YourStory આંત્રપ્રન્યૉર ઑફ ધ યર-2015 ની શોધ
તમે તમારા મનપસંદ ઉદ્યોગસાહસિકને નૉમિનેટ કરી શકો છો, જે તમારા મતે આ ટાઈટલ મેળવવાનો હકદાર છે. નૉમિનેશનની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર, 2015 છે.
ઉદ્યોગસાહસિકો, આજના જમાનાના હીરો તથા રોલ મૉડલ્સ છે. પણ જે લોકો ઉદ્યોગસાહસિકતાને જાણે છે, તેમને ખબર છે કે, ઉદ્યોગસાહસિકો સુપર હીરો હોવા કરતાં પણ કંઇક વધારે છે.
તેઓ દુનિયાને તેમના કૌશલ્યથી તો બચાવી જ લે છે, પણ સાથે જ આપણને 9 થી 5 ના ચક્રના વૈતરાથી કેવી રીતે બચવું તે પણ બતાવે છે. તેમની પાસે પોતાના દિલ-દિમાગને અનુસરવાની હિંમત છે. તેમનું લેઝર-ફોકસ્ડ વિઝન, આપણને જોતાં શીખવાડે છે, અને તેમનું 'નૅવર-સે-ડાઈ' ઍટિટ્યૂડ દર્શાવે છે કે, સફળતા એટલે 99% મહેનતનો પરસેવો.
ભારતમાં, જ્યાં સફળતાનો અર્થ આજે પણ એક કોર્નર ઑફિસ, એક જગમગતી કાર, અને પૂલ સાથેનો વિલા હોય, ત્યાં ઉદ્યોગસાહસિક સુપર હીરોએ લાંબા સમય સુધી છુપા વેશે સખત પરીશ્રમ કરવો પડે છે.
આઠ વર્ષ પહેલાં જ્યારે યૉરસ્ટોરી ઉદ્યોગસાહસિકોને લાઈમ લાઈટમાં લાવ્યું ત્યારે, સામાન્ય પ્રતિક્રિયા એવી હતી કે 'જેમને કોઈ જાણતું ન હોય, એવા લોકો વિશે કોણ વાંચશે?'
આજે, ઘણાં અજાણ્યાં નામ, મેઈનસ્ટ્રીમ મીડિયામાં હેડલાઈન્સ બનાવી રહ્યાં છે, તેઓ દેશમાં પ્રખ્યાત થયાં છે અને તેઓ ગ્લોબલ બિઝનેસ અને ઈનવૅસ્ટમૅન્ટ કમ્યુનિટીનું ધ્યાન પણ આકર્ષી રહ્યાં છે.
જ્યારે ભારતનાં પ્રધાનમંત્રી વિદેશની ધરતી પર આપણાં ઉદ્યોગસાહસિકોના ગુણો વિશે વાત કરે છે કે જેઓ, જૂનવાણી પ્રથાને છિન્નભિન્ન કરીને, નવેસરથી જટિલ સમસ્યાઓને ઉકેલવાના માર્ગ શોધે છે, ત્યારે તમે કહી શકો છો કે, હવે સમય ખરેખર બદલાઈ ગયો છે.
ઉદ્યોગસાહસિકોના વધુ એક સમ્માનરૂપે, અમે યૉરસ્ટોરી આંત્રપ્રન્યોર ઑફ ધ યર-2015 ની જાહેરાત કરીને, ઘણો ગર્વ અનુભવીએ છીએ.
ઉદ્યોગસાહસિક ભાવનાની ઉજવણી કરવામાં અગ્રણી હોવાને લીધે, અમે કામ કરનારા લોકો તથા વિચારકોને સલામ કરીએ છીએ, જેમની પાસે એકમાત્ર મિશન છે- એક સારું વિશ્વ બનાવવાનું.
કૉન્ટૅસ્ટ, નિયમો તથા ફાઈન પ્રિન્ટ
The People’s Choice for YS Entrepreneur of the Year
આ એક અનન્ય કૉન્ટૅસ્ટ છે, જેમાં વિનિંગ મૅટ્રિક સંપૂર્ણપણે લોકોની પસંદ પર રહેશે. અમે જાણવા માંગીએ છીએ કે હાલનાં ટૉપ ઉદ્યોગસાહસિકોમાંથી તમે કોને સૌથી વધુ પસંદ કરો છો?
આ અવોર્ડ, બિઝનેસ મૉડલ કેટલું સફળ થશે કે નહીં, એટલે કે વાઈઅબિલટી, રેવૅન્યુ ગ્રોથ રેટ્સ, પ્રોફિટેબિલિટી વગેરે જેવાં વધારાનાં ટ્રેડિશનલ કોમ્પિટિશનનાં માપદંડથી મુક્ત છે.
કૉન્ટૅસ્ટનાં આ ભાગનો ઉદ્દેશ્ય છે કે ઉદ્યોગસાહસિકતાની સ્વતંત્ર ભાવનાને, કોઈ રોકાણકાર, પત્રકારિતા, બિઝનેસ જજમેન્ટ અથવા બિઝનેસ મૉડલને અડોપ્ટ કર્યા વગર, ઉજવવાની તથા તેનું પાલન કરવાનો છે.
આ કૉન્ટૅસ્ટ સંપૂર્ણપણે ઑનલાઈન છે. સરળ રીતે કહીએ તો, અહીં તમે તમારા મનપસંદ ઉદ્યોગસાહસિકને નૉમિનેટ કરી શકશો, જે તમારા મતે આ ટાઈટલ મેળવવાનો હકદાર છે. જો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો, જે નીચે આપેલા લિસ્ટમાંથી કોઈ પણ એક કાર્ય કરી રહી હોય, તો આગળ વધો અને તેમના વિશે અમને જણાવો. (વધુ વિગતો નીચે પ્રમાણે છે)
શું તમારો મનપસંદ ઉદ્યોગસાહસિક...
• સમાજમાં ચાલી રહેલી જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવે છે?
• એવું નિરાકરણ લાવી રહ્યો છે જેમાં વૃદ્ધિની ક્ષમતા છે, અને તે પૅન-ઈન્ડિયા બિઝનેસ બની શકે છે?
• ટેક્નોલૉજીનો નવીનતાપૂર્વક ઉપયોગ કરી રહ્યો છે?
• સામાન્ય જનતા માટે, કૉમર્શિયલ વેલ્યુ ઑફ આઈડિયાનું નિરાકરણ લાવી રહ્યો છે?
• કંપનીની આગેવાની કરીને, તેને વૃદ્ધિની નવી ઉંચાઈ પર લઈ જવા માટે, નેતૃત્વની કુશળતા દર્શાવે છે?
જો તમે કોઈ આવા ઉદ્યોગસાહસિકને ઓળખો છો, તો પ્લીઝ.. પિપલ્સ ચોઈસ ફોર ધ YS આંત્રપ્રન્યોર ઑફ ધ યર-2015 માટે, તમારું નૉમિનેશન મોકલી આપો. અને અમે હમેંશા કહેતા આવ્યાં છીએ કે જો તમે જાતે તમારી સ્ટોરી કહી શકો છો તો તમે પોતાને નૉમિનેટ કરવામાં પણ અચકાતાં નહી.
ધ ફાઈન પ્રિન્ટ
1. એ વાતનું ધ્યાન રાખજો કે તમે નૉમિનેશન ફોર્મમાં તમારી વિગતો બરાબર લખો. વિગતો વગર, અમે તમારું નૉમિનેશન સ્વીકારી નહીં શકીએ.
2. નૉમિનેશન 12 ડિસેમ્બર, 2015 નાં રોજ બંધ થઈ જશે.
3. અવોર્ડ્સની જાહેરાત 25 ડિસેમ્બર, 2015 નાં રોજ કરવામાં આવશે. વિજેતાઓને આકર્ષક ઈનામ આપવામાં આવશે, તથા યૉરસ્ટોરી દ્વારા તેમને અદભૂત અને અસરકારક કવરેજ પણ પૂરું પાડવામાં આવશે.