સંપાદનો
Gujarati

‘બુટિકઑનકાર્ટ’ દ્વારા નવા ડિઝાઇનરોને મળ્યું અનોખું પ્લેટફોર્મ

26th Nov 2015
Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share

“મને એમ લાગતું હતું કે હું લોકોને કહી શકું છું કે તેઓ કઇ વસ્તુને કઇ રીતે પહેરે. હું તેમના માટે એવા કપડા ડિઝાઇન કરી શકું છું કે જે તેમના પર સારા લાગે.” આમ કહેવું છે ‘બુટિકઑનકાર્ટ’ના સંસ્થાપક અને ફેશન ડિઝાઇનર આરતી મિશ્રાનું. આજે આરતી પોતાના સ્ટાર્ટઅપ મારફત માત્ર પોતાના ડિઝાઇનિંગના શોખને જ પૂરો નથી કરી રહી બલ્કે નવા-નવા ડિઝાઇનરોને પણ પોતાની સાથે જોડીને તેમનો માર્ગ મોકળો બનાવી રહી છે.

image


આરતીએ અલ્હાબાદ યૂનિવર્સિટીથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. પણ તેઓ આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડે તે પહેલા જ તેમના લગ્ન થઇ ગયા હતાં. લગ્ન બાદ પરિવારની જવાબદારીઓ આવવા છતાં પણ તેમણે પોતાનો ફેશન ડિઝાઇનિંગનો શોખ મૃત:પ્રાય થવા દીધો ન હતો. ત્યારે તેમના પતિએ તેમને સલાહ આપી હતી કે તેમણે જે વસ્તુનો અભ્યાસ કર્યો છે તે વેડફાવી ના જોઇએ. તે બાબતને ધ્યાનમાં રાખીને જ આરતી મિશ્રાએ ‘બુટિકઑનકાર્ટ’ની સ્થાપના કરી હતી.

image


આરતીનાં જણાવ્યા પ્રમાણે આજના સમયમાં જેટલા પણ પ્રોફેશન છે તેમાં સફળતા મેળવવા માટે એક રોડમેપ હોય છે. આજ કારણ છે કે તે ક્ષેત્રમાં કામ કરનારી વ્યક્તિને ખબર હોય છે કે તે આગળ જઇને શું બની શકે છે. આ ક્ષેત્રમાં ડિઝાઇનર માટે આવો કોઈ રોડમેપ નથી. તેમનું કહેવું હતું કે લોકો શોખ માટે આ ક્ષેત્રમાં આવી તો જાય છે પણ તેમને આ વાતની ખબર નથી હોતી કે કામને કઇ રીતે આગળ વધારવામાં આવે. તેથી જ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યા બાદ કેટલાક લોકો ફ્રીલાન્સ રીતે કામ કરે છે, કે પછી કોઇ મોટા ડિઝાઇનર સાથે જોડાઇ જાય છે અથવા તો પોતાની નાનું બુટિક ખોલે છે જે માત્ર તેમના વિસ્તારમાં જ ચાલે છે. આરતીનાં જણાવ્યા પ્રમાણે, “નવા ડિઝાઇનરોની આ તકલીફને ધ્યાનમાં લઇને મેં વિચાર્યુ હતું કે એક એવું પ્લેટફોર્મ તૈયાર કેમ ના કરવામાં આવે જે ફેશન ડિઝાઇનરો માટે ફાયદાકારક હોય. જ્યાં તેઓ પોતે તૈયાર કરેલી ડિઝાઇનનું ઑનલાઇન પ્રદર્શન કરે અને ઓર્ડર મળવા પર તેની ડિલિવરી પણ કરે.” તેઓ કહે છે કે આ કામને કોઇ પણ વ્યક્તિ પોતાના ઘેર બેસીને કરી શકે છે. એટલું જ નહીં, તેમના આ પ્લેટફોર્મ પર ફેશન ડિઝાઇનિંગ શીખી રહેલા બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ પણ જોડાઇ શકે છે. ‘બુટિકઑનકાર્ટ’ પર ડિઝાઇનરો પોતાની બ્રાન્ડ હેઠળ સામાન વેચી શકે છે. તેવામાં તેમણે કોઇ ખાસ બ્રાન્ડ કે કંપની માટે કામ કરવાની જરૂર રહેતી નથી. તેનાથી ડિઝાઇનરને અલગ ઓળખ તો મળે જ છે સાથે જ તેનું પોતાનું માર્કેટ પણ તૈયાર થાય છે.

image


‘બુટિકઑનકાર્ટ’નો પ્રારંભ આ વર્ષે મે મહીનામાં થયો હતો. અલ્હાબાદની રહેવાસી આરતી જણાવે છે કે તેમના આ પ્લેટફોર્મમાં દિલ્હી, મુંબઈ, સુરત, અલ્હાબાદ અને અન્ય શહેરોના ડિઝાઇનરો ઉપલબ્ધ છે. આજે તેમની વેબસાઇટને દરરોજ ૫૦ કરતા વધારે લોકો હિટ કરે છે. કંપનીની આવક વિશે આરતીનું કહેવુ હતું કે તેઓ ડિઝાઇનરોના કપડા મફતમાં પ્રદર્શિત કરે છે. પણ કોઇ પણ ડિઝાઇનરના કપડાં વેચાય તો તેની પાસેથી એક નક્કી રકમ લેવામાં આવે છે. તેમાં કેરિયર, સ્થાનિક ટેક્સ અને અન્ય પ્રકારની તમામ કિંમતો સામેલ હોય છે.

આરતીની યોજના ફેશન ડિઝાઇનિંગની વિભિન્ન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને પણ પોતાની સાથે જોડવાની છે. તે ઉપરાંત આ વેબસાઇટ પર બ્લોગ લખવા માટે પણ એક ખાસ જગ્યા બનાવવાનું કામ ચાલી રહ્યુ છે જ્યાં કોઇપણ વ્યક્તિ ડિઝાઇનિંગ સાથે જોડાયેલા બ્લોગ લખી શકે છે અને કોઇ ડિઝાઇન પર પોતાની કોમેન્ટ કરી શકે છે. આરતીનું કહેવુ છે, “હું ઈચ્છું છું કે આ એક એવું પ્લેટફોર્મ બને જ્યાં ફેશન ડિઝાઇનર માટે દરેક વસ્તુ ઉપલબ્ધ હોય.” તેઓ કહે છે કે આ નવા ડિઝાઇનરો માટે શરૂ કરવામાં આવેલું પ્લેટફોર્મ છે. જેનો ભાગ બનવા માટે કોઇ પણ ડિઝાઇનરે એક ઑનલાઇન ફોર્મ ભરવાનું રહે છે જે બાદ આરતી અને તેમની ટીમ કોઇ નવા ડિઝાઇનરની ડિઝાઇનો જુવે છે કે તે કયા સ્તરની છે. તે બાદ તે ડિઝાઇનને વેચાણ માટે વેબસાઇટ પર મુકવામાં આવે છે. તે ઉપરાંત ‘બુટિકઑનકાર્ટ’ સાથે જોડાવાની બીજી કોઇ શરત નથી હોતી. કોઇપણ પ્રોડક્ટની કિંમત તેનો ડિઝાઇનર જ નક્કી કરે છે. તેમાં ડિઝાઇનરને આ વાતને પૂરી છુટ છે કે તે ‘બુટિકઑનકાર્ટ’માં કયા પ્રકારના કપડાં રજૂ કરવા માગે છે જેમકે ઇન્ડિયન, વેસ્ટર્ન કે પછી ફંકી સ્ટાઇલ. તેમાં કોઇ પણ પ્રકારે રોકટોક નથી થતી પણ ડિઝાઇનરે ધ્યાન રાખવાનું હોય છે કે તેણે ડિઝાઇન કરેલા કપડાં ગ્રાહકોને પસંદ આવે અને તે વેબસાઇટને અનુસાર હોય.

‘બુટિકઑનકાર્ટ’માં મળનારા કપડાંની કિંમત 200 રૂપિયાથી શરૂ થઇને ૧૦ હજાર રૂપિયા જેટલી હોય છે. એટલુ જ નહીં, ઓર્ડરની ડિલિવરી બાદ આરતી સ્વયં ગ્રાહકને ફોન કરીને તેમની પ્રતિક્રિયા જાણે છે. આરતીનાં અનુસાર ‘બુટિકઑનકાર્ટ’માં આમ તો મહીલાઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના કપડાં મળી જશે પણ સૌથી વધારે ડિમાન્ડ ભારતીય કપડાંઓની છે. તે ઉપરાંત કોઈ ગ્રાહક ચાહે કે તેના માટે ખાસ પ્રકારના કપડાં ડિઝાઇન કરવામાં આવે તો તેઓ ગ્રાહકની ડિમાન્ડ પર પણ કપડા ડિઝાઇન કરે છે. હવે ભવિષ્યમાં તેમની યોજના પુરૂષો માટે પણ ડિઝાઇનર કપડા પર કામ કરવાની છે.

વેબસાઇટ : boutiquesoncart

લેખક- હરીશ બિશ્ત

Add to
Shares
6
Comments
Share This
Add to
Shares
6
Comments
Share
Report an issue
Authors

Related Tags