સંપાદનો
Gujarati

બાલિકાવધૂમાંથી સંયુક્ત રાષ્ટ્રના ગેસ્ટ સ્પીકરઃ સાંતના મુર્મુનો હૃદયસ્પર્શી સંઘર્ષ

YS TeamGujarati
12th Feb 2016
Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share

સાંતનાએ પરંપરા સામે બાથ ભીડીને ફરી શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું છે!

તેમના બાળલગ્ન થયા છે. 14 વર્ષની ઉંમરે તેમના હાથ પીળા કરવામાં આવ્યાં હતાં અને એટલે તેમને શાળામાં અભ્યાસ કરવાને બદલે રસોડામાં ચુલા પર રસોઈ કરવાની ફરજ પડી હતી. વાત છે સાંતના મુર્મુની. પશ્ચિમ બંગાળની ગરીબી આદિવાસી છોકરી સાંતના આઠમા ધોરણમાં હતી ત્યારે તેના માતાપિતાએ બાળલગ્ન કરાવી દીધા હતા. પણ આ આદિવાસી કન્યાએ શિક્ષણ મેળવવા જબરદસ્ત લડાયકતા દાખવી અને ફરી શાળામાં પ્રવેશ મેળવ્યો. અત્યારે તેઓ નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. એટલું જ નહીં તેણે પોતાની જેમ અન્ય કોઈ કન્યા બાળલગ્નનો ભોગ ન બને તે માટે પણ લડત શરૂ કરી છે.

image


અત્યારે તે તેમના વિસ્તાર અને સમાજમાં બાળલગ્ન અટકાવવા સક્રિયપણે કાર્યરત છે. તેના સંઘર્ષની વાત જાણ્યાં પછી ગયા વર્ષે સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં તેમને ગેસ્ટ સ્પીકાર તરીકે આમંત્રણ મળ્યું હતું. સાંતનાએ લગ્ન કર્યા પછી તેમના પતિ પાસેથી અભ્યાસ કરવાની મંજૂરી મેળવી. અત્યારે પોતાના બાળકોને સાસુ-સસરા અને પતિ પાસે મૂકીને દરરોજ સવારે ત્રણ કિમી ચાલીને દક્ષિણ દિનાજપુર જિલ્લામાં કુશુમંડીમાં માણિકોર હાઈ સ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે. તેની સૌથી મોટી દિકરી વસુંધરા ત્રણ વર્ષની છે અને આંગણવાડીમાં જાય છે.

સાંતનાએ હવે શાળામાં પોતાનો અભ્યાસ શરૂ કર્યો છું. આ વિશે તેઓ કહે છે,

"હું ખુશ છું. અત્યારે વર્ગમાં સૌથી મોટી છું અને તમામ વિદ્યાર્થીઓ મને મોટી બહેન માને છે. હું શિક્ષક બનવા ઇચ્છતી હતી અને મારું સ્વપ્ન સાકાર થશે તેવો મને વિશ્વાસ છે."

આ સંપૂર્ણ સફર દરમિયાન તેને તેના પતિ ગોવિંદ હેમરામનો સંપૂર્ણ સાથસહકાર મળ્યો છે. ગોવિંદ મજૂર છે અને બાળકોના અધિકાર માટે કાર્યરત બિનસરકારી સંસ્થા (એનજીઓ) ચાઇલ્ડ ઇન નીડ ઇન્સ્ટિટ્યૂટ (સીઆઇએનઆઇ)ના સભ્ય છે. પાંચમા ધોરણ પછી અભ્યાસ પડતો મૂકનાર હેમરામ કહે છે,

"મને સાંતના પર ગર્વ છે અને અમે બાળલગ્ન ન કર્યા હોત તો તેનું જીવન વધારે સારું હોત તેવો અહેસાસ મને થયો હતો. તેણે મને સમજાવ્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે મેં તેને સાથ આપવાનો નિર્ણય લીધો છે."

બાલિકાવધૂ બન્યા અગાઉ સાંતના શિક્ષક બનવાનું સ્વપ્ન સેવતી હતી. તેના પિતાએ સાંતનાના ભાઈને માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરાવ્યો છે, પણ દિકરીના અભ્યાસમાં તેમના માપદંડ બદલાઈ ગયા હતા. આ વિશે સાંતના કહે છે,

"એકાએક એક દિવસ મને લગ્ન કરવાના છે તેવો ફેંસલો સંભળાવવામાં આવ્યો. એ સમયે હું લગ્ન અટકાવી શકું તેવી સ્થિતિમાં નહોતી અને તેના પગલે મારો અભ્યાસ અટકી પડ્યો હતો. પણ પછી મેં મારા પતિને મનાવી લીધા છે."

પોતાના જેવી સ્થિતિ પોતાના સમાજની અન્ય છોકરીઓની ન થાય તે માટે સાંતનાએ તેમના ગામમાં બાળલગ્ન અટકાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી તેમણે ત્રણ સગીર વયની છોકરીઓના બળજબરીપૂર્વક થતા લગ્ન અટકાવ્યાં છે. સાંતના આદિવાસી સન્થાલી સમાજની સભ્ય છે, જેમાં કન્યા તરુણાવસ્થામાં પ્રવેશ કરે પછી લગ્ન કરાવવાનો રિવાજ છે.

અત્યારે સાંતના ચાઇલ્ડ ઇન નીડ ઇન્સ્ટિટ્યૂટ (સીઆઇએનઆઇ) સાથે સંકળાયેલા છે અને બાળલગ્નો અટકાવવા એનજીઓ સ્વયંસેવક તરીકે કામ કરે છે. તેમનું કાર્ય ધ્યાનમાં આવ્યું છે અને તેમને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જ્યારે અમેરિકામાં લોકોએ તેમની વાત અને શિક્ષણ વિશે વાત સાંભળી ત્યારે તેમને જીવનમાં નવો વળાંક આવ્યો હતો. તેમણે કહ્યું હતું,

"તેમણે મને મારા અભ્યાસ વિશે પૂછ્યું ત્યારે હું ફક્ત આઠ ચોપડી સુધી ભણેલી છું તે કહેતા મને દુઃખ થયું હતું. મેં તેમને જણાવ્યું હતું કે, હું મારા ગામ પરત ફરી અભ્યાસ નવેસરથી શરૂ કરીશ. મેં ફરી શાળાએ જવાનો પડકાર ઝીલી લીધો હતો."

જોકે તેમના માટે શાળામાં પ્રવેશ મેળવવો સરળ નહોતું. સીઆઇએનઆઇના સુજોય રોયે કહ્યું હતું કે, “હેડમાસ્ટરે શરૂઆતમાં તેને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો, પણ બીડીઓ (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર)ની દરમિયાનગિરી પછી તેમને પ્રવેશ મળ્યો હતો.”

અત્યારે સાંતના બાળલગ્ન વિરોધી કાર્યકર્તા હોવાની સાથે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. સુજોય કહે છે કે, “સાંતનાએ મોટો પડકાર ઝીલી લીધો છે, કારણ કે વયોવૃદ્ધ લોકો તેમનાથી નારાજ છે. તેમણે સદીઓ જૂની પરંપરા સામે બાથ ભીડી છે એટલે રૂઢિચુસ્ત લોકો તેમના આ અભિગમને પસંદ કરતાં નથી.”


Think Change India

થિંક ચેન્જ ઇન્ડિયા હકારાત્મક સમાચારોનું કલેક્શન છે. તે નકારાત્મકતા વચ્ચે હકારાત્મકતા અને આશાવાદનો દીપ પ્રકટાવવા પ્રયાસરત છે. જો તમારી પાસે આવી કોઈ સ્ટોરી હોય તો અમને આ ઇમેઇલ એડ્રેસ પર લખો tci@yourstory.com

અનુવાકદ- કેયૂર કોટક


આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર, સાફલ્યગાથા અને સંઘર્ષયાત્રા જાણવા અમારું Facebook Page લાઈક કરો

Add to
Shares
7
Comments
Share This
Add to
Shares
7
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો