સંપાદનો
Gujarati

બેંગલુરુની ઑનલાઇન ગ્રોસરી કંપની બિગબાસ્કેટ ભારતમાં ઓર્ગેનિક ક્રાંતિ લાવશે

5th Feb 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
"રિટેઈલ સેક્ટર અંતર્ગત હું અત્યાધુનિક ઇ-કોમર્સનું પ્રતિનિધિત્વ કરું છું. અમે લોકોને ઘરે ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણું પહોંચાડીએ છીએ. હકીકતમાં ઑનલાઇન આ બિઝનેસનો અમલ કરવો ઘણો મુશ્કેલ છે"

તેવું બિગબાસ્કેટના સીઇઓ અને સહસ્થાપક હરિ મેનને ઇન્વેસ્ટ કર્ણાટક 2016માં જણાવ્યું હતું. ડિસેમ્બર, 2011માં સ્થાપિત બિગબાસ્કેટ ભારતના 18 શહેરોમાં ઑનલાઇન ફૂડ અને ગ્રોસરીનો વેપાર કરતી સૌથી મોટી કંપનીઓમાં સામેલ છે. વર્ષ 2016 સુધીમાં બિગબાસ્કેટ તેની કામગીરી અન્ય આઠ શહેરોમાં ફેલાવશે તેવી યોજના આકાર લઈ રહી છે. બેંગલુરુ સ્થિત ઑનલાઇન ગ્રોસરી સ્ટાર્ટઅપ ગ્રોસરી, ફળફળાદિ અને શાકભાજી, ડેરી ઉત્પાદનો, પર્સનલ ઉત્પાદનો, બાળકોના ઉત્પાદનો અને વ્યાપક ઘરગથ્થુ ઉત્પાદનો સહિત કુલ 15,000 ઉત્પાદનોનું ઑનલાઇન વેચાણ કરે છે.

ભારતમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા વર્ષ 2020 સુધીમાં અડધો અબજ થઈ જશે અને દસ કરોડથી વધારે કુટુંબો શાકભાજી, ફળફળાદિ અને અનાજ કરિયાણું ઑનલાઇન ખરીદશે તેવી અપેક્ષા છે. અત્યારે 14.4 કરોડ કુટુંબ દર મહિને રૂ. 5,000 (કુટુંબદીઠ)થી વધારે મૂલ્યની ઘરવખરી ઑનલાઇન ખરીદે છે. વર્ષ 2020 સુધીમાં આ ઑનલાઇન બિઝનેસ 20 અબજ ડૉલરનો થઈ જશે તેવી અપેક્ષા છે.

ઇન્વેસ્ટ કર્ણાટકમાં બિગબાસ્કેટની સીઇઓ અને સહસ્થાપક હરિ મેનન

ઇન્વેસ્ટ કર્ણાટકમાં બિગબાસ્કેટની સીઇઓ અને સહસ્થાપક હરિ મેનન


તેમણે કહ્યું,

"ભારતમાં રિટેઈલ બિઝનેસની સાઇઝ આશરે 500 અબજ ડૉલર છે. તેમાંથી 70 ટકા હિસ્સો એટલે 360 અબજ ડૉલરનો હિસ્સો ખાદ્ય ચીજવસ્તુઓ અને અનાજ કરિયાણાનો છે. આ હિસ્સો વર્ષ 2020 સુધીમાં 500 અબજ ડૉલરને આંબી જશે તેવી ધારણા છે. અત્યારે ઓનલાઇન ગ્રોસરી સ્પેસ પ્રાથમિક તબક્કામાં છે અને તેનું બજાર 15 કરોડ ડૉલર છે, જે 10 અબજ ડૉલર થવાની અપેક્ષા છે."

સંપૂર્ણ રિટેઈલ ઉદ્યોગમાં ઑનલાઇન ગ્રોસરીના પ્રદાન વિશે હરિ જણાવે છે કે ભારતમાં ઑનલાઇન ગ્રોસરી બજાર એક ટકાથી ઓછું પ્રદાન કરે છે, જેમાં 2018 સુધીમાં બેથી ત્રણ ટકાનો વધારો થવાની અપેક્ષા છે.

બિગબાસ્કેટને આગામી બે વર્ષમાં બ્રેકઇવન મળવાની અપેક્ષા છે અને નેટવર્કના વિસ્તરણ સાથે ચાલુ વર્ષમાં તેની આવક રૂ. 1,000 કરોડ (15 કરોડ ડૉલર)થી વધીને 2 અબજ ડૉલર થવાની અપેક્ષા છે.

આ સ્ટોરી પણ વાંચો:

કર્ણાટકના ઉદ્યોગજગતમાં સફળતાના શિખરો કરતી મહિલા ઉદ્યોગસાહસિકો

બિગબાસ્કેટની આવક અને ફળફળાદિ-શાકભાજીનો હિસ્સો

હરિના જણાવ્યા મુજબ, બિગબાસ્કેટને 20 ટકા આવક ફળફળાદિ અને શાકભાજીમાંથી થાય છે, જે ફિઝિકલ ચેઇન કરતાં આશરે ત્રણ ગણી વધારે છે. સામાન્ય રીતે ફિઝિકલ ચેઇનની આવકમાં આ હિસ્સો છથી સાત ટકા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમને સૌથી વધુ નફો ફળફળાદિ અને શાકભાજીના વેચાણમાંથી થાય છે.”

તેમણે કહ્યું હતું કે,

"સમુદાય માટે ઑનલાઇન ફાર્મમાંથી અમને સારો અનુભવ મળ્યો છે, કારણ કે અમે કૃષિબજારોમાંથી ખરીદી કરીએ છીએ, જેનો પુરવઠો ગોદામમાંથી આવે છે. તેના પર પ્રોસેસ થાય છે અને પછી ગ્રાહકોને વેચાણ થાય છે. અમારા માટે ફળફળાદિ અને શાકભાજી મહત્ત્વપૂર્ણ છે."

બિગબાસ્કેટે હાલના રોકાણકારો બેસ્સેમર વેન્ચર પાર્ટનર્સ પાસેથી 50 મિલિયન ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે નવા બજારોમાં વિસ્તરણ અને નવી સેવાઓ શરૂ કરવા માટે કરે છે. અગાઉ તેણે હિલિયોન વેન્ચર્સ અને ઝોડિયાસ પાસેથી રૂ. 200 કરોડનું ભંડોળ મેળવ્યું છે.

કર્ણાટકમાં રોકાણ

બિગબાસ્કેટ 40 ટકા ફળફળાદિ અને શાકભાજી કર્ણાટકમાંથી ખરીદે છે અને તેમાંથી 30 ટકાની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરે છે. સપ્લાય ચેઇનને વધુ મજબૂત કરવા કંપનીએ કર્ણાટકના જુદાં જુદાં ખેતીવાડી વિસ્તારોમાં કલેક્શન સેન્ટર સ્થાપિત કર્યા છે. હરિએ કહ્યું હતું કે,

"અમે કેટલાંક એગ્રો બિઝનેસ સાથે પણ જોડાણ કર્યું છે, જેઓ ખેડૂતો સાથે બિઝનેસ કરે છે. અમને શ્રેષ્ઠ ઉત્પાદન મળે તેની ખાતરી કરીએ છીએ. અત્યારે અમારા કલેક્શન સેન્ટર ચિક્કાબાલાપુર, માલ્લુર, નીલમંગલા, ગોકાક અને મૈસૂરમાં છે. અમારી સાથે 336 ખેડૂતો છે અને 1048 એકર જમીન પર અમારા માટે ખેતી થાય છે, જેમાં 400 ટન ફળફળાદિ અને શાકભાજી પેદા થાય છે.

બિગબાસ્કેટ દેશમાં ઓર્ગેનિક ક્રાંતિ કરવા સક્ષમ છે?

ભારતમાં ઓર્ગેનિક ઉત્પાદનોની માગ ઘણી છે, પણ તેની સામે પર્યાપ્ત પુરવઠો નથી. હરિએ જણાવ્યું હતું કે બિગબાસ્કેટને તેના પાર્ટનર્સ પાસેથી મર્યાદિત પુરવઠો મળે છે. એટલે બિગબાસ્કેટ ઓર્ગેનિક ફ્રૂટ અને શાકભાજી માટે 70થી 80 કલેક્શન સેન્ટર સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. અત્યારે ખેડૂતો ઉત્પાદનની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જે ઓર્ગેનિક ફાર્મિંગમાં ઓછા ઉત્પાદન તરફ દોરી ગઈ છે.

હરિએ જણાવ્યું,

"અમે ઓર્ગેનિક ક્ષેત્રમાં ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવા સરકાર સમક્ષ યોજનાઓ પ્રસ્તુત કરવા આતુર છીએ. ગ્રાહકો ઓર્ગેનિકમાં સર્ટિફિકેશન જુએ છે. અત્યારે સર્ટિફિકેશનની પ્રક્રિયા જટિલ છે અને અમે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી આ પ્રક્રિયા કરાવવા ઇચ્છતાં નથી. અમે અત્યારે પીજીએસ (પાર્ટિસિપેટરી ગેરન્ટી સિસ્ટમ) સાથે કામ કરી રહ્યાં છીએ. અમને કોલ્ડ ચેઇન અને સર્ટિફિકેશન પ્રોસેસ મારફતે ઓર્ગેનિક ઉત્પાદનોના સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ઉત્પાદનોનું ટકાઉપણું વધશે તેવી અપેક્ષા છે. અમારું માનવું છે કે ઓર્ગેનિક ઉત્પાદનોની હજુ શરૂઆત છે અને અમને તેમાં રોકાણ કરવું ગમશે."

બિગબાસ્કેટ


લેખક- અપરાજિતા ચૌધરી

અનુવાદક- કેયૂર કોટક


ઇન્વેસ્ટ કર્ણાટકને લગતી અન્ય માહિતી અને અપડેટ મેળવવા અમારા Facebook Page ને લાઈક કરો.


હવે વાંચો આ સંબંધિત આર્ટિકલ્સ:


કર્ણાટકના સંતુલિત વિકાસ પર ભાર મૂકતાં તાતા, ગોપાલક્રિષ્નન અને બિરલા

'ઇન્વેસ્ટ કર્ણાટક'- રોકાણ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની પહેલ સમી ગ્લોબલ સમિટનો શુભારંભ

કર્ણાટકને 'સ્ટાર્ટઅપ હબ' બનાવવા દિવસ-રાત એક કરતા મહિલા IAS અધિકારી રત્ના પ્રભા!

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags