સંપાદનો
Gujarati

મેજિક બસની મેજિકલ વાતો

14th Oct 2015
Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share

કંઈક મેજિકલ વાત છે આ ‘મેજિક બસ’ની. બાળકોને ગરીબીચક્રમાંથી બહાર કાઢવા, એક સમયે એક જ બાળકનો ઉછેર અને બાળકોનું ભવિષ્ય સુધારવાના ધ્યેય સાથે નામને યોગ્ય ઠેરવનાર એક NGOનું નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ છે ‘મેજિક બસ’.

ભારતીય રગ્બી ટીમના એક પ્લેયર મેથ્યુ સ્પેસી દરરોજ મુંબઇના ફેશન સ્ટ્રીટની સામે પ્રેક્ટિસ કરતા. તે વિસ્તારમાં કેટલાક બાળકો કોઈ કામ વગર ફરતા રહેતા. મેથ્યુએ એ બાળકોને જોયા અને એક દિવસ તેમને રમવા બોલાવ્યા. સમય જતા મેથ્યુએ અનુભવ્યું કે રમતથી બાળકોના વર્તનમાં ફેરફાર આવી રહ્યાં છે. મેથ્યુએ જોયું કે આ બાળકોમાં સંયમ, શિસ્ત, ધ્યેય તરફ આગળ વધવા જેવા ગુણો ખીલવા લાગ્યા છે. આ એક ઘણો સકારાત્મક ફેરફાર હતો. એટલુ જ નહીં, પરંતુ આ બાળકોનું વર્તન અન્ય લોકો તરફ પણ બદલાવા લાગ્યું.

image


મેથ્યુએ મનોમન વિચાર્યું કે જો બાળકોના વર્તનમાં આવો સકારાત્મક ફેરફાર સતત ચાલુ રહે તો તેમની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાં ઘણો મોટો ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ તેમને હાલની વાસ્તવિકતા અને ભવિષ્યમાં આવનાર અડચણોની સામે પગભર કરવાનું પણ શીખવી શકાય. બસ, આ જ વિચાર પર ‘મેજિક બસ’નો પાયો મજબૂત થયો અને 1999માં શરૂ થયેલ આ સંસ્થા આજે ‘મેજિક બસ સ્પોર્ટ ફોર ડેવલોપમેન્ટ કરીક્યુલમ’ના નામે અનોખું કાર્ય કરી રહી છે. એટલે કે તેઓ સમાજના કેટલાક લોકોની જીવનશૈલી અને ભવિષ્ય બદલવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

વર્ષ 1999માં શરૂ થયેલ આ સંસ્થામાં હાલ લગભગ 2.5 લાખથી પણ વધારે બાળકોની સંભાળ લેવામાં આવે છે અને દેશના 19 રાજ્યોમાં તેમની સંસ્થા કાર્યરત છે. મેથ્યુ ‘ક્લીઅરટ્રીપ’ ઓનલાઇન પોર્ટલના સહ-સ્થાપક હતા અને સાથેજ ‘કોક્સ એન્ડ કીંગ્સ’ કંપનીના COO પણ હતા. તે નોકરી છોડીને તેમણે ‘સ્પોર્ટ ફોર ડેવલોપમેન્ટ’ને લગતા કાર્યક્રમો શરૂ કર્યા જેમાં તેમણે ઉંમર અને વ્યક્તિગત જરૂરિયાતોને આધારે કાર્યક્રમોને ડિઝાઇન કર્યા.

આ સંસ્થા દ્વારા સ્થાનિક બાળકોને લાંબા સમયના ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સ અંતર્ગત શિક્ષણ, સ્વાસ્થ્ય અને જાતીય સમાનતાને લગતી કેળવણી આપવામાં આવે છે. ‘મેજિક બસ’ દ્વારા બાળકોને વધુ તકો અને પોતાના પર વધુને વધુ સંયમ અને નિયંત્રણ રાખી ગરીબીમાંથી બહાર આવવાના ઉપાયો શોધવા માટેની તાલીમ આપવામાં આવે છે. બાળકોને આ તાલીમ આપવા ખાસ માર્ગદર્શકો પણ હોય છે જેઓ નિયત સમયાંતરે બાળકોના વર્તનમાં આવી રહેલા ફેરફારનું પણ ધ્યાન રાખે છે.

image


જ્યારે બાળકો વધુ મોટા થાય ત્યારે તેમના ‘કનેક્ટ’ પ્રોગ્રામમાં સમાવિષ્ટ થવાની તક આપવામાં આવે છે. આ પ્રોગ્રામ ઉચ્ચ શિક્ષણ અને નોકરી માટેની સારી તકો મેળવવા માટેની તાલીમ આપે છે. આજે આ સંસ્થાની અથાગ મહેનતના પરિણામે 2.5 લાખ જેટલા લોકોને સારૂ ભણતર અને સારા વાતાવરણમાં રહેવાની તક મળી રહી છે.

મેજિક બસ ફક્ત એક જ ધ્યેય માટે કામ નથી કરી રહી. એમ કહેવું યોગ્ય રહેશે કે મેજિક બસ એક રસ્તાથી અનેક રસ્તાઓનું નિર્માણ કરે છે. ‘સ્પોર્ટ્સ ફોર ડેવલોપમેન્ટ’ના માધ્યમે તેઓ બાળકોના માતા-પિતાનું માનસ પણ બદલવાના પ્રયાસો કરી રહ્યાં છે જેના માટે ‘મેજિક બસ’ને ‘વર્લ્ડ બેન્ક ડેવલોપમેન્ટ માર્કેટ પ્લેસ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આટલી વિસ્તૃત સંસ્થાને સતત કાર્યરત રાખવાનો માર્ગ ક્યારે પણ સરળ હોઇ શકે નહીં. પરંતુ કહેવાય છે ને કે જ્યારે તરતા શીખવુ હોય ત્યારે એક વખત તો પાણીમાં કૂદવું જ પડે. તેવામાં પણ અહીં તો સવાલ હતો રમતગમતનો. જ્યારે કોઇ પણ અજાણ વ્યકિત હવામાં બોલ ઉછાળે ત્યારે એ બોલ પાછો જમીન પર પછડાય તે પહેલા આસપાસના બધા લોકો એકબીજા પર વિશ્વાસ રાખી આગળ રમવાનો નિર્ણય કરી લે છે. રમતગમતની એ એક અનોખી વિશેષતા છે. સંસ્થામાં છોકરીઓને સાથે જોડવાનો માર્ગ પણ ઘણો કપરો હતો. દેશના લોકોનું માનસ, સ્થાનિક જવાબદારીઓમાંથી એક છોકરીને આગળ લાવવી એ ઘણું કપરું કાર્ય હતું. અને એ પણ એવા વિસ્તારોમાંથી જ્યાં શિક્ષણનો ખૂબ જ અભાવ છે. આ કાર્ય હાથ ધરવા માટે સંસ્થા દ્વારા ડોર-ટુ-ડોર કેમ્પેઇન, કમ્યુનિટી લેવલની ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું.

image


આ પ્રકારની સંસ્થા ચલાવવા માટે ધ્યેય, સંયમ અને માનસિક શક્તિની ઘણી જરૂર રહે છે જેમાં સ્થાપક મેથ્યુ સ્પેસી કુશળ છે. જ્યારે સ્થાપક દ્રઢ મનોબળ ધરાવતા હોય ત્યારે સંસ્થાના દરેક વ્યક્તિનું મનોબળ આપોઆપ વધુ મજબૂત બની જાય. તેમણે સારી કમાણી આપતી નોકરી છોડી, સંસ્થામાં કામ કરનાર સ્વયંસેવકોએ સામાન્ય લોકોનું જીવન બદલવા માટે કાર્ય કરવાનું શરૂ કર્યુ અને આવી જ રીતે ‘મેજિક બસ’ દેશમાં કેટલાંયે લોકોનું જીવન બદલી રહી છે.

Add to
Shares
2
Comments
Share This
Add to
Shares
2
Comments
Share
Report an issue
Authors

Related Tags