સંપાદનો
Gujarati

ઉત્તર પ્રદેશના એક નાના ગામના યુવાને નવપ્રયોગો બદલ રાષ્ટ્રપતિ પુરસ્કાર જીત્યો

29th Jan 2016
Add to
Shares
24
Comments
Share This
Add to
Shares
24
Comments
Share

આપણા સમાજે બદલવાની જરૂર છે. આપણે મેરિટના સમાજની રચના કરી રહ્યાં છીએ. આપણે આપણાં બાળકોને એ રીતે સમજવા પડશે કે, તેમના માટે શિક્ષણ અને તેમનું પૅશન બંને ખૂબ અગત્યના છે!

આ પંક્તિઓ અબ્દુલ કલીમનાં જીવનનું ટૂંકમાં વર્ણન કરે છે. 2009માં, અબ્દુલનું તેમનાં ઈનોવેશન્સ (નવપ્રયોગ) માટે, માત્ર 22 વર્ષની ઉંમરે ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તે જ વર્ષે, નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NIF) દ્વારા, ગ્રાસ રૂટ ઈનોવેશન માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ઈનોવેટર અને આંત્રપ્રન્યોર અબ્દુલ કલીમ

ઈનોવેટર અને આંત્રપ્રન્યોર અબ્દુલ કલીમ


પણ તે ક્યારેય સારા ગ્રેડ અથવા આશ્ચર્યચકિત કરી દે તેવા સપના વિશે નહોતું, એક વિદ્યાર્થીએ તરીકે, અબ્દુલ હંમેશા અલગ રીતે વિચારતાં હતાં, એક ફિલસૂફી જેના ઉપર તેઓ આજે પણ તેમનું જીવન વિતાવે છે: 

"જ્યારે પણ કંઈક થાય છે, તો હું તેની પાછળનાં તર્ક વિશે વિચાર કરું છું. હું સવાલ કરતો રહું છું."

અને આ સવાલોએ હંમેશા નાના નવપ્રયોગનું રૂપ લઈ લીધું હતું. સાતમા ધોરણમાં, તેમણે તેમની પૉકેટમની માંથી 2 રૂપિયા બચાવીને, એક ક્રિસ્ટલનું પક્ષી ખરીદ્યું, જેને તેઓએ શુભેચ્છા પાઠવતાં એક મશીનમાં ફેરવી દીધું. જ્યારે પણ કોઈ તેમના રૂમમાં દાખલ થતું, તો તે પક્ષી ઈદ મુબારક નાં બેનર સાથે બહાર આવતું હતું. તેમની પાડોશમાં થયેલ ચોરીનાં કારણે, તેમને એક એલર્ટ અલાર્મ બનાવવાની પ્રેરણા મળી. આ અલાર્મ, ઘરનો દરવાજો ખૂલવા પર માલિકનાં ફોનમાં છેલ્લા ડાયલ કરેલા નંબર પર કૉલ કરી દેતું હતું.

અબ્દુલનો જન્મ ઉત્તર પ્રદેશનાં દેઓરિયામાં થયો હતો. તેમના પિતા ઉર્દૂનાં શિક્ષક હતાં અને માતા અભણ હતાં. આવાં નાના ગામમાં એલર્ટ અલાર્મ વિશે ક્યારેય કોઇએ સાંભળ્યું નહોતું!

તેમના અભિભાવકો ક્યારેય નહોતાં સમજી શકતાં, કે તેમનો પુત્ર શું કરી રહ્યો છે. તેઓ ઇચ્છતાં હતાં કે, અબ્દુલ ભણીને સરકારી નોકરી મેળવી લે. તેમના પિતાને પુત્રનાં અપરંપરાગત કાર્યો જોઈને દુ:ખી હતાં, અને તેમના પાડોશીઓ પણ તેમને વારંવાર એ યાદ અપાવતાં હતાં કે તેમનો પુત્ર કેવી રીતે સમય વેડફી રહ્યો છે.

પણ અબ્દુલ માત્ર તેમના નવપ્રયોગો, ઈલેક્ટ્રોનિક્સ, મશીન્સમાં જ રસ ધરાવતાં હતાં, તેમના વિશે દુનિયા શું વિચારે છે તેમાં નહી. તેઓ મક્કમ હતાં, તેઓ સ્મિત સાથે કહે છે કે:

"મારા શોધ કરવાનાં સમયે મને મળેલાં આંચકાઓ, અત્યંત મજબૂત હતાં."

સવાલોથી નવપ્રયોગો સુધી

એક બાજુ, અબ્દુલ મોટા પ્રભાવ વિશે વિચારતાં રહ્યાં, તથા સમાજને શું જોઈએ છે, જ્યારે બીજી બાજુ તેમણે તેમની હાઈસ્કૂલની પરિક્ષા પાસ કરી લીધી અને દેઓરિયામાં મનોવિજ્ઞાનનાં કોર્સમાં જોડાયા. પોતાનાં મૂળિયા સાથે જોડાયેલા રહીને, અબ્દુલે તેમનાં શોધ કરેલા નવપ્રયોગોને ઊંડાણપૂર્વક જોવાં લાગ્યાં. તેમણે એક એવી ડિવાઈસ બનાવી જે સેન્સર દ્વારા જમીનનાં ભેજને માપીને, છોડમાં ઑટૉમૅટિકલી પાણી આપી શકે. જમીનમાં પૂરતાં પ્રમાણમાં ભેજ થઈ જાય, એટલે મશીન આપોઆપ પાણી આપવાનું બંધ કરી દેશે.

ત્યારબાદ, તેમણે પૂરની માહિતી આપતી સિસ્ટમની શોધ કરી. આ સિસ્ટમમાં, નદીનાં કિનારા ઉપર વિવિધ જગ્યાએ તથા નદીની વચ્ચે સ્કેલ ફિટ કરવામાં આવે છે. પાણી જેવું ત્રીજા લેવલ પર પહોંચે કે તરત જ એક સાયરન વાગવા માંડશે, જેથી ગામનાં લોકો એલર્ટ થઈ જશે અને ઉંચી જગ્યાએ રહેવા જતાં રહેશે.

આખરે, તેમના મનોવિજ્ઞાનનાં પ્રોફેસરની મુલાકાત બાદ, અબ્દુલ સ્પોટલાઈટમાં આવ્યાં. તેમણે ડૉ. નાગિઝ બાનુને તેમનાં ઘરે આવવા તથા તેઓ જ્યાં પ્રયોગો કરતાં હતાં, તે નાની લેબોરેટરી જોવાનું આમંત્રણ આપ્યું. ડૉ. નાગિઝ પહેલા તો થોડા અચકાયા, પણ પછી જ્યારે તેઓ અબ્દુલનાં ઘરે આવ્યાં અને તેમના રૂમમાં પ્રવેશ્યાં તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં. અબ્દુલે જે કક્ષાનાં નવપ્રયોગ કર્યા હતાં, તે જોઈને, ડૉ. બાનુએ તેમને તેમના પ્રયોગો NIF માં મોકલી આપવા જણાવ્યું. અબ્દુલે આમ કર્યું અને ત્યારબાદ 21 નોવેમ્બર 2009માં, તેમને તેમના ગ્રાસરૂટ ઈનોવેશન માટે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ પાસેથી પુરસ્કૃત કરવામાં આવ્યાં. ત્યારબાદ, તેમણે રાજ્ય કક્ષાનાં પણ કેટલાક ઈનામો મેળવ્યાં.

અમે અબ્દુલને પૂછ્યું કે તેમણે તેમનો રસ છે એવો એન્જિનિયરિંગ વિષય છોડીને, મનોવિજ્ઞન વિષય કેમ લીધો? તેઓ કહે છે,

"જો તમે ધ્યાન આપો તો માલૂમ પડશે કે મનોવિજ્ઞાનને સમજીને જ ટૅક્નૉલૉજીની રચના થાય છે. તેવી જ રીતે, શોધાયેલ ટૅક્નૉલૉજીને મનોવિજ્ઞાન સમજે છે. માટે, દરેક વિષય સંબંધિત છે, એ તમારા પર નિર્ભર કરે છે કે, તમે તેનો કેવી રીતે ઉપયોગ કરો છો."

અમે જ્યારે તેમને પૂછ્યું કે આજનાં નવપ્રયોગોમાં શેની ઉણપ છે, તો તેઓ કહે છે કે, લોકો માટે ટૅક્નૉલૉજી બવાનતી વખતે, તેમને શેની જરૂર છે, તેવા મનોવિજ્ઞાનની ઓછી સમજ.

ભારતનાં વિવિધ રાષ્ટ્રપતિઓ સાથે અબ્દુલની વાતચીત અને સન્માન કરવામાં આવ્યું તેની તસ્વીર

ભારતનાં વિવિધ રાષ્ટ્રપતિઓ સાથે અબ્દુલની વાતચીત અને સન્માન કરવામાં આવ્યું તેની તસ્વીર


નવપ્રયોગોથી બિઝનેસ સુધી

જોકે, અબ્દુલ કહે છ કે, તેઓ એક સારા શોધક અથવા એન્જિનિયર હોઈ શકે છે, પણ તેઓ એક સારા બિઝનેસમેન નથી. તેમને બિઝનેસનાં આંકડાઓ ક્યારેય સમજ નથી પડ્યાં.

અબ્દુલ સતત તેમના GPRS સેન્સરથી નવપ્રયોગો કરતાં રહે છે.

અબ્દુલ સતત તેમના GPRS સેન્સરથી નવપ્રયોગો કરતાં રહે છે.


2011માં, અબ્દુલે 350 અજાણ્યાં લોકો સાથે જાગૃતિ યાત્રા શરૂ કરી, એક એવી યાત્રા જેણે તેમના સ્ટાર્ટઅપની ક્ષમતા પ્રત્યેનાં દ્રષ્ટિકોણને સંપૂર્ણરીતે બદલી નાંખ્યો. યાત્રા બાદ, અબ્દુલે લૉ-કૉસ્ટ સોલાર લૅમ્પ પર કામ કરવાનું શરૂ કર્યું, વધુ એક નવપ્રયોગ જે લોકોની જરૂરિયાત હતો.

આ બિઝનેસ આઇડિયામાં લગભગ 5 લાખ રૂપિયાની જરૂર હતી. ફંડ ઉભું ન કરી શકવાને લીધે, તેમણે આ વિચાર નેવે મૂકી દીધો અને અન્ય નવપ્રયોગો પર કામે લાગી ગયાં.

2014માં, તેમના ગ્રાહક સિદ્ધાર્થ જેત્તર મારફતે તેઓ જી.કે સિન્હાને મળ્યાં, જેઓ એ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયાં કે, જટિલ સમસ્યાઓનાં ઉકેલ આ યુવાનને આટલી સરળતાથી કેવી રીતે આવતાં હતાં. અબ્દુલે સિદ્ધાર્થનાં ઘર માટે, એક યુનિવર્સલ લાઈટ કન્ટ્રોલિંગ રિમોટ બનાવ્યું હતું. જી.કે સિન્હા એન્જલ ઈન્વૅસ્ટર હતાં, જેમને મલ્ટિપલ સ્ટાર્ટઅપ્સનું માર્ગદર્શન કરવાનો અનુભવ હતો.

તેમણે અબ્દુલને તેમના વેન્ચર Eco tronica Pvt. Ltd ની શરૂઆત કરવામાં મદદ કરી.

સિન્હાએ તેમને ગૌતમ કુમાર સાથે પરિચય કરાવ્યો, જેઓ હાર્વર્ડ યુનિવર્સિટીનાં સ્નાતક છે. ગૌતમને પણ અબ્દુલનાં નવપ્રયોગોમાં ક્ષમતા દેખાઈ, અને તેમણે અબ્દુલ સાથે કામ કરીને તેમનાં જમીનની ભેજનાં સેન્સર વાળા મશીન, તથા મોબાઈલ વેધર પ્રેડિક્શનમાં સુધારો કર્યો અને સેન્ટર્સ ફોર ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ ટ્રસ્ટ (CIPT) ની માંગ મુબજ ફેરફાર કર્યા. આ સંસ્થા કોલમ્બિયા યુનિવર્સિટીની અર્થ ઈન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલી છે.

લૉ-કૉસ્ટ વેધર સ્ટેશન, જે સોલાર પાવરથી સંચાલિત છે, તે ક્લાઉડ કમ્પ્યુટિંગ પર કામ કરે છે અને તેના સેન્સરનું ઈન્સ્ટૉલેશન બિલ્ડિંગનાં ધાબા પર કરવામાં આવે છે. ઈન્ડસ્ટ્રિઅલ સેટ-અપની લાગત 15,000 રૂપિયા સુધીની હોય છે, જ્યારે યુઝર ફ્રેન્ડ્લી અને ડોમેસ્ટિક મોડલની લાગત 10,000 તથા 5,000 રૂપિયાની હોય છે. ઝારખંડની બિરસા એગ્રિકલ્ચર યુનિવર્સિટીએ આ ટૅક્નૉલૉજીને તેમનાં અંગારા બ્લોકમાં સેટ-અપ કરવાનો વિચાર કર્યો છે. આનાથી, વિસ્તારનાં લગભગ 700 ખેડૂતોને લાભ થશે.

હાલમાં, અબ્દુલ LED ડ્યુઅલ લાઈટ્સ સાથે સોલર પોવર્ડ લાઈટિંગ પર કામ કરી રહ્યાં છે, જે તેમના અનુસાર માત્ર પાંચ મિનિટ સોલર ચાર્જ કરવાથી, 24 કલાક સુધી ચાલશે. તેમને હજી પણ રેવેન્યુ અથવા સેલ્સનાં આંકડા સમજ નથી પડતાં, કારણ કે તેઓ માને છે કે, તેઓ હૃદયથી એક શોધક છે અને શોધક જ રહેશે.

અબ્દુલ કહે છે કે, મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ હોવાનો સૌથી મોટો પડકાર છે સારો વિક્રેતા મેળવવો, જે સારી પ્રોડક્ટ ઓછી કિંમતે આપે.

તેઓ વધુ જણાવે છે,

"મારા માટે સૌથી મોટો પડકાર છે, મારો ઓછો આત્મવિશ્વાસ તથા અન્ય લોકો મારી કુશળતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરે છે તે."

પણ જ્યારે અબ્દુલ બોલે છે, ત્યારે અન્ય ઉદ્યોગસાહસિકો માટે શીખવા જેવો એક ખાસ પાઠ છે. જ્યારે ભારતીય ઉદ્યોગસાહસિકો Uber તથા Amazon બનાવવા ઈચ્છે છે, ત્યારે અબ્દુલ આપણને એ સવાલ કરવા પર મજબૂર કરે છે કે, ખરેખર લોકો માટે નવપ્રયોગોમાં શેનો સમાવેશ થાય છે. તેઓ આપણને સવાલ કરવા પર કરવા પર મજબૂર કરે છે કે, શું બિઝનેસ મોડલ અને રેવેન્યુ માત્ર જ સ્ટાર્ટઅપ માટે સફળતાનું માપદંડ છે.

ઘણાં ભારતીયો માટે, ઉદ્યોગસાહસિકો તેમનાં પ્રોડક્ટને સિલિકૉન વૅલી (નવપ્રયોગો માટેનું એકમ મજબૂત ચિહ્ન) સફળતાનું મોટો પ્રકાર છે. પણ લોકો માટેનાં નવપ્રયોગોનું શું? શું આપણી ઉદ્યોગસાહસિક ઈકોસિસ્ટમ, US માં અનુસરવામાં આવતી મેરિટોક્રેસીની સિસ્ટમ પર આધારીત છે?

અબ્દુલ જેવા શોધકો આપણને આપણી વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલ કરવા પર મજબૂર કરે છે. તેઓ સાચું કહે છે કે, આપણે નવપ્રયોગોની આપણી સંસ્કૃતિને બનાવવી પડશે. આપણા પડકારો જુદા છે, અને બહાર આવવાનો એકમાત્ર માર્ગ છે સમસ્યાનો ઉકેલ લાવવા માટે, પૅશન અને લગનથી નવપ્રયોગો કરવા, તેને બિઝનેસની જેમ ન જોવું.


લેખક- તરૂષ ભલ્લા

અનુવાદક- નિશિતા ચૌધરી

Add to
Shares
24
Comments
Share This
Add to
Shares
24
Comments
Share
Report an issue
Authors

Related Tags