સંપાદનો
Gujarati

ડિલિવરી બૉયે શરૂ કર્યું સ્ટાર્ટઅપ, આજે કમાય છે લાખો!

YS TeamGujarati
5th Jul 2017
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

આપણે ટેકનોલોજીના એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં બધું જ તરત થઇ જવું જોઈએ. પછી ભલે મોબાઈલથી ટિકિટ બૂક કરવાની હોય કે પછી ઓનલાઈન શોપિંગ કે પછી કંઇક ખાવાનું ઓર્ડર કરવાનું હોય. બધું જ ફટાફટ થવું જોઈએ. ખાવાપીવાની વસ્તુઓ ડિલિવરી કરવા મોટા શહેરોના ઘણાં સ્ટાર્ટઅપ્સ સર્વિસ આપી રહ્યાં છે પરંતુ જયપુર જેવા નાના શહેરમાં આવી સુવિધાઓ ઓછી છે. આજ ઉણપને દૂર કરવા એક યુવાને ચા-નાસ્તો ડિલિવર કરવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે!

image


રઘુવીરને અંદાજો ન હતો કે તેનો આઈડિયા કેટલો સફળ નીવડશે! પરંતુ તેમની ચા અને ડિલિવરી એટલી સરસ હોય છે કે આસપાસના તમામ દુકાનધારકો તેમની જ ચા મંગાવવા લાગ્યા. 

જયપુરના રઘુવીર સિંહ ચૌધરી આર્થિક રૂપે નબળા પરિવારમાંથી આવે છે. તેમના ઘરની પરિસ્થિતિ એટલી સારી ન હતી કે તે સ્કૂલ ખતમ કરીને આગળનું ભણતર પૂરું કરી શકે. એટલે મજબૂરીમાં તેમણે કામ કરવું પડ્યું. અમેઝોનમાં તેઓ ડિલિવરી બૉય તરીકે કામ કરતા જેમાં તેમને મહીને 9 હજાર રૂપિયાનો પગાર મળતો.

આખો દિવસ સાઈકલ ચલાવી ચલાવીને તે થાકી જતાં. અને ત્યારબાદ તેમને ચા પીવી પડતી. પરંતુ ચાની સારી દુકાન શોધવામાં તેમને મુશ્કેલી પડતી. જો કોઈ ચાની દુકાન મળતી તો પણ એ ખાતરી ન હોય કે ક્યાં સારી ચા મળશે. ક્યારેક તેમને ખરાબ ચા પણ પીવી પડતી. રઘુવીર રોજ-રોજ આ પરિસ્થિતિનો સામનો કરતા. તેમણે વિચાર્યું કે મારી બીજા લોકોને પણ સારી ચા પીવાની ઈચ્છા થતી હશે પણ સારી ચા પી નહીં શકતા હોય.

રઘુવીરે વિચાર્યું કે જો મોટી-મોટી કંપનીઓ સામાનની ડિલિવરી કરી શકે છે તો ચા કેમ ના પહોંચાડી શકાય. પહેલો પગાર મળતાં જ રઘુવીરે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલાં તો તેમણે એક રૂમ ભાડે લીધો અને એક વ્યક્તિને નોકરી પર રાખ્યો. તેમણે એક એપ્લિકેશન પણ તૈયાર કરાવી અને થોડા જ પ્રચારથી ચાની ડિલિવરી કરવા લાગ્યા. તેમણે અમેઝોનની નોકરી છોડી દીધી. એપ્લિકેશનની સાથે જ તેઓ વોટ્સએપ તેમજ ફોન પર પણ ચાના ઓર્ડર લેવા લાગ્યા.

રઘુવીરને અંદાજો ન હતો કે તેમનો આઈડિયા કેટલો સફળ થશે. તેમની પાસે વધુ પૈસા ન હોવાથી પોતાના 3 મિત્રો સાથે ભેગા થઈને આ કામની શરૂઆત કરી. ધીરે ધીરે પોતાની આસપાસના દુકાનદારોનો સંપર્ક કર્યો અને લગભગ 100 જેટલી દુકાનોનું કામ મળી ગયું. જે ગુણવત્તાની ચા તેઓ આપતા અને તેવી ચા માર્કેટમાં મળવી ઘણી મુશ્કેલ હતી. થોડા દિવસો બાદ તેમણે એક બાઈક પણ ખરીદી લીધું.

આજે જયપુરમાં રઘુવીરના 4 ચા સેન્ટર્સ છે જ્યાંથી તેઓ ચાની ડિલિવરી કરે છે. દરરોજના તેમને 500થી 700 ચાના ઓર્ડર મળે છે. અને તેનાથી તેમને દર મહીને આશરે 1 લાખથી વધુની કમાણી થાય છે. આજે તેમની પાસે 4 મોટરસાઈકલ છે જેનાથી તેઓ ચાની ડિલિવરી કરે છે. 

રઘુવીર સ્ટાર્ટઅપ શરૂ કરતા એ તમામ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે જે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. રઘુવીરની આ સ્ટાર્ટઅપ સફર આપણને સમજાવે છે કે આપણને સૌને એ એક મોકાની જરૂર હોય છે. તેની સાથે જ પૂરી લગનથી મહેનત કરવામાં આવે તો આપણને સફળ થતાં કોઈ નથી રોકી શકતું. 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો