સંપાદનો
Gujarati

સૌરઉર્જા સોલ્યુશન્સ આપતું કોલકાતાનું ‘Invictus Saur Urja’ સ્ટાર્ટઅપ

Invictus Saur Urjaની શરૂઆત કરવા માટે, બધા મિત્રોએ ફટાફટ પોતાની નોકરી છોડી દીધી અને હવે કોલકાતામાં સોલર એનર્જી સોલ્યુશન્સ આપી રહ્યાં છે! 

10th Mar 2016
Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share

એક વર્ષ પહેલાં, 5 મિત્રો રિન્યુએબલ એનર્જી પર એક સ્ટાર્ટઅપ શરૂ કરવાની ચર્ચા કરવા માટે, તેમનાં હોમટાઉન કોલકાતામાં મળ્યાં. તેઓ સૌ સ્ટાર્ટઅપ શરૂ કરીને, પોતાનાં જ બૉસ બનવા માગતાં હતાં. Invictus Saur Urja નાં કૉ-ફાઉન્ડર, અભિશેક પ્રતાપ સિંહ જણાવે છે,

 “અમારા સૌનું સપનું હતું કે, કંઈક અલગ કરવું, અમીર બનવું અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવો." 

થોડી વાતચીત પછી, તેઓએ રિન્યુએબલ એનર્જીનાં, સૌને રસ પડે તેવા વિષય પર પસંદગી ઉતારી. સોલર ઉર્જા સાથે કામ કરવાનો આઈડિયા એટલો મજેદાર હતો કે, Invictus Saur Urjaની શરૂઆત કરવા માટે, તેમણે ફટાફટ પોતાની નોકરી છોડી દીધી, અને હવે કોલકાતામાં સોલર એનર્જી સોલ્યુશન્સ આપે છે.

image


અભિશેક જણાવે છે કે, જે રાજ્યમાં તેમણે શરૂઆત કરવાનો વિચાર કર્યો છે, તે પર્યાવરણ સંબંધી જાગરૂકતામાં પરિપક્વ નથી. તેઓ કહે છે કે, રિન્યુએબલ એનર્જીને અપનાવવાની બાબતમાં, પશ્ચિમ બંગાળ ઘણું ધીમું છે. જોવા જઈએ તો, ભલે રાજ્ય સરકારે, કોલકાતા, સૉલ્ટ-લેક અને ન્યુ ટાઉનમાં રૂફટૉપ સોલર પૅનલનાં ઈન્સ્ટોલેશન માટે, હાલમાં જ એક પોલિસી શરૂ કરી છે. તે RPO (રિન્યુએબલ પર્ચેઝ ઑબ્લિગેશન) ને નથી મળી, જે ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય અનુસાર, ભારતમાં રિન્યુએબલ એનર્જીનાં ક્ષેત્રને પ્રમોટ કરવા માટે, આ એક મોટું પગલું ગણાશે.

Invictusની ટીમમાં 22 લોકો છે- જેમાં રિન્યુએબલ ક્ષેત્રમાં, 40 વર્ષનો અનુભવ ધરાવતાં 2 મેમ્બર્સ પણ છે, અને રાજ્યમાં ગ્રીન એનર્જીનાં સ્ટેન્ડર્ડને વધારવા માટે, પ્રતિબદ્ધ છે. તેમનાં સોલ્યુશન્સમાં કન્સલ્ટેન્સી અને રૂફટૉપ પૅનલનાં ઈન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. અમે SME અને મોટી કૉર્પોરેટ સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ, કારણ કે, હાલમાં તેમનાં માટે રિન્યુએબલ એનર્જીમાં બદલાવ લાવવો ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

image


તેઓ વધુ જણાવે છે, 

“હજારો ઈન્ડસ્ટ્રીઅલ અને કૉમર્શિયલ કન્ઝ્યૂમર્સ તેમના પાવરની જરૂરીયાતને પૂરી કરવા માટે, ડિઝલ કેપ્ટિવ પ્લાન્ટ્સ પર નિર્ભર છે. ડિઝલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, અને સરકાર તેને અંકુશમુક્ત કરવા પર વિચાર કરી રહી છે. માટે, ઓપરેટિંગ કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સની કોસ્ટ નિષેધાત્મક રહેશે. સાથે જ, પર્યાવરણમાં ડિઝલનાં પોલ્યુશનની અસર લાંબા ગાળા સુધી રહેશે."

Invictusનું BOOT મૉડલ, ભારતીય ઈન્ડસ્ટ્રીસ અને કૉમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ માટે, ‘સર્વિસ તરીકે સોલર પાવર’ ઓફર કરે છે. આ અંગે તેઓ જણાવે છે,

"BOOT નો મતલબ છે, ‘નિર્માણ કરો, માલિક બનો, ઓપરેટ કરો અને ટ્રાન્સફર’. અમે પ્લાન્ટ બનાવતાં જ નથી, પણ તેના માલિક પણ છીએ અને તેનું સફળ ઈન્સ્ટોલેશન અને કમિશનિંગને મેનેજ કરીએ છીએ. ગ્રાહકો માત્ર વપરાતા પાવરનાં પૈસા ચૂકવે છે."
image


સરકારની પોલિસી તથા રિન્યુએબલ્સ વિશે જાગરૂકતા વધારવા છતાં, અભિશેક જણાવે છે, 

"તેમનાં આઈડિયાનાં અમલીકરણ માટે, ભારતીય માનસિકતા એક પડકાર સમાન રહી છે. સોલર એનર્જી એક હાઈ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ છે, જેના વિશે ગ્રાહકો 2 વાર વિચાર કરે છે."

પ્રાથમિકરૂપે આ કારણ માટે, Invictus, કોલકાતા, સૉલ્ટ લેક, ન્યૂ ટાઉન અને રાજહરહટમાં એક સોલર એનર્જી નૉલેજ ડ્રાઈવ શરૂ કરી રહી છે. સોલર એનર્જી વિશે જાગરૂકતા લાવવા માટે, અમે સોશિયલ મીડિયા અને પેમફ્લેટ્સનો ઉપયોગ કરીશું. 

image


પડકારો હોવા છતાં, કામ હવે થાળે પડી રહ્યું છે, અને Invictus હવે ઈન્સ્ટીટ્યૂશન્સ, હોસ્પિટલ્સ, IT કંપનીસ અને મોટા અપાર્ટમેન્ટ્સ સાથે ટાઈ-અપ કરવાનું વિચારી રહ્યું છે. 

"અમે નેટ મીટરિંગનો ઉપયોગ કરીશું, જે એક બિલિંગ પદ્ધતિ છે, જે સોલર એનર્જી સિસ્ટમનાં માલિકોને, ગ્રિડમાં ઈલેક્ટ્રિસિટી આપવા બદલ ક્રેડિટ આપશે. સોલર પૅનલ, ગ્રાહકોને જરૂર હોય તેના કરતાં વધારે એનર્જી જનરેટ કરી શકે છે. બચેલી એનર્જી અમને ટ્રાન્સફર કરી દેવામાં આવશે અને અમે તેમનો રૂફ વાપરવા બદલ ભાડું ચૂકવીશું."

અંતમાં અભિશેક જણાવે છે,

"આવનારો મોટો પડકાર છે, રોકાણ અને વિસ્તાર કરવો. અમે નજીકનાં ભવિષ્યમાં, VC ફંડિંગ વિશે વિચારી રહ્યાં છીએ, કારણ કે, આખા દેશમાં અમારા પ્રોજેક્ટ્સ અને મૉડલ્સ માટે ઘણો સ્કોપ છે. અમે દિલ્હી અને બેંગલૂરુને એક્સપ્લોર કરવા માંગીએ છીએ અને અમને વિસ્તાર કરવા તથા R&D માટે ફંડિંગની જરૂર છે."

રિન્યુએબલ એનર્જી એક એવી વસ્તુ છે, જેમાં આપણે આપણાં ટકાઉ ભવિષ્ય માટે ઈનવૅસ્ટ કરવું પડશે. દાખલા તરીકે, સોલર પૅનલને પ્રોડ્યૂસ કરવા માટે કૌસ્ટિક કેમિકલ્સની જરૂર પડે છે, જેમ કે, સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને હાઈડ્રોફ્લૌરિક ઍસિડ. તેમાં ઈલેક્ટ્રિકસિટી અને પાણીની જરૂર હોય છે, અને તે ઘણો વેસ્ટ પ્રોડ્યૂસ કરે છે. આ એક અત્યંત પ્રદૂષણ ફેલાવનારી પ્રક્રિયા છે. સોલર પૅનલના ફેલાવ સામે આ એક અવરોધ હોવો જોઈએ, પણ તે એ વાત પણ દર્શાવે છે કે, એનર્જીને કાયદેસર રીતે રિન્યુએબલ અને સસ્ટેનેબલ ત્યારે જ કહી શકાય જ્યારે તે 100% પર્યાવરણ ફ્રેન્ડ્લી હોય. રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સુધાર લાવવાનો મતલબ માત્ર સફળ બિઝનેસ ઊભો કરવો જ નથી, પણ એવા સોલ્યુશન્સ બનાવવાનો છે, જે લાંબા સમય સુધી ટકી શકે.

લેખક- ફ્રાન્ચેસ્કા ફરેરિયો

અનુવાદક- નિશિતા ચૌધરી

અવનવા અને વિવિધ સ્ટાર્ટઅપ્સને લગતી માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સમાજસેવાના આશય સાથે 'રૉકિંગ' નવનીત મિશ્રા કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવે છે!

અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’

રેલવે સ્ટેશનોને શણગારવા મથી રહ્યા છે એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર!

Add to
Shares
5
Comments
Share This
Add to
Shares
5
Comments
Share
Report an issue
Authors

Related Tags