો ત્રણ મહિનાનો સમય લાગે છે તેમ અંશુલિકાએ જણાવ્યું હતું.

10. ક્રાઉડ ફન્ડિંગ સાઇટ્સનો ટેકો લેવો

વિશબેરી જેવી સાઇટ સોશિયલ મીડિયા માર્કેટિંગ માટેની ટિપ્સ આપવા માગે છે. તેઓ લોકો સમક્ષ રજૂઆત કરીને પીઆર પણ કરવા માગે છે પરંતુ મોટાભાગની જવાબદારી સ્થાપકે પોતે જ લેવાની રહે છે. (તેના કારણે અન્ય સ્ટાર્ટઅપ્સ માટેના દરવાજા પણ ખૂલશે કે જેઓ સીધી રીતે આ સેવા આપવા માગે છે.)

વિશબેરીમાં જે અન્ય સેવાઓ આપવામાં આવે છે તેમાં ડેટા એનાલિટિક્સ, કેમ્પેઇન ટેમ્પલેટ્સ, ઇ-મેઇલ માર્કેટિંગ ટૂલ્સ વગેરેનો સમાવેશ થાય છે. અંશુલિકાના જણાવ્યા અનુસાર તેમની સાઇટનો ફન્ડ રેઇઝિંગ સક્સેસ રેશિયો 77 ટકાનો છે. નવી સેવાઓ સાથે તેમાં વધારો થશે. વિશબેરી પોતાની ઓલ ઓર નથિંગ પોલિસી ચલાવે છે જેમાં સંપૂર્ણ લક્ષ્યાંક મેળવવામાં આવે તો જ ફન્ડ આપવામાં આવે છે. આ અંગે અંશુલિકા જણાવે છે,

"તેના કારણે તમે અને હું બંને મહેનત કરીએ તો જ સફળતા મળે છે. તમામ લોકોનાં જીવ તાળવે ચોંટેલા રહે છે. અગાઉના ફન્ડર્સ પણ એવેન્જલિસ્ટ્સ બની ગયા છે." 

અંશુલિકાના જણાવ્યા અનુસાર ક્રાઉડ ફન્ડિંગના નિયમો બદલાશે તો ઇક્વિટી માટે પણ ક્રાઉડ ફન્ડિંગ કરી શકાશે.


image


લેખક- મદન મોહન રાવ

અનુવાદ- YS ટીમ ગુજરાતી