સંપાદનો
Gujarati

"આગામી 10 વર્ષમાં ભારતમાં જબરદસ્ત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી થશે!"

18th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
“હું ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની ઊર્જા દ્વારા અતિ પ્રભાવિત થયો છું. મારું માનવું છે કે વડાપ્રધાનની આ પહેલના પરિણામ મળતા સમય લાગશે, પણ આગામી 10 વર્ષમાં ભારતમાં જબરદસ્ત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી થશે."

આ શબ્દો છે અમદાવાદના મહેમાન બનેલા પાબ્લો બ્રેનરના. કે જેઓ અમેરિકા તેમજ ઇઝરાયેલમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા ઘણા સમયથી કાર્યરત છે અને આ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે. જ્યારે હાલમાં તેઓ ઉરુગ્વે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા છે. icreate દ્વારા whatnext 2016નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાબ્લો બ્રેનરે હાજરી આપી ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવે તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.

વધુમાં પાબ્લો બ્રેનરનું કહેવું છે, 

"અત્યારે ટેકનોલોજી ક્ષત્રે પ્રતિભાની ખેંચ છે પણ ભારત ગુણવત્તા અને પ્રમાણ બંને પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.”
ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી પર સંબોધન કરી રહેલા અરવિંદ અગ્રવાલ

ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી પર સંબોધન કરી રહેલા અરવિંદ અગ્રવાલ


પ્રોફેસર યુજિન કેન્ડેલે અને ડો. હેરી યુકલીયાએ 'ઇઝરાયેલ – આંત્રપ્રિન્યોરિઅલ ઇકોસિસ્ટમઃ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર – લેસન્સ ફોર ઇન્ડિયા' પર વીડિયો પ્રેઝન્ટેશન રજૂ કર્યું.

ડૉ. યુકલીયાએ ઇઝરાયેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને ગુજરાત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિશે વાત કરતા એ પણ જણાવ્યું કે ઇઝરાયેલની સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમમાંથી શું શીખવા જેવું છે. તેઓ વધુમાં જણાવે છે, 

"ગુજરાતમાં ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમની મૂળભૂત બાબતોમાં સતત પ્રગતિ થઈ રહી છે. છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં યુનિવર્સિટી, બિઝનેસ કમ્યુનિટી, સરકાર અને વિવિધ સંસ્થાઓ સહિત અનેક હિતધારકોના પ્રયાસોના પરિણામે અહીં ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે." 

આ ઇવેન્ટમાં એચ. કે. મિત્તલ પણ ઉપસ્થિત રહ્યાં કે જેઓ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (એનએસટીઇડીબી)ના સભ્ય સચિવ છે. તેમણે અમેરિકા અને ઇઝરાયેલની સરખામણીમાં આપણી ઇકોસિસ્ટમ કેવી રીતે આકાર લઈ શકે છે તેના વિશે જણાવ્યું. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક સચિવ અરવિંદ અગ્રવાલે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ગુજરાત સ્ટાર્ટઅપ નીતિ વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી.

 icreateના સંયોજક અને સ્થાપક ડિરેક્ટર પરાગ અમિને કહ્યું, 

"whatnext 2016 તેના સહભાગીઓને ઉદ્યોગસાહસિક અને ઇકોસિસ્ટમ નિર્માણ સંસ્થા એમ બંનેમાં સફળતા મેળવવા જરૂરી માહિતીનો ખજાનો આપે છે. તે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ તકો અને નીતિઓ વિશે જણાવે છે.”

whatnext 2016માં વિવિધ અગ્રણી આગેવાનો, નીતિનિર્માતાઓ, સફળ ઉદ્યોગસાહસિકો, શિક્ષાવિદો અને અગ્રણી રોકાણકારો એકત્ર થયા હતા અને તેમણે ભારતમાં આકાર લઈ રહેલી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વૈશ્વિક અર્થતંત્રનું આગામી એન્જિન બનવાની ક્ષમતા છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઇવેન્ટની થીમ 'સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ – લર્ન, શેપ અને બેનિફિટ' હતી. 

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags