સંપાદનો
Gujarati

“સપનાં જુઓ, હાર ન માનશો” એક નાનાં ગામથી MNCની વાઇસ ચેરપર્સન

એક નાનાં શહેરથી પોતાની જીવનયાત્રા શરૂ કરીને એક મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં ઉપાધ્યક્ષ બનવું કોઈ સરળ કામ નથી. આ લીડરની ખાસિયતો કઈ છે? શીનમ ઓહરીની જીવનકથની શું કહે છે? એક નીડર વાતચીતમાં તેમની પાસેથી જ જાણીએ. સંપાદિત અંશો:

12th Oct 2015
Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share

અંબરનાથની સ્મૃતિઓ

હું અંબરનાથ નામના એક નાનકડાં શહેરમાં જન્મી હતી. મોટાભાગના લોકોએ તેનું નામ પણ નહીં સાંભળ્યું હોય. આ મહારાષ્ટ્રના થાણેનો એક ભાગ છે. મેં સાતમા ધોરણ સુધીનો અભ્યાસ અંબરનાથની ઇનરહ્વીલ પબ્લિક સ્કૂલમાંથી કર્યો હતો.

image


અંબરનાથમાં બે જ રિક્ષાઓ હતી જે શાળાએ લઈ જઈ શકતી હતી. તો આવું હતું મારું બાળપણનું ઠેકાણું કે જેના વિશે હું વાત કરી રહી છું. મારા પિતા એક અન્ય કામમાં લાગી જવાને કારણે આઠમા ધોરણથી હું થાણે આવી ગઈ હતી. દસમાં ધોરણ સુધી મેં થાણેમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ મારા પિતા અન્ય એક કામથી બેંગલુરું સ્થાયી થયા. મેં 11મા અને 12મા ધોરણનો અભ્યાસ માઉન્ટ કાર્મેલમાંથી કર્યો હતો. અને બેંગલુરું યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. સેટ (સીઈટી)માં મારો રેન્ક 286મો હતો. મેં બેંગલુરુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં અભ્યાસ કર્યો.

એક નાનકડાં શહેરમાંથી બેંગલુરુ જેવા મોટાં શહેરમાં આવવું ભયાવહ હતું. મારાં માટે કોલેજના પહેલા પાંચ-છ મહિના ખૂબ જ કપરાં હતા. જોકે, મેં ભણવા કરતાં વધારે ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને પોતાના આત્મવિશ્વાસમાં સુધારો કર્યો.

મારા પિતાએ પાલન-પોષણમાં મારી ખૂબ જ મદદ કરી. તેમણે મને કોઈ પણ વિપરિત સંજોગોમાં હાર નહીં માનવાની સલાહ આપી હતી. જો તમને કોઈ બાબતમાં વિશ્વાસ હોય તો તમે તેને અચૂક મેળવી શકો છો. મારા પિતાએ જ મને આ ઉદાહરણ આપ્યું હતું. તેમની ઉંમર હાલમાં 72 વર્ષની છે તેમ છતાં પણ તેઓ કંપનીઓના સંપર્કમાં છે.

મારું ગણિત અને વિજ્ઞાન સારું હોવાને કારણે મેં ઇલેક્ટ્રોનિક્સ ભણવાનો નિર્ણય લીધો. વર્ષ 1987ની વાત છે તે વખતે કમ્પ્યૂટરનું ભણતર શરૂ જ થયું હતું અને નક્કી નહોતું કે આ ક્ષેત્રનું ભાવિ કેવું હશે.

કમ્પ્યૂટર વિજ્ઞાન સાથે પરિચય

મારી કોલેજના ત્રીજા વર્ષમાં મારો પરિચય ફોટ્રન સાથે થયો. તે મને પસંદ આવ્યું. તેમ છતાં હું શક્યતાઓ ચકાસતી હતી તેથી મેં પોતે જ ‘સી’ અને પાસ્કલ શીખવાનું શરૂ કર્યું. મને ખ્યાલ આવ્યો કે હું આ ક્ષેત્રે સારું કામ કરી શકું છું અને મેં તે સર્જનાત્મક પ્રક્રિયાનો ખરેખર આનંદ લીધો. મેં વિચાર્યું કે સોફ્ટવેર ક્ષેત્રમાં પ્રવેશવામાં આવે તો કેવું?

વર્ષ 1992માં આઈ-પ્લેક્સ કે બાદમાં જેનું ઓરેકલે હસ્તાંતરણ (ટેકઓવર) કરી લીધું તેણે ઇન્ટરવ્યૂ યોજ્યા હતા. હું તેમાં ગઈ અને તે વર્ષે તેણે નીમેલા 20 લોકોમાં મારો સમાવેશ થતો હતો. મેં ઓરેકલ સાથે 15 વર્ષ કામ કર્યું અને મારો સમય ખૂબ જ સરસ રીતે વીતાવ્યો. મેં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જીવનચક્રમાં જરૂરીયાતો નક્કી કરવા, અને કોડ લખવાથી માંડીને ગ્રાહકો અને ભાગીદારો તેમજ ટીમનું સંચાલન કરવા સુધી તમામ કામ કર્યું. વર્ષ 2007માં બિઝનેસ ઓબ્જેક્ટ્સમાં હું ડિરેક્ટર તરીકે જતી રહી. વર્ષ 2009માં બિઝનેસ ઓબ્જેક્ટ્સનું હસ્તાંતરણ સેપે કરી લીધું. હું સેપ ટેસ્ટ સેન્ટર માટે નેતૃત્વનું એક અંગ બની ગઈ.

‘સેપ ઇન્ડિયા’માં નેતૃત્વ

‘સેપ ઇન્ડિયા’માં મેં ઇન્ડિયા ટેસ્ટ સેન્ટરના ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હું ત્રણ પ્રોડક્ટ લાઇનનું સીધું સંચાલન કરી રહી હતી અને લગભગ 130 લોકો સાથે કામ કરી રહી હતી. ત્યાંથી હું ચીફ પ્રોડક્ટ ઓનરની ભૂમિકામાં જતી રહી જ્યાં હું કોઈ પણ નવાં ઉત્પાદન માટે જવાબદાર હતી. ગ્રાહકોનાં જીવનમાં સંભવિત બદલાવ લાવનારાં એ ઉત્પાદનોનું નિર્માણ અમે કોઈ જ અનુભવ વિના કરી રહ્યાં હતાં. ત્યારબાદ 2011માં મેં કાર્યસંચાલનની જવાબદારી સંભાળી. ટેસ્ટ એન્જિનિયરિંગના સીઓઓ તરીકે મારી જવાબદારી કાર્યકુશળતા વધારવાની હતી. સેપમાં મારી આ જવાબદારી અત્યાર સુધીના કાર્યભારમાંનો સૌથી શ્રેષ્ઠ હતો. આ દરમિયાન હું અનેક સાર્થક બહારના જોડાણો સાથે કામ કરતી હતી. અત્યારે પણ ભારતમાં યુઝેબિલિટી ટેસ્ટની દેખરેખ રાખું છું. અને લગભગ 170 લોકોનું સંચાલન કરું છું.

મારા માટે પોતાની જાતને સતત પડકાર ફેંકવો અને પોતાનું સંશોધન કરવું કાયમનું કામ રહ્યું છે. જેથી હું જે કંઈ બની શકું તે સર્વોત્તમ બની શકું.

સેપ ઇન્ડિયામાં વિવિધતા તેમજ સમાનતા લાવવી

લૈંગિક વિવિધતા ઉપર અમારું વિશેષ ધ્યાન છે. અમે ‘ઇગ્નાઇટ’ નામનું એક મેન્ટરશિપ પ્લેટફોર્મ બનાવ્યું છે. જ્યાં પ્રતિભાશાળી મહિલા મેનેજર્સને અન્ય નેતૃત્વ ધરાવતા સહકર્મચારીઓ દ્વારા વિશ્વસનીય સલાહ આપવામાં આવી રહી છે. તાત્કાલિક નેતૃત્વ સંભાળવા માટે તૈયાર મહિલાઓને અમારા આંતરિક કોચીસ દ્વારા તૈયાર પણ કરવામાં આવે છે. અમારી સાથે આવી લગભગ 30 મહિલાઓ છે.

અમે સાંસ્કૃતિક વિવિધતા અને પેઢીઓની વિવિધતાના મુદ્દે ટીમોના સંવેદીનીકરણ અંગે પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારી ટીમમાં ઓટિઝમથી પીડાતા લોકો પણ છે. તાજેતરમાં જ અમે કેટલાક દૃષ્ટિની ખામી ધરાવતા લોકોને પણ નોકરીએ રાખ્યા છે. વધુ એક મુદ્દા ઉપર અમે કામ કરી રહ્યા છીએ તે છે કે અમારી લીડરશિપ ટીમ વચ્ચે એલજીબીટી અંગે જાગરૂકતા લાવવી. બહારના લીડર બોલાવવામાં આવી રહ્યા છે કે જે અમારી ટીમ સાથે વાતચીત કરી રહ્યા છે. અમારી સાથે વરિષ્ઠ ટેકનોલોજી લીડર, કલાકાર, લેખક, સક્રિય કર્મચારી, ડિઝાઇનર બધાં જ છે કે જેઓ પોતાના અનુભવો શેર કરીને જણાવી રહ્યા છે કે તેમની દુનિયામાં શું ચાલી રહ્યું છે. અમે લોકો આશ્વસ્ત છીએ કે કંપનીના લોકો બહારના અને અંદરના લીડર્સ પાસેથી સતત શીખી રહ્યા છે.

હાલમાં મારું વધારે ધ્યાન પેઢીઓની વિવિધતા ઉપર છે. આ મુદ્દે ખૂબ જ કામ કરવાની જરૂર છે. મેનેજર્સની સંવેદના વધારવી કે યુવા પેઢી સાથે કેવી રીતે કામ કરવું અને એ જોવું કે રિસર્ચ મેન્ટરિંગનાં સાધનોનો ઉપયોગ કરી શકાય છે કે નહીં જેમાં વરિષ્ઠ મેનેજર્સ દ્વારા જ યુવા પેઢીને વિશ્વસનીય સલાહ નથી આપી શકાતી. તેના કરતાં વિપરીત પણ થઈ શકે છે. કંપનીનાં મહિલા કર્મચારીઓ કામનાં સ્થળે સહજતા કેવી રીતે અનુભવે તે માટે અમે ખૂબ જ પ્રયાસો કરી રહ્યા છીએ. અમારી પાસે એક પ્લે સ્કૂલ પણ છે. વધારે મહિલાઓને નેતૃત્વમાં કેવી રીતે લાવી શકાય તે અંગે અમે સતત વિચારી રહ્યા છીએ.

વ્યક્તિગત અભિયાન અને સૂચનો

મૂલ્યબોધનો વિકાસ મને વ્યક્તિગત રૂપે પ્રેરણા આપે છે. અને સાચું તો એ છે કે હું સતત શીખી રહી છું. સાથે એ પણ જરૂરી છે કે પોતાના સુધી તેને મર્યાદિત ન રાખીને હું તેને વાતાવરણમાં પણ પ્રસરાવતી જાઉં. પોતાનાં વાતાવરણમાં મૂલ્યવર્ધન માટે જાતને શ્રેષ્ઠ બનાવવા માટે નવી રીતો શોધવી એવી વસ્તુ છે કે જે મને પ્રેરિત કરે છે.

પોતાની જીવનયાત્રામાં જોડાયેલા તમામ યુવક યુવતીઓ માટે શીમનની જીવનયાત્રા એક મુદ્રાલેખ છે સપનાં જુઓ, ક્યારેય હાર ન માનો, પોતાનાં મૂળિયાને અને પોતાના પદાર્થપાઠને ન ભૂલો અને મંડ્યા રહો.

આગામી જીવનમાં અનેકાનેક સફળતા માટે અમે શીનમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

Add to
Shares
8
Comments
Share This
Add to
Shares
8
Comments
Share
Report an issue
Authors

Related Tags