સંપાદનો
Gujarati

18 વર્ષથી નાના એડિટર અને રિપોર્ટર્સ, આ છે 'બાલકનામા' ન્યૂઝપેપરની કહાની

19th Jan 2016
Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share

વર્ષ 2003માં 'બઢતે કદમ' સંસ્થાએ લૉન્ચ કર્યું 'બાલકનામા' ન્યૂઝપેપર!

'બઢતે કદમ' સંગઠન સાથે આજે લગભગ 10 હજાર બાળકો જોડાયેલા છે!

બાળકોના ઉત્થાન માટે અનેક કાર્યક્રમ ચલાવે છે 'બઢતે કદમ'

કોઇ પણ દેશની પ્રગતિ માટે જરૂરી છે કે તે દેશનો દરેક વર્ગ એકસમાન રૂપમાં પ્રગતિ કરે. કોઇ પણ એક વર્ગની પ્રગતિથી દેશની સ્થાઇ પ્રગતિ થતી નથી. જો આપણે દુનિયાના વિકસિત દેશો પર એક નજર નાખીશું તો સ્પષ્ટપણે જોવા મળશે કે ત્યાં સરકાર દરેક વર્ગને એકસાથે રાખીને પ્રગતિ કરી રહી છે.

જો ભારતની વાત કરવામાં આવે તો આ દેશમાં વિભિન્નતાઓ ઘણી છે, પરંતુ સૌથી સકારાત્મક બાબત એ છે કે ભારતના લોકો હવે જાગરૂક બની ગયા છે, ગરીબ લોકો પણ હવે શિક્ષણનું મહત્વ જાણે છે. જ્યારે અહીંના યુવાનો દેશ માટે કંઇક કરવા માંગે છે.

image


'બાલકનામા' ન્યૂઝપેપર પણ એક એવો જ નવીન પ્રયાસ છે, જે પ્રત્યેક રૂપે આપણને જણાવી રહ્યું છે કે ભારત હવે આગળ વધી રહ્યું છે અને તેને કોઇ રોકી પણ નહીં શકે. 'બાલકનામા' એ ગરીબ બાળકો દ્વારા સંચાલિત થતુ 8 પેજનું ન્યૂઝપેપર છે, જેમાં બાળકો સાથે સંકાળાયેલા મુદ્દાને ખૂબ જ સહજતાથી લોકો સામે રજૂ કરવામાં આવે છે. 'બાલકનામા'ની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ન્યૂઝપેપર સાથે જોડાયેલા દરેક બાળકની ઉંમર 14થી 18 વર્ષની છે. 'બાલકનામા' ન્યૂઝપેપર 'બઢતે કદમ' નામનું સંગઠન ચલાવી રહ્યું છે, અને આ સંગઠન સાથે દેશભરમાંથી 10 હજારથી પણ વધારે ગરીબ બાળકો જોડાયેલા છે. આ ઉપરાંત બઢતે કદમ ગરીબ બાળકોના ઉત્થાન માટે અનેક પ્રકારના કાર્યક્રમ પણ કરે છે. આ સંગઠન સંપૂર્ણ રીતે બાળકો દ્વારા જ સંચાલિત કરવામાં આવે છે.

'બાલકનામા' ની શરૂઆત વર્ષ 2003માં 35 બાળકો દ્વારા થઇ!

'બાલકનામા' ન્યૂઝપેપરની શરૂઆત 2003માં થઇ, જ્યારે બઢતે કદમ સંગઠનમાં માત્ર 35 બાળકો હતા અને આ સંગઠન તે સમયે માત્ર દિલ્હીમાં જ કામ કરતું હતું. ત્યારબાદ સંગઠનનો વિસ્તાર થયો અને સંગઠન સાથે જોડાયેલા બાળકોની સંખ્યા પણ વધતી ગઇ અને આજે બાળકોની સંખ્યા 10 હજાર સુધી પહોંચી ગઇ છે. 'બાલકનામા'નું નેટવર્ક દિલ્હી ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ હરિયાણામાં ફેલાયેલું છે અને તેની પાંચ હજાર જેટલી કોપી છપાય છે. આ ઉપરાંત 2015થી બાલકનામા ન્યૂઝપેપરનું અંગ્રેજી અનુવાદ કરી તેને વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.

image


'બાલકનામા' સાથે ઘણા સમયથી જોડાયેલી શાનૂએ યોરસ્ટોરીને જણાવ્યું

"અમે બાલાકનામા દ્વારા ગરીબ બાળકો સાથે જોડાયેલા મુદ્દા ખૂબ જ સહજતાથી લોકો સમક્ષ રજૂ કરીએ છીએ. હાલમાં હું 18 વર્ષની થઇ ચૂકી હોવાથી હવે હું આ ન્યૂઝપેપરમાં લખતી નથી, પરંતુ એડવાઇઝરના રૂપમાં ન્યૂઝપેપર સાથે જોડાયેલી છું અને બાળકોની મદદ કરું છુ. આ પહેલા હું ઘણાં વર્ષો સુધી ન્યૂઝપેપરની એડિટર રહી ચૂકી છું."

શાનૂ જણાવે છે કે તેઓએ તેમની જિંદગીમાં ઘણું બધું જોયુ છે. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે ઘરની ખરાબ સ્થિતિને કારણે તેને ભણતર છોડી કારખાનામાં કામ કરવા જોડાઇ જવું પડ્યું હતું. બાલકનામા સાથે જોડાઇને પછી તેની જિંદગી બદલાઇ ગઇ હતી. શાનુએ તેનું ભણતર ફરી શરૂ કરી દીધું. હાલમાં શાનૂ બેચલર ઓફ સોશિયલ વર્કના પ્રથમ વર્ષમાં છે. શાનૂ સિવાયના અન્ય બાળકો પણ બઢતે કદમના માધ્યમ દ્વારા અનેક બાળકોની જિંદગીમાં ઘણો બદલાવ આવ્યો છે.

બાલકનામામાં 18 વર્ષથી નીચેના બાળકો રિપોર્ટર તરીકે ફરજ બજાવે છે!

બાલકનામાનું નેટવર્ક ઘણું મોટું છે. તેઓએ તેમનું નેટવર્ક એવી રીતે તૈયાર કર્યું છે કે દરેક જીલ્લામાં બાલકનામાના રિપોર્ટર્સ ફેલાયેલા છે. જેમાં છોકરા અને છોકરીઓ બંને જોડાયેલા છે. દરેક રિપોર્ટર્સની ઉંમર 18 વર્ષથી ઓછી છે. આ રિપોર્ટર્સ તેમના વિસ્તારના બાળકોનું ધ્યાન રાખે છે કે ત્યાં રહેતા બાળકોની સ્થિતિ કેવી છે, તેમને કેવી મુશ્કેલીઓ નડી રહી છે. આ રિપોર્ટર્સ બાળકોને મળીને તેમની મુશ્કેલીઓ જાણવાની કોશિશ કરે છે. બાલકનામામાં બે પ્રકારના રિપોર્ટર્સ છે –

1. બાતૂની રિપોર્ટર અથવા ખોજી પત્રકાર – જે ન્યૂઝ શોધવનાનું કાર્ય કરે છે.

2. બીજા રિપોર્ટર જે ન્યૂઝની તપાસ કરે છે અને તેને લખે છે.

હાલમાં 'બાલકનામા' સાથે જોડાયેલા રિપોર્ટર્સની સંખ્યા 14 છે જે સ્ટોરી લખે છે, આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં તેમના બાતૂની રિપોર્ટર્સ સક્રિય છે, જે ન્યૂઝ મોકલતા રહે છે. જે દરેક રિપોર્ટર્સ સમય અંતરે મળતા રહે છે. બાલકનામામાં અનેક પ્રકારની શોધખોળ બાદ જ ન્યૂઝને છાપવામાં આવે છે. દરેક મહિને 25 તારીખે એડિટોરિયલ મિટિંગ થાય છે. જેમાં દરેક પ્રકારના ન્યૂઝનનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને બીજા મહિનાનું પ્લાનિંગ પણ સાથે સાથે કરવામાં આવે છે.

શાનૂ જણાવે છે,

" ન્યૂઝપેપરનું સર્ક્યુલેશન વધારવા માટે અમે દરેક પ્રકારના સંભવિત પ્રયત્નો કરી રહ્યાં છે અને ભવિષ્યમાં તેના માટે અનેક નવી યોજનાઓ પણ તૈયાર કરવામાં આવી છે. જેથી ન્યૂઝપેપરને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. જેના માધ્યમ દ્વારા ગરીબ બાળકોની સમસ્યાઓ લોકોની સામે આવી શકે."


લેખક – આશુતોષ ખંતવાલ

અનુવાદક – શેફાલી કે. કલેર

Add to
Shares
4
Comments
Share This
Add to
Shares
4
Comments
Share
Report an issue
Authors

Related Tags