સંપાદનો
Gujarati

‘The Un-Metro Guy' – સ્ટાર્ટઅપની નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી

17th Dec 2015
Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share

ઝડપથી થઈ રહેલું શહેરીકરણ દેશની સામાજિક-આર્થિક સ્થિતિને અસર કરનાર મહત્વના પરિબળોમાંનું એક છે. મેકિન્સે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટનો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં દેશી 40 ટકા વસતીના મકાનો શહેરોમાં હશે અને શહેરો દેશની જીડીપીનો 70 ટકા ભાગ ધરાવશે. માર્કેટિંગના આધારે વિચારીએ તો ઝડપી થતું શહેરીકરણ રસપ્રદ છે કારણ કે તે નવા સાઈકોગ્રાફિક કન્ઝ્યુમર સેગમેન્ટ તરફ દોરી જાય છે અને બ્રાન્ડના વિકાસની તક પૂરી પાડે છે.

છેલ્લાં એક દાયકામાં ઘણાં નવા કન્ઝ્યુમર સેગમેન્ટનો વિકાસ થયો છે. આ આર્ટિકલ ‘Unmetro Guy' (બિન શહેરી યુવાન) પર આધારિત છે.

image


રંજિત 23 વર્ષનો યુવાન છે જે તાજેતરમાં જ વારંગલથી બેંગલુરુ આવ્યો છે. પોતાના સિનિયર્સની જેમ તેણે પણ કોલેજનો અભ્યાસ પૂરો કરીને નોકરીની શોધમાં મોટા શહેરો તરફ નજર ફેરવી. નાનકડી આઈટી કંપનીમાં જોબ મળ્યા પછી તે અહીંયા આવી ગયો અને 'આન્ધ્ર બોય્ઝ' નામની જગ્યાએ પોતાના મિત્રો સાથે રહેવા લાગ્યો. રંજિત અમેરિકન કલાકો પ્રમાણે કામ કરતો હતો અને દિવસ દરમિયાન ઉંઘતો હતો. નવરાશના સમયમાં તે પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ફેસબૂક પર ચેટિંગ કરતો અથવા પોતાના ફોન પર તેલુગુ મુવી જોયા કરતો. રંજિતને મોટું શહેર ગમી ગયું હતું કારણ કે તેણે તેને પોતાની શરતે અને પોતાની રીતે જીવન જીવવાની સ્વતંત્રતા આપી હતી. તેમ છતાં આંતરિક રીતે તે એકલતાનો અનુભવ કરી રહ્યો હતો. તે શહેરીજીવનનો ભાગ બનવા ઈચ્છતો હતો અને તેમની ભાષા પણ શીખી રહ્યો હતો. તે એવી બ્રાન્ડ શોધી રહ્યો હતો જે તેને અપનાવે અને તેને શહેરીકરણનો અનુભવ કરાવે.

આપણામાંથી મોટાભાગના લોકો પણ રંજિતની જેમ મોટા શહેરોમાં નોકરી માટે આવ્યા હોઈશું. જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે તે જોતા લાગે છે કે, આગામી સમયમાં વ્હાઈટ કોલર જોબ આવા લોકોથી જ ભરાઈ જશે. માર્કેટિંગમાં કામ કરતા લોકો માટે આ સ્થિતિ ઉત્તેજનાસભર છે પણ તે બે દાયકાથી વધુ ટકતી નથી. આધુનિક આર્થિક ઉદારીકરણ પહેલાં મોટાભાગના લોકો કે જેઓ નાના શહેરો કે ગામમાં જન્મ્યા હતા તેઓ તકના અભાવે પોતાના વતનમાં જ રહેતા હતા.

‘Unmetro Guy' એક સાયકોગ્રાફિક પ્રોફાઈલ છે, જે જીવનના તબક્કાને રજૂ કરે છે. આપણે તેને ‘‘Unmetro Guy's’ દ્વારા સોશિયલ મીડિયા પર કરાતી પોસ્ટ થકી વધારે સારી રીતે સમજી શકીએ છીએ. અમારા દ્વારા વિકસાવાયેલી નેટ્નોગ્રાફી આધારિત સંશોધન થકી માહિતી મળી હતી. અમારા સંશોધનના આધારે અમે પાંચ તબક્કા પર આવ્યા છીએ જેના દ્વારા બજાર પોતાના ટાર્ગેટને પૂરો કરવા યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે.

તેઓ કોણ છે? : યુવાન પુરુષ, સેક એબી મેટ્રો શહેરમાં રહે છે પણ તે નાના નગરમાંથી આવ્યો છે, સ્નાતક થઈને હાલમાં એક કંપનીમાં નોકરી કરી રહ્યો છે.

તે શું ખરીદશે/ઉપયોગમાં લેશે? : બ્રાન્ડેડ કપડાં (ઓનલાઈન અને ઓફલાઈન), મોબાઈલ એપ્લિકેશન્સ (એન્ટરટેઈન્મેન્ટ, કોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન અને કોમર્સ માટે), મોટરસાઈકલ્સ, ટ્રાવેલ સર્વિસ (ઈન્ટર અને ઈન્ટ્રા સિટી), ફાઈનાન્શિયલ સર્વિસ (બેંકિંગ, લોન, ક્રેડિટ કાર્ડ), અને ઘરવખરી (એફએમસીજી, સર્વિસિસ) વગેરે.

તેઓ દુનિયાના લોકો સાથે કેવી રીતે જોડાણ (ભાષા અને અભિવ્યક્તિ) કરશે? : અમે એ જોયું છે કે શહેરી વિસ્તારોમાં જન્મતા અને અન્ય સ્થળેથી આવતા લોકોની ભાષા અને અભિવ્યક્તિની પદ્ધતિ અલગ હોય છે. સોશિયલ મીડિયામાં ઉપયોગમાં લેવાતા શબ્દો, ગિફ્ટ, કવિતાઓ અને મૂવી ક્લિપ્સ વેગેરના ઉપયોગમાં તે આગળ હોય છે. તેમના દ્વારા સમૃદ્ધ લખાણ મૂકવામાં આવે છે જે તેમની અભિવ્યક્તિને યોગ્ય રીતે રજૂ કરતા હોય છે.

ઈમેજ પ્રોજેક્ટે ડઃ આ ક્ષેત્ર પોસ્ટ, ગિફ્ટ, ઈમેજ અને વીડિયો શેર કરવાના આધારે બે પ્રકારની સેલ્ફ ઈમેજને રજૂ કરે છે. તેઓ જ્યારે સોશિયલ મીડિયા પર કંઈક લખતા હોય ત્યારે ઈમેજ ઓવરલેપને પણ ધ્યાનમાં રાખતા હોય છે.

સેલ્ફ ઈમેજ 1 – કૂલ એન્ડ ટ્રેન્ડી

વિશ્વાસુ અને શહેરી પરિવેશ ધરાવતા લોકો, કાળા ગોગલ્સ પહેરવા, પબમાં જઈને ડ્રિન્ક કરવું, મહિલા કર્મચારીઓ સાથે ડેટિંગ કરવું, મિત્રો સાથે રોડ ટ્રિપ કરવી, શહેરના સારા બિલ્ડિંગો જોવા, વિદેશી સ્થળોની તસવીરો જોવી વગેરે.

સેલ્ફ ઈમેજ 2 – સંઘર્ષમય છતાં પ્રોત્સાહિત

પરિવારની વ્યક્તિઓનો અભાવ (ખાસ કરીને માતા), કડક અને સમજી ન શકનાર બોસની વ્યથા, જીવનમાં વિશેષ વ્યક્તિનો અભાવ, આર્થિક સંકડામણ વગેરે. તેઓ પ્રેરણાત્મક કવિતાઓ, આધ્યાત્મિક બાબત સાથે સંકળાયેલી ભેટ, ધાર્મિક સુવાક્યો, વગેરે પણ પોસ્ટ કરતા હોય છે. બીજી તરફ શહેરમાં ઉછરેલા લોકો તેમના ઘરથી દૂર અને પોતાની કારકિર્દી માટે થતાં અને કરેલા સંઘર્ષની વાતો ગર્વ સાથે લખે છે.

આ એજ બાબત છે જે બ્રાન્ડ અને અન્ય બાબતોને અસર કરે છે.

image


બ્રાન્ડની ભૂમિકાઃ બ્રાન્ડ પણ આ બે પ્રકારના લોકોની જરૂરીયાતના આધારે અસર કરે છે.

માસ અર્બન આઈકનઃ અર્બન ટ્રાઈબ બેજ વેલ્યૂ

આ બ્રાન્ડ શહેરીકરણની નિશાની સમાન છે. અન મેટ્રો ગાય લિવાઈસ (સેલ વખતે) ખરીદશે, રે બેન પહેરેશે, કૉક પીશે અને આઈસીઆઈસીઆઈમાં ખાતું ખોલાવશે. તેઓ માને છે કે મોટી બ્રાન્ડ પહેરવી જ જોઈએ જેથી મોટા શહેરોમાં ટકી શકાય જેમ અન્ય શહેરી લોકો કરતા હોય છે. તેઓ તેનાથી નીચેની વસ્તુ કે બ્રાન્ડ પહેરવા તૈયાર જ નથી હોતા.

સામાન્ય ઉકેલ લાવનારઃ મોટા શહેરોમાં રહેવા માટે અનુકુળતા પૂરી પાડે છે

આવી બ્રાન્ડ ‘Unmetro Guy’ લોકોને મોટા શહેરોમાં રહેવા અને અનુકુળ થવામાં મદદ કરે છે. ખાસ કરીને ડેવલપ કરવામાં આવેલી મોબાઈલ એપ આવા લોકોને સ્થાયી થવામાં મદદ કરે છે. તે ઘર અપાવે છે, ઘર જેવું ભોજન અપાવે છે, આર્થિક બાબતોનું ધ્યાન રાખે છે, ફરવા જવામાં મદદ કરે છે, અને બીજા ઘણા કામ કરે છે.

મોબાઈલ એપ દ્વારા ‘Unmetro Guy’ પોતાની એકલતામાંથી બહાર આવે છે અને બીજી તરફ તેને ખાનગી માહોલ પણ મળી રહી છે સાથે સાથે વર્તમાન સ્થિતિની તમામ માહિતી પણ મળે છે.

અંતે એમ કહી શકાય...

‘Unmetro Guy’ ગ્રાહકનું એક એવું ક્ષેત્ર છે જેને પરિભાષિત કરી શકાતું નથી પણ જે ઝડપથી વિકસતા શહેરીકરણનો એક ભાગ છે. તેઓ મોટાભાગના શહેરી લોકો દ્વારા પસંદ કરાતા આઈકન પસંદ કરે છે તથા એવી બ્રાન્ડને પણ પ્રાથમિકતા આપે છે જેના દ્વારા તેઓ મોટા શહેરોમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા સક્ષમ છે તેમ લાગે.

મારા મતે બજાર દ્વારા આવા લોકોની જરૂરિયાતોને જાણીને તેમને કયા ક્ષેત્રમાં શું જોઈએ છે તે પૂરું પાડીને તેમના રસ્તામાં આવતા પડકારો દૂર કરવામાં મદદ કરવી જોઈએ જેથી તેઓ પોતાની જાતને સેટલ કરી શકે.


લેખક – રિનિ દત્તા

અનુવાદ – રવિ ઈલા ભટ્ટ

Add to
Shares
0
Comments
Share This
Add to
Shares
0
Comments
Share
Report an issue
Authors

Related Tags