સંપાદનો
Gujarati

2 યુવાનોએ ખીણપ્રદેશની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ ઉપર પ્રકાશ પાથરવા બનાવી 'pipe' એપ્લિકેશન

9th Dec 2015
Add to
Shares
13
Comments
Share This
Add to
Shares
13
Comments
Share

ખીણ પ્રદેશમાં ચાલી રહેલા સતત સંઘર્ષ અને અસ્થિરતાના સમયમાં અર્થવ્યવસ્થા, ખાસ કરીને શ્રમબજાર ઉપર તેનો નાટકીય પ્રભાવ પડ્યો છે. તેના કારણે યુવાનોમાં કેટલાક ખાસ પ્રકારના રોજગારો અંગે સામાજિક-સાંસ્કૃતિક ધારણા અને તે તરફના ઝુકાવનું વાતાવરણ બન્યું છે. દાખલા તરીકે સરકારી કર્મચારીઓને હડતાલ અને કરફ્યુ દરમિયાન નોકરી ઉપર ન જાય તો પણ પગાર ચૂકવવામાં આવે છે. તેના કારણે સરકારી નોકરીઓને સ્થિર માનવામાં આવી રહી છે. જો સિક્કાની બીજી બાજુએ જોઇએ તો ઉદ્યોગસાહસિકતા અને ખાનગી ક્ષેત્રની નોકરીઓ જોખમી હોવા ઉપરાંત અસ્થિર પણ છે. સતત ચાલી રહેલો સંઘર્ષ અને અસ્થિરતા, આપણી શિક્ષણ પદ્ધતિ અને શ્રમ બજારની અસ્થિરતા વચ્ચેની અસમાનતા કોઈ પણ સ્ટાર્ટઅપના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. જોકે, એક ટેક્નિકલ સ્ટાર્ટઅપ કાશ્મીરની અનોખી સ્ટાર્ટઅપની દુનિયાને એક શ્રેષ્ઠતમ તક આપે છે. નિષ્ફળ જાય તો એક ટેક્નિકલ સ્ટાર્ટઅપ અન્ય સ્ટાર્ટઅપની સરખામણીએ ઓછી ખોટ કરે છે. આવામાં અમે આગામી દિવસોમાં ખીણ પ્રદેશમાં હજી પણ વધારે ટેક્નિકલ સ્ટાર્ટઅપ સામે આવે તેવી આશા રાખી રહ્યા છીએ. જે કાશ્મીર ખાતે સ્ટાર્ટઅપ સંસ્કૃતિના નિર્માણમાં મોટું સકારાત્મક પરિવર્તન સાબિત થશે. તેમ કાશ્મીરની ખીણમાં ટેક્નિકલ સ્ટાર્ટઅપ શરૂ કરનારા બે યુવાનો આબિદ રાશિદ લોન અને જુબેર લોનનું માનવું છે.

image


કાશ્મીરના રહેવાસી આ બંને યુવાનો 'pipe' (પાઇપ) નામની એપ લઈને આવ્યા છે. તેનો ઉપયોગ કરીને વપરાશકારો એકબીજાને માહિતી, સંદેશાઓ અને લિંક પોતાની પસંદગી મુજબ સરળતાથી મોકલી શકે છે. આ એપ વિશે માહિતી આપતાં જુબેરે જણાવ્યું હતું કે "પાઇપ રિઅલ ટાઇમમાં વિવિધ સાધનો અને પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો વચ્ચે સમાન રીતે જાણકારીની વહેંચણી કરવા અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. સાથે અમે એમ પણ સમજીએ છીએ કે આજના જમાનામાં લોકોને એવી જ સૂચના અને માહિતી જોઇએ છીએ કે જે તેમના કામની હોય. અથવા તો જેમાં તેમને રસ હોય." પાઇપ પોતાના વપરાશકારોને એ અંગેની આઝાદી આપે છે કે વપરાશકારો એવા લોકોની પસંદગી કરી શકે કે જે લોકો તેમના કામની અને રસની માહિતી આપતા હોય.

image


વધુમાં તેઓ જણાવે છે, 

"પહેલાં તમારે મેસેજ, ઇ-મેઇલ અને સોશિયલ નેટવર્કિંગ સંદેશાઓની વિશાળ જાળમાંથી તમારી પસંદગીના સંદેશાઓ શોધવા માટે ખૂબ જ ઊર્જા અને સમય વેડફવાં પડતાં હતાં. અમારી પાઇપ એપની મદદથી વપરાશકારો વાસ્તવિક સમયમાં માત્ર પોતાના સ્માર્ટફોનના ઉપયોગ વડે તાત્કાલિક જ અગત્યના અને ઉપયોગી સંદેશાઓ મેળવી શકે છે."

આમ આ એપ વપરાશકારોનો સમય બચાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.

જુબેર અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવા ઉપરાંત એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ છે. બીજી તરફ તેના સહસ્થાપક આબિદ આઈટીનાં ક્ષેત્રે સ્નાતકની પદવી ધરાવે છે. આબિદ જણાવે છે, "અમારા બંનેની મુલાકાત વર્ષ 2009માં થઈ હતી. વેબસાઇટ્સ બનાવવા ઉપરાંત અમે બંને કાશ્મીરના ખીણ વિસ્તારમાં સ્થાનિક વેપારો સંબંધિત એક ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી તૈયાર કરી હતી. ત્યારબાદ વર્ષ 2010માં અમે એક એવું વેબ આધારિત પ્લેટફોર્મ તૈયાર કરવાની દિશમાં અમારાં ડગલાં માંડ્યાં કે જે વપરાશકારોને એસએમએસ માધ્યમથી માહિતી અને વિવિધ એલર્ટ આપી શકે. જોકે, આ દરમિયાન વર્ષ 2010માં કાશ્મીરમાં ફેલાયેલી અસ્થિરતાના કારણે અહીં એસએમએસ સેવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો જે મે, 2014 સુધી યથાવત્ રાખવામાં આવી હતી. એકવાર પ્રતિબંધ હટી ગયો તે બાદ અમે અમારું પાંચ વર્ષ જૂનું સ્વપ્ન સાકાર કરવા માટે ફરીથી એકસાથે આવ્યાં. જોકે, આ પાંચ વર્ષમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. તો તેવામાં અમે એક વેબસાઇટના બદલે એક એપ્લિકેશન તૈયાર કરવા અંગે વિચાર્યું. અને આમ, પાઇપનો જન્મ થયો."

image


ટેકનોલોજી પાછળ પાગલ આ યુવાનોએ આ એપને તૈયાર કરવા માટે કોઈની પણ પાસેથી નાણાકીય સહાયતા નથી લીધી અને તેમાં તેમણે પોતાની બચતમાંથી રોકાણ કર્યું છે. સામે આવેલા પડકારો વિશે આબિદ જણાવે છે,

"અમે આઠ મહિનાથી આ એપ તૈયાર કરી રહ્યા હતા અને 17 ઓક્ટોબરે અમે તેને લોન્ચ કરવામાં સફળ રહ્યા. અમારી અત્યાર સુધીની સફર શ્રેષ્ઠત્તમ અને પદાર્થપાઠોથી ભરપૂર રહી છે. જોકે, અમારી સામે સતત પડકાર એ રહ્યો હતો કે ક્યાંક અમે મેસેન્જિંગ કે સોશિયલ નેટવર્કિંગ એપ તૈયાર ન કરી બેસીએ. તેવામાં અમે અમારી આ એપમાં નવા ફિચર્સ જોડવા તેમજ તેનો વિકાસ કરવામાં એ વાતનું ધ્યાન રાખ્યું કે અમે અમારી આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહીએ. ગુગલ પ્લે સ્ટોર ઉપર આવ્યા બાદ પાઇપ કેટલાક રોકાણકારોનાં સંપર્કમાં છે કે જેમણે તેમની એપમાં રસ દાખવ્યો છે. અને તેમને એક સકારાત્મક પરિણામની આશા છે."

છેલ્લા એક મહિનામાં આ જોડીએ પોતાની પાઇપ એપ્લિકેશનમાં સુધારા કરીને 6 અપડેટ્સ કરી ચૂકી છે. આબિદ જણાવે છે, "અમે એન્ડ્રોઇડ આધારિત એપથી શરૂઆત કરી છે. અને અમે આઈઓએસ અને વિન્ડોઝ યોજનાઓ ઉપર કામ કરી રહ્યા છીએ. ઉપરાંત અમે વેબ આવૃત્તિ તૈયાર કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ. અમે પાઇપની પરિકલ્પના એક એવા માહિતી અને પ્રસારણ સેવાના માધ્યમ તરીકે કરી રહ્યા છીએ કે જે વિવિધ સાધનો અને પ્લેટફોર્મ અંગે કોઈ પણ જાતનો ભેદભાવ ન રાખતી હોય." આ ઉપરાંત તેમનું કહેવું છે કે હાલમાં આ બંનેનો ઇરાદો નજીકનાં ભવિષ્યમાં અન્ય કોઈ એપના વિકાસમાં નહીં લગાવીને માત્ર આ એપને જ શ્રેષ્ઠ બનાવવાનો છે.

image


આ યુવાન સ્થાપકોનો ઇરાદો હાલમાં ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી સ્ટાર્ટઅપની લહેર ઉપર સવારી કરવાનો છે. તેમનું માનવું છે કે હકીકતમાં તેઓ પોતાના અને અન્ય યુવાનો માટે પ્રેરણાસ્રોત બનવા માગે છે. જેથી કરીને અન્ય યુવાનો પણ આ લહેર ઉપર સવારી કરવા માટે પ્રેરાય. વધુમાં તેઓ જણાવે છે કે કાશ્મીરના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો અને ઉત્પાદકો લાભપ્રદ રોજગારના મુદ્દે ખૂબ જ અંધકાર ભરેલાં ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે નજર નાખીએ તો બેરોજગાર યુવાનોની સામે પણ આવા જ પ્રકારની સમસ્યાઓ આવે છે. જોકે, બેરોજગારીના આ નકારાત્મક પ્રભાવો ઉપરાંત અહીંના યુવાનો સામાજિક અને રાજકીય પડકારોનો સામનો કરવા માટે મજબૂર છે. કાશ્મીરના યુવાનોની એવી પણ લાગણી છે કે તેમને તેમનું સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવા માટેની પરવાનગી આપવામાં આવે. એક સ્ટાર્ટઅપ સંસ્કૃતિનું નિર્માણ અને વિકાસ જ એકમાત્ર એવો માર્ગ છે કે જે કાશ્મીરમાં રોજગારીનું સર્જન કરી શકે છે અને યુવાનોને સશક્તિકરણનો માર્ગ ચીંધી શકે છે.


લેખક – નિશાંત ગોયલ

અનુવાદ – મનીષા જોશી

Add to
Shares
13
Comments
Share This
Add to
Shares
13
Comments
Share
Report an issue
Authors

Related Tags