સંપાદનો
Gujarati

મનગમતી ડિઝાઇનર કેકનું વન સ્ટૉપ સેન્ટર એટલે rasnabakes.com

25th Nov 2015
Add to
Shares
19
Comments
Share This
Add to
Shares
19
Comments
Share

શોખ જ્યારે ઝનૂન બની જાય ત્યારે તેનું પરિણામ પણ સુંદર હોય છે. અને રસના ગુલાટી તથા સંદીપ ધમીજા સાથે પણ કાંઇક આમ જ થયું. તેમના શોખ ભલે અલગ-અલગ હતા, પણ તેમનો રસ્તો એક હતો, તેથી જ તે બંન્ને આજે સાથે મળીને ‘રસનાબેક્સ’ નામે કેક સ્ટૂડિયો અને બેકરી ચલાવી રહ્યાં છે. એનસીઆર સાઇબર સિટી ગુડગાંવમાં તેમણે તૈયાર કરેલી કેકની મિઠાશ અને તેની ડિઝાઇનનો કોઇ મુકાબલો નથી.

image


rasnabakes.comની સહ-સંસ્થાપક અને ડિઝાઇનર રસના ગુલાટીએ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીથી ફૂડ એન્ડ ન્યૂટ્રિશિયનમાં એમએસસી કર્યુ છે. આ કામ શરૂ કરતા પહેલાં રસના ગુલાટી એક એમએનસી અને તે બાદ દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં ન્યૂટ્રિશિયન તરીકે કામ કરતા હતા. બીજી બાજુ, ‘રસનાબેકસ’ સ્ટૂડિયોના બીજા સહ-સંસ્થાપક સંદીપ ધમીજાને બેકિંગ સાથે દૂર-દૂર સુધી કોઇ સંબંધ નહતો. સંદીપ રસના ગુલાટીના પારિવારિક મિત્ર રહ્યા છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કસ્ટમર સર્વિસ ઉપરાંત ઘણી એડર્વટાઇઝિંગ એજન્સીઓમાં કામ કર્યુ છે. સંદીપ હંમેશાથી ઈચ્છતા હતાં કે તે પોતાનો બિઝનેસ કરે. ત્યારે રસના ગુલાટી બેકિંગ પ્રત્યેના પોતાના ઝનૂનને દુનિયાની સામે લાવવા માગતી હતી. તે બાદ બંન્નેએ મળીને નક્કી કર્યુ કે બેકિંગને જ બિઝનેસનું સ્વરૂપ કેમ ના આપવામાં આવે. અને પછી વર્ષ ૨૦૧૦માં ‘રસનાબેકસ’ સ્ટૂડિયોનો પ્રારંભ થયો હતો.

image


રસના ગુલાટીના જણાવ્યા પ્રમાણે તેમના પિતા ભારતીય સેનામાં હતા અને ઘરમાં તેમની માતા હંમેશા બેકિંગ કરતા હતા. પોતાની માતાને જોતા-જોતા ધીમે-ધીમે તે પણ બેકિંગ તરફ ખેંચાવા લાગી હતી અને પછી તે ખેંચાણ શોખમાં ક્યારે પરિવર્તિત થઇ ગયું તેની ખબર જ નહોતી પડી. રસના ગુલાટીના કહેવા અનુસાર તેઓ હંમેશા ઈચ્છતા હતા કે કોઇ નવી રીતથી બેકિંગનું કામ કરવામાં આવે. ત્યારે તેઓ કેક અને પેસ્ટ્રીથી અલગ કાંઇ નવુ કરવા માગતા હતા. ધીમે-ધીમે રસના ગુલાટીનો ઝુકાવ કેકને ડિઝાઇન કરવા તરફ વધવા લાગ્યો હતો. તે માટે તેમણે કેક ડિઝાઇન સાથે સંબંધિત ઢગલો પુસ્તકો વાંચવાના શરૂ કર્યા હતા. સાથે જ ઇન્ટરનેટ અને ટીવીની મદદથી આ વાતને જાણવાના પ્રયાસ કરતા હતા કે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય પ્રોફેશનલ લોકો કઇ રીતે કેકને ડિઝાઇન કરે છે. પોતાના પ્રયાસોને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે રસના ગુલાટીએ માત્ર કેકની નવી ડિઝાઇન્સ જ નહોતી શીખી, બલ્કે તેમણે કેક બનાવવાની અલગ-અલગ રેસિપી પણ શીખી હતી. રસના ગુલાટીએ કહ્યું, “જ્યારે તેઓ ન્યૂટ્રિશિયન તરીકે કામ કરતા હતા, ત્યારે પણ તેમણે કેક ડિઝાઇન અને તેની રેસિપી સાથે જોડાયેલી જાણકારીઓ એકત્ર કરવાનું કામ નહોતું છોડ્યું.”

image


લગભગ દસ વર્ષ પહેલા તેમણે સાંજના સમયે દિલ્હીમાં પોતાના ઘરની આસપાસ સ્ટૉલ લગાવવાનું શરૂ કર્યુ હતું. અહીં તેઓ બ્રાઉની, નાની કેક, ચોકલેટ સોસ વેચવાનું કામ કરતા હતા. તેમનું કહેવું હતું કે આ કામ તેમણે એટલા માટે કર્યુ હતું જેથી તેઓ લોકોના ટેસ્ટને સમજી શકે. રસનાની મહેનત ફળવા લાગી હતી અને લોકોને તેમણે બનાવેલી કેક ખૂબ પસંદ આવવા લાગી હતી. તે બાદ તેમણે હોળી, દિવાળી, દશેરા, ક્રિસમસ અને અન્ય તહેવારોના પ્રસંગે અલગ-અલગ સ્થાનો પર પોતાના સ્ટૉલ્સ લગાવવાના શરૂ કર્યા હતા. આ સ્ટૉલમાં તેઓ ગિફ્ટમાં આપવા માટે પોતે તૈયાર કરેલા કેક હેમ્પર વેચવાનું કામ કરતા હતા. તેમનો આ આઇડિયા કામ કરી ગયો હતો અને તે બાદ તેમણે ન્યૂટ્રિશિયનની નોકરીની સાથે-સાથે જ પોતાના ઘરથી જ કેક સપ્લાય કરવાનું કામ શરૂ કરી દીધું હતું.

image


રસના હવે જાણી ગયા હતા કે આ જ સમય છે, જ્યારે પોતાના સ્વપ્નોને પૂરા કરી શકાય તેમ છે. તેથી જ તેમણે આને બિઝનેસનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. પણ રસના બિઝનેસની આંટીઘૂંટી નહોતા સમજતા. જ્યારે બીજી તરફ સંદીપ ત્યારે કોઇ નવો વેપાર શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યા હતા. તેવામાં બંન્નેએ નક્કી કર્યું કે પોતાના વિચારને જ હકીકતમાં કેમ ના બદલવામાં આવે અને પછી વર્ષ ૨૦૧૦માં તેમણે બંન્નેએ સાથે મળીને ‘રસનાબેકસ’ની શરૂઆત કરી હતી. સંદીપ જેઓ ‘રસનાબેકસ’માં સેલ્સ અને સર્વિસનું કામ સંભાળે છે તેમના અનુસાર તેમણે પોતાના કામનો પ્રારંભ ફેસબૂક પેજના સહારે કર્યો હતો. ધીમે-ધીમે તેમના આ કામે ઝડપ પકડી હતી અને આજે ‘રસનાબેકસ’નો ગુડગાંવના સેક્ટર-૪૯માં કેક સ્ટૂડિયો અને બેકરી તો છે જ, સાથે-સાથે જ આ લોકો હવે ‘રસનાબેકસ ડૉટ કૉમ’ નામક પોતાની વેબસાઇટ અને એપ મારફત પણ કેકના ઓર્ડર પૂરા પાડે છે. સંદીપ અનુસાર એપનું એન્ડ્રોઇડ વર્ઝન પહેલેથી જ બજારમાં આવી ગયું છે જ્યારે આઈઓએસ વર્ઝન પણ જલ્દી જ બજારમાં આવશે.

image


રસનાના જણાવ્યા પ્રમાણે કોઇ પણ વ્યક્તિ માટે કેક બનાવતા પહેલા તેઓ તેની પસંદને જાણવાના પ્રયાસ કરે છે. જે બાદ તેમને ઘણા પ્રકારના વિકલ્પ આપવામાં આવે છે. સંદીપ આ અંગે કહે છે, “અમે લોકોના વિચારને કેક મારફત હકીકતમાં બદલવાનું કામ કરીએ છીએ.” ‘રસનાબેકસ’માં પ્રારંભિક મૂડી રસના અને સંદીપે સાથે મળીને લગાવી છે. આજે જે કોઇપણ કમાણી થાય છે તેમાનો એક મોટો ભાગ તેઓ પોતાના બિઝનેસના વિસ્તાર પાછળ ખર્ચે છે. ‘રસનાબેકસ’ની ડિઝાઇનર કેક ગુડગાંવમાં માત્ર સામાન્ય લોકો જ પસંદ નથી કરતા બલ્કે કોર્પોરેટ સેક્ટરની ઘણી મોટી કંપનીઓ તેની નિયમિત ગ્રાહક છે. તે ઉપરાંત લોકોની ડિમાન્ડ પર દિલ્હીમાં પણ ડિઝાઇનર કેક સપ્લાય કરવામાં આવે છે. સંદીપના કહેવા પ્રમાણે આજે કેક માત્ર જન્મદિવસના પ્રસંગે જ લોકો નથી ખરીદતા, પણ ઘણા અન્ય પ્રસંગોએ કેક ખરીદવાનું ચલણ વધ્યું છે.

image


ક્વોલિટી અને ડિઝાઇન ‘રસનાબેકસ’ની યૂએસપી છે. કેકની ડિઝાઇન રસના જ કરે છે. તે માટે તેમની પાસે એક નાનકડી ટીમ પણ છે. ‘રસનાબેકસ’માં ૮ લોકો કામ કરી રહ્યા છે. આ લોકોએ તૈયાર કરેલી ડિઝાઇનર કેક ૧૨૦૦ રૂપિયાથી શરૂ થઇને ૧૦ હજાર સુધીમાં મળી જાય છે. શરૂઆતમાં આ લોકોને રોજ એક કેકનો જ ઓર્ડર મળતો હતો પણ ધીમે-ધીમે કામમાં વિસ્તાર થતો ગયો હતો અને આજે તે સંખ્યા ૨૦ કરતા વધારે થઇ ગઇ છે. ‘રસનાબેકસ’ની યોજના આવનારા સમયમાં દિલ્હી અને અન્ય શહેરોમાં પણ પોતાના આઉટલેટ ખોલવાની છે. તે માટે તેઓ રોકાણકારોની શોધ કરી રહ્યા છે, જેથી કામનો વધુ વિસ્તાર કરી શકાય.

લેખક- હરીશ બિશ્ત

Add to
Shares
19
Comments
Share This
Add to
Shares
19
Comments
Share
Report an issue
Authors

Related Tags