સંપાદનો
Gujarati

તમારાં જૂનાં કપડાં ફેંકીને બરબાદ ન કરશો, તેનું શું કરવું તે આ લોકો જણાવશે!

9th Feb 2016
Add to
Shares
167
Comments
Share This
Add to
Shares
167
Comments
Share

આપણાં સહુની તિજોરીમાં જૂતાં, ટોપ, શર્ટ, પેન્ટ કે અન્ય જરૂરી કપડાં અથવા તો તેની એક એવી જોડી જરૂરથી હોય છે કે જેનો ઉપયોગ ભાગ્યે જ થતો હોય. તેને કોઈ વિશેષ કામ માટે સાચવીને રાખવામાં આવ્યાં હોય છે અથવા તો અન્ય કારણોસર તેઓ દિવસનો પ્રકાશ જોવાથી વંચિત રહી જાય છે. આપણે આપણા 50 ટકા કપડાં પહેર્યાં વિના જ છોડી દઇએ છીએ આ વાતનો આધાર લઈને સ્પોયલ (Spoyl)નો પાયો નંખાયો.

image


આ વર્ષની શરૂઆતમાં 20 વર્ષીય ભાર્ગવ ઇરંગીએ જોયું કે તેમની એક મિત્ર પોતાની એકદમ નવી બૂટની જોડી ફેસબુકના માધ્યમથી વેચવાની કોશિશ કરી રહી છે. આ વાતે તેમનું ધ્યાન ખેંચ્યું. કારણ કે ફેસબુક જેવું મંચ ખૂબ જ મર્યાદિત ફિલ્ટર અને ક્યુરેશનથી સુસજ્જ છે. તેને ટૂંક સમયમાં એ વાતનો અહેસાસ થયો કે તેમની મિત્ર જેવા એવા અનેક લોકો હશે કે જેઓ આ માધ્યમ મારફતે પોતાની વસ્તુઓ વેચવા કે ખરીદવાનો પ્રયાસ કરતાં હોય.

એક જમાનામાં સિલિકોન વેલીમાં રહીને કામ કરનારા ભાર્ગવ જણાવે છે કે બસ આ જ તેમના માટે મોટી ક્ષણ હતી. જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી બાયો મેડિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરેટ કરી ચૂકેલા ભાર્ગવ હંમેશા અર્થતંત્રની તરફ આકર્ષાયેલાં રહ્યાં છે. લગભગ 14 વર્ષ સુધી સિલિકોન વેલીમાં કામ કરીને ભારત પરત ફરનારા ભાર્ગવ કહે છે કે સિલિકોન વેલીમાં અનેક શ્રેષ્ઠત્તમ સ્ટાર્ટઅપ જોયા પછી મને લાગ્યું કે ભારતનું બજાર ટેકનોલોજીથી ચાલતાં અને ગ્રાહકો માટે ઉપયોગી કોઈ પણ નવાં ઉત્પાદન માટે વધારે ખૂલ્લું છે.

જોકે, ભારત પરત ફર્યા બાદ તેમનાં શરૂઆતના દિવસો સારા નહોતા રહ્યા. ભારતમાં કોઈ પણ જાતની વ્યાપારિક ઓળખાણ ન હોવાને કારણે તેમણે શૂન્યથી શરૂઆત કરવી પડી હતી. તેમની સાથે કામ કરવા માટે તેમના જેવી વિચારધારા ધરાવતા માણસોને શોધવા અને સ્પોયલની આવશ્યકતાઓને આગળ લઈ જવી મોટો પડકાર હતો.

"હું હૈદરાબાદ સ્થાયી થયો. નેટવર્કિંગ શરૂ કર્યું અને કેટલાક લોકોને પ્રેરિત કરવામાં સફળ રહ્યો. હાલમાં તે તમામ લોકો સ્પોયલની કરોડરજ્જુ છે."

તેમાંના એક તેમના જૂના સાથીદાર સુમિત અગ્રવાલ છે કે જે તેમની સાથે સહસ્થાપક તરીકે જોડાયા હતા. આ ઉપરાંત સ્પોયલની સાથે પહેલા કર્મચારી તરીકે જોડાનારા ભાસ્કર ગંજી પણ આ ટીમના અગત્યના સભ્ય છે. તે અગાઉ ભાસ્કર હૈદરાબાદની એક નાની સલાહકાર કંપનીમાં કામ કરતા હતા.

ભૂતપૂર્વ મંત્રી અને વ્હૂપલર સાથે ગ્રોથ હેકર તરીકે કામ કરી ચૂકેલાં ઇરમ રુકૈયા આ ટીમનાં વધુ એક અગત્યનાં સભ્ય છે. ભાર્ગવ જણાવે છે કે તેમણે લિન્ક્ડ ઇન ઉપર તેમનો ત્યાં સુધી પીછો કર્યો હતો કે જ્યાં સુધી તેમણે જોડાવા માટેની હા ન પાડી દીધી.

લગભગ એક મહિના પહેલા આ ટીમની બિટા રન બાદ પોતાની એપ્લિકેશનની પહેલી આવૃત્તિને બજારમાં ઉતારી. સ્પોયલ એન્ડ્રોઇડ અને આઈઓએસ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. અમારી એપનો ઉપયોગ કરનારા વેચાણકારે એટલું કરવાનું રહેશે કે તેણે જે વસ્તુ વેચવી છે તેનો ફોટો પાડીને અને તેની કિંમત નક્કી કરીને તેનાં વર્ણન સાથે એપ ઉપર અપલોડ કરવાનો રહેશે. એક વખત તે પ્રોડક્ટ પસંદ થયા બાદ સ્પોયલની ટીમ તેની સમીક્ષા કરે છે. તે પ્રોડક્ટને પ્રકાશિત કરતાં પહેલાં વેચાણકારો સાથે જોડાયેલી તમામ માહિતીઓની ખાતરી કરે છે.

એક વખત ઓર્ડરની ચકાસણી થઈ ગયા બાદ સ્પોયલના લોજિસ્ટિક ભાગીદાર સાથે સંપર્ક કરવામાં આવે છે. અને ત્યારબાદ ડિલિવરીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવે છે. સ્પોયલ બજારની આવકના એક મોડેલનું અનુસરણ કરે છે જેમાં તેઓ લોજિસ્ટિક અને સંચાલન ખર્ચમાંથી નફો કમાવા ઉપરાંત દરેક વસ્તુનાં વેચાણ ઉપર અમુક ચોક્કસ ટકાની રકમ લે છે.

આ ઉપરાંત સ્પોયલ તેમના ગ્રાહકો માટે એક વિશેષ સેવા પણ આપે છે. જેમાં વેચાણકારો પાસેથી તેમની વસ્તુ લઈને તેમને એકદમ ચોખ્ખી બનાવીને આકર્ષક રીતે ખરીદારો સમક્ષ મૂકવામાં આવે છે. ભાર્ગવ કહે છે કે આ સેવા વિશેષરૂપે એવા લોકો માટે છે કે જેઓ કોઈ કારણોસર આવું કરવામાં નિષ્ફળ રહે છે. સ્પોયલ આવી સેવા માટે વધારાનાં નાણાં વસૂલે છે.

અત્યાર સુધી સ્પોયલને 1100 ડાઉનલોડ મળી ચૂક્યા છે. અને 800 જેટલા સક્રિય ગ્રાહકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેનો દાવો છે કે તેમની એપના માધ્યમથી તેમને રોજના સરેરાશ 8 ઓર્ડર મળે છે. આ ટીમનું કહેવું છે કે અત્યાર સુધી તેમણે માર્કેટિંગની પાછળ એક રૂપિયાનો ખર્ચ કર્યો નથી. તેમનું તમામ કામ વપરાશકારોનાં રેફરલ મારફતે જ ચાલ્યા કરે છે.

આ ટીમ આગામી કેટલાંક સપ્તાહોમાં ખૂબ જ આક્રમક રીતે વસ્તુનું નિર્માણ કરવા અને વપરાશકારોને જોડવાનું કામ શરૂ કરવાની છે. તેમનો વિચાર ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં 5 હજાર સક્રિય ગ્રાહકો બનાવીને પ્રતિદિન 25 ઓર્ડર મેળવવાનો છે. આ ટીમ અન્ય શહેરોમાં પોતાનું વિસ્તરણ કરતાં પહેલાં વેપાર માટે જરૂરી એવા લોજિસ્ટિક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.

ભાર્ગવ જણાવે છે કે આ ક્ષેત્રમાં હજી સુધી અમારો કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે અમને વિશ્વાસ છે કે અમારી ટીમ અમારાં ઉત્પાદનો અને અમારી સેવાઓને કોઈ પણ કંપની કરતાં આગળ રાખવામાં સફળ થશે.

હાલમાં સ્પોયલ ટીલેબ્સના એક્સિલેટર કાર્યક્રમનો એક ભાગ છે. ટીલેબ્સ અમેરિકી રોકાણકારો પાસેથી 1 લાખ અમેરિકન ડોલરનું રોકાણ મેળવવામાં સફળ રહી છે. આ ઉપરાંત મિન્ત્રાના ભૂતપૂર્વ સીઓઓ ગણેશ સુબ્રહ્મણ્યમ તેનાં બોર્ડમાં ઓફિશિયલ એડવાઇઝર તરીકે સામેલ થયા છે.


લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- અંશુ જોશી

Add to
Shares
167
Comments
Share This
Add to
Shares
167
Comments
Share
Report an issue
Authors

Related Tags