સંપાદનો
Gujarati

દસમા ધોરણના 3 વિદ્યાર્થીઓએ શરૂ કર્યું સ્ટાર્ટઅપ, મળી ગયું રૂ.3 કરોડનું ફંડિંગ!

દસમા ધોરણમાં ભણતાં 3 બાળકોએ માત્ર એક વર્ષમાં તૈયાર કર્યું પોતાના બિઝનેસનું મૉડલ!

19th Jun 2017
Add to
Shares
126
Comments
Share This
Add to
Shares
126
Comments
Share

જયપુરની સ્કૂલ નીરજા મોદીના ધોરણ 10માં ભણતાં 3 મિત્રોએ માત્ર એક વર્ષમાં જ પોતાના બિઝનેસનું સંપૂર્ણ મૉડલ તૈયાર કરીને ફંડિંગ પણ મેળવી લીધું છે. આટલી નાની ઉંમરમાં કામ પ્રત્યેની તેમની આ લગન જોવા જેવી છે. આવો, જાણીએ કે એવું તો કયું બિઝનેસ મૉડલ છે જેમાં રોકાણકારો 3 કરોડનું ફંડિંગ આપવા તૈયાર થઇ ગયા!

image


જ્યાં દસમા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓ ભણવા સિવાય રમતાં નજરે ચઢે, ત્યાં કેટલાક બાળકો એવા પણ છે જેઓ નાની ઉંમરથી જ સફળતાનો ડંકો વગાડી રહ્યાં છે. જયપુરના ચેતન્ય ગોલેચા, મૃગાંક ગુજ્જર અને ઉત્સવ જૈનને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ મળ્યું છે.

આ બાળકોને જે કંપનીએ ફંડિંગમાં મદદ કરી છે તેમના માટે માર્કેટિંગ તેમજ રીસર્ચની જવાબદારી પણ તેમના શિરે છે. તેમના આ સ્ટાર્ટઅપનો એક પ્લાન્ટ બહુ જ જલ્દી ઇન્દોરમાં બનાવવામાં આવશે.

દસમા ધોરણમાં ભણતાં આ બાળકોના સ્ટાર્ટઅપનો આઈડિયા ઘણો યુનિક છે. જોકે એક સમયે આ બાળકોને, "તમે હજી આવી કોઈ સ્પર્ધા માટે તૈયાર નથી" એમ કહી એક ફેસ્ટમાંથી બહારનો દરવાજો બતાવવામાં આવ્યો હતો.

આ ત્રણેય મિત્રોએ 'ઇન્ફ્યુઝન બેવરેજ' નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓએ મળીને 'ફ્લેવર્ડ પાણી'નો બિઝનેસ શરૂ કર્યો છે જેમાં કોઈ જ પ્રકારના પ્રિઝર્વેટીવનો ઉપયોગ નથી કરાયો. ખાસ વાત તો એ છે કે તેમાં ખાંડ તેમજ સોડાનો ઉપયોગ નથી કરાયો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે 'ઇન્ફ્યુઝન બેવરેજ'ને FSSAI એ લીલી ઝંડી પણ બતાવી દીધી છે.

પહેલી વારમાં તો રિજેક્ટ થઇ ગયો હતો આઈડિયા

આ ત્રણેય બાળકોમાંથી ચેતન્ય ગોલેચા કહે છે,

"અમે જે પ્રોડક્ટ તૈયાર કરી રહ્યાં હતાં તે ફેસ્ટના જજને પસંદ નહોતી આવી. અને એટલે અમને પ્રથમ રાઉન્ડથી જ બહાર કરી દેવાયા. એક કલાકની અંદર જ અમે સ્પર્ધામાંથી ફેંકાઈ ગયા. છતાં પણ અમને 150 'ફ્લેવર્ડ વોટર'નો ઓર્ડર મળ્યો."

આ ત્રણેય મિત્રોએ ગયા વર્ષે સ્કૂલમાં યોજાયેલ એન્ટરપ્રેન્યોરશિપ ફેસ્ટમાં ભાગ લીધો હતો. અને આ ત્રણેયને મળેલા પહેલા ઓર્ડર બાદ તો તેમણે પાછું વળીને નથી જોયું. એક વર્ષમાં જ તેમણે ભેગા થઈને પોતાના બિઝનેસના આઈડિયાની રૂપરેખા તૈયાર કરીને રોકાણકારો પણ શોધી લીધા. 

મક્કમ બની નિર્ણય કરો તો કંઈ જ અશક્ય નથી 

તેઓ કહે છે,

"આ સ્ટાર્ટઅપની મુખ્ય થીમ હતી કે પ્રિઝર્વેટીવ વગર ફ્લેવર્ડ પાણી બનાવવું. અમે ઘણું રીસર્ચ કર્યું અને ખાંડ તેમજ સોડા વગર એક સરસ ડ્રિંક બનાવ્યું. પણ બહુ જ જલ્દી અમને માલૂમ પડી ગયું કે જ્યાં સુધી અમારી ઉંમર નાની છે ત્યાં સુધી આ આઈડિયાને હકીકતમાં ફેરવવો એટલો સરળ નથી. લાયસન્સ, ખાદ્ય વિભાગની પરવાનગી તેમજ FSSAIની મંજૂરી મેળવવી ખૂબ મુશ્કેલ કામ છે. અમારી ઉંમર 18 વર્ષથી ઓછી હતી અને એટલે અમારા માતા-પિતાએ આ બધી પરવાનગીઓ મેળવી."

પોતાના આઈડિયાને વધુ મજબૂત બનાવવાના નિર્ધાર સાથે તેમણે IIT કાનપુર, IIM ઇન્દોરના આન્ત્રપ્રેન્યોરશિપની સ્પર્ધાઓમાં ભાગ લીધો જેમાં તેમને ઘણી પ્રસંશા મળી. પરંતુ આ બાળકોને મોટી સફળતા તો ત્યારે મળી જ્યારે માલવીય નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીને આ આઈડિયા પસંદ પડ્યો. તેમણે ત્રણેય વિદ્યાર્થીઓની આ ટીમને પેટન્ટ અપ્લાય કરવામાં મદદ કરી જે આ ટીમ માટે પહેલું પગલું હતું. 

આ બાળકોને જે કંપનીએ ફંડિંગમાં મદદ કરી છે તેમના માટે માર્કેટિંગ અને રીસર્ચની જવાબદારી પણ તેમના પર છે. આ 3 વિદ્યાર્થીઓએ એક જ વર્ષમાં આઈડિયા, રોકાણકારો શોધવા તેમજ પોતાની પ્રોડક્ટને હકીકતમાં બનતા જોવી, એ તમામ સાચ્ચું કરી બતાવ્યું છે જે કેટલાંયે બાળકો માટે પ્રેરણારૂપ છે.

જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Add to
Shares
126
Comments
Share This
Add to
Shares
126
Comments
Share
Report an issue
Authors

Related Tags