સંપાદનો
Gujarati

પ્રધાનમંત્રીનું મહત્વાકાંક્ષી 'સ્ટાર્ટઅપ અભિયાન' આજથી શરૂ

16th Jan 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
image


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક કાર્યયોજનાની જાહેરાત સાથે 'સ્ટાર્ટઅપ અભિયાન'ની શરૂઆત કરી રહ્યાં છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે.

પ્રધાનમંત્રી કાર્યાલય: PMO તરફથી જાણવા મળેલી જાણકારી પ્રમાણે,

"શરૂઆતના કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના યુવાનોની ઉદ્યમી ભાવનાનો ઉત્સવ મનાવવાનો છે. અને આ કાર્યક્રમમાં દેશ-વિદેશના અગ્રણી સ્ટાર્ટઅપના સંસ્થાપક અને CEO ભાગ લેશે. પ્રધાનમંત્રી 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા'ની શરૂઆત કરશે અને એક આભાસી પ્રદર્શન નિહાળશે. તેઓ આ પ્રસંગે સ્ટાર્ટઅપ ઉદ્યમીઓ સાથે ચર્ચા પણ કરશે."

આ કાર્યક્રમમાં બેન્કસ પણ ભાગ લેશે જેનો નો વિવિધ સ્ટાર્ટઅપ્સને ફંડ મામલે પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમમાં 'સવાલ જવાબ' સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારના વિવિધ વિભાગોના સચિવો સવાલોના જવાબ આપશે.

આ કાર્યક્રમ દરમિયાન સોફ્ટબેંકના CEO માસાયોશી સોન તેમજ વીવર્કના સંસ્થાપક એડમ ન્યૂમેન જેવા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આ અભિયાનની ઘોષણા કરી હતી.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags