સંપાદનો
Gujarati

TechSparks2016માં હાજર રહેવાના 16 મુખ્ય કારણો!

29th Sep 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

છેલ્લા 6 વર્ષોથી યોરસ્ટોરીની મુખ્ય ઇવેન્ટ ટેકસ્પાર્ક્સે ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે. ત્યારે આ વર્ષે, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે બેંગલુરુની તાજ વિવાંતા ખાતે ટેકસ્પાર્ક્સની 7th એડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપની દુનિયાના લોકો આખું વર્ષ આ ઇવેન્ટની રાહ જોતા હોય છે જેમાં સ્ટાર્ટઅપ્સને ઘણી રીતે ફાયદો મળતો હોય છે.

image


છેલ્લા 6 વર્ષોમાં ટેકસ્પાર્ક્સે સ્ટાર્ટઅપ્સને એક આગવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ વર્ષોમાં કુલ 180 સ્ટાર્ટઅપ્સને પોતાની કામગીરી અને વિશેષતા લોકો સમક્ષ મૂકવાની તક મળી છે, જેમાંથી 97 સ્ટાર્ટઅપ્સ 'Tech30' લિસ્ટમાં સમાવેશ થયા બાદ ભંડોળ ઉભું કરી શક્યા છે. ટેકસ્પાર્ક્સ 'Tech30' લિસ્ટમાં સમાવેશ પામેલા સ્ટાર્ટઅપ્સ $630 મિલિયન ડૉલરનું ભંડોળ ઉભું કરવામાં સફળ રહ્યાં છે. 

આ સાતમા વર્ષે વિવિધ ક્ષેત્રના અને વિવિધ જગ્યાઓના સ્ટાર્ટઅપ્સ તેમજ ઉદ્યોગસાહસિકો સુધી પહોંચી વળવા TechSparks સમગ્ર દેશમાં ફર્યું છે. હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા, મુંબઈ, પૂણે, જયપુર, ચંદીગઢ, દિલ્હી, ચેન્નાઈ અને અમદાવાદ શહેરોમાં TechSparksની ટીમ ફરી અને આ તમામ જગ્યાઓએથી કેટલાંયે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોએ TechSparks ઇવેન્ટમાં ભાગ લેવાનો રસ દાખવ્યો. TechSpakrsનો ગ્રાન્ડ ફિનાલે બેંગલુરુ ખાતે યોજવા જઈ રહ્યો છે જેમાં વિવિધ શહેરોના ઉદ્યોગસાહસિકો તેમના સ્ટાર્ટઅપ્સ અને વિશેષતાઓ લોકો સમક્ષ લાવી શકશે. 

ત્યારે TechSpakrs2016 ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવાના આ 16 મુખ્ય કારણો છે, જે સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો કરાવી શકે છે:

1. નેટવર્કિંગ- આ 2 દિવસની ઇવેન્ટમાં 3000 કરતા વધુ લોકો ભાગ અને મુલાકાત લેશે. ત્યારે અન્ય સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકોને મળવાની તક. જોકે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારા બિઝનેસ કાર્ડ્સ ખૂટી ના જાય. માત્ર બોલતા જ ન રહેતા, લોકોને સાંભળજો પણ. TechSparksમાં વિતાવેલો સમયને રસપ્રદ અને તમારા બિઝનેસમાં ઉપયોગી નીવડે તો અંતે તેનો ફાયદો તમને જ થશે.

2. 'બેસ્ટ'માંથી મળતી શીખ- ઇન્ડસ્ટ્રીની ટોચની કેટલીક વ્યક્તિઓ ત્યાં હાજર હશે. જેમ કે; Future ગ્રુપના ફાઉન્ડર અને CEO કિશોર બિયાણી, TATA Sons Ltdના ડૉ.મુકુન્દ રાજન, Sequoia Capitalના MD શૈલેન્દ્રસિંઘ, Zendeskના કૉ-ફાઉન્ડર અને CTO મોર્ટન પ્રિમાધાલ, PayTMના ફાઉન્ડર વિજય શેખર શર્મા, BookMyShowના કૉ-ફાઉન્ડર અને CEO આશિષ હેમરાજાણી અને Directiના ફાઉન્ડર અને CEO ભાવિન તુરખિયા

TechSpakrs2016ના ગ્રાન્ડ ફિનાલેમાં હાજર રહેનારા સ્પીકર્સના લાંબા લિસ્ટમાં ઇન્ટરનેશનલ સ્પીકર્સમાં સામેલ છે. તેમને સાંભળવાની તો મજા આવશે જ પણ સાથે સાથે તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી શકાશે. જો તમે એક ઉદ્યોગસાહસિક છો, તો આ સ્પીકર્સની સ્પીચ અને તેમના ઇન્ડસ્ટ્રી પ્રત્યેના ઈનપુટસ પર પૂરતું ધ્યાન આપશો તો એ તમારા ફાયદામાં જ રહેશે. 

૩. રોકાણકારોને સીધા મળવાની તક- ટેકસ્પાર્ક્સ2016ની ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટમાં સ્ટેજ પર 20થી વધુ રોકાણકારો હાજર રહેશે. (અને ક્રાઉડમાં અન્ય ઘણાં રોકાણકારો હાજર હશે). તેમની સાથે તમે ચર્ચા કરી શકો છો. પણ હા, તમારી સ્ટાર્ટઅપ પીચમાં તમારા સ્ટાર્ટઅપની વિશેષતા પર તમારું ફોકસ રહે તેના પર ચોક્કસપણે ધ્યાન આપજો. 

4. સ્ટાર્ટઅપ્સને સરકારનો સહકાર- ત્યાં હાજર સરકારના અધિકારીઓ અને પ્રતિનિધિઓને મળવાની તક. સાથે જ તમે એ પણ જાણી શકશો કે ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને સહકાર આપવા સરકાર તરફથી કેવી નીતિઓ અમલમાં લવાઈ છે, સાથે જ આ અંગે ભવિષ્યમાં સરકારની યોજનાઓ કેવી રહેશે. સરકાર તરફથી આ ગ્રાન્ડ ફિનાલેમાં Smt. Ratna Prabha, Additional Chief Secy to the Govt, C&I Dept, Govt. of Karnataka, Shri Priyank Kharge, Minister IT & BT, Tourism, Government of Karnataka and Shri G.S. Naveen Kumar (IAS) Special Secy to the honorable CM & Dept of IT&E, Govt of Uttar Pradesh હાજર રહેશે.

5. વર્કશોપ્સ- આ વર્ષે TechSparksમાં 9 વર્કશોપ્સનું આયોજન કરાયું છે. 

6. ઇન્ડસ્ટ્રીના સક્રિય લોકોની હાજરી- માત્ર રોકાણકારો, ઉદ્યોગસાહસિકોન અગ્રણીઓ જ નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીને શક્તિશાળી બનાવતા લોકો અને કંપનીઝ પણ ત્યાં હાજર રહેશે. જેમ કે; Axis Bank, Akamai, AWS, Microsoft અને Digital Ocean.

7. ફીડબેક- નાના અને મધ્યમ કદના સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો માટે તેમના કામ, કન્સેપ્ટ અને સ્ટાર્ટઅપ માટેનો ફીડબેક મેળવવાની આ એક સોનેરી તક છે. TechSparksમાં હાજર રહેનારા જેટલા વધુ લોકોને તમે મળશો, તેટલા જ વધારે સવાલોના તમારે જવાબો આપવા પડશે જેનાથી અંતે તો તમારી પ્રોડક્ટને જ ફાયદો થશે. 

8. Tech 30- આ વર્ષે મળેલી કુલ 2600 એપ્લિકેશન્સમાંથી Tech 30 સ્ટાર્ટઅપ્સ ભારતના શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ્સ છે. ત્યારે આ સ્ટાર્ટઅપ્સને કેમ Tech 30માં જગ્યા મળી, તેમની શું વિશેષતા છે તે જાણો. સાથે જ Tech 30માં જીતનાર સ્ટાર્ટઅપને રૂ.10 લાખ સુધીના ઇનામો પણ મળશે. 

9. ઇન્ડસ્ટ્રી રીપોર્ટ- દર વર્ષે TechSparks ઇવેન્ટમાં YourStory 'The Tech 30 રીપોર્ટ' રજૂ કરે છે, જે ઇન્ડસ્ટ્રી માટે ઘણું ઉપયોગી સાબિત થઇ રહે છે. 

10. ભાગીદારી- એક જ જગ્યાએ પાર્ટનર્સ, સહયોગીઓ તેમજ સોલ્યુશન પ્રોવાઈડર કંપનીઓને મળવાની તક.

11. નોકરીની તકો- નિયોજકો તેમજ કોઈ સ્ટાર્ટઅપ્સમાં સારી નોકરીની શોધમાં હોય તેવા લોકો માટે આ ઇવેન્ટ ઉપયોગી સાબિત થઇ શકે છે. એમ્પ્લોયર્સ અને એમ્પ્લોયીસ માટે આ સ્થળ શ્રેષ્ઠ બની રહેશે. લોકોને મળો, સ્ટાર્ટઅપ્સ અને તેમાં કામ કરતા લોકોને મળો. 

12. લૉન્ચ અને ડેમો- TechSparksમાં લૉન્ચ થનારી પ્રોડક્ટ્સના સેશનમાં હાજરી આપવી પણ ઘણું રસપ્રદ બની રહેશે.

13. પ્રદર્શકો- આ વર્ષે TechSparksની મુખ્ય ઇવેન્ટમાં દેશભરમાંથી 70થી વધુ પ્રદર્શકો ભાગ લઇ રહ્યાં છે.

14. પ્રેરણા લો- તમારે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, પણ જો ક્યાંય ખચકાતા હોવ, તો અહી ભાગ લેનારા અન્ય સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકો પાસેથી પ્રેરણા લો. કદાચ તમે પણ આવતા વર્ષે યોજાનાર TechSparks ઇવેન્ટમાં ભાગ લેનાર, Tech 30ના લિસ્ટમાં તમારું પણ નામ હોય.

15. ઇનામો જીતો- સોશિયલ મીડિયા થકી પણ તમે TechSparksમાં ભાગ લઇ શકો છો. #tsparks સાથે સોશિયલ મીડિયા પર સક્રિય રહો અને ટેકસ્પાર્ક્સ વિશે તમને શું પસંદ પડ્યું કે શું નહીં, તેના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો. સૌથી વધુ અને શ્રેષ્ઠ ટ્વીટસ કરનારને ઇનામ જીતવાનો મોકો મળશે. 

16. યોરસ્ટોરી ટીમને મળવાની તક- યોરસ્ટોરી ટીમને મળો અને તમારી સ્ટોરી તેમની સાથે શેર કરો. editorial@yourstory.com પર મેઈલ કરી એડિટ ટીમનો સંપર્ક કરો અને ઇવેન્ટમાં અમને રૂબરૂ મળો. 

તો મળીએ, TechSparks2016ના ગ્રાન્ડ ફિનાલેમાં....

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags