સંપાદનો
Gujarati

તમારાં સંતાનોને રસી મુકાવવાનું ક્યારેય નહીં ચૂકો! vRemind તમને રસીની તારીખો અપાવશે યાદ!

YS TeamGujarati
5th Jan 2016
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share

કોઈ મુદ્દો આપણને વ્યક્તિગત રીતે અસર કરે ત્યારે જ આપણે તેના વિશે વાત કરતાં હોઈએ છીએ. ‘વીરિમાઇન્ડ’ (vRemind)ની વાત પણ એવી જ છે. નાગેશ ચુક્કા પોતાનાં બાળકને રસી મુકાવવાનું ચૂકી ગયા હતા. એ વાતથી વ્યથિત થઈને રસીકરણના સમયપત્રકનું કઈ રીતે પાલન થઈ શકે, તે માટે તેમણે મિત્રો અને સહકર્મીઓ સાથે ચર્ચા કરી. નાગેશના સહકર્મી શ્રીનિવાસને પણ આ જ સમસ્યા નડી રહી હતી.

બાળકોને રસી મુકાવવાનું ભૂલી જનારા લોકો માટે ટેકનોલોજીના ઉત્સાહી નાગેશે મોબાઇલ અપ્લિકેશન તૈયાર કરી. યુનિસેફના મતે ભારતમાં સૌથી વધુ એટલે કે 6.9 મિલિયન બાળકમાં રોગપ્રતિકારક શક્તિની ઊણપ છે, આ આંકડો પાકિસ્તાન અને ઇથોપિયાના આંકડા કરતાં પણ વધુ છે ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે તેમણે એપ તૈયાર કરી. યુનિસેફના આંકડાઓ અનુસાર 5 વર્ષ સુધીનાં 30 ટકા બાળકો અટકાવી શકાય તેવી બીમારીને કારણે મૃત્યુ પામે છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ ભારત સરકાર દ્વારા નિઃશુલ્ક રસી પૂરી પાડવામાં આવે છે, આમ છતાં ભારતમાં રોગપ્રતિકારક પ્રવૃત્તિ ધીમી થઈ રહી છે. આ અભિયાનમાં સમયસર રસીકરણ એ ખૂટતી કડી છે. ડિપ્થેરિયા, ટીટેનસ, ઉંટાટિયું અને ઓરી જેવી અટકાવી શકાય તેવી બીમારીઓ માટે ઇમ્યુનાઇઝેશન શિડ્યૂલ તૈયાર કરવાથી આ ચિંતાજનક આંકડામાં અસરકારક ઘટાડો થઈ શકે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારની સાથેસાથે શહેર વિસ્તારમાં પણ આ સમસ્યા સર્જાયેલી હોવાથી નાગેશ અને શ્રીનિવાસે સમાજના બહોળા વર્ગને અસર કરે તેવું સમાધાન શોધવાની દિશામાં કામ શરૂ કર્યું. તેમણે ‘વીરિમાઇન્ડ’ની સ્થાપના કરી, જેમાં એક જ એસએમએસ દ્વારા માતા-પિતા અને પાલકોને ઇમ્યુનાઇઝેશન શિડ્યૂલ્સના નિયમિત પાલન માટે મદદ કરવામાં આવે છે.

ઉકેલ – સરળ છતાં અસરકારક

રજિસ્ટ્રેશન અને રિમાઇન્ડર્સ, એ બે રીતે લોકોને માર્ગદર્શન અપાય છે.

રજિસ્ટ્રેશન – મલ્ટિપલ ચેનલ રજિસ્ટ્રેશન

• ‘વીરિમાઇન્ડ’ને શોર્ટ કૉડ (56263) પર મેસેજ મોકલો. રિમાઇન્ડ (સ્પેસ) જન્મતારીખ DD-MM-YY (સ્પેસ) બાળકનું નામ/હુલામણું નામ.

• વેબસાઇટ પર www.vRemind.org રજિસ્ટ્રેશન.

• હેલ્થકેર પાર્ટનર્સ બાળકના જન્મ સમયની તમામ વિગતોની માહિતી તૈયાર કરે છે.

image


રિમાઇન્ડર્સ

‘વીરિમાઇન્ડ’ બે રિમાઇન્ડ મોકલે છે. પહેલી સૂચના ડ્યુ ડેટના 7 દિવસ પહેલાં જ્યારે બીજી ડ્યુ ડેટના આગલા દિવસે આપવામાં આવે છે.

સહકાર, અસર અને રેવન્યુ મોડેલ

સ્વતંત્ર અસ્તિત્વ હોવાની સાથેસાથે તેમણે વિશાળ માનવસમૂહ સુધી પહોંચતા હેલ્થકેર પ્રોવાઇડર્સ સાથે સંકલન કર્યું. લાઇફસ્પ્રિંગ હોસ્પિટલ્સ તેમના એક ભાગીદાર છે, હૈદરાબાદમાં આ હોસ્પિટલની 12 શાખા છે અને શહેરવિસ્તારની ગરીબ મહિલાઓને ઓછી કિંમતે મેટરનિટી સારવાર પૂરી પાડે છે. ઝડપથી તેની અસર થવા લાગી. બાળકોને રસી મુકાવવા આવનારાં માતા-પિતાની સંખ્યામાં ઝડપથી થતો વધારો લાઇફસ્પ્રિંગ હોસ્પિટલે અનુભવ્યો. શ્રીનિવાસ કહે છે, “શરૂઆતમાં લાઇફસ્પ્રિંગ હોસ્ટિપલને આ સુવિધાના અમલ પ્રત્યે શંકા હતી. માત્ર એસએમએસ સિસ્ટમથી મોટો ફેરફાર થાય તેવી તેઓને કલ્પના નહોતી.”

અસર અંગેનો નાગેશ અને શ્રીનિવાસનો વિશ્વાસ આ રીતે પ્રમાણિત થયો.

નાગેશ વધુમાં ઉમેરે છે,

“માતા-પિતાની મદદ કરવાની સાથેસાથે અમે હોસ્પિટલને પણ ઇમ્યુનાઇઝેશન કવરેજની પ્રાથમિકતા અને આયોજનમાં મદદ કરીએ છીએ. ગ્રામ્યવિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોમાં રસી પહોંચાડવામાં આવતા પડકારો ઝીલવાનો અમારો હેતુ છે.”
image


‘વીરિમાઇન્ડ’ પાસે હાલમાં 10,000 સબસ્ક્રાઇબર્સ છે અને 31,000 જેટલા એસએમએસ રિમાઇન્ડર્સ મોકલવામાં આવે છે. માહિતી અનુસાર રોગપ્રતિકારકતા અંગે સબસ્ક્રાઇબર્સમાં નોંધપાત્ર જાગૃતિ આવી છે અને તેઓ શિડ્યુલ પ્રમાણે રસી મુકાવે છે. ‘વીરિમાઇન્ડ’ હૈદરાબાદના શહેરવિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવાનું પણ કામ કરે છે.

‘વીરિમાઇન્ડ’ હોસ્પિટલને સબસ્ક્રિપ્શન મોડેલ્સ અને વ્હાઇટ લેબલ સોલ્યુશન પૂરું પાડે છે, જેના થકી ઓપરેશન્સ ચાલુ રાખવા માટે ભંડોળ એકત્ર કરે છે. જોકે, ‘વીરિમાઇન્ડ’ માતા-પિતા અને પાલકોને રસીકરણ માટે નિઃશુલ્ક એસએમએસ રિમાઇન્ડર મોકલે છે.

પડકારો

વર્તમાન પડકારો અંગે શ્રીનિવાસ વાત કરે છે. ગ્રામ્યવિસ્તારોમાં વારંવાર સિમકાર્ડ બદલાવાનો સૌપ્રથમ પડકાર હતો. બીજો પડકાર ગ્રામ્યવિસ્તારોમાં મોબાઇલ ફોનના નેટવર્કના વિસ્તરણ અને ઉપયોગનો છે, અને નોન-રિચેબલની સમસ્યા હજી પણ છે. શ્રીનિવાસ ઉમેરે છે, “ભારત એ વિવિધતાઓનો દેશ છે અને સરળ ઉપયોગ માટે વિવિધ ભાષાનો ઉપયોગ થવો આવશ્યક છે.”

નાગેશ વધુ એક રોચક મુદ્દો ઉમેરે છે,

“અમે ઘણી વાર વિચારીએ છીએ કે આપણે શા માટે આ પ્રવૃત્તિ નિઃશુલ્ક કરીએ છીએ અને શા માટે આપણે ‘નહીં નફો, નહીં નુકસાન’ના ધોરણે ‘વીરિમાઇન્ડ’ પસંદ કરી છે. ‘સોશિયલ એન્ટરપ્રાઇઝ’ના આ વિચાર અને સમાજના પડકારજનક મુદ્દા અંગેની પ્રવૃત્તિ અનેક લોકો હજી પણ માની શકતા નથી.”

અન્ય પ્રવૃત્તિઓ

બિઝનેસ સ્કૂલના પ્રાધ્યાપકની મદદથી તેમણે પોતાના પ્રોજેક્ટની અસરકારકતા ચકાસવાનો પ્રયાસ કર્યો. તેમાં ઇમ્યુનાઇઝેશન કવરેજને વધુ સફળ બનાવવા માટેના અન્ય વિકલ્પોનો પણ સમાવેશ કર્યો. નાગેશ કહે છે, “જાગૃતિ લાવવા માટે IVR, વિવિધ ભાષા કે વિવિધ સમાજ સાથે વાતચીત કરવા સહિતનાં અન્ય વિકલ્પો શોધવાનો અમે પ્રયાસ કર્યો.”

‘વીરિમાઇન્ડ’નો, સગર્ભાને બાળકના જન્મ પહેલાંના રિમાઇન્ડર્સ પૂરા પાડવાનો, વધુ એક એજન્ડા છે. કુપોષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને સગર્ભાઓ અને નવજાત બાળકોની માતાઓને પોષણક્ષમ આહારની સલાહ આપવાની ‘વીરિમાઇન્ડ’ની એક યોજના છે.

શ્રીનિવાસ કહે છે,

“આગળ વધવા માટે અમે ઓછી કિંમતે સારવાર કરનારાં વધુ ને વધુ મેટરનિટી અને પિડિયાટ્રિક ક્લિનિક સાથે સંકલન કર્યું. અમે સરકારી સંગઠનો અને આંતરરાષ્ટ્રીય બિન સરકારી સંગઠનો સાથે ભાગીદારી કરવાનું પણ વિચારીએ છીએ.”

નાગેશ ઉમેરે છે, “કવરેજને વિકસાવવા અને આગળ લઈ જવા, એસએમએસ વાંચી ન શકનારા લોકો માટે મલ્ટિ-લેંગ્વેજ સપોર્ટ તથા IVR સપોર્ટની અમને જરૂર છે. ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં રાજ્યોને પ્રાથમિકતા આપવા અને ઇમ્યુનાઇઝેશન કવરેજને શ્રેષ્ઠ સ્તરે લઈ જવા પર અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

ટેકનોલોજી દરેક સમસ્યાનો ઉત્તર હોય તે જરૂરી નથી, પરંતુ નડતર દૂર કરવા અને અસરકારકતા લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ સમયસર રિમાઇન્ડર મોકલવાની પ્રવૃત્તિને કારણે ઇમ્યુનાઇઝેશનના સ્તરમાં વધારો થયો છે. સાથેસાથે 5 વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થશે. નાગેશ અને શ્રીનિવાસ વીરિમાઇન્ડને વૈશ્વિક સ્તરે લઈ જવા ઇચ્છે છે અને લોકો સુધી સરળતાથી પહોંચી શકે તેવું મોબાઇલ હેલ્થ પ્લેટફોર્મ બને તેવી કલ્પના કરી રહ્યા છે.

Website


લેખક- સ્નિગ્ધા સિંહા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો