સંપાદનો
Gujarati

અલગ આઈડિયા છે પણ પૈસા નથી? તો તરત જોડાઓ યુવરાજસિંઘની કંપની સાથે!

ક્રિકેટ સ્ટાર યુવરાજસિંઘનું 'યૂ વી કૅન' વેંચર, સ્ટાર્ટઅપ કંપનીઓને મદદ કરવા રૂ.40થી 50 કરોડ રૂપિયા લગાવવાનું લક્ષ્ય ધરાવે છે

Nishita Chaudhary
21st Oct 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

પાછલાં કેટલાક વર્ષોમાં ભારતમાં ઘણી નવી કંપનીઓની શરૂઆત થઇ. જેમાં ઑનલાઈન કંપનીઓની સંખ્યા વધારે છે. આ કંપનીઓએ સારી શરૂઆત કરવાની સાથે સાથે ઘણાં જ ઓછા સમયમાં સારું કામ કરીને પણ બતાવ્યું તથા ઘણી સફળતા પણ હાંસલ કરી. સાથે જ લોકોને એ વિચારવાની તક આપી છે કે જે લોકો રચનાત્મક છે અને જેઓ મહેનતુ અને કામ પ્રત્યે લગન ધરાવે છે, તેઓ ઓછા પૈસાની સાથે પણ નવી વસ્તુઓ ઊભી કરી શકે છે, કંઈક નવું કરીને બતાવી શકે છે. લોકોને નવાં પ્રકારની ઘણી સેવાઓ પણ આપી શકે છે. આ જ કારણે લોકો હવે નવી કંપનીઓમાં રસ બતાવી રહ્યાં છે. સ્માર્ટ ફોન્સનો વ્યાપ વધવાની સાથે, આ કંપનીઓને વધુ વેગ મળ્યો છે. આંકડાઓ કહે છે કે, ભારતની કુલ વસ્તીમાંથી, લગભગ 100 મિલિયન લોકો ઑનલાઈન લેવડ-દેવડ કરી ચૂક્યાં છે. આ આંકડાઓ ઝડપથી વધી રહ્યાં છે. કોઈ પણ ઉદ્યોગના વિસ્તારને દર્શાવવાં માટે, આટલા મોટા આંકડાઓ પર્યાપ્ત છે. આ જ કારણ છે કે, આજકાલ સૌથી વધારે ઑનલાઈન સ્ટાર્ટઅપ કંપનીઓ માર્કેટમાં આવી રહી છે.

ક્રિકેટ સ્ટાર યુવરાજ સિંઘ પણ હવે પોતાના 'યૂ વી કૅન' વેન્ચર સાથે, આ સ્ટાર્ટઅપ કંપનીઓને મદદ કરવા માટે તૈયાર છે. આવતાં ત્રણથી પાંચ વર્ષોમાં, આવી કંપનીઓમાં, 40 થી 50 કરોડ રૂપિયા લગાવવાનો 'યૂ વી કૅન'નો ઉદ્દેશ્ય છે. યુવરાજ, આ નવાં ઉદ્યોગસાહસિકોને એ વિશ્વાસ અપાવવાં માગે છે કે, જો તેમની પાસે કંઈક નવું કરવાની ક્ષમતા છે, સાહસ છે, નવાં આઈડિયાઝ છે, અને તેઓ કંઈક નવું કરવાનું લક્ષ્ય ધરાવે છે, તો 'યૂ વી કૅન' હંમેશા તેમની સાથે છે. તેઓ બધી રીતે આ નવાં ઉદ્યોગસાહસિકોની મદદ કરવા માટે તૈયાર છે. કોઈ પણ નવી કંપની માટે, એના માર્કેટિંગ માટે જો યુવરાજસિંઘનું નામ મળી જાય, તો નિશ્ચિતરૂપે એને ઘણો ફાયદો થશે. આ સિવાય, યુવરાજ પાસે એક આખી ટીમ છે જેમાં ટેક્નિકલ સલાહકાર, મેનેજમેન્ટ સલાહકાર અને વિવિધ ક્ષેત્રનાં નિષ્ણાતો છે. સૌથી મોટી વાત તો એ છે કે, યુવરાજની પણ આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી રહેવાની યોજના છે. આ સિવાય, યુવરાજસિંઘે પોતાના ઘણાં મિત્રો તથા ઓળખીતાઓ સાથે પણ વાત કરી છે. એ લોકો પણ 250 થી 300 કરોડ઼ રૂપિયા લગાવવા માટે તૈયાર છે. આ કોઈ પણ સ્ટાર્ટઅપ માટે ઘણાં સારા સમાચાર કહી શકાય.

ક્રિકેટર યુવરાજસિંઘ

ક્રિકેટર યુવરાજસિંઘ


વર્ષ 2011માં, યુવરાજસિંઘને કૅન્સરની સારવાર કરાવવી પડી હતી. યુવરાજની સારવાર અમેરિકામાં થઈ હતી અને બિમારી સામે જીત્યા બાદ, સપ્ટેમ્બર 2012માં યુવરાજસિંઘ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા હતાં. ભારત સરકારે તેમને અર્જુન અવોર્ડથી સન્માનિત કર્યા હતાં, જે ભારતનો બીજા નંબરનું સૌથી મોટું ખેલ સન્માન છે. આ સિવાય, વર્ષ 2014માં એમને 'પદ્મશ્રી' થી પણ સન્માનિત કરવામાં આવ્યાં. યુવરાજ પોતાની આ બીજી ઇનિંગમાં, નવા ઉદ્યમિઓના સપના પૂરાં કરવામાં મદદ કરવા ઈચ્છે છે. નાની-મોટી નવી કંપનીઓને, એક મોટી બ્રાન્ડ બનાવવા ઈચ્છે છે. યુવરાજની સાથે નિશાંત સિંઘલ પણ છે, જે વર્ષ 2010થી એમના બિઝનેસ સલાહકાર છે. નિશાંત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, અને તેમને લગભગ 11 વર્ષનો અનુભવ છે.

યૂ વી કૅને, અત્યાર સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં રોકાણ નથી કર્યું પણ ચાર-પાંચ નવાં સ્ટાર્ટઅપ સાથે તેમની વાતચીત લગભગ ફાઈનલ સ્ટેજમાં છે. 'યૂ વી કૅન' વેન્ચર્સ, ઑનલાઈન સ્ટાર્ટઅપમાં ઈન્વૅસ્ટ કરવાની ઈચ્છુક છે જેમાં, ઈ-કૉમર્સ, હેલ્થકેર, મીડિયા, રિઅલ એસ્ટેટ વગેરે જેવાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જે પણ નવી કંપની તેમની સાથે જોડાવા ઈચ્છે છે, તેઓ એમને ઈ-મેઈલ કરી શકે છે. તેમનું ઈ-મેઈલ ID આ પ્રમાણે છે: proposal@youwecanventures.com

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો