સંપાદનો
Gujarati

તમે કેટલી જાડી ચામડીના છો?

26th May 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

તમારા જીવનની તમારી સૌથી મોટી મહત્વકાંક્ષા શું છે? જે તમને ઘણાં લાંબા સમયથી સિદ્ધ કરવી છે? ઘણાં લોકોને એક સરસ લોકેશન પર વેકેશન મનાવવા જવું હશે, ઘણાને બોડીને શેઈપમાં લાવવી હશે, ઘણાને ફંડ મેળવવું હશે, વગરે, વગેરે. પણ મારા માટે, લાંબા સમયથી મહત્વકાંક્ષા છે કે હું જાડી ચામડીની બનું.

અને વર્ષો બાદ હું ઘણીખરી એ પરિસ્થિતિ સુધી પહોંચી ગઈ છું. પણે મને લાગે કે જ્યારે વારસાગત રીતે તમારું શરીર દુર્બળ હોય અને તમારે એબ ક્રન્ચીસ કરવા હોય તો કેમનો મેળ પડે! તમારે એના માટે સખત મહેનત કરવી પડે જેથી તમારું પેટ અને શરીર એબ્સ કરવા અને ફિટ બોડી માટે તૈયાર થઇ શકે. અને આ જ રીતે, જાડી ચામડીના થવા માટે પણ તમારે સખત મહેનત કરવી પડે. 

image


આપણા જીવનની અન્ય બાબતો, અન્ય પરિસ્થિતિની જેમ આ મામલે (હું જાડી ચામડીની નથી તે મામલે) પણ હું મારા ઉછેર, મારા માતા-પિતા, મારા શિક્ષકો અને એ તમામનો જ વાંક કાઢીશ જે લોકોએ મને સલાહ આપી છે કે પછી કંઇક ને કંઇક શીખવાડ્યા કર્યું છે. તમને યાદ છે કે બાળપણમાં જો તમે કોઈની વાત ન સાંભળો તો ઠપકા સાંભળવા પડયા હશે? "હું કહું છું એ સાંભળ" અથવા તો "જાણે તું તો મને સાંભળતી જ નથી" અને "ધ્યાનથી સાંભળ!" એવું કેટલીયે વાર તમને કહેવામાં આવ્યું હશે. માતા-પિતા અને શિક્ષકો પાસેથી અવારનવાર આવું બધું સાંભળવા મળ્યું હશે. તમારે સાંભળવું પડે એવી જ રીતે તમારું વાઈરીંગ કરવામાં આવ્યું. અને જો કોઈ વખત તમે કોઈનું નહીં સાંભળ્યું હોય તો 100 વખત લખીને તમારે તમારી ભૂલની માફી માગવી પડી હશે, તમને વઢ પડી હશે, દરવાજાની બહાર ઉભા રખાયા હશે જેથી બીજી વખત લોકો તમને જે કહે તે સાંભળ્યા વગર છૂટકો જ ના રહે. થયું છે ને? 

જ્યારે હું લોકોને સાંભળવાની મારી આ આદત વિશે ખૂબ ઉંડાણપૂર્વક વિચારું છું ત્યારે મને લાગે છે કે આપણી આ આદતે આપણને વધુ પડતા સંવેદનશીલ કે અંશત: નિર્બળ બનાવી દીધા છે. આપણી આસપાસના લોકોને સાંભળવામાં આપણે સંવાદી બની જઈએ છે. કેટલીક વખત તો એ શોરબકોર એટલી હદે વધી જાય કે આપણે આપણી જાતને જ સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. 

મને હજી યાદ છે કે મારા સ્ટાર્ટઅપ (YourStory)ની શરૂઆતમાં એક વ્યક્તિના ઉદ્ધત વ્યવહારે મને રડાવી દીધી હતી. કંઈ નહીં, સ્ટોરી પર પાછી આવું તો, હજી મને યાદ છે કે એ વ્યક્તિની ઉગ્ર વાત અને ટીકા સાંભળીને હું ત્યાંથી બહાર નીકળી ગઈ અને અચાનક જ મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ખબર હતી કે એ વ્યક્તિ જે બોલી હતી તે ઘણું અપમાનજનક તેમજ એક હદથી નીચી કક્ષાનું હતું. મને ખબર જ નહોતી પડી રહી કે હું શું કરું.. અને આ ક્ષણે મારા પિતાનો ફોન આવ્યો. તેમનો ફોન રિસીવ કરીને, તેમની સાથે વાતની શરૂઆત કરતી વખતે મેં ઢોંગ કર્યો કે જાણે કંઈ થયું જ નથી. બધું નોર્મલ છે. પણ તમારા માતા-પિતા તો તમને જ પકડી પાડે, તેઓ આપણા અવાજ પરથી પણ જાણી લે કે આપણે ઠીક છીએ કે નહીં. મારા ફાધરને પણ માલૂમ પડી ગયું કે કંઇક બરાબર નથી. તેમણે મને પૂછ્યું. "શું થયું છે?" પણ મારી પહેલથી એવી ટેવ જ નહીં કે મારા ફાધર સાથે હું સંવેદનશીલ વાતો શેર કરું. પણ એ વખતે મેં એમની આ ઘટના વિશે વાત કરી. તેમણે મને કહ્યું,

"જ્યારે તમે રોડ પર ઉભા રહો ત્યારે રોડના માણસ જ બની જાઓ, રસ્તો કેવી રીતે ક્રોસ કરશો તે જાણો અને તમારા રસ્તામાં આવતા ટ્રાફિકનો કેવી રીતે સામનો કરશો એ પણ જાણો અને શીખો."

પણ શું આટલા વર્ષો બાદ હું યોગ્ય રીતે રસ્તો ઓળંગતા શીખી છું? પહેલાં હતી તેના કરતા હવે સારી રીતે રોડ ક્રોસ કરી શકું છું, પણ હજી પણ જીવનના રસ્તામાં સામે આવતા આડેધડ ટ્રાફિક અને લોકો સાથે હજી પણ હું અથડાઈ જઉં છું.

જે લોકોને જાડી ચામડીના બનવું છે, તે સૌને સંબોધીને હું કંઇક કહેવા માગું છું. સૌથી પહેલાં તો તમારો ખુદનો આભાર માનો કે તમે જન્મથી જ જાડી ચામડીના નથી, તમારું વર્તન બેપરવા નથી. આજની દુનિયામાં પણ સંવેદનશીલ હોવું એ વિશિષ્ટ છે. આજના સમયમાં લાગણીપ્રધાન હોવું એ તમારી નબળાઈ ગણવામાં આવે છે. એક બિઝનેસ લીડર તરીકે જો તમે સંવેદનશીલ છો તો તે તમારું નકારાત્મક પાસું ગણવામાં આવે છે. પણ હું વાતનું સમર્થન નથી કરતી. આપણી સંવેદનશીલતા જ આપણી સૌથી મોટી તાકાત છે.

જે વ્યક્તિ ખુલ્લા દિલથી રડી શકે, તે જ મોકળા મને હસી શકે.

તો સૌથી પહેલાં અને સૌથી મહત્ત્વનું તો એ છે કે તમે તમારી સંવેદનશીલતાને પ્રેમ કરો.

એ સાથે જ હું એમ પણ કહેવા માગીશ કે, જાડી ચામડીના બનવું હોય તો દરરોજ તેની પ્રેક્ટિસ કરવી પડે. ચાલો, દરરોજ નિષ્ઠુરતા અને નિર્દયતાને નજરઅંદાજ કરીએ, હું તો કહું છું કે તેવા લોકોને પ્રેમ કરો, તે આપણને વધુ મજબૂત બનાવશે.

દરેક અપમાન, દરેક અસ્વીકાર આપણને જાડી ચામડીના બનવામાં મદદ કરે છે.

જાડી ચામડીના બનવા બદલ ખુદને શાબાશી આપીએ.

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો