મહિલાઓને મજબૂત કારકિર્દી પૂરી પાડે છે ‘ફ્લેક્સી કરિયર’

મહિલાઓને મજબૂત કારકિર્દી પૂરી પાડે છે ‘ફ્લેક્સી કરિયર’

Monday November 16, 2015,

5 min Read

ભારતના શ્રમિકોમાં મહિલા શ્રમિકોનું યોગદાન જુનિયર સ્તરે 29 ટકા, મધ્યમ સ્તરે 15 ટકા અને ટોચના સ્તરે 10 ટકાથી પણ ઓછું છે. તેનું મુખ્ય કારણ છે જુનિયર અને મધ્યમ સ્તરે મહિલાઓ અધવચ્ચે કામ છોડી દે છે જેના કારણે વિશ્વમાં મહિલા શ્રમિકોની સહભાગીતાના મુદ્દે વિશ્વના 131 દેશોમાં ભારતનું સ્થાન 120મું છે.

image


ભારતે છેલ્લાં બે દાયકામાં ઘણી પ્રગતિ કરી છે પણ આ આંકડા આશ્ચર્યમાં મૂકે તેવા છે. 'ફ્લેક્સી કરિયર ઈન્ડિયા'ની સ્થાપક સુન્દરૈયા રાજેશને પણ જીવનના એવા જ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું જેમ અનેક કામકાજી મહિલાઓને પરિવાર માટે પોતાની આજીવિકા અને કરિયરનું બલિદાન આપવાના તબક્કામાંથી પસાર થવું પડે છે. 1990 થી 93 સુધીનો સમયગાળો તેમના જીવનનો સુવર્ણ સમય હતો કારણ કે તે દરમિયાન એવી કેટલીક ઘટનાઓ બની હતી જે તેમના માટે જીવન પરિવર્તક હતી. આ દરમિયાન તેમણે વાણિજ્ય વિદ્યાલયથી સ્નાતકની ડિગ્રી મેળવી, મેનેજમેન્ટ વિભાગમાં ટ્રેઈની તરીકે સિટી બેંકમાં જોડાયા, લગ્ન કર્યા અને પહેલા સંતાનને જન્મ આપ્યો. ત્યારબાદ તેમણે પોતાની નોકરીને અલવિદા કહેવું પડ્યું. સુન્દરૈયા જણાવે છે,

"90ના દાયકાના વાત કરીએ તો તે સમયે મહિલાઓની આશા અને અપેક્ષાઓ કાં તો આ તરફ અથવા તો પેલે તરફ એટલે કે, સમાધાન કરવાનું. પરિવાર અથવા તો નોકરી, એમ બે ભાગમાં વહેંચાયેલી હતી. આ વાત રાત-દિવસ અને શ્વેત-શ્યામ જેટલી સ્પષ્ટ હતી. મહિલા પોતાના માટે કાં પરિવાર કે પછી નોકરી બેમાંથી એકની જ પસંદગી કરી શકતી હતી. નોકરીની સાથે સાથે ઘર ચલાવવું તે પારંપરિક વાત હતી. એક એવી વાત જે નોકરીની સાથે પોતાના વિકાસની ઈચ્છા રાખનારી મહિલાઓ માટે બે હોડીમાં એક સાથે મુસાફરી કરવા જેવું હતું. આ એવી ધારણા હતી જે આગામી એકાદ દાયકા સુધી તો જવાની જ નહોતી."

એક એવી નોકરી જે તેમને પોતાના કૌશલનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદ કરે તથા તેમને ફ્લેક્સિબિલિટી પણ આપે. ઘણા સમય બાદ અને શોધ બાદ સુન્દરૈયાને શિક્ષણ જગતમાંથી આ બંને બાબતો સાથે મળી. એમબીએના વર્ગોમાં છ વર્ષ સધી અનેક મહિલાઓને ભણાવી ચૂકી હતી અને તેમને ખ્યાલ આવી ગયો હતો કે મહિલાઓમાં પ્રતિભા છુપાયેલી છે પણ તેમને બહાર લાવી શકાતી નથી. તેને પૂર્ણતા પ્રદાન કરવા માટે યોગ્ય વાતાવરણની જરૂર છે. આ રીતે તેમણે પોતાની ટીમના ચાર સભ્યો સાથે જોડાઈને ડિસેમ્બર 2000માં કંઈક નવું કરવાનો સંકલ્પ કર્યો. પોતાનું સંપૂર્ણ ધ્યાન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર અને અધવચ્ચે નોકરી છોડી દેનારી મહિલાઓ પર કેન્દ્રીત કર્યું. તે ઉપરાંત તેણે એવા આધેડ લોકોની પણ શોધ કરી જે નિવૃત્તિ બાદ પણ પાંચેક વર્ષ સુધી કામ કરવા સક્ષમ અને ઈચ્છુક હતા.

image


પાંચ વર્ષની મહેનત બાદ તેમણે અવતાર-આઈ-વિન(અંતરિમ મહિલા પ્રબંધન અંતરા ફલક નેટવર્ક)ની સ્થાપના કરી, જેની શરૂઆત મહિલાઓ માટે લાંબાગાળાનું રોજગાર સર્જનના ઉદ્દેશથી થઈ. અવતાર-આઈ-વિનને પૂર્ણ સ્વરૂપ આપવામાં તેમના પોતાના જ અનુભવો સૌથી વધુ કામ લાગ્યા, જે તેમને પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં મેળવ્યા હતા. આજે અવતાર-આઈ-વિન એક સામાજિક સાહસ 'ફ્લેક્સી કરિયર ઈન્ડિયા' તરીકે વિકસ્યું છે. આ એક એવું સંગઠન છે જે લાંબાગાળાના આયોજન સાથે વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે. તેની શરૂઆત ચેન્નાઈની માત્ર 200 મહિલાઓથી થઈ હતી પણ આજે ભારતમાં તેના લગભગ 27,000 સભ્યો છે.

પોતાના શરૂઆતના વર્ષમાં ફ્લેક્સીએ દ્વિતિય રોજગાર મેળવવા ઈચ્છતી મહિલાઓ માટે સેગ્યૂ (એસ.ઈ.જી.યૂ.ઈ.) સૂત્રના નામે એક કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું સર્જન કર્યું જેણે અંદાજે 3,500 મહિલાઓને મદદ કરી. અનેક સંગઠનોએ દ્વિતિય રોજગાર મહિલાઓ (ફરીથી નોકરી શરૂ કરનારી મહિલાઓ)ને મહેનતાણું મળે તે માટે અનેક યોજનાઓ શરૂ કરી જેથી તેમને યોગ્ય વળતર મળી રહે.

ફ્લેક્સીના શરૂઆતના તબક્કામાં તેમની સેવાઓ માટે કંપનીઓનો મત અયોગ્ય હતો, પણ તેનાથી સુન્દરૈયાને કોઈ ફેર પડ્યો નહોતો. તે સમયે તેણે સીએસઆર રણનીતિ તરીકે, બહાલીની રણનીતિ અને બચાવની રણનીતિ અપનાવીને પોતાની ક્લાઈન્ટ કંપનીઓને મહિલા કર્મચારીઓ રાખીને ગ્રાહકો સાથેનું કામ સરળ બનાવવાની રણનીતિ તૈયાર કરી.

'ફ્લેક્સી કરિયર ઈન્ડિયા'ની સેવાઓએ ભારતીય કાર્યસ્થળો પર જાતીય સમાનતાના મામલે એવું આશ્વાસન ઉભું કર્યું કે સંસ્થાઓ મહિલાઓને લાંબાગાળાના રોકાણ જેવી માનવા લાગ્યા. ફ્લેક્સીએ ભારતની અનેક સંસ્થાઓમાં 3,000થી વધારે મહિલાઓને કામચાલઉ, પાર્ટટાઈમ અને ફુલટાઈમ નોકરી અપાવી છે. તેમાં એવી મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાની નોકરી પહેલાં અધવચ્ચે છોડી દીધી હતી.

તેણે પોતાના માર્કેટને મજબૂત બનાવવા મહિલાઓને શિક્ષિત કરવાનું પણ શરૂ કરી દીધું છે. સુન્દરૈયા જણાવે છે,

"ફેબ્રુઆરી 2013માં જ્યારે અમે સંસ્થાઓની વિવિધતા અને નોકરીની પદ્ધતિઓ અંગે અભ્યાસ કર્યો તો જાણ્યું કે, કંપનીઓની ધારણા બદલાઈ ગઈ છે અને આજે કંપનીઓ કાર્યસ્થળને બજારમાં પરિવર્તિત કરવાના મધ્યમ તરીકે લાંબાગાળા સુધી ટકે તેવી પ્રતિભા તરીકે વધારેમાં વધારે મહિલાઓ આવે તેવી માગ કરે છે. આજે ભારતના વિકાસ માટે યોગ્ય પ્રતિભા જ સમયની માગ છે. આજે મહિલા સંસાધન જે ભારતના માનવ સંસાધનનો 50 ટકા ભાગ છે તેને દરકિનાર કરી શકાય નહીં."

સુન્દરૈયા એક સ્વાભિમાની સામાજિક સાહસિક છે જેમને પોતાના કાર્યો પર ગર્વ છે. તેમને વિશ્વાસ છે,

"સામાજિક સાહસ રોજગાર આપવાથી વિકસે છે. સામાજિક ક્ષેત્રને વધુ સક્ષમ સ્ત્રી-પુરુષોની જરૂર છે. જો તમે સકારાત્મક પરિવર્તન લાવવાના અભિગમને અનુભવી શકો છો તો તેને એક આર્થિક વિકાસના માળખા તરીકે પણ પરિવર્તિત કરી શકો છો અને ત્યારે પોતાના કર્મચારીઓને અને દેશને સીધો ફાયદો પહોંચાડી શકો છો. તેના દ્વારા છેવટે તો સમાજને જ લાભ છે."

image


આજે સુન્દરૈયા પોતાના પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવન બંનેને સાથે રાખીને આગળ વધી રહી છે. તે જણાવે છે, "આવનારો સમય તેમને પ્રેરણા આપતો રહે છે. તેમને વિશ્વાસ છે કે ઉદ્દેશ સાથે કરવામાં આવતા આપણા તમામ કાર્યો આપણને સમૃદ્ધ અને ઉન્નત પરિણામો આપે છે."

"હું પત્ની, પુત્રી, પુત્રવધુ, માતા, ઉદ્યોગસાહસિક, ટીમલિડર અને મિત્ર તરીકે જે પણ ભૂમિકા ભજવું છું, તે મને જીવનનો નવો જ આયામ શીખવે છે. દરેક ભૂમિકા મને જણાવે છે કે, મારામાં નવી ઊર્જાનું સર્જન થઈ રહ્યું છે. મારું જીવન અનેક અવતારો ધરાવતું છે અને જે નદી તરીકે અંદર અને બહાર સતત વહેતું રહે છે જેમાં કોઈ વિઘ્ન આવતા નથી."

લેખક- ALESSIO PIERONI

અનુવાદક- મેઘા શાહ