સંપાદનો
Gujarati

સમાજસેવાના આશય સાથે 'રૉકિંગ' નવનીત મિશ્રા કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવે છે!

YS TeamGujarati
17th Mar 2016
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

નવનીત મિશ્રા ઉત્તરપ્રદેશમાં પોતાનાં ગામથી ચાર કિમી દૂર આવેલી શાળામાં રોજ સાઈકલ લઈને ભણવા જતા. તેમણે રોકિંગ નામની સંસ્થા સ્થાપી છે. ગ્રામ્ય જીવનની વાત કરીએ તો તેમનું ગામ કાનપુરથી 40 કિમી દૂર આવેલું હતું. તેઓ કહે છે,

"મારા પિતા સરકારી નોકરી કરતા હોવાને કારણે હું શાળાએ જઈ શકતો હતો. પરંતુ મારી સાથેના અનેક લોકોએ અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ ઘરની આસપાસ કેટલાંક એવાં કામો હતાં કે જેને પૂરાં કરવાં જરૂરી હતાં. હું ભણવામાં સારો હોવાને કારણે મારા ગામના લોકો મને ભણવા માટેનું પ્રોત્સાહન આપતાં હતાં અને ઘરનું અધુરું કામ કરવા માટે પણ જણાવતા હતા. તેમની આ ભાવનાને કારણે મને ગામના લોકો માટે કંઇક કરી છૂટવાની પ્રેરણા મળી."
image


ખૂબ જ ઓછા સ્રોતોને કારણે નવનીતે એનઆઈટી ત્રિચીમાંથી પોતાનું બી.ટેક પૂરૂં કર્યું. ત્યારબાદ તેમણે એકદમ યુવા પ્રોજેક્ટ લીડર તરીકે અશોક લેલેન્ડમાં નોકરી શરૂ કરી. નવનીત જણાવે છે,

"મારી પ્રતિષ્ઠિત નોકરીઓનાં કારણે જવાબદારી પણ આવી હતી. મારા ગામનાં ઓછા શિક્ષિત લોકો મારી પાસે તેમને નોકરીએ લગાડવા માટે કહેતા હતા. મારી ઇચ્છા તેમને મદદ કરવાની હતી પરંતુ પ્રોફેશનલ દુનિયામાં લોકોને નોકરી અપાવવી એટલું સરળ નહોતું. જેના કારણે અમને સહુને નિરાશા સાંપડતી હતી. પરોપકાર તેમની મદદ કરી શકે તેમ હતો પરંતુ તેના કારણે આ સમસ્યાનું સમાધાન કાયમી કે લાંબાગાળા માટે થઈ શકે તેમ નહોતું. હું મારા ગ્રામજનોને સ્વતંત્ર રહે તે જોવા માગતો હતો. નવનીત તેમના ગ્રામજનોને મદદ કરવા માટે ઉદ્યોગ સાહસિક બન્યા."

વર્ષ 2013માં ઉત્તરાખંડની હોનારતમાં તેમણે પોતાનાં અનેક નજીકનાં લોકોને ગુમાવ્યાં અને આ તેમનાં જીવનમાં આવેલો નવો વળાંક હતો. આ હોનારત બાદ કટોકટીના સમયે તેમના માટે કંઇક કરવું તે પહેલાં કરતાં પણ મોટી જવાબદારી હતી. મને એમ લાગી રહ્યું હતું કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે અને મેં મારા ગ્રામજનો માટે કંઇક કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. હું સતત તકો શોધી રહ્યો હતો અને ટેકો પણ શોધી રહ્યો હતો. કેટલાક વિકલ્પો ચકાસ્યા બાદ મેં કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવવાનું નક્કી કર્યું. આ વસ્તુ ભારતમાં નવી હતી પરંતુ વિશ્વમાં તે ધૂમ મચાવી રહી છે. તેમ નવનીતે જણાવ્યું હતું. તેણે રોકિંગની સ્થાપના કરી. આ 100 ટકા રૉ અને અનડાઇલ્યુટેડ કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવતી અને તેની ડિલિવરી આપતી કંપની છે અને તે ગુડગાંવમાં આવેલી છે. તેની વધુ માહિતી આપતાં નવનીતે જણાવ્યું,

"મને આ તક વધારે યોગ્ય લાગી. આના કારણે લોકોને શુદ્ધ તેમજ સાત્વિક ખોરાક મળે છે તેટલું જ નહીં પરંતુ તે આજના દોડધામ ભરેલાં જીવનમાં લોકોને શુદ્ધ ખોરાક લેવાની ટેવ પણ પાડે છે. કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ એ સામાન્ય જ્યુસ કરતાં 30થી 35 ટકા વધારે આરોગ્યપ્રદ હોય છે કારણ કે તેમાં ઔદ્યોગિક મશિનો દ્વારા ફળોને ગરમી વિના વધારે ભારપૂર્વક છૂંદવામાં એટલે કે ક્રશ કરવામાં આવે છે. જેના કારણે આ જ્યુસમાં ફળોની શુદ્ધતા જળવાઈ રહે છે જે મિક્સરમાં ક્રશ કરવામાં આવતા ફળોમાં જળવાતી નથી. આ પદ્ધતિમાં ફળોમાં રહેલા એન્ઝાઇમ અકબંધ રહે છે. આના કારણે ખેડૂતોને પણ ફાયદો થાય છે કારણ કે અમે સીધા તેમની પાસેથી ફળોની ખરીદી કરીએ છીએ અને તેના કારણે રોજગારીની તકો પણ ઊભી થાય છે."

નવનીત વધુમાં જણાવે છે, "આના થકી મારો આશય હું જે ગામમાંથી આવું છું તેના સમાજને મદદ કરવાનો હતો અને મારા ગ્રાહકોને શુદ્ધ તેમજ સાત્વિક આહાર આપવાનો હતો. નવનીતે 2014માં આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કર્યું અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તેમજ લેબોરેટરી સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં આવ્યા જેથી કરીને જ્યુસનો ટેસ્ટ તેમજ તેને લગતી ટેકનોલોજી અંગે માહિતી મેળવી શકાય. મારું એન્જિનિયરિંગનું ભણતર તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટનું જ્ઞાન મને આમાં ખૂબ જ કામ લાગ્યું. તેના કારણે હું પ્રોસેસિંગ અને પ્રોડક્ટ વચ્ચેના ભેદને ઓળખી શક્યો અને તેના ઓઝોનાઇઝેશનથી માંડીને આરઓ પાણીનો ઉપયોગ કરવા સુધીની પ્રક્રિયા જાણી શક્યો. મને કાચામાલમાંથી બેક્ટેરિયા દૂર કરવા માટે વપરાતા યુવી રેડિએશનની વેવલેન્થનો ખ્યાલ આવ્યો. કે તેમાં કેટલી માત્રામાં યુવી રેડિયેશનનો ઉપયોગ કરવો જોઇએ. અમે એ પણ શીખ્યા કે ગ્રાહકોને સારી વસ્તુ આપવા માટે ઔદ્યોગિક ધારાધોરણો કેવી રીતે જાળવવા જોઇએ. એક વખત અમે એકમની સ્થાપના કરી તે પછી અમે તમામ પ્રકારના ટેસ્ટ અને તેની ક્ષમતાને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસારની બનાવી. જોકે, અમે ખૂબ જ ઉત્તમ અને યોગ્ય વાતાવરણમાં ઉત્પાદન કરીએ છીએ તેમ છતાં પણ અમે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અપનાવ્યાં છે. અમે એકદમ ગુણવત્તાયુક્ત યુએસનાં સાધનો વસાવ્યાં છે કે જે સારી ગુણવત્તા અને ઉપજ આપે."

ડિસેમ્બર 2014માં નવનીત અને તેની ટીમે પોતે બનાવેલાં કૂલ પ્રેસ્ડ જ્યુસની ચકાસણી ન્યૂટ્રિશનિસ્ટ, કુટુંબીજનો, મિત્રો, અને પોતાનાં ઓળખીતાઓ સાથે કરી.

image


નવનીતે પોતાનો છેલ્લો પ્રોજેક્ટ જેસીબી સાથે કર્યો હતો અને તેમાં તેણે એકલે હાથે કરેલી ટીમને લીડ કરવાની, માર્કેટિંગ રિસર્ચ, લક્ષિત બજારની સમજ, કિંમત, પડતર, એન્જિનિયરિંગ, ડિઝાઇન, અને લોન્ચ સુધીની તમામ કવાયતો તેમને આ પ્રોજેક્ટમાં પણ કામ લાગી. આ અનુભવને કારણે તેઓ રોકિંગની રજૂઆત જાન્યુઆરી 2015 સુધીના સમયમાં કરી શક્યા.

આની સાથે નવનીત પોતાના ગામના લોકોને મદદ કરવાનું વચન પણ પાળી રહ્યા છે. હાલમાં તેમની ટીમમાં તેમના ગામના 14 લોકો છે. તેઓ ડિલિવરી અને ઓપરેશન્સમાં પોતાની વિવિધ ભૂમિકાઓ નિભાવે છે. તેઓ હાલમાં ગુણવત્તા તેમજ તેમના સબસ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકોમાં પોતાની સારી છાપ ઊભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. નવનીત પોતાના ગામના લોકો સાથે સારો સંબંધ બાંધીને પોતાના ગ્રાહકોને પણ તંદુરસ્ત રાખવા માગે છે. નવનીત પોતાનું જીવન પોતાની રીતે જીવવામાં સફળ રહ્યા છે.

લેખક- ઇન્દ્રોજિત .ડી. ચૌધરી

અનુવાદક- અંશુ જોશી

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags

Latest Stories

અમારા દૈનિક ન્યૂઝલેટ્ટર માટે સાઇન અપ કરો