સંપાદનો
Gujarati

'ડોનેટ ફોર ડિગ્નિટી' સ્કૂલની છોકરીઓ માટે એક અનોખી ગિફ્ટ

14th Dec 2015
Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share

કાલા ચાર્લુએ પોતાની દીકરીની રોડ દુર્ઘટનામાં થયેલા આકસ્મિક મૃત્યુને મહિલાઓના જીવનને વધારે સારું બનાવવાના એક મિશનમાં બદલી નાખ્યું.

પાછલા વર્ષોથી તેઓ, "Multiple Initiatives Towards Upliftment" (MITU) નામની સંસ્થાના સંસ્થાપક ટ્રસ્ટી છે. આ સંસ્થા માસિકધર્મ સ્વચ્છતા સંબંધિત દરેક બાબત પર કાર્ય કરે છે. આ ઉપરાંત તેની સાથે રોજગારી સર્જનનું કામ પણ કરે છે.

કાલા એક અદ્ભુત વ્યક્તિત્વ છે. તેમનું ભણતર ઘણું વ્યાપક રહ્યું છે, તે જણાવે છે કે, "મેં ગૃહવિજ્ઞાનમાં બીએસસી કર્યું છે. મેં બાસ્કેટ બોલ અને રાયફલ શૂટિંગમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. હું પાંચ બહેનોમાં સૌથી નાની છું અને મારા પિતાએ અમારો ઉછેર ખૂબ જ સ્વતંત્ર રીતે કર્યો છે."

હું મારા પતિના રિટાયરમેન્ટ પછી મારા 90 વર્ષના પિતાની સાથે બેંગલુરુ આવી તો મારી દીકરી પણ તેના બાળકની સાથે બેંગલુરુ આવી. અમને લાગ્યું કે બસ હવે બધું બરાબર થઇ ગયું છે. તેઓ વધુમાં આગળ જણાવે છે કે તેમની 26 વર્ષની દીકરી મૈત્રીનું રોડ દુર્ઘટનામાં મુત્યુ થયું તે દુઃખમાંથી બહાર નીકળવા માટે તેઓ કેટલાંક સેવા કાર્ય કરતા હતાં. પરંતુ આ કાર્યથી તેમને સંતોષ મળતો ના હતો, તથા જેની તેઓ સેવા કરતા તેમને પણ સંતોષ મળતો ના હતો. "આ અનુભવ પછી મેં એક સંસ્થા શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ રીતે "Multiple Initiatives Towards Upliftment" (MITU) નો જન્મ થયો." કાલા જણાવે છે.

તેમના પરિવાર અને આસપાસના લોકોએ તેમના આ પ્રયાસને પ્રસન્નતાપૂર્વક આવકાર્યો. તેઓ જણાવે છે, "મેં મારા જીવનમાં મારી પોતાની પસંદ પર ક્યારે પણ કોઇ પ્રશ્ન ઊભો નથી કર્યો." Multiple Initiatives Towards Upliftment" (MITU) ની કેટલીક ઉપલબ્ધિઓ અંગે જણાવતા કાલા કહે છે,

image


"2009માં જ્યારે મેં આ નવા કાર્યની શરૂઆત કરી ત્યારે મારી સામે કોઇ સ્પષ્ટ લક્ષ્ય ન હતું. ત્યારે મેં 'ગૂંજ' અને તેમની માસિકધર્મ સ્વચ્છતા પ્રબંધન વિશે વાંચ્યુ. શરૂઆતમાં અમે દરજીઓ પાસેથી મળતા કતરણમાંથી સેનેટરી પેડ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખૂબ જ જલદી અમને એ વાતનો એહસાસ થઇ ગયો કે આ નેપકિન અમે મફતમાં પણ લોકોને આપીશું તો પણ કોઇ તેનો ઉપયોગ કરશે નહીં. એટલા માટે અમે ઓછી કિંમતવાળા સેનેટરી પેડ બનાવવાની શરૂઆત કરી. અમારું 'ડોનેટ ફોર ડિગ્નિટી' અભિયાન સફળ રહ્યું અને બેંગલુરુની અનેક વિદ્યાલયો અને સંસ્થાઓમાં સસ્તા સેનેટરી પેડ આપવાની શરૂઆત કરી શક્યા."

કાલા આગળ વધુમા જણાવે છે,

"2012માં"Multiple Initiatives Towards Upliftment" (MITU)ને માસિક ધર્મ સ્વચ્છતા પ્રબંધનનો સંદેશ પ્રસારિત કરવાનો એક મોકો મળ્યો. અને 2014 સુધી આ તુમકુર જિલ્લાની દરેક સરકારી સ્કૂલ્સ સુધી પહોંચી ગયું. હાલમાં જ અમે ઉપોયગ કરેલા પેડનો નાશ કરવા 17 વિદ્યાલયોમાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે."

તેમના જીવનનો સૌથી મોટા પડકાર તેમની દીકરીના મુત્યુનો હતો. "મારી દીકરીના આકસ્મિક મૃત્યુએ મને એક એવો જખમ આપી દીધો હતો, જેને ભરાતા ઘણો સમય લાગ્યો. ત્યારબાદ 98 વર્ષના પિતા અશક્તિના કારણે પથારીવશ થઇ ગયા. આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવું મારા માટે ઘણું મુશ્કિલ હતું." 

"Multiple Initiatives TowardsUpliftment (MITU)નું સંચાલન કરતી વખતે મને એ વાતનો અહેસાસ થયો કે જૂનુન, વિશ્વાસ અને ઇમાનદારી દ્વારા તમે આશ્ચર્યજનક પ્રગતિ મેળવી શકો છો. મેં જોયુ છે કે જો તમારો ઉદ્દેશ્ય સારો હોય તો તેમને કોઇ પણ દિશામાંથી મદદ મળી રહે છે. હું માસિકધર્મ સ્વચ્છતા પ્રબંધનના કામ સાથે જોડાયેલી હોવાથી મારી જાતને નસબીદાર માનું છું."
image


તેમની ભવિષ્યની યોજનામાં તેઓ પોતાની સંસ્થાને એક મૂલ્ય આધારિત, નિયમ તથા સંસ્કૃતિથી સંચાલિત થનાર સંગઠનના રૂપમાં જોવા માંગે છે. "અમે કપડામાંથી સેનેટરી પેડ બનાવવાની શરૂઆત ફરીથી કરી છે. જેને ભારત તથા વિદેશોની શહેરી વિસ્તારની મહિલાઓને ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જે મુલાયમ રૂના કપડામાંથી બનાવવામાં આવે છે."

માસિકધર્મ સ્વચ્છતા પ્રબંધનનો તેમનો આ પ્રયાસ મહિલાઓની ગરીમા સ્થાપિત કરવામાં એક મિલનો પથ્થર સાબિત થશે.


લેખક – તન્વી દુબે

અનુવાદક – શેફાલી કે. કલેર

Add to
Shares
1
Comments
Share This
Add to
Shares
1
Comments
Share
Report an issue
Authors

Related Tags