સંપાદનો
Gujarati

નવી કાર ખરીદવી હોય તો FirstRide.in પર આવો અને ટેસ્ટ ડ્રાઇવ બુક કરાવો

15th Dec 2015
Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
image


અત્યારના સમયમાં કાર ખરીદવી એ સહેલું કામ નથી રહ્યું. પહેલાં તમારે ટેસ્ટ ડ્રાઈવ કરી જાણવું અને જણાવવું પડે છે કે તમને ગાડી ચલાવતા આવડે છે. તે પછી કારનો રંગ પસંદ કરવા ઉપરાંત દસ્તાવેજોની ખૂબ જ કપરી કાર્યવાહી કર્યા પછી પણ અનેક કસોટીઓ પસાર કર્યા બાદ તમે તમારી પસંદગીની ગાડીના માલિક બની શકો છો.

આજે અમે તમારી મુલાકાત એક એવી ટીમ સાથે કરાવીશું કે જે તમારી આ બધી સમસ્યાઓનો અંત લાવશે અને કાર ખરીદનારાઓને નિરાંતનો અનુભવ કરાવશે. વિજયકુમાર રેડ્ડી અને પ્રસુન અગ્રવાલે તમારી કારને લગતી સમસ્યાઓનો ઉકેલ આપતી વેબસાઈટ FirstRide.inની શરૂઆત કરી છે.

આ બંનેએ કાર ખરીદી રહેલા લોકોને સરળતા આપવાના આશયથી આ સાઇટની શરૂઆત કરી છે. ઉપરાંત લોકોને કાર ખરીદતી વખતે નડતી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવામાં તેઓ શક્ય હોય તેટલી તમામ મદદ કરે છે.

image


આ સાઇટ ઉપર પોતાની પસંદગીની ગાડીની ટેસ્ટ ડ્રાઈવની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકને ગાડી ખરીદવા માટે લોનની મંજૂરી અપાવવામાં આવે છે. ગ્રાહક જે તે ગાડીના માલિક બને પછી ભવિષ્યમાં તે ગાડીનાં મેઇન્ટેનન્સની તથા સુરક્ષા માટે વીમાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. ગાડીનાં વેચાણ પછી મળતી સેવાઓની સુવિધા પણ આપવામાં આવે છે. આ ટીમની કોશિશ આ આખી પ્રકિયા નિષ્પક્ષ અને ગ્રાહકના હિત માટે થાય તે દિશામાં હોય છે. તેમણે પોતાના ગ્રાહકને મહત્વપૂર્ણ જાણકારી આપવાના આશયથી વિવિધ લોકો અને સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા છે કે જેથી કરીને ગ્રાહકો ગાડી ખરીદતા પહેલા પૂર્વાનુમાન લગાવી શકે.

image


આ સાઇટ શરૂ કરવા પાછળના કારણ વિશે વિજય આ અંગે જણાવે છે, 

"છેલ્લા કેટલાક વર્ષોથી કારનું ખરીદ-વેચાણ બજાર વેપારી કરતા ગ્રાહક આધારિત થઈ ગયુ છે. એનો અર્થ એ છે કે હવે બજાર માત્ર ગ્રાહકની મરજીથી ચાલે છે વેપારીની નહીં. આજનો ગ્રાહક ચતુર, હોંશિયાર અને પોતાની આગામી ખરીદી અંગે સ્પષ્ટ વિચારધારા રાખતો થઇ ગયો છે, ડીલરશીપ તો માત્ર તેમણે નક્કી કરેલા વાહનને ગ્રાહક સુધી પહોંચાડી આપવાનું એક માધ્યમ બની ગયું છે. કાર ડીલરને ત્યાં નોકરી કરતા સેલ્સમેનની સ્થિતિ તો ક્યારનીયે કફોડી થઇ ગઈ છે. એમનું સ્થાન ઇન્ટરનેટથી પ્રાપ્ત થતા ડેટા, જાણકારી, જ્ઞાન અને માહિતીઓએ લઈ લીધું છે."

સમય ઝડપથી બદલાઈ રહ્યો છે અને ગ્રાહકની માનસિકતા ઓનલાઈન ખરીદી તરફ વળી રહી છે. ઈ-કોર્મસ ક્ષેત્રે ભારતમાં આવેલો માટો ઉછાળો જ તેની સાબિતી છે કે ભારતીય ગ્રાહકો મુશ્કેલી વેઠ્યા વિના ઘરઆંગણે જ ગુણવત્તાયુકત વસ્તુ મેળવવા માગે છે. જુદાજુદા સંશોધનોને આધારે જાણવા મળ્યુ છે કે ગ્રાહકો સૌથી વધારે ઓનલાઈન ખરીદી પુસ્તકો અને ઇલેકટ્રોનિક્સ વસ્તુઓની કરે છે. એવામાં અમે વિચાર્યું હતું કે લોકો ગાડી ઓનલાઇન શા માટે ન ખરીદી શકે?

ચોક્કસપણે થોડા સમયમાં લોકો ગાડી પણ ઓનલાઈન ખરીદતા થઇ જશે અને એ દિશામાં સકારાત્મક સંકેતો મળવા પણ લાગ્યા છે, એ વાસ્તવિકતાને કોણ નકારે છે કે સ્નેપડીલ તાતાની ગાડીઓનું ઓનલાઇન વેચાણ કરે છે?

વાતને આગળ વધારતા પ્રસૂન અગ્રવાલે જણાવ્યું હતું કે આ કાર ખરીદવાનો સમય છે. ઓનલાઇન રિસર્ચ કરો, ટેસ્ટરાઇડ બૂક કરાવો અને તમારી પસંદગીની કાર ઓનલાઇન ખરીદી લો. પોતાનાં ઉત્પાદન અંગે માહિતી આપતાં તેઓ જણાવે છે, 

"અમે એક ગ્રાહક આધારિત વેબસાઇટ બનાવી છે. કાર એ લોકો દ્વારા સૌથી વધુ ખરીદવામાં આવતી બીજા ક્રમની વસ્તુ હોવાને કારણે તેમાં ટેસ્ટ રાઇડની ભૂમિકા અગત્યની રહે છે. એક કારના ટેસ્ટ ડ્રાઇવને કારણે તમને તેમાં રહેલી ખામીઓ અને ખૂબીઓની માહિતી મળી જાય છે. હાલ ભારતમાં ટેસ્ટ ડ્રાઇવની તમામ પ્રક્રિયા મેન્યુઅલ છે. તે ખૂબ જ અનિયમિત છે. અમે શહેરના તમામ કાર ડીલરને ત્યાં યોજાતી ટેસ્ટ ડ્રાઇવ ઉપર નજર રાખી શકાય તેવી સુવિધા તૈયાર કરી છે."

હાલ તેઓ બેંગલુરુમાં જ સેવાઓ આપી રહ્યા છે. પરંતુ નજીકના ભવિષ્યમાં ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, પૂણે અને દિલ્હીમાં વિસ્તરણની યોજનાઓ અંગે કામ કરી રહ્યા છે.

વેબસાઈટ


લેખક – સુબોધ કોલ્હે

અનુવાદક – મનીષા જોશી

Add to
Shares
3
Comments
Share This
Add to
Shares
3
Comments
Share
Report an issue
Authors

Related Tags